logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કાલોલ પાસે એક્ટિવા સ્લિપ થતાં યુવકનું સારવાર દરમિયાન મોત: પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ કાલોલ તાલુકાના સાતમણા ગામ નજીક નર્મદા કેનાલ પાસે ગત તા. ૧૮ ઓગસ્ટના રોજ એક્ટિવા સ્લિપ થઈ જતાં ગંભીર રીતે ઘવાયેલા ૨૭ વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ અંગે કાલોલ પોલીસ મથકે મૃતક વિરુદ્ધ જ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર, સણસોલી (મજેવાડી) ગામના રહીશ કુલદિપસિંહ દિલીપસિંહ ચૌહાણ (ઉં.વ. ૨૭) ગત તા. ૧૮/૦૮/૨૦૨૬ ના રોજ રાત્રિના આશરે ૮:૦૦ વાગ્યાના સુમારે પોતાની હોન્ડા એક્ટિવા (નંબર GJ-17-CM-1868) લઈને કંપનીમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન સાતમણા ગામ પાસે નર્મદા કેનાલ રોડ પર એક્ટિવા અચાનક સ્લિપ થઈ જતાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત કુલદિપસિંહને તાત્કાલિક ૧૦૮ મારફતે કાલોલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે વડોદરાની SSG હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. વડોદરા ખાતે સારવાર દરમિયાન તા. ૨૫/૦૮/૨૦૨૬ ના રોજ સવારે તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના કૌટુંબિક ભાઈ હરેન્દ્રસિંહ કિરીટસિંહ ચૌહાણે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. કાલોલ પોલીસે બી.એન.એસ. કલમ ૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(b) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. એમ આર મોહનીયા દ્વારા શરૂ કરવામાં આવી છે.

2 hrs ago
user_Virendra Mehta
Virendra Mehta
Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
2 hrs ago
db6de90b-addf-4fef-8286-14888b650129

કાલોલ પાસે એક્ટિવા સ્લિપ થતાં યુવકનું સારવાર દરમિયાન મોત: પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ કાલોલ તાલુકાના સાતમણા ગામ નજીક નર્મદા કેનાલ પાસે ગત તા. ૧૮ ઓગસ્ટના રોજ એક્ટિવા સ્લિપ થઈ જતાં ગંભીર રીતે ઘવાયેલા ૨૭ વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ અંગે કાલોલ પોલીસ મથકે મૃતક વિરુદ્ધ જ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર, સણસોલી (મજેવાડી) ગામના રહીશ કુલદિપસિંહ દિલીપસિંહ ચૌહાણ (ઉં.વ. ૨૭) ગત તા. ૧૮/૦૮/૨૦૨૬ ના રોજ રાત્રિના આશરે ૮:૦૦ વાગ્યાના સુમારે પોતાની હોન્ડા એક્ટિવા (નંબર GJ-17-CM-1868) લઈને કંપનીમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન સાતમણા ગામ પાસે નર્મદા કેનાલ રોડ

1bd9b650-033a-4dfe-87b8-b6f1a27877d2

પર એક્ટિવા અચાનક સ્લિપ થઈ જતાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત કુલદિપસિંહને તાત્કાલિક ૧૦૮ મારફતે કાલોલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે વડોદરાની SSG હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. વડોદરા ખાતે સારવાર દરમિયાન તા. ૨૫/૦૮/૨૦૨૬ ના રોજ સવારે તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના કૌટુંબિક ભાઈ હરેન્દ્રસિંહ કિરીટસિંહ ચૌહાણે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. કાલોલ પોલીસે બી.એન.એસ. કલમ ૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(b) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. એમ આર મોહનીયા દ્વારા શરૂ કરવામાં આવી છે.

More news from Panch Mahals and nearby areas
  • કાલોલ ખાતે ઇદે મિલાદુન નબી નો મહાપર્વ મુસ્લિમ સમાજ દ્વારા હર્ષોલ્લાસ સાથે શાંતિ ભર્યા માહોલમાં મનાવાયો. હજારો મુસ્લીમ બિરાદરો જૂલુસ માં જોડાયા. ઇસ્લામ ધર્મના સ્થાપક અને અલ્લાહના પયગંબર હજરત મોહમ્મદ પયગંબર સાહેબની જન્મજયંતિ વિશ્વભરમાં સુન્ની મુસ્લિમ સમુદાયમાં પવિત્ર ઈદેમિલાદ નિમિત્તે ધામધૂમથી ઉજવવામાં આવે છે. જે ઈદેમિલાદ પર્વ નિમિત્તે કાલોલ શહેરના મુસ્લીમ સમુદાયે પણ પોતાની મસ્જિદ, મદ્રેસા, મોહલ્લા, ચોક અને પોત પોતાના મકાનો પર રોશનીથી શણગારીને ઈદેમિલાદની પુર્વતૈયારીઓ કરી હતી. હજરત મોહંમદ પયગંબર સાહેબના જન્મદિનની ઉજવણી નિમિત્તે કાલોલ શહેર મુસ્લીમ બિરાદરોએ પેગંબર સાહેબના ૧૫૦૧ મી યૌમે વીલાદત (જન્મજયંતી) ના મોકા પર વહેલી સવારે પાંચ વાગ્યા સુમારે એકત્રિત થઈ જુમ્મા મસ્જીદના પ્રાંગણમાં નાતશરીફ અને સલાતોસલામ પઢી પેગંબર સાહેબના મુએ મુબારક એટલે બાલ મુબારક ના દીદાર કર્યાં હતાં ત્યારબાદ બપોરે જોહરની નમાજ બાદ નુરાની ચોક સ્થિત જુમ્મા મસ્જીદથી રિફાઇ ગાદી અને અમીરે મિલ્લત મિલાદ કમેટીના નેતૃત્વમાં જશ્ને ઇદે મિલાદ નું ભવ્ય જુલુશનું આયોજન કરવામાં આવ્યું હતું જે નુરાની ચોકથી પ્રસ્થાન કરી પોલીસ સ્ટેશન, હાઇવે બસ સ્ટેશનથી મેઈન બજારમાંથી પસાર થઈ પાલીકા ભવનના માર્ગે સમગ્ર જુલુસ નુરાની ચોકમાં પરત ફરી જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ મોલાના ગુલામ ગૌષ રઝવી દ્રારા સમગ્ર વિશ્વ તેમજ ભારત દેશમાં અમન શાંતિ, સલામતી માટે ખાસ દુવાઓ સાથે પયગંબર સાહેબની જન્મજયંતિ ની મુબારકબાદ પાઠવી હતી.કાલોલમાં ઈદેમિલાદ પર્વની શાંતીપૂર્ણ માહોલમાં જુલુસ યોજવા માટે કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ સાથે પીએસઆઇ આર.એમ. મોહનીયા, પીએસઆઇ એસ આર મકવાણા સહિત પોલીસ સ્ટાફ સહિત એસ.આર.પી અને હોમગાર્ડ જવાનોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલમાં આ પર્વની ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી.
    2
    કાલોલ ખાતે ઇદે મિલાદુન નબી નો મહાપર્વ મુસ્લિમ સમાજ દ્વારા હર્ષોલ્લાસ સાથે શાંતિ ભર્યા માહોલમાં મનાવાયો. હજારો મુસ્લીમ બિરાદરો જૂલુસ માં જોડાયા.
ઇસ્લામ ધર્મના સ્થાપક અને અલ્લાહના પયગંબર હજરત મોહમ્મદ પયગંબર સાહેબની જન્મજયંતિ વિશ્વભરમાં સુન્ની મુસ્લિમ સમુદાયમાં પવિત્ર ઈદેમિલાદ નિમિત્તે ધામધૂમથી ઉજવવામાં આવે છે. જે ઈદેમિલાદ પર્વ નિમિત્તે કાલોલ શહેરના મુસ્લીમ સમુદાયે પણ પોતાની મસ્જિદ, મદ્રેસા, મોહલ્લા, ચોક અને પોત પોતાના મકાનો પર રોશનીથી શણગારીને ઈદેમિલાદની પુર્વતૈયારીઓ કરી હતી. હજરત મોહંમદ પયગંબર સાહેબના જન્મદિનની ઉજવણી નિમિત્તે કાલોલ શહેર મુસ્લીમ બિરાદરોએ પેગંબર સાહેબના ૧૫૦૧ મી યૌમે વીલાદત (જન્મજયંતી) ના મોકા પર વહેલી સવારે પાંચ વાગ્યા સુમારે એકત્રિત થઈ જુમ્મા મસ્જીદના પ્રાંગણમાં નાતશરીફ અને સલાતોસલામ પઢી પેગંબર સાહેબના મુએ મુબારક એટલે બાલ મુબારક ના દીદાર કર્યાં હતાં ત્યારબાદ બપોરે જોહરની નમાજ બાદ નુરાની ચોક સ્થિત જુમ્મા મસ્જીદથી રિફાઇ ગાદી અને અમીરે મિલ્લત મિલાદ કમેટીના નેતૃત્વમાં જશ્ને ઇદે મિલાદ નું ભવ્ય જુલુશનું આયોજન કરવામાં આવ્યું હતું જે નુરાની ચોકથી પ્રસ્થાન કરી પોલીસ સ્ટેશન, હાઇવે બસ સ્ટેશનથી મેઈન બજારમાંથી પસાર થઈ પાલીકા ભવનના માર્ગે સમગ્ર જુલુસ નુરાની ચોકમાં પરત ફરી જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ મોલાના ગુલામ ગૌષ રઝવી દ્રારા સમગ્ર વિશ્વ તેમજ ભારત દેશમાં અમન શાંતિ, સલામતી માટે ખાસ દુવાઓ સાથે પયગંબર સાહેબની જન્મજયંતિ ની મુબારકબાદ પાઠવી હતી.કાલોલમાં ઈદેમિલાદ પર્વની શાંતીપૂર્ણ માહોલમાં જુલુસ યોજવા માટે કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ સાથે પીએસઆઇ આર.એમ. મોહનીયા, પીએસઆઇ એસ આર મકવાણા સહિત પોલીસ સ્ટાફ સહિત એસ.આર.પી અને હોમગાર્ડ જવાનોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલમાં આ પર્વની ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
    3 hrs ago
  • હાલોલ ઉમિયા ફાઉન્ડેશનની બહેનોએ પોલીસ કર્મીઓને રાખડી બાંધી ઉમિયા ફાઉન્ડેશનની બહેનોએ પોલીસ કર્મીઓને રાખડી બાંધી
    1
    હાલોલ ઉમિયા ફાઉન્ડેશનની બહેનોએ પોલીસ કર્મીઓને રાખડી બાંધી
ઉમિયા ફાઉન્ડેશનની બહેનોએ પોલીસ કર્મીઓને રાખડી બાંધી
    user_ચાંપાનેર ટાઈમ્સ
    ચાંપાનેર ટાઈમ્સ
    Photographer હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    12 hrs ago
  • દશરથમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ 74 લાભાર્થીઓને આવાસ અર્પણ
    1
    દશરથમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ 74 લાભાર્થીઓને આવાસ અર્પણ
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    43 min ago
  • સ્માર્ટ મીટર મુદ્દે ઘાઘરેટીયા વિસ્તારમાં ગ્રામજનોનો રોષ સ્માર્ટ મીટર મુદ્દે ઘાઘરેટીયા વિસ્તારમાં ગ્રામજનોનો રોષ વડોદરા શહેરના સોમા તળાવ નજીક આવેલા ઘાઘરેટીયા ગામ, ઇન્દ્રાનગર અને કિશનનગર વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોના આક્ષેપ મુજબ, તેમની પરવાનગી વગર ઘરોમાં જૂના મીટર બદલી સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. આ મુદ્દે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ તંત્ર સમક્ષ યોગ્ય સ્પષ્ટતા કરી કામગીરી અંગે પુનર્વિચાર કરવાની માંગ કરી હતી.
    1
    સ્માર્ટ મીટર મુદ્દે ઘાઘરેટીયા વિસ્તારમાં ગ્રામજનોનો રોષ
સ્માર્ટ મીટર મુદ્દે ઘાઘરેટીયા વિસ્તારમાં ગ્રામજનોનો રોષ
વડોદરા શહેરના સોમા તળાવ નજીક આવેલા ઘાઘરેટીયા ગામ, ઇન્દ્રાનગર અને કિશનનગર વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોના આક્ષેપ મુજબ, તેમની પરવાનગી વગર ઘરોમાં જૂના મીટર બદલી સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. આ મુદ્દે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ તંત્ર સમક્ષ યોગ્ય સ્પષ્ટતા કરી કામગીરી અંગે પુનર્વિચાર કરવાની માંગ કરી હતી.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    1 hr ago
  • મહીસાગર જિલ્લા એસપી સફીન હસન દ્વારા બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનનું ઈન્સ્પેક્શન બાલાસિનોર, મહીસાગર: મહીસાગર જિલ્લાના બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન દ્વારા ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ઈન્સ્પેક્શન દરમિયાન જિલ્લા એસપી સફીન હસને પોલીસ સ્ટેશનની વિવિધ કામગીરી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગોની મુલાકાત લઈ જરૂરી રેકોર્ડ અને દસ્તાવેજોની ચકાસણી કરી હતી. આ ઉપરાંત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે કામગીરી અંગે ચર્ચા કરી કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાખોરી પર નિયંત્રણ રાખવા તથા નાગરિકોને ઝડપી અને અસરકારક પોલીસ સેવા મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એસપીના ઈન્સ્પેક્શનને પગલે બાલાસિનોર ટાઉન પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીને વધુ સુદૃઢ બનાવવા તેમજ નાગરિક સુરક્ષાને પ્રાથમિકતા આપવા પર ભાર મૂકાયો હતો.
    4
    મહીસાગર જિલ્લા એસપી સફીન હસન દ્વારા બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનનું ઈન્સ્પેક્શન
બાલાસિનોર, મહીસાગર:
મહીસાગર જિલ્લાના બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન દ્વારા ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.
ઈન્સ્પેક્શન દરમિયાન જિલ્લા એસપી સફીન હસને પોલીસ સ્ટેશનની વિવિધ કામગીરી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગોની મુલાકાત લઈ જરૂરી રેકોર્ડ અને દસ્તાવેજોની ચકાસણી કરી હતી.
આ ઉપરાંત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે કામગીરી અંગે ચર્ચા કરી કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાખોરી પર નિયંત્રણ રાખવા તથા નાગરિકોને ઝડપી અને અસરકારક પોલીસ સેવા મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
એસપીના ઈન્સ્પેક્શનને પગલે બાલાસિનોર ટાઉન પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીને વધુ સુદૃઢ બનાવવા તેમજ નાગરિક સુરક્ષાને પ્રાથમિકતા આપવા પર ભાર મૂકાયો હતો.
    user_Sagar Zala
    Sagar Zala
    Photographer બાલાસિનોર, મહીસાગર, ગુજરાત•
    1 hr ago
  • અમદાવાદ ના વસ્ત્રાલ રોડ , મહાદેવ નગર માં આવેલા રામજી મંદિર માં દિવ્યાંગ સમૂહ દ્વારા રાખવામાં આવેલા "રોજગાર મેળા ", "રાખી મેળા" ની નેશન ગુજરાત ની ટીમે મુલાકાત કરી. વિવિધ સ્ટોલ માં રાખડી , કોસ્મેટિક , ઔર્વેદિક પ્રોડક્ટ વિશે જાણકારી મેળવી .
    1
    અમદાવાદ ના વસ્ત્રાલ રોડ , મહાદેવ નગર માં આવેલા રામજી મંદિર માં દિવ્યાંગ સમૂહ દ્વારા રાખવામાં આવેલા  "રોજગાર મેળા ", "રાખી મેળા" ની નેશન ગુજરાત ની ટીમે મુલાકાત કરી.  વિવિધ સ્ટોલ માં રાખડી , કોસ્મેટિક , ઔર્વેદિક પ્રોડક્ટ વિશે જાણકારી મેળવી .
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    2 hrs ago
  • સયાજીગંજ પોલીસ દ્વારા ઈદ તહેવારને અનુલક્ષીને ફૂટ પેટ્રોલિંગ વડોદરા શહેરમાં આવનારા ઈદ તહેવારને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે હેતુથી સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ફતેગંજ અને કમાટીપુરા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. આ ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ તહેવાર દરમિયાન નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવી, શાંતિ જાળવવી અને અસામાજિક તત્વો પર નજર રાખવાનો હતો. શહેર પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને બંદોબસ્ત જાળવી રાખવામાં આવશે.
    1
    સયાજીગંજ પોલીસ દ્વારા ઈદ તહેવારને અનુલક્ષીને ફૂટ પેટ્રોલિંગ
વડોદરા શહેરમાં આવનારા ઈદ તહેવારને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે હેતુથી સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ફતેગંજ અને કમાટીપુરા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.
આ ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ તહેવાર દરમિયાન નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવી, શાંતિ જાળવવી અને અસામાજિક તત્વો પર નજર રાખવાનો હતો. શહેર પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને બંદોબસ્ત જાળવી રાખવામાં આવશે.
    user_Bhavik Solanki
    Bhavik Solanki
    Local News Reporter વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    7 hrs ago
  • राहुल गांधी पागल है, पागल था, वो पागल ही रहेगा..."- हिमंता बिस्वा सरमा
    1
    राहुल गांधी पागल है, पागल था, वो पागल ही रहेगा..."- हिमंता बिस्वा सरमा
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.