રાજુલા: ચોત્રા મોમાઈ માતાજીના સાનિધ્યમાં ૧૨મીએ કાઠી ક્ષત્રિય સમાજના જીલ્લાના ચુંટાયેલા પ્રતિનિધિઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાશે રાજુલા: ચોત્રા મોમાઈ માતાજીના સાનિધ્યમાં ૧૨મીએ કાઠી ક્ષત્રિય સમાજના જીલ્લાના ચુંટાયેલા પ્રતિનિધિઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાશે.... રાજુલા-જાફરાબાદ-ખાંભા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પ્રથમ વખત ભવ્ય આયોજન, અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચોત્રા ગામ પાસે આવેલ અને ‘મોમાઈ વડ’ તરીકે પ્રખ્યાત એવા કુદરતી સૌંદર્યથી ભરપૂર શ્રીમોમાઈ માતાજી મંદિરના સાનિધ્યમાં આગામી સમયમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજુલા-જાફરાબાદ-ખાંભા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પ્રથમ વખત અમરેલી જિલ્લાના કાઠી ક્ષત્રિય સમાજના નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના તમામ પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો ભવ્ય સન્માન સમારોહ તેમજ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ ૧૨/૦૫/૨૦૨૬ મંગળવારના રોજ સાંજે ૫:૦૦ કલાકે મોમાઈ માતાજીના મંદિરના પટાંગણમાં આ સમારોહ યોજાશે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા તથા રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, આ બંને મહાનુભાવોએ મંદિરના વિકાસ અર્થે પોતાની ગ્રાન્ટમાંથી મહત્વનું યોગદાન ફાળવેલ છે જેના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ આ પ્રસંગે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પધારવા માટે કાઠી ક્ષત્રિય સમાજ તથા મંદિરના મહંતશ્રી સૂર્યપ્રકાશદાસજી મહારાજ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ આયોજનને સફળ બનાવવા માટે સમાજના આગેવાનો અને કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.....

- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારના 75 વર્ષ પૂર્ણ થતા હોવાથી સોમનાથની મુલાકાત લેશે. તેમના આગમન પહેલાં, ઉના નગરપાલિકા ભવન ખાતે ધારાસભ્ય કે.સી. રાઠોડની આગેવાની હેઠળ ભાજપ કાર્યકર્તાઓ અને આગેવાનોની મહત્વની બેઠક યોજાઈ.1
- પાલિતાણામાં ધર્મ પ્રત્યેની સાચી આસ્થા, એકતા અને સમર્પણનો અનોખો સંગમ જોવા મળ્યો છે. નિઃસ્વાર્થ ભાવથી કરાતી સેવા સ્થાનિક સમુદાયમાં નવી ચેતના અને સકારાત્મકતા લાવે છે.1
- સોમનાથ વિરાસત નાં 75 વર્ષ.... ઉત્સાહ ઉમંગ અને થનગનાટ સાથે...1
- આ પવિત્ર શ્લોક ગુરુના મહિમાનું વર્ણન કરે છે, તેમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર સમાન ગણાવે છે. તે ગુરુને સાક્ષાત પરબ્રહ્મ માનીને તેમને નમન કરે છે, ગુરુના અનંત મહત્વને ઉજાગર કરે છે.1
- ભાવનગરના વડવા બી વોર્ડમાં કુંભારવાડા મહાલક્ષ્મી નવી મિલની ચાલીમાં છેલ્લા 36 વર્ષથી રોડની હાલત દયનીય છે. 2017માં ભાજપના નેતા જીતુ વાઘાણીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું અને ભંડોળ પણ ફાળવાયું હોવા છતાં કામકાજ શરૂ થયું નથી. કોંગ્રેસના સ્થાનિક મોરચાના પ્રમુખે આ મુદ્દે સવાલ ઉઠાવી રોષ વ્યક્ત કર્યો છે.2
- ભાવનગરના વાલ્મીકિ નગર વિસ્તારમાં ડ્રેનેજ લાઇન લાંબા સમયથી ઉભરાઈ રહી છે. ગટરના ગંદા પાણીથી સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. સ્થાનિકોએ ડ્રેનેજ વિભાગને તાત્કાલિક સફાઈ કરવા વિનંતી કરી છે.1
- રાજકોટ જિલ્લાના જસદણમાં પોલીસે એક ટ્રકમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રકમાં ઘાસના યાર્ડની આડમાં ચાલાકીપૂર્વક 1699 પેટીઓ અને 81,552 બોટલો છુપાવવામાં આવી હતી. પોલીસે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.1
- ભાજપનો દાવો છે કે સત્તામાં આવતા જ બંગાળમાં અટકેલા વિકાસ કાર્યોને ફરીથી ગતિ મળશે. આનાથી રાજ્યના વિકાસમાં વેગ આવશે અને લોકોને ફાયદો થશે.1