Shuru
Apke Nagar Ki App…
સુરત જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાં સુરત ACB વિભાગે કાર્યવાહી કરીને એક કોલેજિયન પુત્ર અને તેની માતાની લાંચ લેવાના આરોપસર ધરપકડ કરી છે. માતા માટે લાંચની રકમ સ્વીકારવા ગયેલા ૧૯ વર્ષીય પુત્રને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. ખેતીવાડી શાખાના સિનિયર એકાઉન્ટ ક્લાર્ક રૂપલ પરેશકુમાર ટેલર, જેનો માસિક પગાર ₹54,000 છે, તેણે સહ-કર્મચારીઓના પ્રવાસ ભથ્થાં અને એલ.ટી.સી. બિલ પાસ કરવાના બદલામાં ₹62,500ની લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ સ્વીકારવા ગયેલો તેનો પુત્ર જીલ ટેલર, જે હાલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, તે ₹30,000ની લાંચ સ્વીકારતા પકડાયો હતો, અને તેની સાથે તેની માતા રૂપલ ટેલર પણ ઝડપાઈ હતી. માતાની આ કાળી કમાણીની લાલચમાં યુવાન પુત્ર પણ કાયદાના સકંજામાં આવી જતાં તેનું ઉજ્જવળ ભવિષ્ય પણ જોખમમાં મુકાઈ ગયું છે.
NEWS 74 INDIA

More news from ગુજરાત and nearby areas
- મોરબીમાં નકલી પ્રેસ કાર્ડના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. એક વ્યક્તિ દ્વારા ₹10,000માં ખરીદેલા આવા નકલી પ્રેસ કાર્ડનો ઉપયોગ કરીને પોલીસ પર રોફ જમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના વાહન ચેકિંગ દરમિયાન બની હતી, જ્યાં નકલી પત્રકાર તરીકે ઓળખ આપવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો અને પોલીસ દ્વારા તેની સામે કાર્યવાહી કરવામાં આવી. આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તેની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ હવે નકલી પ્રેસ કાર્ડ વેચનારાઓ પર પણ સકંજો કસી રહી છે, જે આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. આ સમગ્ર મામલે, ડીવાયએસપીએ જનતાને અપીલ કરી છે કે જો કોઈને પણ શંકાસ્પદ પ્રેસ કાર્ડ મળે અથવા કોઈ આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલ જણાય, તો તેને તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવે.1
- ખારવા માછી સમાજ પ્રીમિયર લીગ 2025નું ગ્રાન્ડ ફિનાલે ઉમરાના રઘુવીર ગ્રાઉન્ડ ખાતે ભવ્યતાપૂર્વક યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રેક્ષકોએ ક્રિકેટ સાથે મનોરંજનનો બેવડો આનંદ માણ્યો હતો. રઘુવીર ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલા KSPL 3.0ના ફાઇનલ જંગને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ KSPL 3.0 ફાઇનલમાં લાઇવ મ્યુઝિકલ પરફોર્મન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં જાણીતા ગાયકોએ પોતાના સુરીલા ગીતોથી સંગીતમય સાંજનો મનોરમ માહોલ બનાવ્યો હતો. ખારવા માછી સમાજ પ્રીમિયમ લીગ 2026 માં મુખ્ય મહેમાન તરીકે ટુર્નામેન્ટ સ્પોન્સર દિપક ઇજારદાર અને તેમના પુત્ર ધ્યેય ઇજારદાર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.1
- સુરત શહેરમાં નશાખોર વાહનચાલકોનો આતંક સતત વધી રહ્યો છે. આ જ ક્રમમાં, અડાજણ પાટીયા વિસ્તારમાં એક ટેક્સટાઈલ ઉદ્યોગપતિ પોતાની મર્સિડીઝ કાર લઈને ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન, દારૂના નશામાં ધુત ત્રણ શખ્સોએ પહેલા તેમની સાથે ઝઘડો કર્યો. ત્યારબાદ, તે શખ્સોએ પોતાની વરના કાર પૂરઝડપે ચલાવી અને મર્સિડીઝ કારને જોરદાર ટક્કર મારી, જેના કારણે મર્સિડીઝ કારના કુરચેકુરચા નીકળી ગયા.1