logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રાજુલાની કાન્હા વિશ્વ વિદ્યાલયની ધોરણ ૧થી ૮ની માન્યતા રદ, તમામ વર્ગો બંધ કરવાનો હુકમ ખોટા દસ્તાવેજો અને ગંભીર અનિયમિતતા મામલે શિક્ષણ વિભાગની કડક કાર્યવાહિ રાજુલાની કાન્હા વિશ્વ વિદ્યાલયની ધોરણ ૧થી ૮ની માન્યતા રદ, તમામ વર્ગો બંધ કરવાનો હુકમ ખોટા દસ્તાવેજો અને ગંભીર અનિયમિતતા મામલે શિક્ષણ વિભાગની કડક કાર્યવાહિ. શિક્ષણ નિયામક,ગાંધીનગર દ્વારા તારીખ 10/ 8/ 2026 ના રોજ માન્યતા રદ કરતો હુકમ કરતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો. શિક્ષણ એ સમાજનું મજબૂત આધારસ્તંભ છે. શિક્ષણ સંસ્થાઓ ઉપર સમાજનો અઢળક વિશ્વાસ ટકેલો હોય છે. જ્યારે કોઈ શૈક્ષણિક સંસ્થા આ વિશ્વાસને ભંગ કરે, નિયમોનો ઉલ્લંઘન કરે અને ખોટા દસ્તાવેજોના આધારે શિક્ષણ કાર્ય ચલાવે, ત્યારે માત્ર વિદ્યાર્થીઓનું ભવિષ્ય જ નહીં પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા પણ સંકટમાં મુકાઈ જાય છે. રાજુલા શહેરમાં આવેલી કાન્હા વિશ્વ વિદ્યાલય સામે લેવામાં આવેલ તાજેતરની કાર્યવાહી આવા જ એક ગંભીર કેસ તરીકે સામે આવી છે. આ સમગ્ર મામલાની શરૂઆત તા. ૨/૬/૨૦૨૫ અને તા. ૯/૬/૨૦૨૫ના રોજ શ્રી જગદીશભાઈ ઝાંખરા દ્વારા કરવામાં આવેલી લેખિત ફરિયાદોથી થઈ હતી. ફરિયાદમાં કાન્હા વિશ્વ વિદ્યાલય દ્વારા શાળા ચલાવવા માટે જરૂરી મંજૂરીઓ તથા દસ્તાવેજોમાં અનિયમિતતા અને ખોટા દસ્તાવેજો રજૂ કરવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ફરિયાદને ધ્યાનમાં લઈ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, રાજુલાને સ્થળ તપાસ કરી સ્પષ્ટ અભિપ્રાય સાથે અહેવાલ રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. તપાસ દરમિયાન શાળા સંચાલક દ્વારા ભાડા કરાર, જમીનના નકશા તેમજ બાંધકામ માટેની મંજૂરીના ઓરિજિનલ દસ્તાવેજો રૂબરૂ તપાસ સમયે રજૂ કરવામાં આવ્યા નહોતા. વધુમાં, શાળા દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેર, રાજુલા કચેરીનું B.U.P. સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તેની તપાસ કરતાં નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આવું કોઈ સર્ટિફિકેટ તેમની કચેરીના અધિકૃત રેકોર્ડમાં ઉપલબ્ધ નથી.તેમજ ફાયર સેફ્ટી noc પણ લીધેલ નહીં હોય.આ બાબતે દસ્તાવેજો ની સચ્ચાઈ ઉપર ગંભીર શંકા ઊભી થઈ હતી. આ ઉપરાંત તપાસ દરમિયાન શાળામાં મંજૂરી વગર હોસ્ટેલ ચલાવવામાં આવતી હોવાના પુરાવાઓ મળ્યા હતા તેમજ અન્ય અનેક શૈક્ષણિક અને વહીવટી અનિયમિતતાઓ પણ સામે આવી હતી. આ ગંભીર બાબતોને ધ્યાનમાં રાખી તા. ૩૦/૭/૨૦૨૫ના રોજ શાળાના ટ્રસ્ટી, આચાર્ય તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની રૂબરૂ સુનાવણી જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા યોજવામાં આવી હતી. સુનાવણી દરમિયાન શાળાના ટ્રસ્ટી દ્વારા આધાર પુરાવા રજૂ કરવા માટે સમય માગવામાં આવતા દસ દિવસની મુદત આપવામાં આવી હતી, પરંતુ આ મુદત દરમિયાન પણ જરૂરી આધાર પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા નહોતા. ત્યારબાદ RTE Rules 2012ના નિયમ 14(ખ) મુજબ તપાસ સમિતિની રચના કરવામાં આવી. સમિતિ દ્વારા તા. ૧૭/૯/૨૦૨૫ના રોજ શાળાની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન પણ શાળા સંચાલન દ્વારા કોઈપણ પ્રકારના માન્ય આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા અને અગાઉ દર્શાવેલ અનિયમિતતાઓ યથાવત્ જોવા મળી હતી. તપાસ સમિતિએ સાત દિવસમાં આધાર પુરાવા રજૂ કરવા તાકીદ કરી હતી અને સમયમર્યાદામાં પુરાવા રજૂ ન થાય તો શાળાની માન્યતા રદ કરવાની ભલામણ કરવામાં આવી હતી. સમિતિના અહેવાલ અને સમયમર્યાદા છતાં આધાર પુરાવાઓ પૂરતા પ્રમાણમાં રજૂ ન થતાં જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામક, ગાંધીનગરને શાળાની માન્યતા પાછી ખેંચવા માટે દરખાસ્ત મોકલવામાં આવી હતી. આ દરખાસ્તના અનુસંધાને નિયામકશ્રી દ્વારા શાળામાં થયેલી અનિયમિતતાઓને ધ્યાને લઈ શૈક્ષણિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. અંતે તમામ કાર્યવાહી, અહેવાલો અને નિયમોને ધ્યાનમાં લઈ RTE Rules 2012ના નિયમ 14(૩) મુજબ કાન્હા વિશ્વ વિદ્યાલયની માન્યતા રદ કરવાની પ્રક્રિયા હેઠળ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મિયાણી દ્વારા તા. ૩/૨/૨૦૨૬ના રોજ ધોરણ ૧થી ૮ સુધીના તમામ વર્ગો બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ તારીખ ૧૨/૦૩/૨૦૨૬ ન રોજ નાયબ નિયામક ,ગાંધીનગર દ્વારા આ અંગે સુનાવણી રાખવામાં આવી હતી અને તેઓને દસ્તાવેજો આધાર પુરાવાઓ રજૂ કરવા માટે સમય આપેલ હોવા છતાં આ સમય દરમિયાન પણ કોઈ પણ જાતના આધાર પુરાવો કે દસ્તાવેજો શાળા સંચાલક દ્વારા રજૂ કરી શકેલ નહીં હોય,નાયબ નિયામક દ્વારા માન્યતા રદ કરવાની ભલામણ સાથે નિયામક શ્રી ને મોકલી આપેલ શિક્ષણ નિયામક દ્વારા પણ ૧૬/૦૬/૨૦૨૬ ના રોજ સુનાવણી રાખવામાં આવેલ તેમાં આધાર પુરાવાઓ અને દસ્તાવેજો રજૂ કરવા જણાવવામાં આવેલ પરંતુ શાળા સંચાલકો,ટ્રસ્ટીઓ દ્વારા કોઈ પણ જાતના પુરાવાઓ રજૂ કરી શકેલ નહીં હોય જેથી તારીખ.૧૦/૦૮/૨૦૨૬ ના રોજ શિક્ષણ નિયામક દ્વારા માન્યતા રદ કરવાનો હુકમ કરવામાં આવેલ જે સંદર્ભે હુકમની બજવણી કરીને વિધાર્થી ઓ ને અન્ય સ્કૂલ માં ટ્રાન્સફર કરવાની કાર્યવાહી તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા શરૂ કરી દેવામાં આવેલ હોય આ નિર્ણયથી ખાનગી શાળાઓ ચલાવતા વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. વિશેષ વાત એ છે કે શાળાને મંજૂરી અપાતી વખતે ખોટા દસ્તાવેજો રજૂ કરવાના મામલે આવનારા દિવસોમાં શાળાના ટ્રસ્ટીઓ, સંચાલકો તેમજ ખોટા દસ્તાવેજો બનાવવામાં સહાય કરનારાઓ સામે ફોજદારી ગુન્હો દાખલ થવાની પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી એક સ્પષ્ટ સંદેશ આપે છે કે શિક્ષણ ક્ષેત્રમાં નિયમો સાથે કોઈપણ પ્રકારની સમજૂતી ચલાવાશે નહીં અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલ કરનારાઓ સામે કડક કાયદેસર કાર્યવાહી જરૂરી છે

1 hr ago
user_Virji shiyal
Virji shiyal
Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
1 hr ago
97786422-2b6a-4eaa-b52d-9c4f5e346368

More news from ગુજરાત and nearby areas
  • મહુવા તાલુકાના બોરડી ગામે સિંહણના મોતની ઘટનાથી ચકચાર મચી, બોરડીમાં ગેરકાયદેસર વીજ શોકથી સિંહણનું મોત, ફોરેસ્ટ વિભાગની કામગીરી સામે સવાલો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી ગામે સિંહણના મોતની ઘટનાથી ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ, બોરડી ગામની એક વાડી ફરતે ગેરકાયદેસર રીતે વીજ શોક મૂકવામાં આવ્યો હતો. આ વીજ તારની અડફેટે આવતા એક સિંહણનું કરુણ મોત થયું હોવાની માહિતી સામે આવી છે. સિંહણના મોતની ઘટનાને પગલે વન્યજીવ સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વાડી વિસ્તારમાં ગેરકાયદેસર વીજ શોક ગોઠવવામાં આવ્યો હોવા છતાં તેની જાણ ફોરેસ્ટ વિભાગને કેમ ન થઈ? વન્યજીવોની અવરજવર ધરાવતા વિસ્તારમાં આવી જીવલેણ બેદરકારી સામે સમયસર કાર્યવાહી કેમ ન થઈ? તેવા સવાલો હવે ગ્રામજનોમાં ઉઠી રહ્યા છે. સ્થાનિકોમાં આક્ષેપ છે કે જો વન વિભાગ દ્વારા નિયમિત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવી હોત તો કદાચ આ સિંહણનો જીવ બચાવી શકાયો હોત.
    1
    મહુવા તાલુકાના બોરડી ગામે સિંહણના મોતની ઘટનાથી ચકચાર મચી,
બોરડીમાં ગેરકાયદેસર વીજ શોકથી સિંહણનું મોત, ફોરેસ્ટ વિભાગની કામગીરી સામે સવાલો
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી ગામે સિંહણના મોતની ઘટનાથી ચકચાર મચી છે.
મળતી માહિતી મુજબ, બોરડી ગામની એક વાડી ફરતે ગેરકાયદેસર રીતે વીજ શોક મૂકવામાં આવ્યો હતો. આ વીજ તારની અડફેટે આવતા એક સિંહણનું કરુણ મોત થયું હોવાની માહિતી સામે આવી છે.
સિંહણના મોતની ઘટનાને પગલે વન્યજીવ સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વાડી વિસ્તારમાં ગેરકાયદેસર વીજ શોક ગોઠવવામાં આવ્યો હોવા છતાં તેની જાણ ફોરેસ્ટ વિભાગને કેમ ન થઈ? વન્યજીવોની અવરજવર ધરાવતા વિસ્તારમાં આવી જીવલેણ બેદરકારી સામે સમયસર કાર્યવાહી કેમ ન થઈ? તેવા સવાલો હવે ગ્રામજનોમાં ઉઠી રહ્યા છે.
સ્થાનિકોમાં આક્ષેપ છે કે જો વન વિભાગ દ્વારા નિયમિત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવી હોત તો કદાચ આ સિંહણનો જીવ બચાવી શકાયો હોત.
    user_SHUBH SHARNAM NEWS
    SHUBH SHARNAM NEWS
    મહુવા, ભાવનગર, ગુજરાત•
    10 hrs ago
  • ઉનામાં શાનદાર જલસ સાથે ઉજવાઈ બારમી શરીફ અદબ અને એહતેરામ સાથે પવિત્ર તહેવાર ઉનામાં શાનદાર જલસ સાથે ઉજવાઈ બારમી શરી અદબ અને એહતેરામ સાથે પવિત્ર તહેવાર
    1
    ઉનામાં શાનદાર જલસ સાથે ઉજવાઈ બારમી શરીફ

અદબ અને એહતેરામ સાથે પવિત્ર તહેવાર
ઉનામાં શાનદાર જલસ સાથે ઉજવાઈ બારમી શરી
અદબ અને એહતેરામ સાથે પવિત્ર તહેવાર
    user_ABDUL PATHNA
    ABDUL PATHNA
    Local News Reporter ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    23 hrs ago
  • વીરપુરની જલારામજી વિદ્યાલયનો કાયાકલ્પ, સરપંચના પ્રયાસોથી વિદ્યાર્થીઓને મળી નવી સુવિધાઓ... વીરપુરની જલારામજી વિદ્યાલયનો કાયાકલ્પ, સરપંચના પ્રયાસોથી વિદ્યાર્થીઓને મળી નવી સુવિધાઓ
    1
    વીરપુરની જલારામજી વિદ્યાલયનો કાયાકલ્પ, સરપંચના પ્રયાસોથી વિદ્યાર્થીઓને મળી નવી સુવિધાઓ...
વીરપુરની જલારામજી વિદ્યાલયનો કાયાકલ્પ, સરપંચના પ્રયાસોથી વિદ્યાર્થીઓને મળી નવી સુવિધાઓ
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    2 hrs ago
  • दास्ता‌ ब्रिटन एक उजडा हुआ सामराज्य औंर दुनीया की शक्ति शाली ताकातो में से एक रुस का टकराव होने जारहा है ।
    1
    दास्ता‌ ब्रिटन एक उजडा हुआ सामराज्य औंर दुनीया की शक्ति शाली ताकातो में से एक रुस का टकराव होने जारहा है ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    3 hrs ago
  • વિસાવદર પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ચાપરડાના 'દાદાજીનું ઘર' ખાતે વડીલો સાથે પ્રેમ અને ઉત્સાહથી ઉજવાયું રક્ષાબંધન પર્વ વિસાવદર : પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવીને ચાપરડા ખાતે સંચાલિત "દાદાજીનું ઘર" સંસ્થાની મુલાકાત લેવામાં આવી હતી. આ સંસ્થા વયોવૃદ્ધ વડીલો માટે સ્વમાન સાથે રહેવાનું એક સુરક્ષિત આશ્રયસ્થાન છે. આ પવિત્ર મુલાકાત દરમિયાન પોલીસ જવાનો અને સંસ્થામાં નિવાસ કરતા વડીલો વચ્ચે રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વડીલોએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાખડી બાંધી તેમના દીર્ઘાયુષ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક આશીર્વાદ પાઠવ્યા હતા. પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો માત્ર ફરજ પૂરતા સીમિત ન રહેતા એક પરિવાર જેવા ભાવનાત્મક અને સ્નેહસભર છે તેની પ્રતીતિ આ કાર્યક્રમ દ્વારા થઈ હતી. પોલીસ પરિવારના આ સુંદર પ્રયાસથી વડીલોના ચહેરા પર વિશેષ સ્મિત જોવા મળ્યું હતું. વડીલો સાથે સમય વિતાવીને પોલીસકર્મીઓએ પણ અનોખી ધન્યતા અનુભવી હતી, જેણે સામાજિક સેવભાવ અને પરસ્પર આદરનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
    1
    વિસાવદર પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ચાપરડાના 'દાદાજીનું ઘર' ખાતે વડીલો સાથે પ્રેમ અને ઉત્સાહથી ઉજવાયું રક્ષાબંધન પર્વ
વિસાવદર : પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવીને ચાપરડા ખાતે સંચાલિત "દાદાજીનું ઘર" સંસ્થાની મુલાકાત લેવામાં આવી હતી. આ સંસ્થા વયોવૃદ્ધ વડીલો માટે સ્વમાન સાથે રહેવાનું એક સુરક્ષિત આશ્રયસ્થાન છે.
આ પવિત્ર મુલાકાત દરમિયાન પોલીસ જવાનો અને સંસ્થામાં નિવાસ કરતા વડીલો વચ્ચે રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વડીલોએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાખડી બાંધી તેમના દીર્ઘાયુષ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક આશીર્વાદ પાઠવ્યા હતા. પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો માત્ર ફરજ પૂરતા સીમિત ન રહેતા એક પરિવાર જેવા ભાવનાત્મક અને સ્નેહસભર છે તેની પ્રતીતિ આ કાર્યક્રમ દ્વારા થઈ હતી.
પોલીસ પરિવારના આ સુંદર પ્રયાસથી વડીલોના ચહેરા પર વિશેષ સ્મિત જોવા મળ્યું હતું. વડીલો સાથે સમય વિતાવીને પોલીસકર્મીઓએ પણ અનોખી ધન્યતા અનુભવી હતી, જેણે સામાજિક સેવભાવ અને પરસ્પર આદરનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
    user_Bharat Boricha
    Bharat Boricha
    Local News Reporter જૂનાગઢ શહેર, જૂનાગઢ, ગુજરાત•
    58 min ago
  • ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે 'શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’નું ઉદ્ઘાટન કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા* *આ આયોજન થકી ગ્રામ્ય કલા-કારીગરી, હસ્તકલા અને સ્વસહાય જૂથોના ઉત્પાદનોને વિશાળ બજાર મળશે - મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા* *સખી મંડળની ૨૦૦ જેટલી બહેનોએ મંત્રીશ્રી તથા મહાનુભાવોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની કરી ઉજવણી* ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા, ગ્રામ્ય કારીગરો તથા સ્વસહાય જૂથોના મહિલાઓ દ્વારા ઉત્પાદિત પરંપરાગત હસ્તકલા અને સ્થાનિક ઉત્પાદનોને વિશાળ બજાર ઉપલબ્ધ કરાવવા તેમજ ગુજરાતની લોકકલા અને સાંસ્કૃતિક વિરાસતને પ્રોત્સાહન આપવાના હેતુથી ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજકોટના વિંછીયા સ્થિત ઘેલા સોમનાથ મંદિર નજીક 'શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’નું આયોજન કરાયું છે. ત્યારે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે આ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો, આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ પવિત્ર પ્રસંગને ગ્રામ્ય વિકાસ અને આજીવિકા સાથે સાંકળીને ‘શ્રાવણ ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. એક તરફ શ્રાવણ માસની પરંપરા અને આસ્થાની ઉજવણી થશે, તો બીજી તરફ ગ્રામ્ય કારીગરો અને સ્વસહાય જૂથોને તેમના ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે મંચ મળશે. આ પ્રકારના આયોજનો દ્વારા ગ્રામ્ય મહિલાઓમાં આત્મનિર્ભરતા, ઉદ્યોગસાહસિકતા અને આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન મળે છે. સાથે સાથે શહેરના નાગરિકોને પણ સીધા ગ્રામ્ય ઉત્પાદકો પાસેથી ગુણવત્તાયુક્ત અને પરંપરાગત ઉત્પાદનો ખરીદવાની તક પ્રાપ્ત થાય છે. ‘સ્થાનિકમાંથી વૈશ્વિક’ની દિશામાં આગળ વધવાની તકો ઊભી થાય તે માટે આ પ્રકારના ઉત્સવો મહત્વપૂર્ણ બની રહ્યા છે. રાજકોટ તથા આસપાસના વિસ્તારના નાગરિકોને આ ‘શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’ની મુલાકાત લઈ ગ્રામ્ય કારીગરો, મહિલા સ્વસહાય જૂથો અને સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. આ તકે મહાનુભાવોના હસ્તે દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત કમળાપુરના દેવી પર્યાવરણ મહિલા વિકાસ મંડળને પાંચ લાખની કેશ ક્રેડિટ તથા પારેવાળા એન.આર.એલ.એમ પ્રોડ્યુસર ગૃપને રૂ. બે લાખની સહાય ચુકવવામાં આવી હતી, તેમજ સખી મંડળની ૨૦૦ જેટલી બહેનોએ મંત્રીશ્રી તથા મહાનુભાવોને રાખડી બાંધી હતી. આ પ્રસંગે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજર શ્રી વી.બી.બસીયાએ જણાવ્યું હતું કે, શ્રાવણ ઉત્સવ- ૨૦૨૬ અંતર્ગત રાજકોટ, ઘેલા સોમનાથ, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, નીલકંઠધામ પોઈચા સહિતના મેળાઓમાં ૨૦૦ સ્ટોલની વ્યવસ્થા કરીને ગ્રામીણ મહિલાઓને સ્વરોજગારીની તક પુરી પાડવામાં આવી છે. જેના પરિણામે સખી મંડળોની બહેનોની આવકમાં વધારો થશે તેમજ "વોકલ ફોર લોકલ" અને "લખપતિ દીદી" અભિયાનને વધુ વેગ મળશે. આ મેળામાં સખી મંડળો દ્વારા ઉત્પાદિત વિવિધ ખાદ્ય ઉત્પાદનો, હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, પરંપરાગત વસ્ત્રો, પૂજન સામગ્રી, ઘર સજાવટની વસ્તુઓ, પરંપરાગત હસ્તકલા, આભૂષણો, રંગબેરંગી કાપડ, મુખવાસ, સરબતનો મસાલો, લિપણ આર્ટ, ક્રિસ્ટલ આર્ટ, રેઝીન આર્ટ, ચાકડા-ટોડલીયા તથા વિવિધ કલાત્મક ઉત્પાદનો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી રાહુલ ખાંભરા , ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીનના અધિકારીઓ કર્મચારીઓ અને સખીમંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
    1
    ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે 'શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’નું ઉદ્ઘાટન કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા*
*આ આયોજન થકી ગ્રામ્ય કલા-કારીગરી, હસ્તકલા અને સ્વસહાય જૂથોના ઉત્પાદનોને વિશાળ બજાર મળશે - મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા*
*સખી મંડળની ૨૦૦ જેટલી બહેનોએ મંત્રીશ્રી તથા મહાનુભાવોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની કરી ઉજવણી*
ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા, ગ્રામ્ય કારીગરો તથા સ્વસહાય જૂથોના મહિલાઓ દ્વારા ઉત્પાદિત પરંપરાગત હસ્તકલા અને સ્થાનિક ઉત્પાદનોને વિશાળ બજાર ઉપલબ્ધ કરાવવા તેમજ ગુજરાતની લોકકલા અને સાંસ્કૃતિક વિરાસતને પ્રોત્સાહન આપવાના હેતુથી ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજકોટના વિંછીયા સ્થિત ઘેલા સોમનાથ મંદિર નજીક 'શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’નું આયોજન કરાયું છે. ત્યારે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે આ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો, આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. 
આ તકે કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ પવિત્ર પ્રસંગને ગ્રામ્ય વિકાસ અને આજીવિકા સાથે સાંકળીને ‘શ્રાવણ ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. એક તરફ શ્રાવણ માસની પરંપરા અને આસ્થાની ઉજવણી થશે, તો બીજી તરફ ગ્રામ્ય કારીગરો અને સ્વસહાય જૂથોને તેમના ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે મંચ મળશે. આ પ્રકારના આયોજનો દ્વારા ગ્રામ્ય મહિલાઓમાં આત્મનિર્ભરતા, ઉદ્યોગસાહસિકતા અને આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન મળે છે. સાથે સાથે શહેરના નાગરિકોને પણ સીધા ગ્રામ્ય ઉત્પાદકો પાસેથી ગુણવત્તાયુક્ત અને પરંપરાગત ઉત્પાદનો ખરીદવાની તક પ્રાપ્ત થાય છે. ‘સ્થાનિકમાંથી વૈશ્વિક’ની દિશામાં આગળ વધવાની તકો ઊભી થાય તે માટે આ પ્રકારના ઉત્સવો મહત્વપૂર્ણ બની રહ્યા છે.
રાજકોટ તથા આસપાસના વિસ્તારના નાગરિકોને આ ‘શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’ની મુલાકાત લઈ ગ્રામ્ય કારીગરો, મહિલા સ્વસહાય જૂથો અને સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
આ તકે મહાનુભાવોના હસ્તે દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત કમળાપુરના દેવી પર્યાવરણ મહિલા વિકાસ મંડળને પાંચ લાખની કેશ ક્રેડિટ તથા પારેવાળા એન.આર.એલ.એમ પ્રોડ્યુસર ગૃપને રૂ. બે લાખની સહાય ચુકવવામાં આવી હતી, તેમજ સખી મંડળની ૨૦૦ જેટલી બહેનોએ મંત્રીશ્રી તથા મહાનુભાવોને રાખડી બાંધી હતી.
આ પ્રસંગે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજર શ્રી વી.બી.બસીયાએ જણાવ્યું હતું કે, શ્રાવણ ઉત્સવ- ૨૦૨૬ અંતર્ગત રાજકોટ, ઘેલા સોમનાથ, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, નીલકંઠધામ પોઈચા સહિતના મેળાઓમાં ૨૦૦ સ્ટોલની વ્યવસ્થા કરીને ગ્રામીણ મહિલાઓને સ્વરોજગારીની તક પુરી પાડવામાં આવી છે. જેના પરિણામે સખી મંડળોની બહેનોની આવકમાં વધારો થશે તેમજ "વોકલ ફોર લોકલ" અને "લખપતિ દીદી" અભિયાનને વધુ વેગ મળશે.
આ મેળામાં સખી મંડળો દ્વારા ઉત્પાદિત વિવિધ ખાદ્ય ઉત્પાદનો, હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, પરંપરાગત વસ્ત્રો, પૂજન સામગ્રી, ઘર સજાવટની વસ્તુઓ, પરંપરાગત હસ્તકલા, આભૂષણો, રંગબેરંગી કાપડ, મુખવાસ, સરબતનો મસાલો, લિપણ આર્ટ, ક્રિસ્ટલ આર્ટ, રેઝીન આર્ટ, ચાકડા-ટોડલીયા તથા વિવિધ કલાત્મક ઉત્પાદનો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી રાહુલ ખાંભરા , ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીનના અધિકારીઓ કર્મચારીઓ અને સખીમંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    10 hrs ago
  • ઉનાના નાલિયા માડવી ગામે યુવક પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો; યુવક ગંભીર રીતે ઘાયલ ઉનાના નાલિયા માડવી ગામે યુવક પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો; યુવક ગંભીર રીતે ઘાયલ ધોકા અને છરી વડે હુમલો કરી હુમલાખોરો ફરાર, ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો, નવાબંદર પોલીસે તપાસ શરૂ કરી ઉના તાલુકાના નાલિયા માડવી ગામે ખેત મજૂરી કરતા એક યુવક પર ત્રણ શખ્સોએ ધોકા અને છરી વડે જીવલેણ હુમલો કર્યાની ચકચારી ઘટના સામે આવી છે. આ હુમલામાં યુવકને હાથ-પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે અને ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે. હાલ તે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બનાવની વિગત એવી છે કે, ઉનાના નાલિયા માડવી ગામના રહેવાસી ખાલિદ ઇકબાલ ચાવડા પોતાના ખેતરમાં ચારો વાઢવા માટે ગયા હતા. તે દરમિયાન અચાનક ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં આવી ચડ્યા હતા અને કોઈ કારણ વગર ખાલિદભાઈ પર ધોકા અને છરી વડે હુમલો કરી દીધો હતો. અચાનક થયેલા હુમલાથી ખાલિદભાઈ નીચે પડી ગયા હતા અને હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આવ્યા હતા અને તાત્કાલિક ખાલિદભાઈને સૌપ્રથમ ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેમને ઉનાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ ખાલિદભાઈને હાથ અને હાથમા ભાગે ગંભીર ઇજાઓ થઈ છે અને શરીરના અન્ય ભાગે પણ વાગ્યૉ છૅ તબીબોએ જણાવ્યું છે. પોલીસ ઘટના સ્થળે દોડી આવી આ ઘટનાની જાણ થતા જ નવા બંદર મરીન પોલીસ સ્ટેશનનો સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી આવી ઇજાગ્રસ્તના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો અને હુમલાખોરો કોણ હતા તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આ બનાવને લઈને નાલિયા માડવી ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામ લોકોએ આરોપીઓને વહેલી તકે પકડી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
    1
    ઉનાના નાલિયા માડવી ગામે યુવક પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો; યુવક ગંભીર રીતે ઘાયલ
ઉનાના નાલિયા માડવી ગામે યુવક પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો; યુવક ગંભીર રીતે ઘાયલ
ધોકા અને છરી વડે હુમલો કરી હુમલાખોરો ફરાર, ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો, નવાબંદર પોલીસે તપાસ શરૂ કરી
ઉના તાલુકાના નાલિયા માડવી ગામે ખેત મજૂરી કરતા એક યુવક પર ત્રણ શખ્સોએ ધોકા અને છરી વડે જીવલેણ હુમલો કર્યાની ચકચારી ઘટના સામે આવી છે. આ હુમલામાં યુવકને હાથ-પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે અને ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે. હાલ તે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બનાવની વિગત એવી છે કે,
ઉનાના નાલિયા માડવી ગામના રહેવાસી ખાલિદ ઇકબાલ ચાવડા  પોતાના ખેતરમાં ચારો વાઢવા માટે ગયા હતા. તે દરમિયાન અચાનક ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં આવી ચડ્યા હતા અને કોઈ કારણ વગર ખાલિદભાઈ પર ધોકા અને છરી વડે હુમલો કરી દીધો હતો. અચાનક થયેલા હુમલાથી ખાલિદભાઈ નીચે પડી ગયા હતા અને હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આવ્યા હતા અને તાત્કાલિક  ખાલિદભાઈને સૌપ્રથમ ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેમને ઉનાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ખાલિદભાઈને હાથ અને હાથમા ભાગે ગંભીર ઇજાઓ થઈ છે અને શરીરના અન્ય ભાગે પણ વાગ્યૉ છૅ તબીબોએ જણાવ્યું છે. 
પોલીસ ઘટના સ્થળે દોડી આવી
આ ઘટનાની જાણ થતા જ નવા બંદર મરીન પોલીસ સ્ટેશનનો  સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી આવી ઇજાગ્રસ્તના  નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો અને હુમલાખોરો કોણ હતા તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આ બનાવને લઈને નાલિયા માડવી ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામ લોકોએ આરોપીઓને વહેલી તકે પકડી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
    user_ABDUL PATHNA
    ABDUL PATHNA
    Local News Reporter ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    23 hrs ago
  • બોટાદ અપડેટ ગઢડા તાલુકાના ઉગામેડી ગામે ભીમડાદ ગામના યુવકની હત્યાનો મામલો. ઘટનાને લઈ બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા એ આપી માહિતી. પરિણીત સ્ત્રી સાથે કથીત આડાસંબંઘના કારણે નિપજાવાઈ હત્યા. હત્યારાની પત્ની સાથે મૃતકના કથીત આડાસંબંઘ હોવાની માહિતી મળતા પીછો કરી ઉગામેડી ગામની બજારમાં પહોંચતા હુમલો કર્યો હતો. મૃતકની થઈ ઓળખ મૃતકનું નામ વિ.એલ.સાગઠીયા. પોલીસની તપાસમાં મૃતકના એક મહિલા સાથેના કથિત આડા સંબંધની આશંકા હોવાનું એસપી એ જણાવ્યું. મહિલાના પતિ છનાભાઈ પરમારને આ સંબંધની જાણ થતાં મૃતકનો પીછો કર્યો હોવાની પોલીસને માહિતી મૃતક ઉગામડી ગામે પહોંચતા આરોપીએ પીછો કરી બજારમાં જ ચપ્પુના ઘા મારી હત્યા કરી હોવાનો ખુલાસો આરોપીએ પોતાની પત્ની મહિલાને પણ ચપ્પુનો ઘા માર્યો હોવાની માહિતી. ઘટનાની જાણ થતાં એસપી, DySP, ગઢડા પોલીસ, LCBની ટીમો ઘટનાસ્થળે પહોંચી હત્યાના મુખ્ય આરોપી છનાભાઈ પરમારને પોલીસે ગણતરીની કલાકોમાં કર્યો રાઉન્ડઅપ. પોલીસે આસપાસના લોકોની પૂછપરછ તેમજ ટેકનિકલ ઈન્ટેલિજન્સ અને CDRના આધારે તપાસ હાથ ધરી. ગઢડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. પોલીસની વિવિધ ટીમોની કામગીરીથી મુખ્ય આરોપી છનાભાઈ પરમારને રાઉન્ડઅપ કરી વધુ તપાસ હાથ ધરાઈ. બાઈટ - ધર્મેન્દ્ર શર્મા - એસપી બોટાદ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદ અપડેટ 

ગઢડા તાલુકાના ઉગામેડી ગામે ભીમડાદ ગામના યુવકની હત્યાનો મામલો. 

ઘટનાને લઈ બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા એ આપી માહિતી.
પરિણીત સ્ત્રી સાથે કથીત આડાસંબંઘના કારણે નિપજાવાઈ હત્યા. 
હત્યારાની પત્ની સાથે મૃતકના કથીત આડાસંબંઘ હોવાની માહિતી મળતા પીછો કરી ઉગામેડી ગામની બજારમાં પહોંચતા હુમલો કર્યો હતો.  
મૃતકની થઈ ઓળખ મૃતકનું નામ વિ.એલ.સાગઠીયા.
પોલીસની તપાસમાં મૃતકના એક મહિલા સાથેના કથિત આડા સંબંધની આશંકા હોવાનું એસપી એ જણાવ્યું. 
મહિલાના પતિ છનાભાઈ પરમારને આ સંબંધની જાણ થતાં મૃતકનો પીછો કર્યો હોવાની પોલીસને માહિતી
મૃતક ઉગામડી ગામે પહોંચતા આરોપીએ પીછો કરી બજારમાં જ ચપ્પુના ઘા મારી હત્યા કરી હોવાનો ખુલાસો
આરોપીએ પોતાની પત્ની મહિલાને પણ ચપ્પુનો ઘા માર્યો હોવાની માહિતી. 
ઘટનાની જાણ થતાં એસપી, DySP, ગઢડા પોલીસ, LCBની ટીમો ઘટનાસ્થળે પહોંચી
હત્યાના મુખ્ય આરોપી છનાભાઈ પરમારને પોલીસે ગણતરીની કલાકોમાં કર્યો રાઉન્ડઅપ. 
પોલીસે આસપાસના લોકોની પૂછપરછ તેમજ ટેકનિકલ ઈન્ટેલિજન્સ અને CDRના આધારે તપાસ હાથ ધરી. 
ગઢડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. 
પોલીસની વિવિધ ટીમોની કામગીરીથી મુખ્ય આરોપી છનાભાઈ પરમારને રાઉન્ડઅપ કરી વધુ તપાસ હાથ ધરાઈ.
બાઈટ - ધર્મેન્દ્ર શર્મા - એસપી બોટાદ.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.