logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ પશ્ચિમ બંગાળ ખાતેથી ભારત સરકાર અને કૃષિ વિભાગ દ્વારા “પી.એમ.કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પી.એમ. કિસાન સમ્માન નિધિ યોજનાનો ૨૩મો હપ્તો રીલીઝ કરવાનો હતો. આ રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ (Live Telecast) દેશના તમામ રાજ્યોમાં કરવામાં આવ્યું હતું. આ જીવંત પ્રસારણના ભાગરૂપે, ગુજરાત રાજ્યમાં “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ”નું આયોજન ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ દ્વારા થયું હતું. બોટાદ જિલ્લામાં આ યોજનાના અમલીકરણ માટે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બોટાદ એપીએમસી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. જિલ્લાના ચારેય તાલુકાઓમાં ગ્રામ્ય કક્ષાએ પણ આ જીવંત પ્રસારણ મહત્તમ ખેડૂતો અને ગ્રામજનોએ નિહાળ્યું હતું. આ પ્રસંગે, બોટાદના જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ઉપસ્થિત ખેડૂતોને કૃષિ પ્રગતિ એપનો મહત્તમ ઉપયોગ કરવા અને હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ હેઠળના તમામ ખેડૂત ખાતેદારને ફાર્મર રજીસ્ટ્રી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોળીયા, બોટાદ એપીએમસીના ચેરમેન ડી.એમ. પટેલ, વાઈસ ચેરમેન રણજીતભાઈ વાળા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભરતસિંહ ડોડીયા, અગ્રણીઓ મયુરભાઈ પટેલ, ઘનશ્યામભાઈ વિરાણી, મનહરભાઈ માતરીયા, એપીએમસી સભ્યો અને જિલ્લા ખેતીવાડી અધિકારી સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

3 hrs ago
user_Vagadiya chintan dilipbhai
Vagadiya chintan dilipbhai
બોટાદ, બોટાદ, ગુજરાત•
3 hrs ago
699cd66a-8d1e-402d-86b8-5369ebc8dfbf

વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ પશ્ચિમ બંગાળ ખાતેથી ભારત સરકાર અને કૃષિ વિભાગ દ્વારા “પી.એમ.કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પી.એમ. કિસાન સમ્માન નિધિ યોજનાનો ૨૩મો હપ્તો રીલીઝ કરવાનો હતો. આ રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ (Live Telecast) દેશના તમામ રાજ્યોમાં કરવામાં આવ્યું હતું. આ જીવંત પ્રસારણના ભાગરૂપે, ગુજરાત રાજ્યમાં “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ”નું આયોજન

126fcc63-44a3-482c-960d-e5479997eea7

ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ દ્વારા થયું હતું. બોટાદ જિલ્લામાં આ યોજનાના અમલીકરણ માટે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બોટાદ એપીએમસી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. જિલ્લાના ચારેય તાલુકાઓમાં ગ્રામ્ય કક્ષાએ પણ આ જીવંત પ્રસારણ મહત્તમ ખેડૂતો અને ગ્રામજનોએ નિહાળ્યું હતું. આ પ્રસંગે, બોટાદના જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ઉપસ્થિત ખેડૂતોને કૃષિ પ્રગતિ એપનો મહત્તમ ઉપયોગ કરવા અને હાલમાં

fb66675a-305a-4ecb-80cb-691f06ced432

પીએમ કિસાન સન્માન નિધિ હેઠળના તમામ ખેડૂત ખાતેદારને ફાર્મર રજીસ્ટ્રી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોળીયા, બોટાદ એપીએમસીના ચેરમેન ડી.એમ. પટેલ, વાઈસ ચેરમેન રણજીતભાઈ વાળા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભરતસિંહ ડોડીયા, અગ્રણીઓ મયુરભાઈ પટેલ, ઘનશ્યામભાઈ વિરાણી, મનહરભાઈ માતરીયા, એપીએમસી સભ્યો અને જિલ્લા ખેતીવાડી અધિકારી સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

More news from ગુજરાત and nearby areas
  • ૨૧ જૂન, 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' ના પાવન અવસરે, તા. ૨૧ જૂન ૨૦૨૬ ના રોજ ઐતિહાસિક તીર્થધામ સારંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં આ દિવસની અત્યંત ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. BAPS સંસ્થાના આધ્યાત્મિક વડા પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શારીરિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક શાંતિનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો. ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ધરોહર સમાન 'યોગ' ના મહિમાને ઉજાગર કરવા માટે સારંગપુર મંદિર પરિસરમાં વહેલી સવારે એક વિશેષ સત્રનું આયોજન કરાયું હતું. જેમાં સંસ્થાના સંતો, યુવકો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ શિસ્તબદ્ધ રીતે વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો, જેનાથી સમગ્ર વાતાવરણ ઊર્જાવાન અને પવિત્ર બની ગયું. ભારતીય ઋષિમુનિઓએ આપેલું યોગશાસ્ત્ર માત્ર શારીરિક કસરત પૂરતું સીમિત નથી; 'યોગ' નો સાચો અર્થ આત્માનું પરમાત્મા સાથેનું જોડાણ છે. આ ઉજવણીનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો કે, જો શરીર સ્વસ્થ હશે તો જ ભગવાનની ભક્તિ અને સમાજની સેવા ઉત્તમ રીતે થઈ શકશે. આ દિવ્ય પ્રસંગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સૌને પોતાના આશીર્વાદ પાઠવ્યા હતા અને ઉપસ્થિત ભક્તોને નિયમિત યોગાસન, પ્રાણાયામ તેમજ વ્યાયામ કરવાની પ્રેરણા આપી હતી. પ.પૂ. મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ સારંગપુરમાં ઉજવાયેલો આ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' સૌના માટે સ્વાસ્થ્ય, શાંતિ અને ભક્તિનો એક અનોખો સંદેશ આપી ગયો.
    1
    ૨૧ જૂન, 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' ના પાવન અવસરે, તા. ૨૧ જૂન ૨૦૨૬ ના રોજ ઐતિહાસિક તીર્થધામ સારંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં આ દિવસની અત્યંત ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. BAPS સંસ્થાના આધ્યાત્મિક વડા પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શારીરિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક શાંતિનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો.

ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ધરોહર સમાન 'યોગ' ના મહિમાને ઉજાગર કરવા માટે સારંગપુર મંદિર પરિસરમાં વહેલી સવારે એક વિશેષ સત્રનું આયોજન કરાયું હતું. જેમાં સંસ્થાના સંતો, યુવકો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ શિસ્તબદ્ધ રીતે વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો, જેનાથી સમગ્ર વાતાવરણ ઊર્જાવાન અને પવિત્ર બની ગયું. ભારતીય ઋષિમુનિઓએ આપેલું યોગશાસ્ત્ર માત્ર શારીરિક કસરત પૂરતું સીમિત નથી; 'યોગ' નો સાચો અર્થ આત્માનું પરમાત્મા સાથેનું જોડાણ છે. આ ઉજવણીનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો કે, જો શરીર સ્વસ્થ હશે તો જ ભગવાનની ભક્તિ અને સમાજની સેવા ઉત્તમ રીતે થઈ શકશે.

આ દિવ્ય પ્રસંગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સૌને પોતાના આશીર્વાદ પાઠવ્યા હતા અને ઉપસ્થિત ભક્તોને નિયમિત યોગાસન, પ્રાણાયામ તેમજ વ્યાયામ કરવાની પ્રેરણા આપી હતી. પ.પૂ. મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ સારંગપુરમાં ઉજવાયેલો આ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' સૌના માટે સ્વાસ્થ્ય, શાંતિ અને ભક્તિનો એક અનોખો સંદેશ આપી ગયો.
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • આજે સમગ્ર દેશમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે બોટાદ જિલ્લામાં પણ જિલ્લા કક્ષાએ યોગ દિવસની વિશેષ ઉજવણીનું આયોજન કરાયું હતું. બોટાદ શહેરની સરકારી હાઈસ્કૂલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ અવસરે સૌએ યોગના મહત્વ અંગે સંદેશ આપી યોગના ફાયદાઓ પર ભાર મૂક્યો હતો.
    1
    આજે સમગ્ર દેશમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે બોટાદ જિલ્લામાં પણ જિલ્લા કક્ષાએ યોગ દિવસની વિશેષ ઉજવણીનું આયોજન કરાયું હતું. બોટાદ શહેરની સરકારી હાઈસ્કૂલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ અવસરે સૌએ યોગના મહત્વ અંગે સંદેશ આપી યોગના ફાયદાઓ પર ભાર મૂક્યો હતો.
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
  • બોટાદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં 75 હજારથી વધુ લોકોએ યોગાભ્યાસ કર્યો હતો. જિલ્લામાં કુલ 250થી વધુ સ્થળોએ આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
    1
    બોટાદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં 75 હજારથી વધુ લોકોએ યોગાભ્યાસ કર્યો હતો. જિલ્લામાં કુલ 250થી વધુ સ્થળોએ આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    Botad, Gujarat•
    6 hrs ago
  • જસદણ તાલુકાના આટકોટ ગોચરમાં વહીવટીતંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આટકોટના નવા ગામ તળ પર આવેલી આશરે ૨૦ વીઘા જમીન પર દબાણ થયું હતું, જે વાસ્તવમાં ગરીબ લોકોને ૧૦૦ ચોરસ વારના પ્લોટ ફાળવવા માટે હતી. તંત્ર દ્વારા આ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા, જમીન પર દબાણ કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. વહીવટીતંત્ર દ્વારા આટકોટ ગોચરમાં થયેલું દબાણ સફળતાપૂર્વક હટાવી દેવામાં આવ્યું છે.
    4
    જસદણ તાલુકાના આટકોટ ગોચરમાં વહીવટીતંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આટકોટના નવા ગામ તળ પર આવેલી આશરે ૨૦ વીઘા જમીન પર દબાણ થયું હતું, જે વાસ્તવમાં ગરીબ લોકોને ૧૦૦ ચોરસ વારના પ્લોટ ફાળવવા માટે હતી.

તંત્ર દ્વારા આ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા, જમીન પર દબાણ કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. વહીવટીતંત્ર દ્વારા આટકોટ ગોચરમાં થયેલું દબાણ સફળતાપૂર્વક હટાવી દેવામાં આવ્યું છે.
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    9 hrs ago
  • અમદાવાદ જિલ્લાના ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી બામણપીઠ ખાતેની એક શાળામાં શિક્ષક વિજયભાઈ સોલંકી દ્વારા એક વિદ્યાર્થીનું જાતીય સતામણી કરવામાં આવ્યું હોવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગત તારીખ 17/06/2026ના રોજ બનેલી આ ઘટનામાં, શિક્ષક વિજયભાઈ સોલંકી ભોગબનનાર વિદ્યાર્થીને શાળાના કમ્પ્યુટર રૂમની ચાવી આપવાના બહાને લઈ ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ આરોપીએ પોતાનું પેન્ટ ઉતારી એક અમાનવીય કૃત્ય દર્શાવ્યું હતું અને ત્યારબાદ વિદ્યાર્થીને બાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન, ભોગ બનનાર વિદ્યાર્થી કોઈક રીતે ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ ઘટના બાદ, આરોપી શિક્ષકે વિદ્યાર્થીને આ મામલે કોઈને વાત કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ગંભીર બનાવ અંગે ધોળકા પોલીસે ગુનો નોંધીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી વિજયભાઈ સોલંકીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી રહી છે.
    1
    અમદાવાદ જિલ્લાના ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી બામણપીઠ ખાતેની એક શાળામાં શિક્ષક વિજયભાઈ સોલંકી દ્વારા એક વિદ્યાર્થીનું જાતીય સતામણી કરવામાં આવ્યું હોવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગત તારીખ 17/06/2026ના રોજ બનેલી આ ઘટનામાં, શિક્ષક વિજયભાઈ સોલંકી ભોગબનનાર વિદ્યાર્થીને શાળાના કમ્પ્યુટર રૂમની ચાવી આપવાના બહાને લઈ ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ આરોપીએ પોતાનું પેન્ટ ઉતારી એક અમાનવીય કૃત્ય દર્શાવ્યું હતું અને ત્યારબાદ વિદ્યાર્થીને બાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન, ભોગ બનનાર વિદ્યાર્થી કોઈક રીતે ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ ઘટના બાદ, આરોપી શિક્ષકે વિદ્યાર્થીને આ મામલે કોઈને વાત કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ગંભીર બનાવ અંગે ધોળકા પોલીસે ગુનો નોંધીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી વિજયભાઈ સોલંકીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી રહી છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    19 hrs ago
  • સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામે વિચરતી વિમુક્ત જાતિના લોકોનું ઘરના ઘરનું સપનું સાકાર થયું છે. આ પ્રસંગે આ સમુદાયના લોકોને પોતાના આવાસ મળ્યાનો સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
    1
    સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામે વિચરતી વિમુક્ત જાતિના લોકોનું ઘરના ઘરનું સપનું સાકાર થયું છે. આ પ્રસંગે આ સમુદાયના લોકોને પોતાના આવાસ મળ્યાનો સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
    user_Maheshbhai uteriya
    Maheshbhai uteriya
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    19 hrs ago
  • સુરેન્દ્રનગર જિલ્લાના સમલા ગામે ગંજીપાના વડે જુગાર રમી રહેલા નવ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.
    1
    સુરેન્દ્રનગર જિલ્લાના સમલા ગામે ગંજીપાના વડે જુગાર રમી રહેલા નવ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.
    user_રિપોર્ટર ILIYAS JARGELA
    રિપોર્ટર ILIYAS JARGELA
    સુરેન્દ્રનગર, ગુજરાત•
    2 hrs ago
  • બોટાદ જિલ્લામાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જ્યાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પાયલબેન માથોળીયાની અધ્યક્ષતામાં અને જિલ્લા કલેક્ટરશ્રી હર્ષદ વોરાની વિશેષ ઉપસ્થિતિમાં સરકારી હાઈસ્કૂલ ખાતે જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાયો. 'સ્વસ્થ જીવન માટે યોગ'ની થીમ સાથે બોટાદ જિલ્લામાં સાળંગપુર સહિત ૨૫૦થી વધુ સ્થળોએ અંદાજે ૭૫,૦૦૦થી વધુ લોકોએ ઉત્સાહભેર યોગાભ્યાસ કરી આ દિવસની ઉજવણી કરી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતે વિશ્વ સમક્ષ યોગની પ્રાચીન અને વૈજ્ઞાનિક પરંપરાને નવી ઓળખ આપી છે, જેના પરિણામે વર્ષ ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રધાનમંત્રીશ્રીના પ્રસ્તાવને ૧૭૭ દેશોનું સમર્થન મળ્યા બાદ દર વર્ષે ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાય છે. આજે યોગ માત્ર વ્યાયામ નથી, પરંતુ સ્વસ્થ જીવનશૈલી, માનસિક શાંતિ અને સર્વાંગી સુખાકારીનું વૈશ્વિક આંદોલન બની ચૂક્યો છે. જિલ્લાકક્ષાના કાર્યક્રમ ઉપરાંત, ગઢડા તાલુકાના મામલતદાર કચેરી ગ્રાઉન્ડ, બરવાળા તાલુકાના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર-સાળંગપુર, બોટાદ તાલુકાની મોડેલ સ્કૂલ-ખાસ રોડ અને રાણપુર તાલુકાની ગીતાંજલી ગ્લોબલ સ્કૂલ સહિત જિલ્લાના વિવિધ સ્થળોએ પણ સામૂહિક યોગાભ્યાસના કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે કોલકાતામાં વડાપ્રધાનશ્રીના રાષ્ટ્રીય કાર્યક્રમ અને ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી હર્ષદ વોરાએ પોતાના સંબોધનમાં 'સ્વસ્થ જીવન માટે યોગ'ના સંદેશને જનજન સુધી પહોંચાડવા માટે જિલ્લામાં યોજાયેલા ૨૫૦થી વધુ કાર્યક્રમો અને ૭૫,૦૦૦થી વધુ લોકોની ઉત્સાહભરી ભાગીદારીને બિરદાવી હતી. બોટાદ જિલ્લાના યોગ કોઓર્ડિનેટર પ્રવીણભાઈ કળથીયાએ વર્ષ ૨૦૨૬ની થીમને અનુરૂપ યોગના વૈજ્ઞાનિક, શારીરિક અને માનસિક લાભો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપી નિયમિત યોગાભ્યાસ દ્વારા નિરોગી અને સંતુલિત જીવન જીવવા પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, નિવાસી અધિક કલેક્ટરશ્રી પી.એલ. ઝણકાત, ડી.આર.ડી.એ. નિયામક ભાર્ગવ પટેલ, બોટાદ પ્રાંત અધિકારીશ્રી આરતીબેન ગોસ્વામી, જિલ્લા પુરવઠા અધિકારી અર્જુન ચાવડા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ભારત વાઢેર, જિલ્લા આયોજન અધિકારીશ્રી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ, યોગ પ્રશિક્ષકો અને મોટી સંખ્યામાં યોગપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણી પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ૧૨ વર્ષના વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સંકલ્પને પણ પ્રતિબિંબિત કરતી હતી.
    4
    બોટાદ જિલ્લામાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જ્યાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પાયલબેન માથોળીયાની અધ્યક્ષતામાં અને જિલ્લા કલેક્ટરશ્રી હર્ષદ વોરાની વિશેષ ઉપસ્થિતિમાં સરકારી હાઈસ્કૂલ ખાતે જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાયો. 'સ્વસ્થ જીવન માટે યોગ'ની થીમ સાથે બોટાદ જિલ્લામાં સાળંગપુર સહિત ૨૫૦થી વધુ સ્થળોએ અંદાજે ૭૫,૦૦૦થી વધુ લોકોએ ઉત્સાહભેર યોગાભ્યાસ કરી આ દિવસની ઉજવણી કરી હતી.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતે વિશ્વ સમક્ષ યોગની પ્રાચીન અને વૈજ્ઞાનિક પરંપરાને નવી ઓળખ આપી છે, જેના પરિણામે વર્ષ ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રધાનમંત્રીશ્રીના પ્રસ્તાવને ૧૭૭ દેશોનું સમર્થન મળ્યા બાદ દર વર્ષે ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાય છે. આજે યોગ માત્ર વ્યાયામ નથી, પરંતુ સ્વસ્થ જીવનશૈલી, માનસિક શાંતિ અને સર્વાંગી સુખાકારીનું વૈશ્વિક આંદોલન બની ચૂક્યો છે. જિલ્લાકક્ષાના કાર્યક્રમ ઉપરાંત, ગઢડા તાલુકાના મામલતદાર કચેરી ગ્રાઉન્ડ, બરવાળા તાલુકાના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર-સાળંગપુર, બોટાદ તાલુકાની મોડેલ સ્કૂલ-ખાસ રોડ અને રાણપુર તાલુકાની ગીતાંજલી ગ્લોબલ સ્કૂલ સહિત જિલ્લાના વિવિધ સ્થળોએ પણ સામૂહિક યોગાભ્યાસના કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે કોલકાતામાં વડાપ્રધાનશ્રીના રાષ્ટ્રીય કાર્યક્રમ અને ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.

જિલ્લા કલેક્ટરશ્રી હર્ષદ વોરાએ પોતાના સંબોધનમાં 'સ્વસ્થ જીવન માટે યોગ'ના સંદેશને જનજન સુધી પહોંચાડવા માટે જિલ્લામાં યોજાયેલા ૨૫૦થી વધુ કાર્યક્રમો અને ૭૫,૦૦૦થી વધુ લોકોની ઉત્સાહભરી ભાગીદારીને બિરદાવી હતી. બોટાદ જિલ્લાના યોગ કોઓર્ડિનેટર પ્રવીણભાઈ કળથીયાએ વર્ષ ૨૦૨૬ની થીમને અનુરૂપ યોગના વૈજ્ઞાનિક, શારીરિક અને માનસિક લાભો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપી નિયમિત યોગાભ્યાસ દ્વારા નિરોગી અને સંતુલિત જીવન જીવવા પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, નિવાસી અધિક કલેક્ટરશ્રી પી.એલ. ઝણકાત, ડી.આર.ડી.એ. નિયામક ભાર્ગવ પટેલ, બોટાદ પ્રાંત અધિકારીશ્રી આરતીબેન ગોસ્વામી, જિલ્લા પુરવઠા અધિકારી અર્જુન ચાવડા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ભારત વાઢેર, જિલ્લા આયોજન અધિકારીશ્રી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ, યોગ પ્રશિક્ષકો અને મોટી સંખ્યામાં યોગપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણી પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ૧૨ વર્ષના વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સંકલ્પને પણ પ્રતિબિંબિત કરતી હતી.
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.