logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ગોધરામાં ૭૬ લાખની વ્હેલ માછલીની ઉલ્ટીસાથે એક શખ્સ ઝડપાયો પંચમહાલ એસ.ઓ.જી. પોલીસની મોટી કાર્યવાહી પંચમહાલ-ગોધરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ બાતમીના આધારે ગોધરા-બામરોલી ચોકડી પાસેથી ₹૭૬.૮૦ લાખની કિંમતના ૭૬૮ ગ્રામ શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી સાથે એક ઇસમને ઝડપી પાડી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલ ગોધરા રેન્જના આઈ.જી. આર. વી. અસારી તથા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાત દ્વારા વન્યપ્રાણીઓના અવશેષોની ગેરકાયદે હેરફેર રોકવા આપેલી સૂચના અન્વયે એસ.ઓ.જી. પી.આઈ. આર. એ. પટેલના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હિતેશકુમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે બામરોલી ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હોન્ડા એક્ટિવા નંબર GJ17CJ8635 ને રોકી તપાસ કરતા ચાલક સુરેશ રજનસિંહ બારીયા રહે. ધોળી, તા. ગોધરાની ગાડીની ડેકીમાંથી પ્લાસ્ટિકની થેલીમાં રાખેલ સફેદ રંગનો શંકાસ્પદ ઘન પદાર્થ મળી આવ્યો હતો. એફ.એસ.એલ. અધિકારી અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા સ્થળ પર કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં આ પદાર્થ કિંમતી એમ્બરગ્રીસ હોવાનું ખુલ્યું હતું. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તે આ જથ્થો વડોદરાથી લાવ્યો હતો અને ઊંચી કિંમતે વેચી કમિશન મેળવવા માટે ગ્રાહકની શોધમાં હતો. પોલીસે ₹૭૬,૮૦,૦૦૦ ની કિંમતનું એમ્બરગ્રીસ, ₹૪૦,૦૦૦ ની એક્ટિવા અને ₹૩,૦૦૦ નો મોબાઈલ ફોન મળી કુલ ₹૭૭.૨૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પકડાયેલ આરોપી અને મુદ્દામાલને આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે વન વિભાગને સોંપવામાં આવ્યો છે.

2 hrs ago
user_Ashish Baria
Ashish Baria
પત્રકાર ગોધરા, પંચમહાલ, ગુજરાત•
2 hrs ago
51d7c0f4-4f08-4153-8228-9863bba7cfd6

More news from ગુજરાત and nearby areas
  • રસ્તો જલ્દી ઠીક થાય એવી આશા રાખીએ છીએ પોલ્યુશન ઓફિસ ના ટર્મ મો rinki chokdi thi Safari chokdi no Marg che halol gidc.............................................................................
    1
    રસ્તો જલ્દી ઠીક થાય એવી આશા રાખીએ છીએ પોલ્યુશન ઓફિસ ના ટર્મ મો  rinki chokdi thi Safari chokdi no Marg che   halol gidc.............................................................................
    user_Jayant bhai
    Jayant bhai
    હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    35 min ago
  • Post by Jasmin B Shah
    1
    Post by Jasmin B Shah
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    1 hr ago
  • ₹. 76.80 લાખની 768 ગ્રામ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે 1 ઇસમને ઝડપી પાડતી પંચમહાલ જિલ્લા SOG પોલીસ... મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    1
    ₹. 76.80 લાખની 768 ગ્રામ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે 1 ઇસમને ઝડપી પાડતી પંચમહાલ જિલ્લા SOG પોલીસ...
મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    user_PANCHMAHAL UPDATE
    PANCHMAHAL UPDATE
    Local News Reporter હાલોલ, પંચમહાલ, ગુજરાત•

    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    રિપોર્ટર Halol, Panch Mahals•
    1 hr ago
  • આપણા સંતરામપુર વાકાનાલા રસ્તા પર લગન માં બાઈક પર સવાર થય નૅ જાન માં જતા યુવાનો ની બાઈક નું નિયત્રંણ ગુમવાથી બાઈક સામેથી આવતી બસ સાથે તકકર થવાથી અક્સમાત સર્જાયુ જેમાં બાઈક ચાળકો મૃત્યુ થયું.
    1
    આપણા સંતરામપુર વાકાનાલા રસ્તા પર લગન માં બાઈક પર સવાર થય નૅ જાન માં જતા યુવાનો ની બાઈક નું નિયત્રંણ ગુમવાથી બાઈક સામેથી આવતી બસ સાથે તકકર થવાથી અક્સમાત સર્જાયુ જેમાં બાઈક ચાળકો મૃત્યુ થયું.
    user_Tushar Singh
    Tushar Singh
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    11 hrs ago
  • મોડાસાથી ગોધરા તરફ જતી કારમાંથી આશરે ૮૮૫ કીલો ગૌ માંસ સાથે એક આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. મહીસાગર પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબ તથા I/C પોલીસ અધિક્ષક શ્રી વિકાસ યાદવ સાહેબનાઓએ અત્રેના જિલ્લામાં ગેરકાયદેસર રીતે કતલખાને લઇ જવાતા પશુઓ તથા ગૌ માંસની વેચાણની પ્રવૃતીને સંદતર નેસ્તનાબુદ કરવા સારૂં સુચન કરતા મહીસાગર એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એમ.કે.ખોટ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી. દરમ્યાન અ.હે.કો. ધર્મેશભાઇ રમણભાઇનાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે એક હોંડા સી.આર.વી. ગાડી મોડાસાથી ગે.કા. રીતે ગૌમાંસ ભરી ગોધરા તરફ જનાર છે જે બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો લુણાવાડા ટાઉન પો.સ્ટે. વિસ્તારના ચાર કોશીયા નાકા પાસે સદર બાતમી મુજબની ગાડીની વોચમાં રહેલ દરમ્યાન બાતમીવાળી ગાડી આવતા સ્ટાફના માણસોએ વાહનોની આડાશ કરી ગાડીને રોકવા પ્રયત્ન કરતા ગાડી ચાલાકે ગાડી રોકેલ નહી અને ગોધરા તરફના હાઇવે રોડ ઉપર ભાગવા લાગેલ જેથી સદર ગાડીનો પીછો કરી લુણાવાડા એસ.ટી. વર્કશોપની સામે સદર ગાડીને રોકી એક ઇસમને ઝડપી લીધેલ બાદમાં ગાડીની સીટ તેમજ ડીકીમાં ચેક કરતા અલગ અલગ પ્લાસ્ટીકના મીણીયાના કોથળાઓમાં પશુનુ માંસ ભરેલ હોવાનું જણાઇ આવેલ જેથી માંસનુ FSL ખાતે પરીક્ષણ કરવાતા ગૌ માંસ હોવાનું પુરવાર થતા ગૌ માંસ આશરે ૮૮૫ કીલો કિ.રૂ. ૦૧,૭૭,૦૦૦/-તથા બીજો મુદ્દામાલ કી.રૂ. ૦૩,૮૨,૦૦/- સાથે આરોપીઓ વિરુધ્ધ લુણાવાડા ટાઉન પો.સ્ટે. ગુનો દાખલ કરવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
    1
    મોડાસાથી ગોધરા તરફ જતી કારમાંથી આશરે ૮૮૫ કીલો ગૌ માંસ સાથે એક આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. મહીસાગર
પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબ તથા I/C પોલીસ અધિક્ષક શ્રી વિકાસ યાદવ સાહેબનાઓએ અત્રેના જિલ્લામાં ગેરકાયદેસર રીતે કતલખાને લઇ જવાતા પશુઓ તથા ગૌ માંસની વેચાણની પ્રવૃતીને સંદતર નેસ્તનાબુદ કરવા સારૂં સુચન કરતા મહીસાગર એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એમ.કે.ખોટ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી.
દરમ્યાન અ.હે.કો. ધર્મેશભાઇ રમણભાઇનાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે એક હોંડા સી.આર.વી. ગાડી મોડાસાથી ગે.કા. રીતે ગૌમાંસ ભરી ગોધરા તરફ જનાર છે જે બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો લુણાવાડા ટાઉન પો.સ્ટે. વિસ્તારના ચાર કોશીયા નાકા પાસે સદર બાતમી મુજબની ગાડીની વોચમાં રહેલ દરમ્યાન બાતમીવાળી ગાડી આવતા સ્ટાફના માણસોએ વાહનોની આડાશ કરી ગાડીને રોકવા પ્રયત્ન કરતા ગાડી ચાલાકે ગાડી રોકેલ નહી અને ગોધરા તરફના હાઇવે રોડ ઉપર ભાગવા લાગેલ જેથી સદર ગાડીનો પીછો કરી લુણાવાડા એસ.ટી. વર્કશોપની સામે સદર ગાડીને રોકી એક ઇસમને ઝડપી લીધેલ બાદમાં ગાડીની સીટ તેમજ ડીકીમાં ચેક કરતા અલગ અલગ પ્લાસ્ટીકના મીણીયાના કોથળાઓમાં પશુનુ માંસ ભરેલ હોવાનું જણાઇ આવેલ જેથી માંસનુ FSL ખાતે પરીક્ષણ કરવાતા ગૌ માંસ હોવાનું પુરવાર થતા ગૌ માંસ આશરે ૮૮૫ કીલો કિ.રૂ. ૦૧,૭૭,૦૦૦/-તથા બીજો મુદ્દામાલ કી.રૂ. ૦૩,૮૨,૦૦/- સાથે આરોપીઓ વિરુધ્ધ લુણાવાડા ટાઉન પો.સ્ટે. ગુનો દાખલ કરવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    12 hrs ago
  • દાહોદમાં આદમી પાર્ટી ચૂંટણી પહેલાજ તૂટવાની કગાર પર હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આજે આમ આદમી પાર્ટીના નારાજ કાર્યકર્તાઓએ સમૂહમાં રાજીનામાં ધરી દીધા છે
    1
    દાહોદમાં આદમી પાર્ટી ચૂંટણી પહેલાજ તૂટવાની કગાર પર હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આજે આમ આદમી પાર્ટીના નારાજ કાર્યકર્તાઓએ સમૂહમાં રાજીનામાં ધરી દીધા છે
    user_DNA News
    DNA News
    Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
    1 hr ago
  • હાલોલ તાલુકા પંથકમાં માર્ગ અકસ્માતના બે અલગ અલગ બનાવ બનતા 2 પરપ્રાંતીય યુવકો સહિત 3 લોકો થયા ઇજાગ્રસ્ત થયા હતા જેમાં આ ત્રણે ઈજાગ્રસ્તોને સારવાર તે હાલોલની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.
    1
    હાલોલ તાલુકા પંથકમાં માર્ગ અકસ્માતના બે અલગ અલગ બનાવ બનતા 2 પરપ્રાંતીય યુવકો સહિત 3 લોકો થયા ઇજાગ્રસ્ત થયા હતા જેમાં આ ત્રણે ઈજાગ્રસ્તોને સારવાર તે હાલોલની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.
    user_PANCHMAHAL UPDATE
    PANCHMAHAL UPDATE
    Local News Reporter હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.