Shuru
Apke Nagar Ki App…
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા, બગુમારા અને ગંગાધર સહિતના વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ નોંધાયો હતો.
Super fast news channel
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા, બગુમારા અને ગંગાધર સહિતના વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ નોંધાયો હતો.
More news from ગુજરાત and nearby areas
- સુરત શહેરમાં શિક્ષકો દ્વારા વસ્તી ગણતરીની ફરજને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.1
- મોટી સંખ્યામાં મજૂર ભાઈઓ-બહેનો એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને એકતાનો મજબૂત સંદેશ આપ્યો. આ પ્રસંગે, આગેવાનો દ્વારા મજૂરોના હક્ક, યોગ્ય વેતન અને સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓ પર સંબોધન કરવામાં આવ્યું. વક્તવ્યોમાં ઉદ્યોગોના વિકાસમાં મજૂરોના યોગદાનને પણ બિરદાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મજૂરોને સંગઠિત રહી પોતાના અધિકારો પ્રત્યે જાગૃત રહેવા માટે અપીલ કરવામાં આવી. પાંડેસરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. શ્રમિકોનું સન્માન કરીને 'મજૂરોની એકતા જ સમાજની સાચી શક્તિ' નો પ્રેરણાદાયક સંદેશ આપવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો.1
- સુરત ગ્રામ્ય SOG દ્વારા વોલ્વો બસમાં ચાલી રહેલી ગાંજાની તસ્કરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં SOGએ આશરે ₹1.05 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.1
- સુરતમાં ટ્રાફિક નિયમોના ભંગ અને રસ્તા પરના દબાણ સામે ટ્રાફિક પોલીસ સક્રિય થઈ છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નિર્દેશ બાદ શહેરભરમાં રીક્ષાચાલકો સામે એક વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી મુખ્યત્વે શહેરના વિવિધ ટ્રાફિક પોઇન્ટ પર રસ્તા પર દબાણ કરી પેસેન્જર લેતા રીક્ષાચાલકોને કારણે થતા ટ્રાફિક જામ અને અકસ્માતના વધતા જોખમને અંકુશમાં લેવા માટે હાથ ધરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા રીક્ષાના વેરિફિકેશન સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ તેમજ CNG ટેસ્ટિંગ સર્ટિફિકેટ સહિતના જરૂરી દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. આ ડ્રાઇવમાં ખાસ કરીને CNG સર્ટિફિકેટ વગર દોડતી રીક્ષાઓ પર પોલીસની વિશેષ નજર છે. રિજિયન-2 વિસ્તારમાં બપોર સુધીમાં કુલ 31 રીક્ષાઓને ડિટેન કરવામાં આવી હતી અને તેમની સામે RTO નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની કાર્યવાહી સતત ચાલુ છે.1
- સુરતમાં ACB (એન્ટી કરપ્શન બ્યુરો) દ્વારા એક સફળ ટ્રેપ ગોઠવી ખેતીવાડી બ્રાન્ચના સિનિયર એકાઉન્ટ ક્લાર્કને લાંચ લેતા રંગે હાથે પકડી પાડવામાં આવ્યા છે. આરોપી રૂપલબેન ટેલર પર TA અને LTC બિલ પાસ કરવા માટે ₹62,500ની લાંચ માંગવાનો આરોપ છે. ફરિયાદી પાસેથી આ રકમનો પ્રથમ હપ્તો ₹30,000 તરીકે લેવામાં આવ્યો હતો. આ લાંચ આરોપી દ્વારા તેમના દીકરા મારફતે લેવામાં આવી હતી. ACB ટીમે જહાંગીરાબાદ વિસ્તારમાં જાહેર રોડ પરથી લાંચ લેતા તેમને પકડી પાડ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી ACBના આર.આર. ચૌધરી દ્વારા કરવામાં આવી હતી.1
- સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઈશ્વર કૃપા સિદ્ધિ સ્કૂલ નજીક એક મહિલાને સ્થાનિક જનતા દ્વારા જોરદાર માર મારવામાં આવ્યો હતો. આ મહિલા પર લારીવાળા વેપારીઓ સાથે બટલાના નામે છેતરપિંડી કરવાનો આરોપ હતો. તે લારીવાળા પાસેથી ₹5000નું બટલું આપવાનું કહીને પૈસા લઈ લેતી હતી, પરંતુ ત્યારબાદ બટલું આપતી ન હતી. આ પ્રકારની છેતરપિંડીને કારણે ગુસ્સે ભરાયેલી જનતાએ આ મહિલાને જાહેરમાં ખૂબ માર માર્યો હતો.1