logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે અનેરો ઉત્સાહ : ગિરનાર તીર્થક્ષેત્ર સહિતના સાધુ- સંતો ભગવાન સોમનાથના દર્શનાર્થે પહોંચ્યા જુનાગઢ તા.૯ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ મોદીના આગમન પૂર્વે ભવ્ય અને દિવ્ય માહોલ સર્જાયો છે, આજે ગિરનાર તીર્થક્ષેત્ર સહિતના સાધુ-સંતો એ સોમનાથના શંખચોકથી પદયાત્રા કરીને દેવાધિદેવ ભગવાન મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા. આ આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરતી પદયાત્રામાં રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડો.પ્રદ્યુમન વાજા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા વિગેરે મહાનુભાવો જોડાયા હતા. આ પદયાત્રામાં ગિરનાર તીર્થક્ષેત્રના ઇન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદગીરી બાપુ, હરીહરાનંદ બાપુ વિગેરે સાધુ સંતો જોડાયા હતા, આ દરમિયાન મોટી સંખ્યામાં સાધુ સંતોએ ભગવાન શિવજીના પ્રિય વાદ્ય ડમરૂના નાદનો ગુંજારવ કરીને આધ્યાત્મિક ઉર્જા પ્રસરાવી હતી. ઉપરાંત ૭૫ જેટલા ઢોલ વાદકો સાથેના સિદ્ધિવિનાયક ઢોલ ગ્રુપે તાલબદ્ધ પ્રસ્તુતિથી અનેરો માહોલ સર્જ્યો હતો. આ પદયાત્રામાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, અગ્રણી ધવલભાઈ દવે, ઝવેરીભાઈ ઠકરાર વિગેરે મહાનુભાવો જોડાયા હતા અને ભાવભેર ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પદયાત્રા દરમિયાન પુષ્પવર્ષા સાથે સાધુ સંતો અને મહાનુભાવનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રાથી સમગ્ર સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય અને દિવ્ય વાતાવરણ સર્જાયું હતું, ઉપરાંત ઉપસ્થિત ભાવિકોએ પણ સાધુ સંતોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ

1 day ago
user_જગદીશ યાદવ
જગદીશ યાદવ
Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
1 day ago
2624cf30-b423-49b3-a5b0-5fd9694843a0

સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે અનેરો ઉત્સાહ : ગિરનાર તીર્થક્ષેત્ર સહિતના સાધુ- સંતો ભગવાન સોમનાથના દર્શનાર્થે પહોંચ્યા જુનાગઢ તા.૯ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ મોદીના આગમન પૂર્વે ભવ્ય અને દિવ્ય માહોલ સર્જાયો છે, આજે ગિરનાર તીર્થક્ષેત્ર સહિતના સાધુ-સંતો એ સોમનાથના શંખચોકથી પદયાત્રા

76807e4a-c8df-49fa-8913-56ad5c98b034

કરીને દેવાધિદેવ ભગવાન મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા. આ આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરતી પદયાત્રામાં રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડો.પ્રદ્યુમન વાજા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા વિગેરે મહાનુભાવો જોડાયા હતા. આ પદયાત્રામાં ગિરનાર તીર્થક્ષેત્રના ઇન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદગીરી બાપુ, હરીહરાનંદ બાપુ વિગેરે સાધુ સંતો જોડાયા હતા, આ દરમિયાન મોટી સંખ્યામાં સાધુ સંતોએ ભગવાન શિવજીના પ્રિય

6f5a1f2c-7113-44d8-a46b-a637b5191882

વાદ્ય ડમરૂના નાદનો ગુંજારવ કરીને આધ્યાત્મિક ઉર્જા પ્રસરાવી હતી. ઉપરાંત ૭૫ જેટલા ઢોલ વાદકો સાથેના સિદ્ધિવિનાયક ઢોલ ગ્રુપે તાલબદ્ધ પ્રસ્તુતિથી અનેરો માહોલ સર્જ્યો હતો. આ પદયાત્રામાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, અગ્રણી ધવલભાઈ દવે, ઝવેરીભાઈ ઠકરાર વિગેરે મહાનુભાવો જોડાયા હતા અને ભાવભેર

1d52871a-844e-4016-ab38-8d6dd1748ad2

ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પદયાત્રા દરમિયાન પુષ્પવર્ષા સાથે સાધુ સંતો અને મહાનુભાવનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રાથી સમગ્ર સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય અને દિવ્ય વાતાવરણ સર્જાયું હતું, ઉપરાંત ઉપસ્થિત ભાવિકોએ પણ સાધુ સંતોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ

More news from ગુજરાત and nearby areas
  • ગીર સોમનાથ ખાતે ના પ્રોગ્રામ માં નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમ ના મહા માંડલેશ્વર બજરંગદાસ બાપુ ની પ્રતિક્રિયા ગીર સોમનાથ જિલ્લામાં ભગવાન સોમનાથ દાદાના સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે પધારી રહેલા ભારતના યસ્વશી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની હાજરીમાં ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે તેમાં સ્થાનિક વેરાવળ ભાજપ દ્વારા સ્થાનિક સંતોને જ આમંત્રણ ન આપવા બાબત નું દુઃખ વ્યક્ત કરતા નિરાલી ખોડીયાર ઉદાસીસંપ્રદાયના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુ એ એક નિવેદનમાં આ કાર્યક્રમમાં સ્થાનિક સંતોની બાદબાકી કરેલ છે અને બહારથી જે જૂના અખાડાના સાધુને બોલાવી અને જે અમારી પરંપરા મુજબ કુંભમેળા અને શિવરાત્રી મેળા ભવનાથ તળેટીમાં જે નાગા સાધુઓની રવાડી નીકળે છે એવી જ રવાડી ત્યાં કાઢવાની વાત આવી છે જેનો અમે વિરોધ કરીએ છીએ જે વસ્તુ જ્યાં શોભતી હોય ત્યાં જ શોભે તો આ રીતના તરગાળા રમવા જતા હોય એવી રીતના નાગા સાધુઓને ત્યાં લઈ જવા અને આવી રવાડીઓ કાઢવી એ વ્યાજબી અને સનાતન વિરુદ્ધ છે જેનો પણ અમે વિરોધ કરીએ છીએ ભાજપે આ બાબતે વિચારવું રહ્યું હા સંતોને બોલાવાય સંતોના આશીર્વાદ લેવાય સંતોની હાજરીમાં કાર્યક્રમ કરાય પણ આવા નોટંકી તાયાફાન કરવા પૂજ્ય બાપુએ પોતાના એક નિવેદનમાં અનુરોધ કર્યો છે અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    2
    ગીર સોમનાથ ખાતે ના પ્રોગ્રામ માં નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમ ના મહા માંડલેશ્વર  બજરંગદાસ બાપુ ની પ્રતિક્રિયા 
ગીર સોમનાથ જિલ્લામાં ભગવાન સોમનાથ દાદાના સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે પધારી રહેલા ભારતના યસ્વશી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની હાજરીમાં ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે તેમાં સ્થાનિક વેરાવળ ભાજપ દ્વારા સ્થાનિક સંતોને જ આમંત્રણ ન આપવા બાબત નું દુઃખ વ્યક્ત કરતા નિરાલી ખોડીયાર ઉદાસીસંપ્રદાયના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુ એ એક નિવેદનમાં આ કાર્યક્રમમાં સ્થાનિક સંતોની બાદબાકી કરેલ છે અને બહારથી જે જૂના અખાડાના સાધુને બોલાવી અને જે અમારી પરંપરા મુજબ કુંભમેળા અને શિવરાત્રી મેળા ભવનાથ તળેટીમાં જે નાગા સાધુઓની રવાડી નીકળે છે એવી જ રવાડી ત્યાં કાઢવાની વાત આવી છે જેનો અમે વિરોધ કરીએ છીએ જે વસ્તુ જ્યાં શોભતી હોય ત્યાં જ શોભે તો આ રીતના તરગાળા રમવા જતા હોય એવી રીતના નાગા સાધુઓને ત્યાં લઈ જવા અને આવી રવાડીઓ કાઢવી એ વ્યાજબી અને સનાતન વિરુદ્ધ છે જેનો પણ અમે વિરોધ કરીએ છીએ ભાજપે આ બાબતે વિચારવું રહ્યું હા સંતોને બોલાવાય સંતોના આશીર્વાદ લેવાય સંતોની હાજરીમાં કાર્યક્રમ કરાય પણ આવા નોટંકી તાયાફાન કરવા પૂજ્ય બાપુએ પોતાના એક નિવેદનમાં અનુરોધ કર્યો છે
અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    5 hrs ago
  • અમરેલી બ્રેકિંગ..... સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ કૃષિમંત્રીને પાઠવ્યો પત્ર....... રાજ્ય અને કેન્દ્ર સરકારની ખેડૂત લક્ષી નીતિ અને અભિગમ માટે રજૂઆત કરતા કસવાળા........ ગુજરાત રાજ્યમાં 200 કેન્દ્રો પર થઈ રહી છે ટેકાના ભાવની ખરીદી....... મગફળી ની MSP ની 17 જાન્યુઆરીની મુદતમાં વધારો કરવાની માંગ....... 2 નવેમ્બર સુધી કમોસમી વરસાદથી ખેડૂતોની મગફળી તૈયાર ન હતી - મહેશ કસવાળા..... રવિપાકની વાવણીને કારણે ખેડૂતો સમયસર આવી શક્યા ન હતા - મહેશ કસવાળા........ ખેડૂતોના કેટલાક કેન્દ્રો પર ધીમી પ્રક્રિયા, ગોડાઉન ફાળવણીની પ્રક્રિયામાં વિલંબને કારણે મુદતમાં વધારો કરો - મહેશ કસવાળા....... 17 જાન્યુઆરી સુધીમાં 100% થઈ શકવાની શક્યતાઓ નથી - મહેશ કસવાળા...... ખેડૂતોની ટેકાના ભાવની મગફળી ખરીદીની મુદતમાં વધારો કરવાની માંગ કરતા કસવાળા........ બાઈટ 1 મહેશ કસવાળા (ધારાસભ્ય સાવરકુંડલા)
    1
    અમરેલી બ્રેકિંગ.....
સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ કૃષિમંત્રીને પાઠવ્યો પત્ર.......
રાજ્ય અને કેન્દ્ર સરકારની ખેડૂત લક્ષી નીતિ અને અભિગમ માટે રજૂઆત કરતા કસવાળા........
ગુજરાત રાજ્યમાં 200 કેન્દ્રો પર થઈ રહી છે ટેકાના ભાવની ખરીદી.......
મગફળી ની MSP ની 17 જાન્યુઆરીની મુદતમાં વધારો કરવાની માંગ.......
2 નવેમ્બર સુધી કમોસમી વરસાદથી ખેડૂતોની મગફળી તૈયાર ન હતી - મહેશ કસવાળા..... 
રવિપાકની વાવણીને કારણે ખેડૂતો સમયસર આવી શક્યા ન હતા - મહેશ કસવાળા........
ખેડૂતોના કેટલાક કેન્દ્રો પર ધીમી પ્રક્રિયા, ગોડાઉન ફાળવણીની પ્રક્રિયામાં વિલંબને કારણે મુદતમાં વધારો કરો - મહેશ કસવાળા.......
17 જાન્યુઆરી સુધીમાં 100% થઈ શકવાની શક્યતાઓ નથી - મહેશ કસવાળા......
ખેડૂતોની ટેકાના ભાવની મગફળી ખરીદીની મુદતમાં વધારો કરવાની માંગ કરતા કસવાળા........
બાઈટ 1 મહેશ કસવાળા (ધારાસભ્ય સાવરકુંડલા)
    user_City Samachar
    City Samachar
    અમરેલી, અમરેલી, ગુજરાત•
    15 hrs ago
  • चीन ने बिना पटरी चलने वाली ट्रेन तकनीक ART (Autonomous Rail Rapid Transit) विकसित की है। यह ट्रेन सामान्य सड़कों पर चलती है और सेंसर, कैमरा व GPS की मदद से सड़क पर बनी वर्चुअल लाइनों को फॉलो करती है। पारंपरिक ट्राम के मुकाबले यह सस्ती, तेज़ और आसान है। ART बस की लचीलापन और मेट्रो जैसी क्षमता को एक साथ जोड़ती है। #FutureTech #ChinaInnovation #SmartTransport #NextGenTransit #ViralNews #TechExplained #PublicTransport
    1
    चीन ने बिना पटरी चलने वाली ट्रेन तकनीक ART (Autonomous Rail Rapid Transit) विकसित की है। यह ट्रेन सामान्य सड़कों पर चलती है और सेंसर, कैमरा व GPS की मदद से सड़क पर बनी वर्चुअल लाइनों को फॉलो करती है। पारंपरिक ट्राम के मुकाबले यह सस्ती, तेज़ और आसान है। ART बस की लचीलापन और मेट्रो जैसी क्षमता को एक साथ जोड़ती है।
#FutureTech #ChinaInnovation #SmartTransport #NextGenTransit #ViralNews #TechExplained #PublicTransport
    user_द संक्षेप
    द संक्षेप
    Media company Khambhalia, Devbhumi Dwarka•
    6 hrs ago
  • રાજુલાની 10 વર્ષની હેતવી રાયચાએ સુરત રાજ્યકક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટમાં ટોપ-8માં સ્થાન મેળવી શહેરનું નામ રોશન કર્યું રાજુલા શહેરમાં રહેતા રાયચા પરિવાર માટે ગૌરવની વાત સામે આવી છે. રાજુલાના દિપકભાઈ રાયચાની પુત્રી હેતવી દિપકભાઈ રાયચા (ઉંમર 10 વર્ષ) એ સુરત ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટમાં ઊંચીકૂદ (High Jump) U-11 કેટેગરીમાં ટોપ-8માં સ્થાન મેળવી 8મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિથી હેતવી રાયચાએ સમગ્ર રાયચા પરિવાર, તેમજ સમગ્ર રઘુવંશી સમાજ તેમજ રાજુલા શહેરનું નામ ઉજાગર કર્યું છે. મળતી માહિતી મુજબ 9 જાન્યુઆરી 2026ના રોજ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા રાજ્ય કક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટનું આયોજન સુરત ખાતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં હેતવી રાયચાએ ઉત્તમ રમત પ્રદર્શન કરી ટોપ-8માં સ્થાન મેળવ્યું અને રાજ્ય કક્ષાએ મેડલ પોતાના નામે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હેતવી રાયચાએ અગાઉ પણ ખેલ મહાકુંભમાં શાનદાર પ્રદર્શન કરી અનેક મેડલ જીત્યા છે, તેમજ અમદાવાદમાં યોજાયેલા ખેલ મહાકુંભના ડિસ્ટ્રિક્ટ લેવલમાં પણ ટોપ-8માં સ્થાન મેળવ્યું હતું. હાલ હેતવી અમદાવાદ ખાતે ગ્લોબલ મિશન ઇન્ટર નેશનલ સ્કૂલ (સંસ્કાર ધામ) માં અભ્યાસ કરી રહી છે તેમજ ત્યાં તાલીમ પણ મેળવી રહી છે. હવે આગળ હેતવી રાયચા નેશનલ લેવલ પર પણ આવું જ ઉત્તમ પ્રદર્શન કરી વધુ સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ સાથે સમગ્ર પરિવાર તેમજ શાળા પરિવાર દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે હેતવી રાયચાના કોચ પ્રવીણ સોલંકી (રાહી સ્પોર્ટ્સ એકેડેમી) તેમજ જણાવ્યું કે આજના આ સમયમાં દીકરીઓ દીકરાથી કંઈ કમ નથી તે આ હેતવી રાયચા એ સાબિત કરી બતાવ્યું છે
    2
    રાજુલાની 10 વર્ષની હેતવી રાયચાએ સુરત રાજ્યકક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટમાં ટોપ-8માં સ્થાન મેળવી શહેરનું નામ રોશન કર્યું
રાજુલા શહેરમાં રહેતા રાયચા પરિવાર માટે ગૌરવની વાત સામે આવી છે. રાજુલાના દિપકભાઈ રાયચાની પુત્રી હેતવી દિપકભાઈ રાયચા (ઉંમર 10 વર્ષ) એ સુરત ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટમાં ઊંચીકૂદ (High Jump) U-11 કેટેગરીમાં ટોપ-8માં સ્થાન મેળવી 8મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિથી હેતવી રાયચાએ સમગ્ર રાયચા પરિવાર, તેમજ સમગ્ર રઘુવંશી સમાજ  તેમજ રાજુલા શહેરનું નામ ઉજાગર કર્યું છે.
મળતી માહિતી મુજબ 9 જાન્યુઆરી 2026ના રોજ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા રાજ્ય કક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટનું આયોજન સુરત ખાતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં હેતવી રાયચાએ ઉત્તમ રમત પ્રદર્શન કરી ટોપ-8માં સ્થાન મેળવ્યું અને રાજ્ય કક્ષાએ મેડલ પોતાના નામે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે હેતવી રાયચાએ અગાઉ પણ ખેલ મહાકુંભમાં શાનદાર પ્રદર્શન કરી અનેક મેડલ જીત્યા છે, તેમજ અમદાવાદમાં યોજાયેલા ખેલ મહાકુંભના ડિસ્ટ્રિક્ટ લેવલમાં પણ ટોપ-8માં સ્થાન મેળવ્યું હતું. હાલ હેતવી અમદાવાદ ખાતે ગ્લોબલ મિશન ઇન્ટર નેશનલ સ્કૂલ (સંસ્કાર ધામ) માં અભ્યાસ કરી રહી છે તેમજ ત્યાં તાલીમ પણ મેળવી રહી છે.
હવે આગળ હેતવી રાયચા નેશનલ લેવલ પર પણ આવું જ ઉત્તમ પ્રદર્શન કરી વધુ સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ સાથે સમગ્ર પરિવાર તેમજ શાળા પરિવાર દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે  હેતવી રાયચાના કોચ પ્રવીણ સોલંકી (રાહી સ્પોર્ટ્સ એકેડેમી) તેમજ જણાવ્યું કે આજના આ સમયમાં દીકરીઓ દીકરાથી કંઈ કમ નથી તે આ હેતવી રાયચા એ સાબિત કરી બતાવ્યું છે
    user_Yogesh kanabar press
    Yogesh kanabar press
    Reporter રાજુલા, અમરેલી, ગુજરાત•
    3 hrs ago
  • સુરત રાજ્યકક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટમાં ટોપ-8માં સ્થાન મેળવી શહેરનું નામ રોશન કર્યું રાજુલા શહેર માટે ગૌરવની વાત સામે આવી છે. રાજુલામાં રહેતા દિપકભાઈ રાયચાની પુત્રી હેતવી દિપકભાઈ રાયચા (ઉંમર 10 વર્ષ) એ સુરત ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટમાં ઊંચીકૂદ (High Jump) U-11 કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ટોપ-8માં સ્થાન મેળવ્યું હતું અને 8મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સિદ્ધિથી હેતવી રાયચાએ રાયચા પરિવાર સાથે-સાથ સમગ્ર રઘુવંશી સમાજ તથા રાજુલા શહેરનું નામ રાજ્યસ્તરે ઉજાગર કર્યું છે. મળતી માહિતી મુજબ, 9 જાન્યુઆરી 2026ના રોજ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા સુરત ખાતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના મેદાન પર રાજ્યકક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં હેતવી રાયચાએ શાનદાર રમતકૌશલ્ય દાખવી ટોપ-8માં સ્થાન મેળવી રાજ્યકક્ષાનો મેડલ પોતાના નામે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હેતવી રાયચાએ અગાઉ પણ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અનેક મેડલ જીત્યા છે. તેમજ અમદાવાદ ખાતે યોજાયેલા ખેલ મહાકુંભના ડિસ્ટ્રિક્ટ લેવલમાં પણ ટોપ-8માં સ્થાન મેળવી પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો. હાલ હેતવી અમદાવાદ સ્થિત ગ્લોબલ મિશન ઇન્ટરનેશનલ સ્કૂલ (સંસ્કાર ધામ) માં અભ્યાસ સાથે રમતગમતની તાલીમ પણ મેળવી રહી છે. આગામી સમયમાં હેતવી રાયચા નેશનલ લેવલ પર પણ આવું જ ઉત્તમ પ્રદર્શન કરી વધુ સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ સાથે સમગ્ર પરિવાર, શાળા પરિવાર તેમજ રમતપ્રેમીઓ દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. હેતવીના કોચ પ્રવીણ સોલંકી (રાહી સ્પોર્ટ્સ એકેડેમી) તથા સ્પોર્ટ્સ ટીચર હેતલબેનએ જણાવ્યું હતું કે, “આજના સમયમાં દીકરીઓ દીકરાથી કોઈ રીતે ઓછી નથી, અને હેતવી રાયચાએ તે સાબિત કરી બતાવ્યું છે.”
    4
    સુરત રાજ્યકક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટમાં ટોપ-8માં સ્થાન મેળવી શહેરનું નામ રોશન કર્યું
રાજુલા શહેર માટે ગૌરવની વાત સામે આવી છે. રાજુલામાં રહેતા દિપકભાઈ રાયચાની પુત્રી હેતવી દિપકભાઈ રાયચા (ઉંમર 10 વર્ષ) એ સુરત ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટમાં ઊંચીકૂદ (High Jump) U-11 કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ટોપ-8માં સ્થાન મેળવ્યું હતું અને 8મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
આ સિદ્ધિથી હેતવી રાયચાએ રાયચા પરિવાર સાથે-સાથ સમગ્ર રઘુવંશી સમાજ તથા રાજુલા શહેરનું નામ રાજ્યસ્તરે ઉજાગર કર્યું છે.
મળતી માહિતી મુજબ, 9 જાન્યુઆરી 2026ના રોજ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા સુરત ખાતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના મેદાન પર રાજ્યકક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં હેતવી રાયચાએ શાનદાર રમતકૌશલ્ય દાખવી ટોપ-8માં સ્થાન મેળવી રાજ્યકક્ષાનો મેડલ પોતાના નામે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે હેતવી રાયચાએ અગાઉ પણ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અનેક મેડલ જીત્યા છે. તેમજ અમદાવાદ ખાતે યોજાયેલા ખેલ મહાકુંભના ડિસ્ટ્રિક્ટ લેવલમાં પણ ટોપ-8માં સ્થાન મેળવી પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો.
હાલ હેતવી અમદાવાદ સ્થિત ગ્લોબલ મિશન ઇન્ટરનેશનલ સ્કૂલ (સંસ્કાર ધામ) માં અભ્યાસ સાથે રમતગમતની તાલીમ પણ મેળવી રહી છે.
આગામી સમયમાં હેતવી રાયચા નેશનલ લેવલ પર પણ આવું જ ઉત્તમ પ્રદર્શન કરી વધુ સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ સાથે સમગ્ર પરિવાર, શાળા પરિવાર તેમજ રમતપ્રેમીઓ દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
હેતવીના કોચ પ્રવીણ સોલંકી (રાહી સ્પોર્ટ્સ એકેડેમી) તથા સ્પોર્ટ્સ ટીચર હેતલબેનએ જણાવ્યું હતું કે, “આજના સમયમાં દીકરીઓ દીકરાથી કોઈ રીતે ઓછી નથી, અને હેતવી રાયચાએ તે સાબિત કરી બતાવ્યું છે.”
    user_RAJULANEWSUPDATE
    RAJULANEWSUPDATE
    News Update રાજુલા, અમરેલી, ગુજરાત•
    6 hrs ago
  • જામનગર મનપાની અણઘડ વહીવટથી ત્રણ ગામના લોકો કંટાળ્યા , કમિશનરનું નિવેદન
    1
    જામનગર મનપાની અણઘડ વહીવટથી ત્રણ ગામના લોકો કંટાળ્યા , કમિશનરનું નિવેદન
    user_Jamnagar news
    Jamnagar news
    Journalist જામનગર રૂરલ, જામનગર, ગુજરાત•
    15 hrs ago
  • મુખ્ય સમાચાર.
    1
    મુખ્ય સમાચાર.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    5 hrs ago
  • રાજુલા-મહુવા ડુંગર રોડ પર રેલવે ફાટક અચાનક બંધ, ગુડ્સ ટ્રેન વચ્ચે અટકતા 30 મિનિટથી ટ્રાફિક જામ રાજુલા-મહુવા ડુંગર રોડ ઉપર આવેલ રેલવે ફાટક આજે અચાનક બંધ થઈ જતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. માહિતી મુજબ, ગુડ્સ ટ્રેન પસાર થઈ રહી હતી તે સમયે નિયમ મુજબ રેલવે ફાટક બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ ટ્રેન ફાટકની વચ્ચે જ અચાનક ઉભી રહી જતા માર્ગ પર બંને તરફથી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, છેલ્લા સતત 30 મિનિટથી રાજુલા-મહુવા વાયા ડુંગરનો મુખ્ય રસ્તો સંપૂર્ણ બંધ હાલતમાં રહ્યો છે. પરિણામે ફાટકના બંને બાજુ વાહનો અટવાઈ ગયા હતા અને ટ્રાફિક સ્થિતિ વધુ ગંભીર બની હતી. રેલવે ફાટક મેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટ્રેનના એન્જિનમાં કરંટ જતો રહેતા ગુડ્સ ટ્રેન અચાનક બંધ થઈ ગઈ છે અને તેથી ટ્રેન આગળ વધી શકતી નથી. આ ઘટનાનો સમય શાળા છૂટવાના સમયે થતાં હજારો વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પણ ફાટક પાસે અટવાઈ ગયા હતા. વિદ્યાર્થીઓને સમયસર ઘરે પહોંચવામાં મુશ્કેલી પડતા ભારે હેરાનગતિ જોવા મળી હતી. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે રાજુલા રેલવે સ્ટેશનના અધિકારીઓ ઘટના સમયે યોગ્ય રીતે સક્રિય નથી અને પરિસ્થિતિનો તાત્કાલિક ઉકેલ લાવવા કોઈ સ્પષ્ટ પ્રયાસ દેખાતો નથી. સૌથી મોટી ચિંતા એ છે કે એન્જિન ક્યારે શરૂ થશે તે અંગે તંત્ર પાસે કોઈ જવાબ નથી, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. હાલ સ્થિતિ પર રેલવે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    1
    રાજુલા-મહુવા ડુંગર રોડ પર રેલવે ફાટક અચાનક બંધ, ગુડ્સ ટ્રેન વચ્ચે અટકતા 30 મિનિટથી ટ્રાફિક જામ
રાજુલા-મહુવા ડુંગર રોડ ઉપર આવેલ રેલવે ફાટક આજે અચાનક બંધ થઈ જતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. માહિતી મુજબ, ગુડ્સ ટ્રેન પસાર થઈ રહી હતી તે સમયે નિયમ મુજબ રેલવે ફાટક બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ ટ્રેન ફાટકની વચ્ચે જ અચાનક ઉભી રહી જતા માર્ગ પર બંને તરફથી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, છેલ્લા સતત 30 મિનિટથી રાજુલા-મહુવા વાયા ડુંગરનો મુખ્ય રસ્તો સંપૂર્ણ બંધ હાલતમાં રહ્યો છે. પરિણામે ફાટકના બંને બાજુ વાહનો અટવાઈ ગયા હતા અને ટ્રાફિક સ્થિતિ વધુ ગંભીર બની હતી.
રેલવે ફાટક મેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટ્રેનના એન્જિનમાં કરંટ જતો રહેતા ગુડ્સ ટ્રેન અચાનક બંધ થઈ ગઈ છે અને તેથી ટ્રેન આગળ વધી શકતી નથી. આ ઘટનાનો સમય શાળા છૂટવાના સમયે થતાં હજારો વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પણ ફાટક પાસે અટવાઈ ગયા હતા. વિદ્યાર્થીઓને સમયસર ઘરે પહોંચવામાં મુશ્કેલી પડતા ભારે હેરાનગતિ જોવા મળી હતી.
સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે રાજુલા રેલવે સ્ટેશનના અધિકારીઓ ઘટના સમયે યોગ્ય રીતે સક્રિય નથી અને પરિસ્થિતિનો તાત્કાલિક ઉકેલ લાવવા કોઈ સ્પષ્ટ પ્રયાસ દેખાતો નથી. સૌથી મોટી ચિંતા એ છે કે એન્જિન ક્યારે શરૂ થશે તે અંગે તંત્ર પાસે કોઈ જવાબ નથી, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે.
હાલ સ્થિતિ પર રેલવે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    user_Yogesh kanabar press
    Yogesh kanabar press
    Reporter રાજુલા, અમરેલી, ગુજરાત•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.