રાજુલા - જાફરાબાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગંભીર : નવી ડીવાયએસપી કચેરી બાદ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કાબૂ કેમ નહીં? – કોંગ્રેસ રાજુલા-જાફરાબાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગંભીર : નવી ડીવાયએસપી કચેરી બાદ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કાબૂ કેમ નહીં? – કોંગ્રેસ રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં દારૂ, જુગાર, આંકડા, તાડી, ગેરકાયદેસર ખનન-પરિવહન તથા ઓવરલોડિંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે ગંભીર ફરિયાદો સતત સામે આવી રહી છે. નવી ડીવાયએસપી કચેરી શરૂ થયા બાદ કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી પ્રજાની અપેક્ષા હતી, પરંતુ હજુ પણ આવી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ અંકુશ કેમ નથી આવ્યો તે અંગે સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો છતાં અનેક વખત SMC અથવા બહારની પોલીસ ટીમો દ્વારા રેડ કરીને કાર્યવાહી કરવી પડે છે. ત્યારે પ્રશ્ન એ છે કે જો બહારની એજન્સીઓએ કાર્યવાહી કરવી પડે, તો સ્થાનિક પોલીસની કામગીરીની જવાબદારી કોની? ખાસ કરીને જાફરાબાદ વિસ્તારમાં દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરી અંગેની ફરિયાદો અત્યંત ગંભીર છે. સ્થાનિક પોલીસ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો વચ્ચે સાંઠગાંઠ હોવાના આક્ષેપો અંગે પણ ઉચ્ચકક્ષાની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. જો કોઈની બેદરકારી કે સાંઠગાંઠ સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ભાવનગર જેવા લઠ્ઠાકાંડ પહેલાં તંત્ર જાગે ભાવનગર જેવી લઠ્ઠાકાંડની દુઃખદ ઘટના રાજુલા-જાફરાબાદમાં બને અને ત્યારબાદ પોલીસ તંત્ર જાગે તે પહેલાં જ ગેરકાયદેસર દારૂના ધંધા સામે કડક અમલવારી જરૂરી છે. ગેરકાયદેસર દારૂના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં ન મુકાય તે માટે પોલીસ તંત્રએ અગાઉથી જ સઘન કાર્યવાહી કરવી જોઈએ. કોંગ્રેસ પક્ષની માંગ છે કે દારૂ, જુગાર, આંકડા, તાડી, ગેરકાયદેસર ખનન-પરિવહન અને ઓવરલોડિંગ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે તથા સ્થાનિક પોલીસની કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરવામાં આવે. તાજેતરમાં 15મી ઓગસ્ટે રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં રાજુલા-જાફરાબાદના ડીવાયએસપીશ્રીનું સન્માન થયું તે બદલ કોંગ્રેસ પક્ષ વતી અભિનંદન પાઠવીએ છીએ. પરંતુ સન્માનને અનુરૂપ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બને અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો સંપૂર્ણ અંત આવે તેવી અમારી અપેક્ષા છે. જો રજૂઆત બાદ પણ નક્કર પરિણામ નહીં આવે, તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાની સૂચનાથી કોંગ્રેસના નેતાઓની ઉપસ્થિતિમાં ઉચ્ચકક્ષાએ વધુ અસરકારક રજૂઆત કરવામાં આવશે.તેમ અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખશ્રી ટીકુભાઈ વરૂ જણાવ્યું છે તા. 22ઓગસ્ટ, 2026
રાજુલા - જાફરાબાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગંભીર : નવી ડીવાયએસપી કચેરી બાદ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કાબૂ કેમ નહીં? – કોંગ્રેસ રાજુલા-જાફરાબાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગંભીર : નવી ડીવાયએસપી કચેરી બાદ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કાબૂ કેમ નહીં? – કોંગ્રેસ રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં દારૂ, જુગાર, આંકડા, તાડી, ગેરકાયદેસર ખનન-પરિવહન તથા ઓવરલોડિંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે ગંભીર ફરિયાદો સતત સામે આવી રહી છે. નવી ડીવાયએસપી કચેરી શરૂ થયા બાદ કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી પ્રજાની અપેક્ષા હતી, પરંતુ હજુ પણ
આવી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ અંકુશ કેમ નથી આવ્યો તે અંગે સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો છતાં અનેક વખત SMC અથવા બહારની પોલીસ ટીમો દ્વારા રેડ કરીને કાર્યવાહી કરવી પડે છે. ત્યારે પ્રશ્ન એ છે કે જો બહારની એજન્સીઓએ કાર્યવાહી કરવી પડે, તો સ્થાનિક પોલીસની કામગીરીની જવાબદારી કોની? ખાસ કરીને જાફરાબાદ વિસ્તારમાં દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરી અંગેની ફરિયાદો અત્યંત ગંભીર છે. સ્થાનિક પોલીસ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો વચ્ચે સાંઠગાંઠ હોવાના આક્ષેપો અંગે પણ ઉચ્ચકક્ષાની નિષ્પક્ષ તપાસ થવી
જરૂરી છે. જો કોઈની બેદરકારી કે સાંઠગાંઠ સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ભાવનગર જેવા લઠ્ઠાકાંડ પહેલાં તંત્ર જાગે ભાવનગર જેવી લઠ્ઠાકાંડની દુઃખદ ઘટના રાજુલા-જાફરાબાદમાં બને અને ત્યારબાદ પોલીસ તંત્ર જાગે તે પહેલાં જ ગેરકાયદેસર દારૂના ધંધા સામે કડક અમલવારી જરૂરી છે. ગેરકાયદેસર દારૂના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં ન મુકાય તે માટે પોલીસ તંત્રએ અગાઉથી જ સઘન કાર્યવાહી કરવી જોઈએ. કોંગ્રેસ પક્ષની માંગ છે કે દારૂ, જુગાર, આંકડા, તાડી, ગેરકાયદેસર ખનન-પરિવહન અને ઓવરલોડિંગ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે
તથા સ્થાનિક પોલીસની કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરવામાં આવે. તાજેતરમાં 15મી ઓગસ્ટે રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં રાજુલા-જાફરાબાદના ડીવાયએસપીશ્રીનું સન્માન થયું તે બદલ કોંગ્રેસ પક્ષ વતી અભિનંદન પાઠવીએ છીએ. પરંતુ સન્માનને અનુરૂપ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બને અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો સંપૂર્ણ અંત આવે તેવી અમારી અપેક્ષા છે. જો રજૂઆત બાદ પણ નક્કર પરિણામ નહીં આવે, તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાની સૂચનાથી કોંગ્રેસના નેતાઓની ઉપસ્થિતિમાં ઉચ્ચકક્ષાએ વધુ અસરકારક રજૂઆત કરવામાં આવશે.તેમ અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખશ્રી ટીકુભાઈ વરૂ જણાવ્યું છે તા. 22ઓગસ્ટ, 2026
- ઉનામાં શાનદાર જલસ સાથે ઉજવાઈ બારમી શરીફ અદબ અને એહતેરામ સાથે પવિત્ર તહેવાર ઉનામાં શાનદાર જલસ સાથે ઉજવાઈ બારમી શરી અદબ અને એહતેરામ સાથે પવિત્ર તહેવાર1
- ઉના શહેરમાં ઈદે મિલાદ-ઉન-નબીની ઉજવણી: નાત શરીફના પઠન સાથે ઝુલુસ નીકળ્યું. ઉના સહિત સમગ્ર પંથકમાં ઈદે મિલાદ- ઉન- નબીના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. હઝરત પયગંબર મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. પર્વને લઈને વહેલી સવારથી જ વાતાવરણમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો. વાગરા નગરની મસ્જિદો અને વિવિધ વિસ્તારોને આકર્ષક રોશની તથા શણગારથી સજાવવામાં આવ્યા હતા. ઈદે મિલાદ નિમિત્તે સવારે નાત શરીફના પઠન સાથે એક ઝુલુસ નીકળ્યું હતું. આ ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ઝુલુસ દરમિયાન નાત શરીફના પઠન સાથે પયગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના શાંતિ, પ્રેમ, દયા અને માનવતાના સંદેશને યાદ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમાજ અને દેશ-દુનિયામાં અમન-શાંતિ જળવાઈ રહે તેવી ખાસ દુઆ પણ કરાઈ હતી.1
- શ્રી વીરપુર જુથ સેવા સહકારી મંડળીની ૭૧મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ... શ્રી વીરપુર જુથ સેવા સહકારી મંડળીની ૭૧મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ1
- ईरान अमेरिका को देने जारहा है। टाइम लाइन मीडल इस्ट से बोरीया बिस्तर हटाने के लीये नहितो ्््््1
- _ભારત સરકારના યુવા કાર્યક્રમ મંત્રાલય અંતર્ગત: કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી અને સંઘવી કોલેજ રાજુલા ખાતે ખેલો ઈન્ડિયા સંવાદ યોજાશે_ ભારત સરકાર, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, અંતર્ગત માય ભારત અમરેલી ,રાકેશ બિસનોઈ, જિલ્લા યુવા અધિકારી, જે પ્રથમ પોસ્ટિંગ હાલમાં જ અમરેલી હાજર થયેલ છે હાલમાં તારીખ 27 /08 /2026 ના રોજ સવારે 10:30 કલાકે થી ભારતના યશસ્વી માનનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ખેલો ઇન્ડિયા યુવાઓ સાથે સંવાદ , ખેલ કી બાત પીએમ મોદી કે સાથ, એન એસ એસ ઓફિસર શ્રી તથા પ્રિન્સિપાલ શ્રી ના માર્ગદર્શન હેઠળ એનએસએસ વોલિએન્ટર રૂબરૂ સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થશે આ સંવાદ માં મેન આશય યુવાઓને નશામુક્ત ભારત તથા શરીર તંદુરસ્ત બનાવી ભાગ લેવા માટે મોટીવેટ કરવાનો છે ,કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી તથા સંઘવી કોલેજ રાજુલા માં આચાર્યશ્રી તથા એન એસ એસ ઓફિસર તથા વોલિએન્ટર્સ રૂબરૂ માં વડાપ્રધાન શ્રી સાથે સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થાશે .1
- 🦁GiR GiR1
- જૂનાગઢના રામવાડી-૧ સ્થિત મોકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તિમય માહોલ : ૪૨ કિલોના દિવ્ય પારદ શિવલિંગના દર્શને ઉમટ્યા શ્રદ્ધાળુઓ જૂનાગઢ : પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ગિરિનારી તીર્થ ક્ષેત્ર જૂનાગઢના ભવનાથ તીર્થ ક્ષેત્રમાં આવેલાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ભવનાથ સ્થિત રામવાડી - ૧ માં બિરાજમાન મોકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના અવસરે શિવજીની વિશેષ પૂજા-અર્ચના અને અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો હતો. ૪૨ કિલોના દિવ્ય પારદ શિવલિંગના દર્શન અને ભવ્ય શણગાર: મોકેશ્વર મહાદેવ મંદિરનું મુખ્ય આકર્ષણ અહીં સ્થાપિત વિશાળ અને દિવ્ય ૪૨ કિલોગ્રામ વજનનું પારદ શિવલિંગ છે. શાસ્ત્રોમાં પારદ શિવલિંગના દર્શન અને પૂજનનું અનંત પુણ્ય અને વિશેષ ધાર્મિક મહત્વ જણાવવામાં આવ્યું છે. શ્રાવણ માસના બીજા સોમવારે આ દિવ્ય પારદ શિવલિંગ તથા સમગ્ર મંદિર પરિસરને વિવિધ પ્રકારે ફૂલો અને તોરણોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. સન ૧૯૬૩ થી અવિરત ચાલતું નિશુલ્ક અન્નક્ષેત્ર: સમર્થશ્રી પ્રાગદાસબાપા ગોદડિયા અન્નક્ષેત્ર ટ્રસ્ટ, રામવાડી-૧ અંતર્ગત આસ્થા અને સેવાનું અદ્ભુત સંગમ જોવા મળે છે. અહીં સન ૧૯૬૩ થી નિશુલ્ક અન્નક્ષેત્ર અવિરતપણે કાર્યરત છે, જ્યાં દર્શનાર્થીઓ અને સાધુ-સંતોને મહાપ્રસાદનો લાભ મળે છે. ધાર્મિક આસ્થાની સાથે પર્યાવરણ જતન અને સામાજિક સેવા: સમર્થશ્રી પ્રાગદાસબાપા ગોદડિયા અન્નક્ષેત્ર ટ્રસ્ટ રામવાડી-૧ ના મેનેજીંગ ટ્રસ્ટી ડો. એન. પી. પટેલના માર્ગદર્શન હેઠળ માત્ર ધાર્મિક કાર્યો જ નહીં, પરંતુ સામાજિક અને પર્યાવરણીય ઉત્તરદાયિત્વ પણ ઉત્સાહભેર નિભાવવામાં આવે છે. ડો. એન. પી. પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા સાત વર્ષથી જૂનાગઢ તેમજ ગાંધીનગર ખાતે 'નેચર ફર્સ્ટ' નામે પ્લાસ્ટિક મુક્તિ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. આ અભિયાન દ્વારા નાગરિકોમાં પર્યાવરણ જાગૃતિ લાવવાની સાથે પ્રકૃતિના જતનની મહત્વપૂર્ણ કામગીરી થઈ રહી છે. વધુમાં, ટ્રસ્ટના સ્વયંસેવકો છેલ્લા ૭ વર્ષથી નિ:સ્વાર્થ ભાવે મંદિરની વ્યવસ્થા, સ્વચ્છતા અને સજાવટની અવિરત સેવા આપી રહ્યા છે. આ સેવાકીય પ્રવૃત્તિઓ ધાર્મિક આસ્થાની સાથે સમાજમાં એકતા, સેવાભાવ અને પર્યાવરણ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.4
- ઉનાના નાલિયા માડવી ગામે યુવક પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો; યુવક ગંભીર રીતે ઘાયલ ઉનાના નાલિયા માડવી ગામે યુવક પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો; યુવક ગંભીર રીતે ઘાયલ ધોકા અને છરી વડે હુમલો કરી હુમલાખોરો ફરાર, ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો, નવાબંદર પોલીસે તપાસ શરૂ કરી ઉના તાલુકાના નાલિયા માડવી ગામે ખેત મજૂરી કરતા એક યુવક પર ત્રણ શખ્સોએ ધોકા અને છરી વડે જીવલેણ હુમલો કર્યાની ચકચારી ઘટના સામે આવી છે. આ હુમલામાં યુવકને હાથ-પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે અને ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે. હાલ તે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બનાવની વિગત એવી છે કે, ઉનાના નાલિયા માડવી ગામના રહેવાસી ખાલિદ ઇકબાલ ચાવડા પોતાના ખેતરમાં ચારો વાઢવા માટે ગયા હતા. તે દરમિયાન અચાનક ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં આવી ચડ્યા હતા અને કોઈ કારણ વગર ખાલિદભાઈ પર ધોકા અને છરી વડે હુમલો કરી દીધો હતો. અચાનક થયેલા હુમલાથી ખાલિદભાઈ નીચે પડી ગયા હતા અને હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આવ્યા હતા અને તાત્કાલિક ખાલિદભાઈને સૌપ્રથમ ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેમને ઉનાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ ખાલિદભાઈને હાથ અને હાથમા ભાગે ગંભીર ઇજાઓ થઈ છે અને શરીરના અન્ય ભાગે પણ વાગ્યૉ છૅ તબીબોએ જણાવ્યું છે. પોલીસ ઘટના સ્થળે દોડી આવી આ ઘટનાની જાણ થતા જ નવા બંદર મરીન પોલીસ સ્ટેશનનો સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી આવી ઇજાગ્રસ્તના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો અને હુમલાખોરો કોણ હતા તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આ બનાવને લઈને નાલિયા માડવી ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામ લોકોએ આરોપીઓને વહેલી તકે પકડી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.1