બનાસકાંઠા, પાલનપુર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષીતા રાઠોડ અને વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયાની 'પોલીસ પ્રજાનો મિત્ર' અભિગમ અંતર્ગત ગુમ થયેલા લોકોને શોધી પરિવાર સાથે મિલન કરાવવાની સૂચનાના આધારે, આગથળા પોલીસે એક માનવતાવાદી કામગીરી કરી છે. દિયોદર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.આર. ભારાઈના માર્ગદર્શન હેઠળ, આગથળા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ.બી. રાઠોડે તેમના કર્મચારીઓને પરિવારથી વિખૂટા પડેલા લોકોને શોધી કાઢી, તેમની સાથે સહાનુભૂતિપૂર્વક વર્તી, સાંત્વના આપી, વિશ્વાસમાં લઈ પરિવાર વિશે માહિતી મેળવી અને મિલન કરાવવાના પ્રયાસો કરવા નિર્દેશ આપ્યો હતો. આ સૂચનાના પગલે, લાખણી-ડીસા હાઈવે રોડ પરથી બે સગીર બાળકો મળી આવ્યા હતા. પોલીસ તેમને પોલીસ સ્ટેશન લાવી ભોજન-પાણી આપ્યા બાદ આશ્વાસન આપીને પૂછપરછ કરી હતી. બાળકોએ પોતાનું નામ કરણ ખોડાભાઈ દેવીપૂજક (ઉંમર ૦૭ વર્ષ) અને વિષ્ણુ ખોડાભાઈ (ઉંમર ૦૬ વર્ષ) જણાવ્યું હતું, જે બંને મોરાલ, તા. લાખણીના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. બાળકોએ જણાવ્યું કે તેઓ ૧૯ મે, ૨૦૨૬ના રોજ બપોરે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા. આ માહિતી મળતાં પોલીસે તુરંત જ બાળકોના વાલી-વારસનો સંપર્ક કર્યો અને 'ઓપરેશન મુસ્કાન' હેઠળ સદર બાળકોને તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું. પોલીસે બાળકોનો કબજો પરિવારને સોંપીને ખરેખર માનવતાનું કાર્ય કર્યું હતું. આ કામગીરીમાં આગથળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. રાઠોડ અને અ.હેડ.કોન્સ. રમેશભાઈ ભલાભાઈનો મુખ્ય ફાળો રહ્યો હતો.
બનાસકાંઠા, પાલનપુર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષીતા રાઠોડ અને વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયાની 'પોલીસ પ્રજાનો મિત્ર' અભિગમ અંતર્ગત ગુમ થયેલા લોકોને શોધી પરિવાર સાથે મિલન કરાવવાની સૂચનાના આધારે, આગથળા પોલીસે એક માનવતાવાદી કામગીરી કરી છે. દિયોદર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.આર. ભારાઈના માર્ગદર્શન હેઠળ, આગથળા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ.બી. રાઠોડે તેમના કર્મચારીઓને પરિવારથી વિખૂટા પડેલા લોકોને શોધી કાઢી, તેમની સાથે સહાનુભૂતિપૂર્વક વર્તી, સાંત્વના આપી, વિશ્વાસમાં લઈ પરિવાર વિશે માહિતી મેળવી અને મિલન કરાવવાના પ્રયાસો કરવા નિર્દેશ આપ્યો હતો. આ સૂચનાના પગલે, લાખણી-ડીસા હાઈવે રોડ પરથી બે સગીર બાળકો મળી આવ્યા હતા. પોલીસ તેમને પોલીસ સ્ટેશન લાવી ભોજન-પાણી આપ્યા બાદ આશ્વાસન આપીને પૂછપરછ કરી હતી. બાળકોએ પોતાનું નામ કરણ ખોડાભાઈ દેવીપૂજક (ઉંમર ૦૭ વર્ષ) અને વિષ્ણુ ખોડાભાઈ (ઉંમર ૦૬ વર્ષ) જણાવ્યું હતું, જે બંને મોરાલ, તા. લાખણીના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. બાળકોએ જણાવ્યું કે તેઓ ૧૯ મે, ૨૦૨૬ના રોજ બપોરે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા. આ માહિતી મળતાં પોલીસે તુરંત જ બાળકોના વાલી-વારસનો સંપર્ક કર્યો અને 'ઓપરેશન મુસ્કાન' હેઠળ સદર બાળકોને તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું. પોલીસે બાળકોનો કબજો પરિવારને સોંપીને ખરેખર માનવતાનું કાર્ય કર્યું હતું. આ કામગીરીમાં આગથળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. રાઠોડ અને અ.હેડ.કોન્સ. રમેશભાઈ ભલાભાઈનો મુખ્ય ફાળો રહ્યો હતો.
- બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેટ ચેન્જ રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને તથા રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ 'યોગ ફોર હેલ્ધી એજિંગ' થીમ સાથે કરવામાં આવી. આ પ્રસંગે રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે, ૧૨ વર્ષ પહેલાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વિશ્વને યોગ વિષે ભવ્ય ઓળખ મળી હતી અને યુનાઇટેડ નેશન્સમાં તેમની અપીલ બાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સત્તાવાર જાહેરાત થઈ હતી. તેમણે ઉમેર્યું કે, આજે આ વૈશ્વિક અભિયાનને સફળતાપૂર્વક ૧૨ વર્ષ પૂર્ણ થયા છે અને વડાપ્રધાન દ્વારા પશ્ચિમ બંગાળની પવિત્ર ધરતી પરથી વર્ચ્યુઅલી માધ્યમથી સમગ્ર દેશને એકતાના તાંતણે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, આજે વિશ્વભરમાં ૧૭૭થી વધુ દેશો આ યોગ દિવસની ઉજવણીમાં જોડાઈ રહ્યા છે, જે ભારત માટે ગૌરવની બાબત છે, અને ગુજરાતમાં મુખ્યમંત્રીના ગતિશીલ નેતૃત્વ હેઠળ દરેક જિલ્લામાં આ પર્વ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવી રહ્યું છે. રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈએ આ પ્રસંગે જણાવ્યું કે, આજે સમગ્ર વિશ્વભરમાં યોગને શારીરિક અને માનસિક સુખાકારી માટે સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત થયું છે. આધુનિક જીવનશૈલીમાં સંતુલન લાવવા, સ્વસ્થ જીવન જીવવા અને સમગ્ર પૃથ્વી તથા માનવજાતિના કલ્યાણ માટે આ વર્ષે "Yoga for Healthy Ageing" (સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ) અને "સ્વસ્થ જીવન માટે યોગ" ના અનોખા સંદેશ સાથે આ ઉત્સવનું સફળ આયોજન કરાયું હતું. મંત્રી, સાંસદ, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે, નિવાસી અધિક જિલ્લા કલેકટર સી.પી.પટેલ સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ, વિવિધ વિભાગના કર્મચારીઓ, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહી સામૂહિક યોગાભ્યાસ કરી શાંતિનો દિવ્ય અનુભવ કર્યો હતો.4
- પાલનપુરમાં રાજ્યના મંત્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ સહ મિલેટ મેળો” સફળતાપૂર્વક સંપન્ન થયો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તારકેશ્વર ખાતેથી પીએમ-કિસાન યોજનાનો ૨૩મો હપ્તો દેશભરના જમીન ધારક ખેડૂતોના આધાર લિંક અને ડીબીટી ઇનેબલ ખાતામાં સીધો જમા કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં કુલ ૨.૪૫ લાખ ખેડૂતોને ૨૩મા હપ્તા તરીકે ₹૪૯.૦૮ કરોડની સહાય ચૂકવાઈ. આ કાર્યક્રમ, બનાસકાંઠાના ખેડૂતોમાં મિલેટના વાવેતરનો વિસ્તાર વધારવા અને મૂલ્ય વર્ધન દ્વારા આવક વધારવાની પ્રેરણા આપવાના હેતુથી પાલનપુરના નવા ગંજ બજાર સ્થિત 'ધી બનાસકાંઠા જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ' ખાતે યોજાયો હતો. જેમાં મંત્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતા અને પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મંત્રી પ્રવીણભાઈ માળીએ આધુનિક પિયત પદ્ધતિઓ અપનાવવા હાકલ કરી હતી અને જણાવ્યું હતું કે, જે પ્રગતિશીલ ખેડૂતો તળાવ, નહેર કે ડેમના પાણીથી સિંચાઈ કરશે, તેમને પ્રોત્સાહન રૂપે સરકાર દ્વારા વધારાનું સ્પેશિયલ વીજ કનેક્શન આપવામાં આવશે. મંત્રી માળીએ જળ સંચય અને વરસાદી પાણીના રિચાર્જ પર ભાર મૂકતા ખેડૂતોને આ વર્ષે એકજૂટ થઈને વરસાદનું પાણી ફિલ્ટર કરી પોતાના જૂના ટ્યુબવેલ અને બોરવેલમાં ઉતારવા આહવાન કર્યું હતું. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે સિંચાઈ વ્યવસ્થા સુદ્રઢ કરવા લીધેલા ઐતિહાસિક નિર્ણયોની વિગતો આપતા જણાવ્યું કે, મુખ્ય પાઇપલાઇનની બંને બાજુ ૩ કિલોમીટરની મર્યાદામાં આવતા તળાવો ભરવાની નીતિમાં સુધારો કરીને હવે આ મર્યાદા ૭ કિલોમીટર સુધી વિસ્તારી દેવાઈ છે, જેથી વધુ તળાવો ભરી શકાશે. આ તળાવો ભરવા પૂરતા નથી, પરંતુ ખેડૂતો ત્યાંથી પોતાના ખેતર સુધી પાઇપલાઇન નાખીને ખેતી માટે પાણીનો સીધો ઉપયોગ કરી શકે તેવું આયોજન સરકાર દ્વારા કરાયું છે. તેમણે ડીસા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, તેમણે પરસ્પર સહયોગથી તળાવ પર ડીપી, મીટર રૂમ અને સીસીટીવી ગોઠવીને આધુનિક રિમોટ કંટ્રોલ સિસ્ટમ વિકસાવી છે, જેનાથી ખેડૂતો ઘરે બેઠા જ મોબાઈલથી મોટર ચાલુ કરી પાણી પોતાના ખેતર સુધી મેળવે છે. મંત્રીશ્રીએ ભૂગર્ભ જળની ગુણવત્તા (ક્ષાર, નાઈટ્રેટ, પોટેશિયમ અને સોડિયમયુક્ત) અને તેને ખેંચવાના ઊંચા ખર્ચ સામે તળાવના સપાટી પરના પાણીના ફાયદા સમજાવ્યા. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના 'ટીપે ટીપું પાણી બચાવવા'ના સંકલ્પને દોહરાવતા ખેડૂતોને ખુલ્લા પાણીથી પિયત પદ્ધતિ બંધ કરી માઈક્રો-ઈરીગેશન એટલે કે ફુવારા પદ્ધતિ અપનાવવા અપીલ કરી. તેમણે ઈઝરાયલ પદ્ધતિની જેમ પ્રેશરથી સીધું જ ફુવારા માટે પાણી આપવાનો એક આધુનિક પાયલોટ પ્રોજેક્ટ નક્કી થયાની જાણ કરી, જેનો લાભ દાંતીવાડાના કમાન્ડ એરિયા એટલે કે કેનાલ વિસ્તારના ખેડૂતોને ટૂંક સમયમાં મળશે. આ પ્રસંગે મંત્રી અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરાઈ હતી. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.2
- વાવ થરાદ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના આગમનથી ખેડૂતો અત્યંત ખુશખુશાલ નજરે પડી રહ્યા છે.1
- ગુજરાતમાં અસાણા ખાતે સસ્તા અનાજની દુકાન ચલાવતા ઈશ્વરભાઈ મકવાણાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ એક ગ્રાહકને ઓછું અનાજ આપતા જોવા મળે છે. જ્યારે ગ્રાહકે તેમને પૂરતું અનાજ આપવા કહ્યું, ત્યારે ઈશ્વરભાઈ મકવાણાએ સ્પષ્ટ શબ્દોમાં 'આલવાનું નથી આલવાનું' કહીને અનાજ આપવાનો ઇનકાર કર્યો હતો.1
- સુરતમાં પાટીદાર સમાજની લોકગાયિકા રિદ્ધિ રાજપરાને લઈને એક મોટો વિવાદ ઊભો થયો છે. આ વિવાદને કારણે સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના પગલે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે સમાજ દ્વારા રિદ્ધિ રાજપરાને સ્ટેજ પર ‘નો એન્ટ્રી’ આપવાનો નિર્ણય લેવાયો છે. આ વિવાદની સાથે જ કડક કાયદા બનાવવાની માગ પણ ઉઠી છે.1
- થરાદના આઈકોનિક રોડ પર ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયાસોને કારણે આજે યોગ વૈશ્વિક ધરોહર બની જન-જનના જીવનનો અભિન્ન અંગ બન્યો છે.1
- પાલનપુરમાં યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારત સરકારશ્રીની ફ્લેગશીપ પીએમ-કિસાન યોજનાનો ૨૩મો હપ્તો પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તારકેશ્વર ખાતેથી દેશભરના જમીન ધારક ખેડૂતોના આધાર લિંક અને ડીબીટી ઇનેબલ ખાતામાં સીધા જમા કરાવીને રીલીઝ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લામાં કુલ ૨.૪૫ લાખ ખેડૂતોને ૨૩માં હપ્તા તરીકે રૂ. ૪૯.૦૮ કરોડની સહાય ચૂકવવામાં આવી હતી. બનાસકાંઠાના ખેડૂતોમાં મિલેટના વાવેતરનો વિસ્તાર વધારવા અને મૂલ્ય વર્ધન દ્વારા પોતાની આવક વધારવાની પ્રેરણા આપવાના હેતુથી પાલનપુરના નવા ગંજ બજાર સ્થિત 'ધી બનાસકાંઠા જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ' ખાતે રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાયમેન્ટ ચેન્જ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને તથા પાલનપુર ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકરની વિશેષ ઉપસ્થિતિમાં "પી.એમ. કિસાન ઉત્સવ દિવસ" વ તાલુકા કક્ષાના મિલેટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ જળ સંચય અને વરસાદી પાણીના રિચાર્જ પર વિશેષ ભાર મૂકતા ઉપસ્થિત ખેડૂતોને આ વર્ષે એકજૂટ થઈને વરસાદનું પાણી ફિલ્ટર કરી પોતાના જૂના ટ્યુબવેલ અને બોરવેલમાં ઉતારવા આહવાન કર્યું હતું. તેમણે સિંચાઈ વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે રાજ્ય સરકારના ઐતિહાસિક નિર્ણયોની વિગતો આપતા જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે મુખ્ય પાઇપલાઇનની બંને બાજુ માત્ર ૩ કિલોમીટરની મર્યાદામાં આવતા તળાવો ભરવાની નીતિમાં મોટો સુધારો કરીને હવે આ મર્યાદા ૭ કિલોમીટર સુધી વિસ્તારી દીધી છે, જેથી વધુને વધુ તળાવો ભરી શકાશે. આ ઉપરાંત, ખેડૂતો ભૂગર્ભ જળના બદલે વરસાદી પાણી (તળાવ, નહેર, ડેમ)થી ખેતી કરવા પ્રેરાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આવા ખેડૂતોને પ્રોત્સાહન રૂપે વધારાનું એક સ્પેશિયલ વીજળી કનેક્શન ફાળવવાનો પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ બનાસકાંઠાના જ ડીસા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોનું સફળ ઉદાહરણ આપતા જણાવ્યું કે, ત્યાં ખેડૂતોએ પરસ્પર સહયોગથી તળાવ પર ડીપી અને મીટર રૂમ બનાવી, સીસીટીવી ગોઠવીને એક આધુનિક રિમોટ કંટ્રોલ સિસ્ટમ વિકસાવી છે, જેનાથી ખેડૂતો ઘરે બેઠા જ મોબાઈલથી મોટર ચાલુ કરી પાણી પોતાના ખેતર સુધી મેળવે છે. તેમણે સમજાવ્યું કે જમીનમાંથી ૧૦૦૦ ફૂટ ઊંડેથી ખેંચવામાં આવતું પાણી ક્ષાર, નાઈટ્રેટ, પોટેશિયમ અને સોડિયમયુક્ત હોય છે, જે જમીનની ફળદ્રુપતા નષ્ટ કરે છે અને તેના માટે ૫૦ થી ૮૦ હોર્સપાવરની મોટી મોટરોની જરૂર પડે છે. જ્યારે તળાવના સપાટી પરના પાણીથી માત્ર ૫ હોર્સપાવરની નાની મોટર વડે પણ ૧૦૦ જેટલા ફુવારા ચલાવી શકાય છે, જે ખેડૂતોનો મોટો આર્થિક ખર્ચ બચાવે છે અને પાક માટે પણ ઉત્તમ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના 'ટીપે ટીપું પાણી બચાવવા'ના સંકલ્પને દોહરાવતા મંત્રીશ્રીએ ખેડૂતોને ખુલ્લા પાણીથી પિયત પદ્ધતિ બંધ કરી માઈક્રો-ઈરીગેશન એટલે કે ફુવારા પદ્ધતિ અપનાવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે ઇઝરાયલ પદ્ધતિની જેમ પ્રેશરથી સીધું જ ફુવારા માટે પાણી આપવાનો એક આધુનિક પાયલોટ પ્રોજેક્ટ નક્કી થઈ ચૂક્યો છે, જેનો લાભ દાંતીવાડાના કમાન્ડ એરિયા એટલે કે કેનાલ વિસ્તારના ખેડૂતોને ટૂંક સમયમાં મળશે. જળ સંચયની આ અગત્યની ચર્ચાના અંતે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડિજિટલ માધ્યમ દ્વારા લાઈવ જોડાતા, મંત્રીશ્રીએ પોતાનું ઉદ્બોધન પૂર્ણ કરી ઉપસ્થિત વિશાળ જનમેદનીને મુખ્યમંત્રીશ્રીનું પ્રેરણાદાયી સંબોધન સાંભળવા માટે આમંત્રિત કર્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી અને અન્ય મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે.દવે સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં લોકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.4
- આજે વ્યક્તિગત રીતે બિમાર પડ્યા હોવાની જાણ કરવામાં આવી છે, અને મેડિકલ રિપોર્ટમાં સુગરની કમી હોવાનું સામે આવ્યું છે. આ બીમારીના કારણે આજે જન સેવાના કાર્યો કરી શકશે નહીં તે બદલ દુખ વ્યક્ત કરવામાં આવ્યું છે. પ્રભુને પ્રાર્થના કરવામાં આવી છે કે તેઓ ઝડપથી સાજા થાય અને બે દિવસ પછી ફરીથી સમાજ સેવાના કાર્યોમાં જોડાઈ શકે.2