logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

શ્રી શેણલ આર્ટ્સ કોલેજ, પીલુડામાં એન.એસ.એસ. દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો શ્રી શેણલ આર્ટ્સ કોલેજ, પીલુડામાં એન.એસ.એસ. દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો વિદ્યાર્થીઓએ છોડનું જતન કરવાની જવાબદારી સ્વીકારી, પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો શ્રી શેણલ આર્ટ્સ કોલેજ, પીલુડા ખાતે એન.એસ.એસ. એકમ દ્વારા શુક્રવારે તા. 31 જુલાઈ, 2026ના રોજ કોલેજ પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડૉ. મુકેશભાઈ એ. રબારીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન એન.એસ.એસ.ના સ્વયંસેવકો તેમજ વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસ અને શેણલ માતાજીના મંદિર આસપાસ વિવિધ છાંયડાવાળા વૃક્ષોના રોપાઓનું વાવેતર કર્યું હતું. સાથે જ રોપાયેલા છોડના ઉછેર અને જતનની જવાબદારી નિભાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં કરસનભાઈ, અશોકભાઈ, લક્ષ્મણભાઈ તથા મુકેશભાઈએ વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. "સેવ ટ્રી, સેવ અર્થ"ના સંદેશ સાથે વિદ્યાર્થીઓએ હરિયાળા પર્યાવરણ માટે વૃક્ષારોપણનું મહત્વ ઉજાગર કર્યું હતું. કાર્યક્રમના અંતે એન.એસ.એસ. એકમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા બદલ વિદ્યાર્થીઓ તથા કોલેજના સ્ટાફગણનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અહેવાલ : રાજેશભાઈ જોષી, થરાદ

15 hrs ago
user_રાજેશભાઈ જોષી
રાજેશભાઈ જોષી
Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
15 hrs ago
24830940-cb70-400a-9043-ba97610171bf

શ્રી શેણલ આર્ટ્સ કોલેજ, પીલુડામાં એન.એસ.એસ. દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો શ્રી શેણલ આર્ટ્સ કોલેજ, પીલુડામાં એન.એસ.એસ. દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો વિદ્યાર્થીઓએ છોડનું જતન કરવાની જવાબદારી સ્વીકારી, પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો શ્રી શેણલ આર્ટ્સ કોલેજ, પીલુડા ખાતે એન.એસ.એસ. એકમ દ્વારા શુક્રવારે

142f0523-ae0b-4282-90ed-639fcf828c97

તા. 31 જુલાઈ, 2026ના રોજ કોલેજ પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડૉ. મુકેશભાઈ એ. રબારીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન એન.એસ.એસ.ના સ્વયંસેવકો તેમજ વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસ અને શેણલ

720c9a9e-4692-476d-b9e0-d3a55b8ff1f2

માતાજીના મંદિર આસપાસ વિવિધ છાંયડાવાળા વૃક્ષોના રોપાઓનું વાવેતર કર્યું હતું. સાથે જ રોપાયેલા છોડના ઉછેર અને જતનની જવાબદારી નિભાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં કરસનભાઈ, અશોકભાઈ, લક્ષ્મણભાઈ તથા મુકેશભાઈએ વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. "સેવ ટ્રી,

035eef25-3cb2-4056-98c0-2628fee00349

સેવ અર્થ"ના સંદેશ સાથે વિદ્યાર્થીઓએ હરિયાળા પર્યાવરણ માટે વૃક્ષારોપણનું મહત્વ ઉજાગર કર્યું હતું. કાર્યક્રમના અંતે એન.એસ.એસ. એકમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા બદલ વિદ્યાર્થીઓ તથા કોલેજના સ્ટાફગણનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અહેવાલ : રાજેશભાઈ જોષી, થરાદ

More news from ગુજરાત and nearby areas
  • થરાદ માંથી 24 કલાકમાં દારૂ ભરેલા બે ટ્રેલર ઝડપાયા ... ભારતમાળા રોડ પર થરાદની કાર્યવાહી... સઘન વાહન ચેકિંગ દરમિયાન દારૂ ઝડપાયો ... 15,46,971 નો મુદ્દામાલ સાથે એક ઇસમની કરી ધરપકડ..
    2
    થરાદ માંથી 24 કલાકમાં દારૂ ભરેલા બે ટ્રેલર ઝડપાયા ...

ભારતમાળા રોડ પર થરાદની કાર્યવાહી...

સઘન વાહન ચેકિંગ દરમિયાન દારૂ ઝડપાયો ...


15,46,971 નો મુદ્દામાલ સાથે એક ઇસમની કરી ધરપકડ..
    user_Jitubhai barot
    Jitubhai barot
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • हमारी होशियार बेटियां जो टीचर्स ने पढ़ाया उनको देखा लीजिए हूं तो फीस देते रहेंगे और क्यो भारत के उज्वल भविष्य
    1
    हमारी होशियार बेटियां जो टीचर्स ने पढ़ाया उनको देखा लीजिए हूं तो फीस देते रहेंगे और क्यो 
भारत के उज्वल भविष्य
    user_Suthar mukeshbhai nagjibh
    Suthar mukeshbhai nagjibh
    Fitness Trainer થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • દેશ ભરમાં વિધાર્થીઓ ના હીત માટે સરકાર નો મોટો નિર્ણય. અને પેપર લીક મામલે કડક કાર્યવાહી. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    1
    દેશ ભરમાં વિધાર્થીઓ ના હીત માટે સરકાર નો મોટો નિર્ણય. અને પેપર લીક મામલે કડક કાર્યવાહી. 

અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    user_Ranabhai wav tharad
    Ranabhai wav tharad
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • *વાવ થરાદ જીલ્લા ના દિયોદર તાલુકાના કુંવારવા ગામે પરમ પૂજ્ય સદગુરુ શ્રી મહાત્મા કરુણાનંદજી બાપુના પાવન સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ભક્તિ, ભાવ અને વૈભવ સાથે ઉજવાયો* શ્રી રાજવિધા પ્રચાર સેવા સંસ્થાન સંચાલિત કુંવારવા આશ્રમ ખાતે અષાઢી પૂર્ણિમાના પાવન અવસરે પરમ પૂજ્ય સદગુરુ શ્રી મહાત્મા કરુણાનંદજી બાપુના પાવન સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ-૨૦૨૬ ભવ્ય અને દિવ્ય માહોલમાં ઉજવાયો હતો. આ પ્રસંગે ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી હજારો હરિભક્તો, સંતો-મહંતો, સામાજિક આગેવાનો તથા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સવારે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ગુરુપૂજન, પાદુકા પૂજન અને આરતી સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ ભજન, સત્સંગ, ગુરુવંદના અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોથી સમગ્ર આશ્રમ ભક્તિમય બની ગયો હતો. હરિભક્તોએ ગુરુચરણોમાં વંદન કરી જીવનમાં સદ્માર્ગે ચાલવાની પ્રેરણા મેળવી હતી. આ પ્રસંગે આશ્રમના સેવાભાવી કાર્યકરો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મહોત્સવના અંતે વિશાળ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો. 'ગુરુ વિના જીવનનું અજ્ઞાન દૂર થઈ શકતું નથી' : કરુણાનંદજી બાપુ આ પ્રસંગે પરમ પૂજ્ય સદગુરુ શ્રી મહાત્મા કરુણાનંદજી બાપુએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે, "ગુરુ એ માત્ર વ્યક્તિ નથી, પરંતુ પરમાત્મા સુધી પહોંચાડતો જીવંત સેતુ છે. જે જીવનમાં ગુરુનું સ્થાન સમજે છે, તેના જીવનમાંથી અજ્ઞાન, અહંકાર અને અંધકાર દૂર થઈ જાય છે. ગુરુના દર્શાવેલા માર્ગ પર ચાલનાર વ્યક્તિનું જીવન સેવા, સંસ્કાર, સત્ય અને સાધનાથી ઉજ્જવળ બને છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આજના ભૌતિક યુગમાં સંપત્તિ કરતાં સંસ્કારનું મહત્વ વધારે છે. માતા-પિતા અને ગુરુનું સન્માન કરનાર વ્યક્તિ ક્યારેય જીવનમાં નિષ્ફળ થતો નથી. સમાજમાં પ્રેમ, એકતા, કરુણા અને માનવસેવાનો ભાવ વધે તે જ સાચી ગુરુદક્ષિણા છે." બાપુશ્રીએ યુવાનોને વ્યસનમુક્ત જીવન જીવવા, ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને આત્મસાત કરવા તથા માનવસેવાને જીવનનું ધ્યેય બનાવવાની પ્રેરણા આપી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુરુભક્તિ, આધ્યાત્મિકતા અને સેવાનો અદભૂત સમન્વય જોવા મળ્યો હતો. ઉપસ્થિત હરિભક્તોએ પરમ પૂજ્ય સદગુરુ શ્રી મહાત્મા કરુણાનંદજી બાપુના આશીર્વચનને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો..... *અહેવાલ રૂડાભાઈ આશલ વાવ થરાદ*
    1
    *વાવ થરાદ જીલ્લા ના દિયોદર તાલુકાના કુંવારવા ગામે પરમ પૂજ્ય સદગુરુ શ્રી મહાત્મા કરુણાનંદજી બાપુના પાવન સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ભક્તિ, ભાવ અને વૈભવ સાથે ઉજવાયો*

શ્રી રાજવિધા પ્રચાર સેવા સંસ્થાન સંચાલિત કુંવારવા આશ્રમ ખાતે અષાઢી પૂર્ણિમાના પાવન અવસરે પરમ પૂજ્ય સદગુરુ શ્રી મહાત્મા કરુણાનંદજી બાપુના પાવન સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ-૨૦૨૬ ભવ્ય અને દિવ્ય માહોલમાં ઉજવાયો હતો. આ પ્રસંગે ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી હજારો હરિભક્તો, સંતો-મહંતો, સામાજિક આગેવાનો તથા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સવારે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ગુરુપૂજન, પાદુકા પૂજન અને આરતી સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ ભજન, સત્સંગ, ગુરુવંદના અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોથી સમગ્ર આશ્રમ ભક્તિમય બની ગયો હતો. હરિભક્તોએ ગુરુચરણોમાં વંદન કરી જીવનમાં સદ્માર્ગે ચાલવાની પ્રેરણા મેળવી હતી.

આ પ્રસંગે આશ્રમના સેવાભાવી કાર્યકરો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મહોત્સવના અંતે વિશાળ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો.

'ગુરુ વિના જીવનનું અજ્ઞાન દૂર થઈ શકતું નથી' : કરુણાનંદજી બાપુ

આ પ્રસંગે પરમ પૂજ્ય સદગુરુ શ્રી મહાત્મા કરુણાનંદજી બાપુએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે, "ગુરુ એ માત્ર વ્યક્તિ નથી, પરંતુ પરમાત્મા સુધી પહોંચાડતો જીવંત સેતુ છે. જે જીવનમાં ગુરુનું સ્થાન સમજે છે, તેના જીવનમાંથી અજ્ઞાન, અહંકાર અને અંધકાર દૂર થઈ જાય છે. ગુરુના દર્શાવેલા માર્ગ પર ચાલનાર વ્યક્તિનું જીવન સેવા, સંસ્કાર, સત્ય અને સાધનાથી ઉજ્જવળ બને છે."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આજના ભૌતિક યુગમાં સંપત્તિ કરતાં સંસ્કારનું મહત્વ વધારે છે. માતા-પિતા અને ગુરુનું સન્માન કરનાર વ્યક્તિ ક્યારેય જીવનમાં નિષ્ફળ થતો નથી. સમાજમાં પ્રેમ, એકતા, કરુણા અને માનવસેવાનો ભાવ વધે તે જ સાચી ગુરુદક્ષિણા છે."

બાપુશ્રીએ યુવાનોને વ્યસનમુક્ત જીવન જીવવા, ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને આત્મસાત કરવા તથા માનવસેવાને જીવનનું ધ્યેય બનાવવાની પ્રેરણા આપી હતી.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુરુભક્તિ, આધ્યાત્મિકતા અને સેવાનો અદભૂત સમન્વય જોવા મળ્યો હતો. ઉપસ્થિત હરિભક્તોએ પરમ પૂજ્ય સદગુરુ શ્રી મહાત્મા કરુણાનંદજી બાપુના આશીર્વચનને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.....
  *અહેવાલ રૂડાભાઈ આશલ વાવ થરાદ*
    user_Asal Rudabhai
    Asal Rudabhai
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    15 hrs ago
  • Cm bhupendra patel |યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓ સાવધાન, હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે કાર્યવાહી
    1
    Cm bhupendra patel |યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓ સાવધાન, હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે કાર્યવાહી
    user_BANAS TV HD
    BANAS TV HD
    Newspaper publisher ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    13 hrs ago
  • દિયોદર વિસ્તારમાં સંભવિત ભારે વરસાદને પગલે વહીવટી સજ્જ ઈમરજન્સી બેઠક યોજાઈ દિયોદર વિસ્તારમાં સંભવિત ભારે વરસાદને પગલે વહીવટી સજ્જ ઈમરજન્સી બેઠક યોજાઈ ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને પ્રાંત અધિકારી ડી. એન. કાછડ ની ઉપસ્થિતિમાં પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરાઈ; વીજળી અને આરોગ્ય સેવાઓ સતત ચાલુ રાખવા સૂચના વાવ-થરાદ જિલ્લાના દિયોદર પંથકમાં હવામાન વિભાગ દ્વારા સંભવિત અતિભારે વરસાદની આગાહીને પગલે સ્થાનિક વહીવટી તંત્ર સંપૂર્ણ પણે હાઈએલર્ટ મોડ પર આવી ગયું છે. વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે દિયોદર પ્રાંત કચેરી ખાતે તાત્કાલિક અસર થી એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. પ્રાંત અધિકારી ડી. એન. કાછડ ના અધ્યક્ષસ્થાને અને સ્થાનિક દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં વિસ્તારના તમામ બિન-સચિવાલયી અને લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સંભવિત આફત સામે તંત્રની પૂર્વ તૈયારીઓ અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરી જરૂરી રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. અતિભારે વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિમાં પણ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાય નહીં અને જો ક્યાંક ખામી સર્જાય તો તાત્કાલિક ધોરણે તેનું નિવારણ કરી વીજળી કાર્યરત રાખવા વીજ કંપનીના અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી હતી ઈમરજન્સી સ્થિતિમાં આરોગ્ય વિષયક સેવાઓ તાત્કાલિક મળી રહે તે માટે પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો પર જરૂરી દવાઓ, એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ તૈયાર રાખવા આદેશ કરાયા છે. વાવ-થરાદ જિલ્લાના દિયોદર પંથકના સરહદી અને નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવા તેમજ જરૂર પડે ત્યાં સ્થળાંતર અને રાહત-બચાવ કામગીરી માટે ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. બેઠકના અંતે વહીવટી તંત્ર અને ધારાસભ્યશ્રી દ્વારા પ્રજાજનોને અપીલ કરવામાં આવી છે કે, અતિભારે વરસાદની શક્યતાઓને જોતાં lતમામ નાગરિકોએ સાવચેતી રાખવી અને બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવું. કોઈ પણ ઈમરજન્સી સ્થિતિમાં તંત્રનો સંપર્ક કરવા અને અફવાઓ થી દૂર રહેવા પણ જણાવાયું છે.
    2
    દિયોદર વિસ્તારમાં સંભવિત ભારે વરસાદને પગલે વહીવટી સજ્જ ઈમરજન્સી બેઠક યોજાઈ 

દિયોદર વિસ્તારમાં સંભવિત ભારે વરસાદને પગલે વહીવટી સજ્જ ઈમરજન્સી બેઠક યોજાઈ 
ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને પ્રાંત અધિકારી ડી. એન. કાછડ ની ઉપસ્થિતિમાં પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરાઈ; વીજળી અને આરોગ્ય સેવાઓ સતત ચાલુ રાખવા સૂચના
વાવ-થરાદ જિલ્લાના દિયોદર પંથકમાં હવામાન વિભાગ દ્વારા સંભવિત અતિભારે વરસાદની આગાહીને પગલે સ્થાનિક વહીવટી તંત્ર સંપૂર્ણ પણે હાઈએલર્ટ મોડ પર આવી ગયું છે. વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે દિયોદર પ્રાંત કચેરી ખાતે તાત્કાલિક અસર થી એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
પ્રાંત અધિકારી  ડી. એન. કાછડ ના અધ્યક્ષસ્થાને અને સ્થાનિક દિયોદર  ધારાસભ્ય કેશાજી ચૌહાણ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં વિસ્તારના તમામ બિન-સચિવાલયી અને લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સંભવિત આફત સામે તંત્રની પૂર્વ તૈયારીઓ અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરી જરૂરી રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો.
અતિભારે વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિમાં પણ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાય નહીં અને જો ક્યાંક ખામી સર્જાય તો તાત્કાલિક ધોરણે તેનું નિવારણ કરી વીજળી કાર્યરત રાખવા વીજ કંપનીના અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી હતી 
ઈમરજન્સી સ્થિતિમાં આરોગ્ય વિષયક સેવાઓ તાત્કાલિક મળી રહે તે માટે પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો પર જરૂરી દવાઓ, એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ તૈયાર રાખવા આદેશ કરાયા છે.
વાવ-થરાદ જિલ્લાના દિયોદર પંથકના સરહદી અને નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવા તેમજ જરૂર પડે ત્યાં સ્થળાંતર અને રાહત-બચાવ કામગીરી માટે ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
બેઠકના અંતે વહીવટી તંત્ર અને ધારાસભ્યશ્રી દ્વારા પ્રજાજનોને અપીલ કરવામાં આવી છે કે, અતિભારે વરસાદની શક્યતાઓને જોતાં lતમામ નાગરિકોએ સાવચેતી રાખવી અને બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવું. કોઈ પણ ઈમરજન્સી સ્થિતિમાં તંત્રનો સંપર્ક કરવા અને અફવાઓ થી દૂર રહેવા પણ જણાવાયું છે.
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    16 hrs ago
  • વાવ થરાદ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ નું પોઝીટીવ કેસ નુ નિવેદન આવ્યા બાદ એક બાળકી નું મોત અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    1
    વાવ થરાદ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ નું પોઝીટીવ કેસ નુ નિવેદન આવ્યા બાદ એક બાળકી નું મોત

અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    user_Ranabhai wav tharad
    Ranabhai wav tharad
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    12 hrs ago
  • અતિ વરસાદના કારણે નદી કિનારાના લોકોને સાવધાન રહેવા ની તકેદારી
    1
    અતિ વરસાદના કારણે નદી કિનારાના લોકોને સાવધાન રહેવા ની તકેદારી
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.