logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

VLTD લગાવવાની ફરજિયાત તારીખમાં મોટો વધારો: હવે ૧ મે ૨૦૨૬ સુધી મળશે સમય, પબ્લિક સર્વિસ અને નેશનલ પરમિટ વાહનોને મળી રાહત VLTD લગાવવાની ફરજિયાત તારીખમાં મોટો વધારો: હવે ૧ મે ૨૦૨૬ સુધી મળશે સમય, પબ્લિક સર્વિસ અને નેશનલ પરમિટ વાહનોને મળી રાહત મહેસાણા: ૨૦ એપ્રિલ ૨૦૨૬ કેન્દ્રીય સરકારે પબ્લિક સર્વિસ વાહનો અને નેશનલ પરમિટ ધરાવતા વાહનોમાં Vehicle Location Tracking Device (VLTD) લગાવવાની ફરજિયાત તારીખમાં મોટી રાહત આપી છે. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝના તાજા પત્ર અનુસાર, ૧ એપ્રિલ ૨૦૨૬થી અમલમાં આવેલી VLTD ફિટમેન્ટની ફરજિયાત તપાસની સમયમર્યાદા હવે ૧ મે ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યભરના પબ્લિક સર્વિસ વાહન માલિકોને મોટી રાહત મળી છે. પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, મહેસાણાની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, મંત્રાલયના પત્ર ક્રમાંક RT/16011/13/2025-T તા. ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ દ્વારા ટુ-વ્હીલર, ઈ-રિક્ષા અને ત્રણ પૈડાવાળા વાહનો સિવાયના તમામ પબ્લિક સર્વિસ વાહનો તેમજ કેન્દ્રીય મોટર વાહન નિયમો-૧૯૮૯ના નિયમ ૯૦(૫) હેઠળ નેશનલ પરમિટ ધરાવતા વાહનોમાં VLTD લગાવવું અનિવાર્ય બનાવવામાં આવ્યું હતું. પરંતુ મંત્રાલયના તા. ૩૦ માર્ચ ૨૦૨૬ના અન્ય પત્ર દ્વારા આ ફરજિયાત ચેકિંગની સમયમર્યાદા વધારીને ૧ મે ૨૦૨૬ કરવામાં આવી છે. મહત્વની સૂચના: ૧ મે ૨૦૨૬થી મહેસાણા સહિત ગુજરાતની તમામ RTO કચેરીઓમાં કોઈપણ પ્રકારની સેવા લેવા માટે (પરમિટ રિન્યુઅલ, ફિટનેસ સર્ટિફિકેટ, ટેક્સ પેમેન્ટ વગેરે) વાહનમાં અધિકૃત અને સંપૂર્ણ કાર્યરત AIS-140 સ્ટાન્ડર્ડ VLTD હોવું ફરજિયાત બનશે. VLTD વગરના વાહનોની કોઈપણ કામગીરી અટકાવી શકાશે. મહેસાણા જિલ્લાના તમામ વાહન માલિકો, પરિવહન સંચાલકો અને ડ્રાઇવરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ તાત્કાલિક અધિકૃત VLTD વિક્રેતા પાસેથી ડિવાઇસ લગાવાવીને તેને પોર્ટલ સાથે લિંક કરાવી લે, જેથી ૧ મે પછી કોઈ અસુવિધા કે અડચણ ન આવે. આ VLTD સિસ્ટમ વાહનોની રીઅલ-ટાઇમ લોકેશન ટ્રેકિંગ, પેસેન્જર સુરક્ષા અને વાહન સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વધુ વિગતો માટે નજીકની RTO કચેરી અથવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કચેરી, મહેસાણાનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે. (સ્ત્રોત: પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી, મહેસાણા)

9 hrs ago
user_BABA SAIYAD
BABA SAIYAD
Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
9 hrs ago
db8c467b-9112-4546-804d-7ff3070720d3

More news from ગુજરાત and nearby areas
  • અમદાવાદ સેન્ટ જેવીયર્સ કોલેજ અમદાવાદ ફરી આવી વિવાદમાં પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપતા 50થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા થી વંચિત પ્રશાસન દ્વારા મળતી માહિતી પ્રમાણે માત્ર કોલેજમાં હાજરી જેવા સામાન્ય મુદ્દા ઓને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ સાથે થયો મોટો અન્યાય વિદ્યાર્થીઓ દ્વારા મેડિકલ રિપોર્ટ મૂકવા છતાં કોલેજ પ્રશાસન પોતાની દાદાગીરી અને મનમાનીથી વિદ્યાર્થીઓને તથા વાલીઓને કોલેજ બહાર કાઢ્યા. જ્યાં સરકાર નારી શક્તિ તથા શિક્ષણ ઉપર ભાર મુકતા હોય છે તેવામાં આ પ્રકારની કોલેજો દ્વારા વિદ્યાર્થીનીઓને અભ્યાસ કરતા રોકવાના પ્રયાસો સામે આવ્યા. શું અમદાવાદના શૈક્ષણિક સંસ્થા ના અધિકારીઓ આ કોલેજ પર કોઈ એક્શન લેશે કે નહીં એ જોવાનું રહ્યું. અમદાવાદ જિલ્લા શિક્ષણ દ્વારા કોઈ જ પગલાં લે તેવી વિદ્યાર્થીઓના વાલીઓની માંગ એક વિદ્યાર્થીનીએ પોતાના મેડિકલ ઇસ્યુ ના વીડીયો બતાવ્યા છતાં પણ પરીક્ષા ખંડમાં પ્રવેશ ન આપતા પરીક્ષાથી વંચિત રિપોર્ટર ભાવિન ભાવસાર અમદાવાદ
    4
    અમદાવાદ 
સેન્ટ જેવીયર્સ કોલેજ અમદાવાદ ફરી આવી વિવાદમાં
પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપતા 50થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા થી વંચિત 
પ્રશાસન દ્વારા મળતી માહિતી પ્રમાણે માત્ર કોલેજમાં હાજરી જેવા સામાન્ય મુદ્દા ઓને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ સાથે થયો મોટો અન્યાય 
વિદ્યાર્થીઓ દ્વારા મેડિકલ રિપોર્ટ મૂકવા છતાં કોલેજ પ્રશાસન પોતાની દાદાગીરી અને મનમાનીથી વિદ્યાર્થીઓને તથા વાલીઓને કોલેજ બહાર કાઢ્યા. 
જ્યાં સરકાર નારી શક્તિ તથા શિક્ષણ ઉપર ભાર મુકતા હોય છે તેવામાં આ પ્રકારની કોલેજો દ્વારા વિદ્યાર્થીનીઓને અભ્યાસ કરતા રોકવાના પ્રયાસો સામે આવ્યા. 
શું અમદાવાદના શૈક્ષણિક સંસ્થા ના અધિકારીઓ આ કોલેજ પર કોઈ એક્શન લેશે કે નહીં એ જોવાનું રહ્યું. 
અમદાવાદ જિલ્લા શિક્ષણ દ્વારા કોઈ જ પગલાં લે તેવી વિદ્યાર્થીઓના વાલીઓની માંગ
એક વિદ્યાર્થીનીએ પોતાના મેડિકલ ઇસ્યુ ના વીડીયો બતાવ્યા છતાં પણ પરીક્ષા ખંડમાં પ્રવેશ ન આપતા પરીક્ષાથી વંચિત 
રિપોર્ટર ભાવિન ભાવસાર અમદાવાદ
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    14 hrs ago
  • ગઈકાલે સાંજે 5 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ હિંમતનગર તાલુકાના ઇલોલ ગામની સીમમાં રાત્રિના સમયે પૂરઝડપે દોડતું ટ્રેક્ટર પલટી ખાઈ જતાં દુર્ઘટનામાં બે લોકોનાં મોત થયા છે. મળતી માહિતી મુજબ ડુંગરપુર (રાજસ્થાન)ના વતની બાપુભાઈ અહારી અને તેમનો સાથી હરીશભાઈ ડેડુણ ટ્રેક્ટરમાં સવાર હતા, ત્યારે ચાલક પ્રવીણે અંધારામાં વાહન પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર રસ્તા બાજુની કોતરમાં ખાબક્યું હતું.આ અકસ્મતમાં બાપુભાઈ ટ્રેક્ટર નીચે દબાઈ જતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હરીશભાઈને 108 મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક પ્રવીણ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ અંગે મૃતકના પિતાની ફરિયાદના આધારે હિંમતનગર ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    1
    ગઈકાલે સાંજે 5 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ હિંમતનગર તાલુકાના ઇલોલ ગામની સીમમાં રાત્રિના સમયે પૂરઝડપે દોડતું ટ્રેક્ટર પલટી ખાઈ જતાં દુર્ઘટનામાં બે લોકોનાં મોત થયા છે. મળતી માહિતી મુજબ ડુંગરપુર (રાજસ્થાન)ના વતની બાપુભાઈ અહારી અને તેમનો સાથી હરીશભાઈ ડેડુણ ટ્રેક્ટરમાં સવાર હતા, ત્યારે ચાલક પ્રવીણે અંધારામાં વાહન પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર રસ્તા બાજુની કોતરમાં ખાબક્યું હતું.આ અકસ્મતમાં બાપુભાઈ ટ્રેક્ટર નીચે દબાઈ જતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હરીશભાઈને 108 મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક પ્રવીણ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ અંગે મૃતકના પિતાની ફરિયાદના આધારે હિંમતનગર ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    20 hrs ago
  • Post by Eagle.47999
    1
    Post by Eagle.47999
    user_Eagle.47999
    Eagle.47999
    Voice of people Modasa, Arvalli•
    9 hrs ago
  • अदानी सीमेंट ग्रुप द्वारा
    1
    अदानी सीमेंट ग्रुप द्वारा
    user_मानव सेवा केंद्र अहमदाबाद
    मानव सेवा केंद्र अहमदाबाद
    Social Welfare Centre Sabarmati, Ahmadabad•
    21 hrs ago
  • સોશિયલ મીડિયાનો ક્રેઝ આ યુવાનને ભારે પડ્યો જુનાગઢમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ ચાલતી કારમાં સૂતા સૂતા બનાવ્યો વિડિયો માળીયા ચોરવાડ રોડ પર જોખમી સ્ટંટ કુકસવાડાના હિતેશ જોરા સામે પોલીસ કાર્યવાહી પોલીસે આરોપી યુવાનને કરાવ્યું કાયદાનું ભાન ભૂલ બદલ યુવકે જાહેરમાં માફી માંગી
    1
    સોશિયલ મીડિયાનો ક્રેઝ આ યુવાનને ભારે પડ્યો
જુનાગઢમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ ચાલતી કારમાં સૂતા સૂતા બનાવ્યો વિડિયો માળીયા ચોરવાડ રોડ પર જોખમી સ્ટંટ કુકસવાડાના હિતેશ જોરા સામે પોલીસ કાર્યવાહી પોલીસે આરોપી યુવાનને કરાવ્યું કાયદાનું ભાન ભૂલ બદલ યુવકે જાહેરમાં માફી માંગી
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Vatva, Ahmadabad•
    20 hrs ago
  • Post by સરદાર સંદેશ ન્યુઝ
    1
    Post by સરદાર સંદેશ ન્યુઝ
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    22 hrs ago
  • ખેડા: કઠલાલ તાલુકાના કઠાણા તાબે ક્લોલી ના મુવાડા ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોશવ ઉજવાયો. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના કઠાણા ગામે ખોડિયાર માતાજી ના મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોશવ ઉજવાયો જેમાં ગુજરાતી ફિલ્મ ના સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર, જીવરાજ ઠાકોર, શિલ્પા ઠાકોર, બાદશા પટેલ લોક ડાયરા ના બેતાજ બાદશાહ વિક્રમજી ઠાકોર સહિત ના નામી અનામી કલાકારો એ હાજરી આપી હતી અને સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર ને નિહાળવા માટે લાખો ની સંખ્યા માં તેમના ચાહકો ઊમટી પડ્યા હતા અને રાસ ગરબા ની રમઝટ બોલાવી હતી. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર. ખેડા: કઠલાલ.
    3
    ખેડા: કઠલાલ તાલુકાના કઠાણા તાબે ક્લોલી ના મુવાડા ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોશવ ઉજવાયો.
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના કઠાણા ગામે ખોડિયાર માતાજી ના મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોશવ ઉજવાયો જેમાં ગુજરાતી ફિલ્મ ના સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર, જીવરાજ ઠાકોર, શિલ્પા ઠાકોર, બાદશા પટેલ લોક ડાયરા ના બેતાજ બાદશાહ વિક્રમજી ઠાકોર સહિત ના નામી અનામી કલાકારો એ હાજરી આપી હતી અને સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર ને નિહાળવા માટે લાખો ની સંખ્યા માં તેમના ચાહકો ઊમટી પડ્યા હતા અને રાસ ગરબા ની રમઝટ બોલાવી હતી.
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ 
વિજયસિંહ સોઢાપરમાર.
ખેડા: કઠલાલ.
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    1 hr ago
  • ગઈકાલે સાંજે છ વાગે પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ હિંમતનગર ગ્રામ્ય પોલીસે રાજપુર પાટિયા પાસેથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બે યુવકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ 1,10,370 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી બાઈક સવાર શંકાસ્પદોને પીછો કરીને પકડી પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન 60,340 નો દારૂ અને 50,000 ની પલ્સર બાઈક કબજે લેવાઈ હતી.પકડાયેલા આરોપીઓ લલિતકુમાર અને દિલીપકુમાર ડામોર છે, જ્યારે દારૂ સપ્લાય કરનાર પંકજકુમાર ડામોર ફરાર છે. પોલીસે ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    1
    ગઈકાલે સાંજે છ વાગે પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ હિંમતનગર ગ્રામ્ય પોલીસે રાજપુર પાટિયા પાસેથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બે યુવકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ 1,10,370 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી બાઈક સવાર શંકાસ્પદોને પીછો કરીને પકડી પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન 60,340 નો દારૂ અને 50,000 ની પલ્સર બાઈક કબજે લેવાઈ હતી.પકડાયેલા આરોપીઓ લલિતકુમાર અને દિલીપકુમાર ડામોર છે, જ્યારે દારૂ સપ્લાય કરનાર પંકજકુમાર ડામોર ફરાર છે. પોલીસે ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.