સાવરકુંડલામાં ગંદકી, પ્લાસ્ટિક અને રોડ દબાણ સામે નગરપાલિકાની કાર્યવાહી,પરીમલ સોસાયટી અને મણીભાઈ ચોક સહિત વિસ્તારોમાં દંડાત્મક કાર્યવાહી સાવરકુંડલા શહેરને સ્વચ્છ, સુંદર અને વ્યવસ્થિત બનાવવા માટે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકી ફેલાવનારાઓ, પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ કરનારાઓ તેમજ જાહેર રસ્તાઓ પર દબાણ કરનારાઓ સામે નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા તપાસ અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. નગરપાલિકાની ટીમ દ્વારા પરીમલ સોસાયટી, મણીભાઈ ચોક સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જાહેર માર્ગો પરના દબાણો દૂર કરવા સાથે સ્વચ્છતા જાળવવા માટે વેપારીઓ અને નાગરિકોને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે શહેરમાં ગંદકી ન ફેલાવે, પ્લાસ્ટિકનો અનિયંત્રિત ઉપયોગ ટાળે અને જાહેર રસ્તાઓ પર દબાણ ન કરે. સ્વચ્છ અને સુંદર સાવરકુંડલા માટે સૌએ સહકાર આપવો જરૂરી છે.
સાવરકુંડલામાં ગંદકી, પ્લાસ્ટિક અને રોડ દબાણ સામે નગરપાલિકાની કાર્યવાહી,પરીમલ સોસાયટી અને મણીભાઈ ચોક સહિત વિસ્તારોમાં દંડાત્મક કાર્યવાહી સાવરકુંડલા શહેરને સ્વચ્છ, સુંદર અને વ્યવસ્થિત બનાવવા માટે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકી ફેલાવનારાઓ, પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ કરનારાઓ તેમજ જાહેર રસ્તાઓ પર દબાણ કરનારાઓ સામે નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા તપાસ અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. નગરપાલિકાની ટીમ દ્વારા પરીમલ સોસાયટી, મણીભાઈ ચોક
સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જાહેર માર્ગો પરના દબાણો દૂર કરવા સાથે સ્વચ્છતા જાળવવા માટે વેપારીઓ અને નાગરિકોને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી
હતી. નગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે શહેરમાં ગંદકી ન ફેલાવે, પ્લાસ્ટિકનો અનિયંત્રિત ઉપયોગ ટાળે અને જાહેર રસ્તાઓ પર દબાણ ન કરે. સ્વચ્છ અને સુંદર સાવરકુંડલા માટે સૌએ સહકાર આપવો જરૂરી છે.
- અમરેલીમાં માનવતા હજુ જીવંત: લાઠી રોડ પરથી મળેલું પાકીટ મુન્નાભાઈ રાઠોડ પરિવારે મૂળ માલિકને પરત કર્યું અમરેલીમાં માનવતા હજુ જીવંત: લાઠી રોડ પરથી મળેલું પાકીટ મુન્નાભાઈ રાઠોડ પરિવારે મૂળ માલિકને પરત કર્યું દિવ્યાંગ દીપ સેવા ટ્રસ્ટના મુન્નાભાઈ રાઠોડની પ્રામાણિકતા: રોકડ અને ડોક્યુમેન્ટ ભરેલું પાકીટ પરત પંચમુખી પાન સેન્ટરના માલિક મુન્નાભાઈ રાઠોડ પરિવારે માનવતાની મહેક પ્રસરાવી *અમરેલી -* અમરેલી શહેરમાં જિલ્લા પંચાયત રોડ પર આવેલ પંચમુખી પાન સેન્ટરના માલિક અને દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક મુન્નાભાઈ રાઠોડ છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ દ્વારા દિવ્યાંગો અને આમ જનતાના હૃદયમાં આગવું સ્થાન ધરાવે છે. તા. 26/08/2026 ના રોજ લાઠી રોડ પરથી મુન્નાભાઈના ભાઈ ગોવિંદભાઈના પત્ની કાજલબેનને એક પાકીટ મળી આવ્યું હતું. જેમાં અગત્યના ડોક્યુમેન્ટ, બીલ અને રોકડ રકમ હતી. આ અંગેની જાણ તેમણે તાત્કાલિક મુન્નાભાઈ રાઠોડને કરી હતી. મુન્નાભાઈ અને તેમના પરિવારે તાત્કાલિક નિર્ણય લીધો કે આ પાકીટ તેના મૂળ માલિકને પરત કરવું. તપાસ કરતા જાણવા મળ્યું કે આ પાકીટ નવા ખીજડીયા ગામના રહીશ દિનેશભાઈનું છે. ત્યારબાદ મુન્નાભાઈએ દિનેશભાઈને પોતાના પંચમુખી પાન સેન્ટર પર બોલાવી, ખરાઈ કરીને સંપૂર્ણ પાકીટ મૂળ માલિકને સોંપી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમની આ પ્રામાણિકતા અને માનવતાની ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે.3
- ખુબજ અગત્યની જાણકારી જે દરેકે દરેક ને માટે ખાસ જાણવાની જરૂર છે.1
- જસદણ વિછીયા રોડ પર પીકપ નો અકસ્માત સર્જાયો હતો ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતા જસદણ વિછીયા રોડ પર પીકપ નો અકસ્માત પીકપ બોલેરો વન વીજ પોલ સાથે અથડાતા વીજ બોલ ધરાસાઈ ઘટના સ્થળે સેવાભાવી લોકો ધોડી ગયા હતા પીજીવીસીએલ ની ટીમ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક લાઈન બંધ કરવાનો ફરક પડી હતી ડ્રાઇવર ચાલકને ગંભીર જાગ્રત તાત્કાલિક સારવાર હેઠળ4
- મહુવા પોલીસ સ્ટેશન ખાતે મહિલા સુરક્ષા સેવા સમિતિ દ્વારા રક્ષાબંધનની ઉજવણી મહુવા: રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે મહિલા સુરક્ષા સેવા સમિતિ દ્વારા મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન તેમજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા સુરક્ષા સેવા સમિતિના સ્થાપક અશ્વિનભાઈ સાંખટ તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અશ્વિનભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ જવાનોને સમાજની સુરક્ષા અને સેવા માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મહિલા સુરક્ષા સેવા સમિતિ મહુવા તાલુકા મહિલા પ્રમુખ જોળીયા નયનાબેન, મહુવા તાલુકા શહેર પ્રમુખ સરવૈયા જયશ્રીબેન, મંત્રી જીતિયા પારુલબેન, તેમજ ધુંધળવા દયાબેન અને કવાડ પાર્વતીબેન સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રક્ષાબંધનના આ પ્રસંગે મહિલા સુરક્ષા સેવા સમિતિ દ્વારા પોલીસ જવાનો સાથે ભાઈ-બહેનના પવિત્ર સંબંધનું મહત્વ ઉજાગર કરવામાં આવ્યું હતું અને સમાજની સુરક્ષા માટે પોલીસ વિભાગની કામગીરીને બિરદાવવામાં આવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮4
- બોટાદ ખસ રોડ, શંકર પરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ચોરી,મંદિરની બાજુમાં દારૂનો અડ્ડા હોવાનો દાવો.. બોટાદ ખસ રોડ, શંકર પરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા અંદાજિત ત્રણથી ચાર બુકાની ધારી ચોરોએ મંદિરમાં હાથ સાફ કર્યો મંદિરની દીવાલને અડી દારૂનો અડ્ડો ચાલી રહ્યો હોવાનો સ્વામી દ્વારા આક્ષેપ કરાયો. મંદિરની આસપાસ અનેક દારૂની બોટલો અને આવારા તત્વોનો પણ ત્રાસ. બેખૌફ બનેલ ચોરોએ દિવાલ લાંઘી ચોરીને અંજામ આપ્યો હોવાનું સીસીટીવી માં બહાર આવ્યું. રોકડ અને અન્ય ચીજ વસ્તુઓ મળી અંદાજિત 45000 રૂપિયાની મત્તાની ચોરી થઈ હોવાની જાણકારી આપી પોલીસ સ્ટેશન લેખીત અરજી આપી સમગ્ર ઘટનાને લઈ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.3
- વિસાવદર પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ચાપરડાના 'દાદાજીનું ઘર' ખાતે વડીલો સાથે પ્રેમ અને ઉત્સાહથી ઉજવાયું રક્ષાબંધન પર્વ વિસાવદર : પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવીને ચાપરડા ખાતે સંચાલિત "દાદાજીનું ઘર" સંસ્થાની મુલાકાત લેવામાં આવી હતી. આ સંસ્થા વયોવૃદ્ધ વડીલો માટે સ્વમાન સાથે રહેવાનું એક સુરક્ષિત આશ્રયસ્થાન છે. આ પવિત્ર મુલાકાત દરમિયાન પોલીસ જવાનો અને સંસ્થામાં નિવાસ કરતા વડીલો વચ્ચે રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વડીલોએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાખડી બાંધી તેમના દીર્ઘાયુષ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક આશીર્વાદ પાઠવ્યા હતા. પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો માત્ર ફરજ પૂરતા સીમિત ન રહેતા એક પરિવાર જેવા ભાવનાત્મક અને સ્નેહસભર છે તેની પ્રતીતિ આ કાર્યક્રમ દ્વારા થઈ હતી. પોલીસ પરિવારના આ સુંદર પ્રયાસથી વડીલોના ચહેરા પર વિશેષ સ્મિત જોવા મળ્યું હતું. વડીલો સાથે સમય વિતાવીને પોલીસકર્મીઓએ પણ અનોખી ધન્યતા અનુભવી હતી, જેણે સામાજિક સેવભાવ અને પરસ્પર આદરનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.1
- વીરપુરની જલારામજી વિદ્યાલયનો કાયાકલ્પ, સરપંચના પ્રયાસોથી વિદ્યાર્થીઓને મળી નવી સુવિધાઓ... વીરપુરની જલારામજી વિદ્યાલયનો કાયાકલ્પ, સરપંચના પ્રયાસોથી વિદ્યાર્થીઓને મળી નવી સુવિધાઓ1
- અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ચોત્રા રોડ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો... રાત્રિના સમયે ચોત્રા રોડ ઉપર આવેલ શીતળા માતાજીના મંદિર નજીક ટ્રેક્ટર અને ટુવીલ વચ્ચે અકસ્માત સર્જાયો... અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ચોત્રા રોડ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો... રાત્રિના સમયે ચોત્રા રોડ ઉપર આવેલ શીતળા માતાજીના મંદિર નજીક ટ્રેક્ટર અને ટુવીલ વચ્ચે અકસ્માત સર્જાયો...1