logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરત ગ્રામ્ય સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ (LCB) પોલીસે કામરેજમાં નોંધાયેલા પ્રોબિશન કેસમાં ઘણા સમયથી ફરાર આરોપીને દબોચી લીધો છે.

2 hrs ago
user_Super fast news channel
Super fast news channel
પલસાણા, સુરત, ગુજરાત•
2 hrs ago

સુરત ગ્રામ્ય સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ (LCB) પોલીસે કામરેજમાં નોંધાયેલા પ્રોબિશન કેસમાં ઘણા સમયથી ફરાર આરોપીને દબોચી લીધો છે.

More news from ગુજરાત and nearby areas
  • સુરત જિલ્લાના ચલથાણ નજીકથી પસાર થતી કેનાલમાં એક કાર બેકાબૂ બનીને ખાબકી હોવાનું સામે આવ્યું છે.
    1
    સુરત જિલ્લાના ચલથાણ નજીકથી પસાર થતી કેનાલમાં એક કાર બેકાબૂ બનીને ખાબકી હોવાનું સામે આવ્યું છે.
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરત મહાનગરપાલિકા પરિસરમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાના ધમકીભર્યા ઈ-મેઇલ મળતાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમોને પણ બોલાવવામાં આવી છે, અને હાલ સમગ્ર મહાનગરપાલિકા પરિસરમાં સઘન તપાસ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જોકે, હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોવાની સત્તાવાર માહિતી સામે આવી નથી. બોમ્બ મૂકવામાં આવ્યો છે કે નહીં તે અંગે સ્પષ્ટતા કરવા માટે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સ્થળ પર હાજર રહી તપાસની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ ઉપરાંત, પોલીસે ધમકીભર્યા ઈ-મેઇલના સ્ત્રોત અંગે પણ તપાસ શરૂ કરી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે વધુ વિગતો સ્પષ્ટ થઈ શકશે.
    1
    સુરત મહાનગરપાલિકા પરિસરમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાના ધમકીભર્યા ઈ-મેઇલ મળતાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમોને પણ બોલાવવામાં આવી છે, અને હાલ સમગ્ર મહાનગરપાલિકા પરિસરમાં સઘન તપાસ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

જોકે, હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોવાની સત્તાવાર માહિતી સામે આવી નથી. બોમ્બ મૂકવામાં આવ્યો છે કે નહીં તે અંગે સ્પષ્ટતા કરવા માટે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સ્થળ પર હાજર રહી તપાસની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ ઉપરાંત, પોલીસે ધમકીભર્યા ઈ-મેઇલના સ્ત્રોત અંગે પણ તપાસ શરૂ કરી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે વધુ વિગતો સ્પષ્ટ થઈ શકશે.
    user_NEWS 74 INDIA
    NEWS 74 INDIA
    Classified ads newspaper publisher ઉધના, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • સુરતમાં અસામાજિક તત્વોને હવે છોડવામાં નહીં આવે. ડિંડોલી પોલીસ આવા તત્વો સામે લાલઘૂમ થઈ છે. ભેસ્તાન આવાસમાં આતંક મચાવનારા અસામાજિક તત્વો સામે ડિંડોલી પોલીસે લાલ આંખ કરી છે અને ગણતરીના કલાકોમાં જ તેમની શાન ઠેકાણે લાવી દીધી છે.
    1
    સુરતમાં અસામાજિક તત્વોને હવે છોડવામાં નહીં આવે. ડિંડોલી પોલીસ આવા તત્વો સામે લાલઘૂમ થઈ છે. ભેસ્તાન આવાસમાં આતંક મચાવનારા અસામાજિક તત્વો સામે ડિંડોલી પોલીસે લાલ આંખ કરી છે અને ગણતરીના કલાકોમાં જ તેમની શાન ઠેકાણે લાવી દીધી છે.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    6 hrs ago
  • સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરત શહેરમાં ખળભળાટ મચી ગયો છે. આ ધમકીના પગલે પોલીસ વિભાગ અને બોમ્બ સ્કવોડને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
    1
    સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરત શહેરમાં ખળભળાટ મચી ગયો છે. આ ધમકીના પગલે પોલીસ વિભાગ અને બોમ્બ સ્કવોડને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    8 hrs ago
  • સુરત શહેરની સચિન પોલીસે સુરતના ગ્રામીણ વિસ્તારોમાં ચોરી કરતી દેવીપૂજક ગેંગના પાંચ સભ્યોને કિંમતી સામાન સાથે પકડી પાડ્યા છે.
    1
    સુરત શહેરની સચિન પોલીસે સુરતના ગ્રામીણ વિસ્તારોમાં ચોરી કરતી દેવીપૂજક ગેંગના પાંચ સભ્યોને કિંમતી સામાન સાથે પકડી પાડ્યા છે.
    user_Suresh Yadav
    Suresh Yadav
    Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•
    8 hrs ago
  • સુરત LCB પોલીસે દારૂબંધી (પ્રોહિબિશન) કેસમાં છેલ્લા પાંચ મહિનાથી ફરાર એક આરોપીને ઝડપી પાડ્યો છે.
    1
    સુરત LCB પોલીસે દારૂબંધી (પ્રોહિબિશન) કેસમાં છેલ્લા પાંચ મહિનાથી ફરાર એક આરોપીને ઝડપી પાડ્યો છે.
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરત શહેરને નશામુક્ત બનાવવાના હેતુથી ચાલી રહેલા “NO DRUGS IN SURAT CITY” અભિયાન અંતર્ગત સચિન GIDC પોલીસને નોંધપાત્ર સફળતા મળી છે. NDPS એક્ટના એક કેસમાં ફરાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ કમિશનરના માર્ગદર્શન અને વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ સચિન GIDC પોલીસ સ્ટેશનની ટીમે ફરાર આરોપીઓની શોધખોળ અને ગુનાઓની રોકથામ માટે અભિયાન ચલાવ્યું હતું. આ દરમિયાન મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ વિનીસિંગ ઉર્ફે અમિતસિંગ ઉર્ફે અમિત ટકલા (રહેવાસી ધર્મ ભક્તિ સોસાયટી, પાલીગામ, સચિન GIDC, સુરત) તરીકે થઈ છે. આરોપી મૂળ મધ્યપ્રદેશના મંડી જિલ્લાના કવલાવ ગામનો રહેવાસી હોવાનું જણાવવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી વિરુદ્ધ સચિન GIDC પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે. આરોપી અગાઉ પણ NDPS એક્ટના કેસોમાં સંડોવાયેલો હોવાનું અને તેની સામે ભૂતકાળમાં પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
    1
    સુરત શહેરને નશામુક્ત બનાવવાના હેતુથી ચાલી રહેલા “NO DRUGS IN SURAT CITY” અભિયાન અંતર્ગત સચિન GIDC પોલીસને નોંધપાત્ર સફળતા મળી છે. NDPS એક્ટના એક કેસમાં ફરાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પોલીસ કમિશનરના માર્ગદર્શન અને વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ સચિન GIDC પોલીસ સ્ટેશનની ટીમે ફરાર આરોપીઓની શોધખોળ અને ગુનાઓની રોકથામ માટે અભિયાન ચલાવ્યું હતું. આ દરમિયાન મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ વિનીસિંગ ઉર્ફે અમિતસિંગ ઉર્ફે અમિત ટકલા (રહેવાસી ધર્મ ભક્તિ સોસાયટી, પાલીગામ, સચિન GIDC, સુરત) તરીકે થઈ છે. આરોપી મૂળ મધ્યપ્રદેશના મંડી જિલ્લાના કવલાવ ગામનો રહેવાસી હોવાનું જણાવવામાં આવ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી વિરુદ્ધ સચિન GIDC પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે. આરોપી અગાઉ પણ NDPS એક્ટના કેસોમાં સંડોવાયેલો હોવાનું અને તેની સામે ભૂતકાળમાં પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
    user_R republic news Surat
    R republic news Surat
    ઉધના, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરત મહાનગરપાલિકાના ‘સ્માર્ટ સિટી’ના દાવાઓ સામે કોંગ્રેસે વરાછા ઝોન-બી વિસ્તારમાં કથળેલી જનસુખાકારી અને પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ ઉગ્ર વલણ અપનાવ્યું છે. સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ૧૭ જૂન ૨૦૨૬ના રોજ વરાછા ઝોન-બીની કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવીને મનપા તંત્ર પર ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો સ્થાનિક પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે, તો આગામી દિવસોમાં જનતાને સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આવેદનપત્રમાં વરાછા ઝોન-બીની મુખ્ય સમસ્યાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. જેમાં બિસ્માર રોડ-રસ્તા અને ખાડાઓનું સામ્રાજ્ય, જે અકસ્માતો અને વાહનચાલકોને કમરના દુખાવાનો ભોગ બનાવી રહ્યા છે, તેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી હોવાનો આક્ષેપ કરાયો છે, જેના કારણે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. રહેણાંક વિસ્તારોમાં નિયમોને નેવે મૂકીને ચાલતી ગેરકાયદેસર ‘સાયલન્ટ ઈન્ડસ્ટ્રીઝ’ના કારણે થતા ઘોંઘાટ, ધ્રુજારી અને પ્રદૂષણને લીધે બાળકો, વડીલો અને બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા છે, અને આ બાબતે પાલિકાની ચુપકીદી અધિકારીઓની મિલીભગત તરફ ઈશારો કરે છે. દર વર્ષે ખાડી પૂરના કારણે લાખો લોકોના ઘરોમાં ગંદા પાણી ભરાઈ જવાથી થતા નુકસાન અને રોગચાળાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં શાસકો નિષ્ફળ રહ્યા હોવાનો પણ આક્ષેપ છે. વેરા ઉઘરાવવામાં અગ્રેસર રહેતી પાલિકા સ્ટ્રીટ લાઈટ, પીવાનું શુદ્ધ પાણી અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ ઘોર ઉદાસીનતા દાખવી રહી છે. કોંગ્રેસ સમિતિની મુખ્ય માંગણીઓમાં વરાછા ઝોન-બીના તમામ બિસ્માર રસ્તાઓનું યુદ્ધના ધોરણે ગુણવત્તાયુક્ત રી-કાર્પેટિંગ, રહેણાંક વિસ્તારોમાં ચાલતા ગેરકાયદેસર કારખાનાઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી તેમને રહેણાંક વિસ્તારની બહાર ખસેડવા, અને ખાડી પૂરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મજબૂત આયોજન અને ડ્રેનેજ સિસ્ટમ સુધારવાનો સમાવેશ થાય છે. સુરત શહેર કોંગ્રેસના પ્રવક્તા મુસદ્દીક કાનુન્ગોએ જણાવ્યું હતું કે, જો વહીવટી તંત્ર દ્વારા આ પ્રશ્નોનું આગામી દિવસોમાં સકારાત્મક અને નક્કર નિરાકરણ લાવવામાં નહીં આવે, તો સ્થાનિક જનતાના હિતમાં પાલિકા સામે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી મનપા તંત્રની રહેશે.
    3
    સુરત મહાનગરપાલિકાના ‘સ્માર્ટ સિટી’ના દાવાઓ સામે કોંગ્રેસે વરાછા ઝોન-બી વિસ્તારમાં કથળેલી જનસુખાકારી અને પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ ઉગ્ર વલણ અપનાવ્યું છે. સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ૧૭ જૂન ૨૦૨૬ના રોજ વરાછા ઝોન-બીની કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવીને મનપા તંત્ર પર ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો સ્થાનિક પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે, તો આગામી દિવસોમાં જનતાને સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આવેદનપત્રમાં વરાછા ઝોન-બીની મુખ્ય સમસ્યાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. જેમાં બિસ્માર રોડ-રસ્તા અને ખાડાઓનું સામ્રાજ્ય, જે અકસ્માતો અને વાહનચાલકોને કમરના દુખાવાનો ભોગ બનાવી રહ્યા છે, તેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી હોવાનો આક્ષેપ કરાયો છે, જેના કારણે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. રહેણાંક વિસ્તારોમાં નિયમોને નેવે મૂકીને ચાલતી ગેરકાયદેસર ‘સાયલન્ટ ઈન્ડસ્ટ્રીઝ’ના કારણે થતા ઘોંઘાટ, ધ્રુજારી અને પ્રદૂષણને લીધે બાળકો, વડીલો અને બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા છે, અને આ બાબતે પાલિકાની ચુપકીદી અધિકારીઓની મિલીભગત તરફ ઈશારો કરે છે. દર વર્ષે ખાડી પૂરના કારણે લાખો લોકોના ઘરોમાં ગંદા પાણી ભરાઈ જવાથી થતા નુકસાન અને રોગચાળાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં શાસકો નિષ્ફળ રહ્યા હોવાનો પણ આક્ષેપ છે. વેરા ઉઘરાવવામાં અગ્રેસર રહેતી પાલિકા સ્ટ્રીટ લાઈટ, પીવાનું શુદ્ધ પાણી અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ ઘોર ઉદાસીનતા દાખવી રહી છે.

કોંગ્રેસ સમિતિની મુખ્ય માંગણીઓમાં વરાછા ઝોન-બીના તમામ બિસ્માર રસ્તાઓનું યુદ્ધના ધોરણે ગુણવત્તાયુક્ત રી-કાર્પેટિંગ, રહેણાંક વિસ્તારોમાં ચાલતા ગેરકાયદેસર કારખાનાઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી તેમને રહેણાંક વિસ્તારની બહાર ખસેડવા, અને ખાડી પૂરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મજબૂત આયોજન અને ડ્રેનેજ સિસ્ટમ સુધારવાનો સમાવેશ થાય છે. સુરત શહેર કોંગ્રેસના પ્રવક્તા મુસદ્દીક કાનુન્ગોએ જણાવ્યું હતું કે, જો વહીવટી તંત્ર દ્વારા આ પ્રશ્નોનું આગામી દિવસોમાં સકારાત્મક અને નક્કર નિરાકરણ લાવવામાં નહીં આવે, તો સ્થાનિક જનતાના હિતમાં પાલિકા સામે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી મનપા તંત્રની રહેશે.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    7 hrs ago
  • સુરત જિલ્લાના ચલથાણ નજીક એક નહેરમાં કાર ડૂબી જવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, એક કાર અચાનક નહેરમાં ખાબકી અને પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તે રાહતની વાત છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને સંબંધિત વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
    1
    સુરત જિલ્લાના ચલથાણ નજીક એક નહેરમાં કાર ડૂબી જવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, એક કાર અચાનક નહેરમાં ખાબકી અને પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તે રાહતની વાત છે.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને સંબંધિત વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.