સમાજશાસ્ત્રના ક્ષેત્રમાં ઉત્તમ કારકિર્દી વિકાસની તકો - વિષય નિષ્ણાંત દિનેશ કાનેત દ્વારા માર્ગદર્શન જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના સમાજશાસ્ત્ર અને સામાજિક કાર્ય વિભાગ દ્વારા “લક્ષ્ય” શ્રેણી અંતર્ગત કારકિર્દી વિકાસ કેન્દ્રના સહયોગથી “Career Paths in Sociology” વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન આમંત્રિત નિષ્ણાત દિનેશભાઈ કાનેતનું વિભાગના અધ્યાપક દ્વારા સુતરની આંટીથી સન્માન કરવામાં આવ્યું હતું. સંશોધક વિદ્યાર્થીઓ તેમજ અનુસ્નાતક વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દિનેશભાઈ કાનેતએ પોતાના વ્યાખ્યાનમાં સમાજશાસ્ત્ર વિષયમાં કારકિર્દીના વિવિધ વિકલ્પો, સંશોધન ક્ષેત્રે ઉપલબ્ધ તકો અને સમાજ વિકાસમાં સમાજશાસ્ત્રના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને સમાજ પ્રત્યે સંવેદનશીલ રહી કાર્ય કરવાની પ્રેરણા આપી હતી. વિષય નિષ્ણાત દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક વિકાસ, કારકિર્દી માર્ગદર્શન અને આધુનિક સમયમાં જરૂરી કૌશલ્યો વિશે મહત્વપૂર્ણ માહિતી આપી વિદ્યાર્થીઓને તેમની ક્ષમતાઓ ઓળખી આગળ વધવા માટે પ્રેરણા આપી જીવનમાં શિસ્ત, મહેનત અને સકારાત્મક વિચારધારા અપનાવવાનો સંદેશ આપ્યો હતો. દિનેશભાઇએ કહ્યુ કે સમાજશાસ્ત્રનો અભ્યાસ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના માર્ગને પણ મજબૂત બનાવે છે અને યુવાનોને સમાજના વિકાસમાં સક્રિય યોગદાન આપવા માટે પ્રેરણા આપે છે. યુનિવર્સીટીનાં કૂલપતિ પ્રો.પ્રતાપસિંહજી ચૈાહાણે દુરવાણી સંદેશા દ્વારા વિદ્યાર્થીઓને જણાવ્યુ હતુ કે આજના ઝડપથી બદલાતા સમાજમાં સમાજશાસ્ત્રનું મહત્વ સતત વધતું જઈ રહ્યું છે. સમાજની રચના, માનવીય વર્તન, સંસ્થાઓ અને સામાજિક પરિવર્તનોને સમજવા માટે સમાજશાસ્ત્ર એક મહત્વપૂર્ણ વિષય છે. આજના સમયમાં આ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ માટે ઉત્તમ કારકિર્દી વિકાસની અનેક તકો ઉપલબ્ધ છે.ત્યારે આજે વિષય તજજ્ઞ દિનેશભાઇ કાનેત દ્વારા આપયેલ માર્ગદર્શન ફળદાયી બની રહેશે. સમાજશાસ્ત્ર ભવનનાં અધ્યક્ષ ડો. જયસિંહ ઝાલાએ અતિથીને આવકારી એકસ્પર્ટ ટોકની ભુમિકા સ્પષ્ટ કરતા જણાવ્યુ હતુ કે સમાજશાસ્ત્રનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ સરકાર તેમજ ખાનગી ક્ષેત્રમાં વિવિધ મહત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવી શકે છે. સામાજિક સંશોધન સંસ્થાઓ, ગેરસરકારી સંસ્થાઓ (NGOs), શિક્ષણ ક્ષેત્ર, સામાજિક સેવા સંસ્થાઓ, નીતિ નિર્માણ સંસ્થાઓ તેમજ વિકાસ સંબંધિત પ્રોજેક્ટોમાં સમાજશાસ્ત્રના નિષ્ણાતોની માંગ વધી રહી છે. આ ઉપરાંત, સમાજશાસ્ત્રમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ સામાજિક સંશોધક, નીતિ વિશ્લેષક (Policy Analyst), કાઉન્સેલર, શિક્ષક, સામાજિક કાર્યકર, માનવ સંસાધન નિષ્ણાત તેમજ વિકાસ અધિકારી જેવી વિવિધ કારકિર્દી વિકલ્પો પસંદ કરી શકે છે. આ ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસ અને સંશોધન માટે પણ વિશાળ તકો ઉપલબ્ધ છે. સમાજશાસ્ત્ર વિભાગનાં અધ્યાપક ડો. પરાગ દેવાણીએ કાર્યક્રમનું સફળ સંચાલન અને આભાર દર્શન વેળાએ જણાવ્યુ કે વિદ્યાર્થીઓએ સમાજશાસ્ત્રને માત્ર શૈક્ષણિક વિષય તરીકે નહીં પરંતુ સમાજને સમજવા અને તેને સુધારવા માટેનું એક શક્તિશાળી સાધન તરીકે અપનાવવું જોઈએ. યોગ્ય માર્ગદર્શન અને પ્રતિબદ્ધતા સાથે સમાજશાસ્ત્રના ક્ષેત્રમાં સફળ અને સંતુષ્ટિકારક કારકિર્દી બનાવવી સંપૂર્ણપણે શક્ય છે. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો અને વિવિધ પ્રશ્નો પૂછીને પોતાના સંશયો દૂર કર્યા. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે યોગ્ય માર્ગદર્શન આપવાનો અને તેમને પ્રેરણા આપવાનો હતો અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ

- હાલમાં થોડાજ દિવસો પૂર્વે માંગરોળ તાલુકાના બામણવાડા ગામની સરકારી શાળામાં વિદ્યાર્થીને માર મારવાની ઘટના હજુ શમતી પણ નથી ત્યાં કેશોદ શહેરમાં પણ આવો જ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ કેશોદ ના એરપોર્ટ રોડ પર આવેલ પરફેક્ટ એજ્યુકેશન એકેડમીમાં ફરજ બજાવતા શિક્ષક નિકુંજ સાહેબ દ્વારા ધોરણ-૮માં ભણતા વિદ્યાર્થીને નિર્દયી રીતે માર મારવામાં આવ્યો હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. મળતી માહિતી મુજબ લેક્ચર શરૂ થાય તે પહેલાં જ શિક્ષક નિકુંજ સાહેબ ક્લાસરૂમમાં પ્રવેશી ગયા હતા અને કોઈ ખાસ કારણ વગર જ વિદ્યાર્થી પર પોતાની દાઝ ઉતારતા હોય તેમ માર માર્યો હોવાની વાત સામે આવી રહી છે. શિક્ષક દ્વારા કરવામાં આવેલા આ હુમલાથી વિદ્યાર્થી ગભરાઈ ગયો હતો અને બાદમાં સ્કૂલની ઓફિસમાં જઈ સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. પરંતુ આશ્ચર્યજનક રીતે સ્કૂલ સંચાલન તરફથી કોઈ ગંભીરતા દાખવવામાં આવી ન હતી અને ફરિયાદ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. ત્યારબાદ વિદ્યાર્થી ઘરે જઈ પોતાના માતા-પિતાને ઘટના અંગે માહિતી આપતા પેરેન્ટ્સ તરત જ સ્કૂલમાં પહોંચ્યા હતા. જોકે ત્યાં પણ સંચાલકો તરફથી સંતોષકારક જવાબ ન મળતા આખરે બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. બાળકની સારવાર બાદ પેરેન્ટ્સ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવા તરફ પગલાં ભરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સમગ્ર ઘટનાએ ફરી એકવાર સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે મોટા પ્રશ્નો ઉભા કર્યા છે. મીડિયા દ્વારા સ્કૂલ સંચાલક જયેશ સોલંકીનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આરોપી શિક્ષકને સ્કૂલમાંથી છૂટા કરવામાં આવેલ છે પરંતુ પ્રશ્ન એ છે કે વિદ્યાર્થી પર હાથ ઉઠાવ્યા બાદ માત્ર શિક્ષકને છૂટા કરવાથી જ મામલો પૂરું થઈ જાય કે જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી થશે? વારંવાર આવી ઘટનાઓ સામે આવતી હોવા છતાં કેટલીક શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે અમાનવીય વર્તન થતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે, જે શિક્ષણ પ્રણાલી માટે શરમજનક બાબત ગણાય. શિક્ષણ આપવાની જગ્યાએ વિદ્યાર્થીઓ પર હાથ ઉઠાવવાની માનસિકતા ક્યારેય સ્વીકાર્ય નથી. હવે જોવું રહ્યું કે પોલીસ અને શિક્ષણ વિભાગ આ સમગ્ર મામલે કેટલી ગંભીરતા દાખવે છે અને નિર્દોષ વિદ્યાર્થીને ન્યાય મળે છે કે નહીં. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ2
- Post by પુજારા ન્યુઝ નેટવર્ક1
- 🅱️ reaking News Dhoraji રાજકોટ જિલ્લાના ધોરાજી માં હાર્દ સમા વિસ્તાર માં આખલા યુદ્ધ ધોરાજી નાં હાર્દ સમા વિસ્તાર એટલે કે શાહજી હોલ થી અવેડા ચોક વચ્ચે હિરપરા વાડી જવાનાં રસ્તે સવારે જ આખલા યુદ્ધ સર્જાયું આ જેતપુર રોડ પર મુખ્યત્વે જુનાગઢ થી જામનગર જવા માટે મુખ્ય રસ્તો છે અને અસંખ્ય વાહનો ની અવરજવર અને અહીં અસંખ્ય દુકાનો આવેલી છે અહીં હોસ્પિટલ પણ આવેલી છે અને આજ માર્ગ પર વિધાર્થીઓ ની અને રાહદારીઓ ની અવરજવર થતી હોય છે આ આખલા યુદ્ધ થી લોકો માં ભય નો માહોલ સર્જાયો હતો અને દુકાન ધારકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા2
- *આધુનિક સુવિધાઓથી સજ્જ બે કિ.મી. લાંબો માર્ગ શહેરને આપશે નવી ઓળખ* પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના સુવ્યવસ્થિત અને આધુનિક વિકાસ માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. છાંયા વિસ્તારમાં રૂ. ૧૫ કરોડના ખર્ચે અંદાજે બે કિલોમીટર લાંબો અને ૧.૯૦ મીટર પહોળો આઇકોનિક રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ નવી બનેલી મહાનગરપાલિકાઓમાં આધુનિક અને દીર્ઘદૃષ્ટિવાળું વિકાસ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના ભાગરૂપે પોરબંદર શહેરને એક આકર્ષક અને સુવિધાસભર માર્ગ મળવા જઈ રહ્યો છે. રાજ્ય સરકારનો આઇકોનિક રોડ બનાવવાનો મુખ્ય હેતુ શહેરોને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ બનાવવાનો, નાગરિકોને સુરક્ષિત અને સુવિધાસભર માર્ગ વ્યવસ્થા પૂરી પાડવાનો, ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો કરવાનો તથા શહેરની સૌંદર્યવૃદ્ધિ સાથે પર્યાવરણમિત્ર વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રોજેક્ટ દ્વારા શહેરમાં રોકાણ અને આર્થિક પ્રવૃત્તિમાં વધારો થાય, પ્રોપર્ટી વેલ્યુ વધે અને પ્રવાસનને પ્રોત્સાહન મળે તેવો સરકારનો અભિગમ છે. પોરબંદર મ્યુનિસિપલ કમિશનર શ્રી એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આઇકોનિક રોડની કામગીરી ટૂંક સમયમાં જ શરૂ થશે. છાંયા વિસ્તારમાં બનનાર આ રોડમાં માર્ગના મધ્યમાં ૦.૬૦ મીટર પહોળો ડીવાઈડર બનાવવામાં આવશે, જેમાં ટ્રી પ્લાન્ટેશન સાથે ૧.૨ મીટર (૪ થી ૬ ફૂટ) ઊંચાઈના કદંબ, ગુલમહોર અને લીમડા જેવા વૃક્ષ રોપવામાં આવશે. બંને બાજુ ૬.૫૦ મીટર પહોળો મુખ્ય માર્ગ, ૧.૭૦ મીટર પાર્કિંગ જગ્યા અને ૧.૫૦ મીટર પહોળી ફૂટપાથની સુવિધા ઉપલબ્ધ રહેશે, જેથી વાહનચાલકો અને પગપાળા ચાલનાર નાગરિકોને સુરક્ષિત અવરજવર મળી રહે. સ્ટ્રીટ ફર્નિચર તરીકે કેટાઈ, થર્મોપ્લાસ્ટર માર્કિંગ, બેંચ અને ડસ્ટબીન મુકવામાં આવશે. માર્ગ પર ૧૦ મીટરના અંતરે કુલ ૪૫૦ ડેકોરેટિવ સ્ટ્રીટ લાઈટ સ્થાપિત કરવામાં આવશે તથા જરૂરિયાત મુજબ સાઈન બોર્ડ મુકવામાં આવશે. ૧૨ અતિ આધુનિક બસ સ્ટેન્ડ ઉભા કરવામાં આવશે, ૩૫૦ બેંચ અને ભારત સરકારના સ્વચ્છતા અભિયાન અંતર્ગત ૩૨ ડસ્ટબીન તથા બોલાર્ડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. માર્ગ વચ્ચે રેલીંગ બનાવવામાં આવશે જેથી સલામતી વધુ મજબૂત બને. ઉપરાંત પાણી લાઈન, ગેસ લાઈન, ઇલેક્ટ્રિક અને કોમ્યુનિકેશન કેબલને અન્ડરગ્રાઉન્ડ કરવામાં આવશે, જેથી માર્ગ પર પ્રદૂષણ ઘટાડાય અને લાંબા ગાળે જાળવણી ખર્ચ ઓછો રહે. રોડની બંને બાજુ સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ બનાવવામાં આવશે, જેથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે અને પાણી ભરાવાની સમસ્યા ટાળી શકાય. આ આઇકોનિક રોડ પૂર્ણ થતાં છાંયા વિસ્તારને નવી ઓળખ મળશે. નાગરિકોની સલામતીમાં વધારો થશે, ટ્રાફિક સુવ્યવસ્થિત બનશે, પ્રોપર્ટી રેવન્યુમાં વૃદ્ધિ થશે અને પ્રવાસીઓ માટે આ વિસ્તાર આકર્ષણનું કેન્દ્ર બનશે. પોરબંદર શહેરના વિકાસમાં આ પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થશે.1
- સાબરકાંઠા ઈરાન અમેરિકા ઈઝરાયિલ ના યુદ્ધ ની જવાળા સાબરકાંઠા ના સીરામીક ઉદ્યોગ ne દઝાડી રહી છે1
- તાલુકાના ભેરાઈ ગામે આવેલા પ્રખ્યાત Sakariya Hanumanji Temple તરફ જતો જૂનો રસ્તો ફરી ખોલવાની માંગ સાથે ગામના ખેડૂત અને ભાવિકોએ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. મળતી માહિતી મુજબ ભેરાઈ ગામે સાકરિયા હનુમાનજી મંદિર તરફ જતો જૂનો રસ્તો વર્ષોથી ગ્રામજનો અને ખેડૂત માટે ઉપયોગમાં લેવાતો હતો. પરંતુ હાલમાં કોર્ટ ગાર્ડનની જમીન ફાળવાતા આ રસ્તો બંધ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ખેડૂત અને મંદિર તરફ જતા ભાવિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે ભેરાઈ ગામના ગ્રામજનો, ખેડૂત અને ભાવિકોએ એકત્રિત થઈ રાજુલા મામલતદારને આવેદનપત્ર આપી મંદિર તરફ જતો જૂનો રસ્તો ફરી ખુલ્લો મૂકવાની માંગ કરી છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ રસ્તો બંધ રહેતા ખેતી કામ તેમજ મંદિરે દર્શન કરવા જવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. આ મામલે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ગ્રામજનોની સમસ્યાનો વહેલો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.1
- જસદણના ચિતલીયા રોડ પર આવેલા કુવામાં બહાર કાઢવામાં આવ્યો હતો1
- બ્રેકીંગ ધોરાજી ધોરાજી ના ગેલેક્સી ચોક થી જમનાવડ સુધી સીસી રોડ પંદર દિવસ પહેલા ખુલો મુકાયેલ પંદર દિવસમાજ સીસી રોડ ઉપર કાંકરી દેખાવા લાગી સીસી રોડ ઉપર જ્યાં જોવો ત્યાં ખાડાઓ પડવા લાગતા કોંગ્રેસ ભ્રસ્ટાચાર ના લગાવીયા આક્ષેપ કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય એ ધોરાજી મા રોડ મા ભ્રસ્ટાચાર થયા નો લગાવીયો આક્ષેપ ધોરાજી ગેલેક્સી ચોક થી જમનાવડ રોડ મા લોટ પાણી ને લાકડા કહેવત પ્રમાણે બનાવીયો ખુલો મુકવા ની સાથેજ તૂટી ગયો સરકારી તંત્ર ને આ સીસી રોડ બાબતે અનેક વાર રજુવાત કરી છે સરકાર ને સરકારી અધિકારીઓને ખુલ્લી ચેલેન્જ આપી કે આ સીસી રોડ ફરીથી બનાવવા મા નહીં આવે તો 18 મી માર્ચ કોંગ્રેસ કાર્યકર્તા ને સાથે રાખી મશીનરી લઈ રોડ ખોદી નાખવા ની ચેલેન્જ આપી સરકાર ને ખુલ્લી ચેલેન્જ આપી કે તાકાત હોઈ તો રોકી બતાવજો કોન્ટ્રાકટર પાસેથી કોન્ટ્રાકટ ધારાસભ્ય એ રાખ્યો છે અને તેમના મળતીયા દ્વારા આ સીસી રોડ બનાવીયો છે તંત્ર દ્વારા આ સીસી રોડ ના નમૂના લઈ કાર્યવાહી કરવા માગ કરી બાઈટ.. લલિત વસોયા પૂર્વ ધારાસભ્ય2