Shuru
Apke Nagar Ki App…
Imran Khan
More news from ગુજરાત and nearby areas
- આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 2/4/26, ગુરૂવાર1
- બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન એક રસપ્રદ સ્થિતિ જોવા મળી હોવાની ચર્ચા ચાલી રહી છે. કાર્યક્રમ માટે લોકોની અવરજવર સુગમ બનાવવા માટે આશરે 2000 બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી આસપાસના વિસ્તારોમાંથી લોકોને લાવવામાં અને પાછા મુકવામાં સરળતા રહે. પરંતુ સ્થાનિક સ્તરે એવી ચર્ચા થઈ રહી છે કે ભાષણ શરૂ થતા કેટલાક લોકો સ્થળ પરથી ઊભા થઈને બહાર નીકળતા જોવા મળ્યા. આ બાબતને લઈને રાજકીય વર્તુળોમાં અને સોશિયલ મીડિયામાં પણ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે કાર્યક્રમ લાંબો હોવાથી લોકો વચ્ચે થોડી અવરજવર થઈ હતી, જ્યારે કેટલાક લોકો આને રાજકીય રીતે પણ જોતા જોવા મળે છે. આ મુદ્દે સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટ નિવેદન બહાર આવ્યું નથી. (રિપોર્ટ: વિષ્ણુ ઠાકોર1
- આવશ્યક ચીજવસ્તુઓની અવિરત ઉપલબ્ધતા માટે પાટણ જિલ્લામાં કડક મોનીટરીંગ વ્યવસ્થા પેટ્રોલ, PNG અને ખાદ્ય પદાર્થોની સપ્લાય સુનિશ્ચિત કરવા જિલ્લા સમિતિ સક્રિય પાટણ જિલ્લા ખાતે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પેટ્રોલિયમ ઉત્પાદનો, પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) તેમજ આવશ્યક ખાદ્ય પદાર્થોની સપ્લાય ચેઇનમાં આવતી મુશ્કેલીઓને પહોંચી વળવા, તેમજ જથ્થાબંધ સંગ્રહ, કાળા બજાર અને અછત જેવી પરિસ્થિતિઓને અટકાવવા રાજ્ય સરકારે જિલ્લા સ્તરીય સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો છે. આ અનુસંધાને પાટણ જિલ્લાના કલેક્ટરના અધ્યક્ષસ્થાને આજરોજ ન્યૂ કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પેટ્રોલ, ડીઝલ, LPG, PNG, ખાદ્ય અનાજ, ખાતર અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો કે પેટ્રોલ પંપ, ડીઝલ આઉટલેટ્સ, LPG/PNG સપ્લાય સિસ્ટમ, જાહેર વિતરણ પ્રણાલી (PDS), સરકારી ગોડાઉન, હોલસેલર્સ તેમજ જાહેર પરિવહન વ્યવસ્થાનું દૈનિક મોનીટરીંગ કરવામાં આવશે. દરેક વિભાગ દ્વારા દૈનિક સ્ટોક રિપોર્ટિંગ જિલ્લા સમિતિને આપવામાં આવશે. જથ્થાબંધ સંગ્રહ, કાળાબજારી અને અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાશે. PDS અનાજનું યોગ્ય વિતરણ થાય અને નિયંત્રિત દરે આવશ્યક ચીજવસ્તુઓ ઉપલબ્ધ રહે તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવશે. હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ સહિતના અગત્યના ક્ષેત્રોમાં કોમર્શિયલ LPG/PNG ઉપલબ્ધ રહે તે માટે જરૂરી પગલાં લેવાશે. જિલ્લામાં જરૂરીયાતમંદ નાગરિકોને પૂરતો પુરવઠો મળી રહે અને અનાવશ્યક ભીડ અથવા Panic Buying ન થાય તે માટે જનજાગૃતિ લાવવામાં આવશે. પેટ્રોલ, ડીઝલ તથા અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા નાગરિકોને પ્રોત્સાહિત કરવામાં આવશે. દરેક જિલ્લામાં કંટ્રોલ રૂમ કાર્યરત રાખી રાજ્ય કક્ષાએ સમયસર રિપોર્ટિંગ કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ માધ્યમોમાં પ્રસરી રહેલી ખોટી માહિતી અંગે જનતાને સતર્ક રાખવામાં આવશે તેમજ અધિકૃત માહિતી સમયાંતરે પ્રસિદ્ધ કરવામાં આવશે. જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા આ તમામ કામગીરી અંગે જિલ્લાના પ્રભારી સચિવને નિયમિત રીતે અવગત કરવામાં આવશે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક વી. કે નાયી, જિલ્લા પુરવઠા અધિકારી હેમાંગિની ગુર્જર, જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલ સહિત જિલ્લા સમિતિના સભ્યઓ અને અન્ય અધિકારી ગણ ઉપસ્થિત રહ્યા હતા.3
- Post by PANCHAL Nitin kumar10
- Post by Nareandrasinh Rathod1
- Post by Pooja patel1
- ખેડબ્રહ્મા અંબિકા મંદિરે ચૈત્રી પૂનમની આરતી આરતી ના સમયે કીડીયારુ ઉભરાયુ હોય એવા દશ્યો ત્રિ-દિવસીય મેળામાં દર્શન વહેલી સવારે 6 વાગ્યે થી ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચૈત્રી પૂનમના દિવસે, ગુરુવારે સવારે 6 કલાકે મંગલા આરતી થઈ હતી અને સાંજે 7 કલાકે આરતી કરવામાં આવશે. પૂનમના દિવસે દર્શન સવારે 6 કલાકથી રાત્રે 9:30 કલાક સુધી દર્શનાથીઓ માટે મંદિર માં દર્શન ખુલ્લા રહેશે.4
- અમદાવાદ 11:219