લુણાવાડા ખાતે જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મહિલા સંમેલન કાર્યક્રમ યોજાયો દિલીપભાઈ બારીઆ લુણાવાડા લુણાવાડા ખાતે જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મહિલા સંમેલન કાર્યક્રમ યોજાયો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે લુણાવાડા સ્થિત ૪૨ પાટીદાર સમાજ ઘર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને 'મહિલા સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ઉમટી પડેલી મહિલા શક્તિને સંબોધતા પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે, મહિલાઓ માટે માત્ર ૮મી માર્ચ જ નહીં, પરંતુ વર્ષના તમામ ૩૬૫ દિવસો મહત્વના છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ ૨૦૪૭ સુધીના 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા માટે મહિલાઓના સશક્તિકરણ અને તેમના ઉચ્ચ સામાજિક સ્થાનને અનિવાર્ય ગણાવ્યું હતું. પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં શ્રી બાબુભાઈ પટેલે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાજકારણમાં ૩૩% અનામતની જોગવાઈ અને 'ડ્રોન દીદી' જેવી ક્રાંતિકારી યોજનાઓ માટે બજેટમાં કરવામાં આવેલો વધારો મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવી રહ્યો છે. પરિવારમાં માતા, પુત્રી અને બહેન તરીકેના યોગદાનને બિરદાવતા તેમણે ઉમેર્યું હતું કે, સ્ત્રી વિનાનું ઘર અંધકારમય છે અને આજે મહિલાઓ પુરુષ સમોવડી બની એવા કાર્યો કરી રહી છે જે અશક્ય જણાતા હતા.આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર મહિલાઓ અને દીકરીઓનું મહાનુભાવોના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધાર્થ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર, પ્રાંત અધિકારીશ્રી ઉમેશ શાહ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મૈત્રીબેન, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, તેમજ મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી એમ વી રોઝ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
લુણાવાડા ખાતે જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મહિલા સંમેલન કાર્યક્રમ યોજાયો દિલીપભાઈ બારીઆ લુણાવાડા લુણાવાડા ખાતે જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મહિલા સંમેલન કાર્યક્રમ યોજાયો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે લુણાવાડા સ્થિત ૪૨ પાટીદાર સમાજ ઘર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને 'મહિલા સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ઉમટી પડેલી મહિલા શક્તિને સંબોધતા પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે, મહિલાઓ માટે માત્ર ૮મી માર્ચ જ નહીં, પરંતુ વર્ષના તમામ ૩૬૫ દિવસો મહત્વના
છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ ૨૦૪૭ સુધીના 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા માટે મહિલાઓના સશક્તિકરણ અને તેમના ઉચ્ચ સામાજિક સ્થાનને અનિવાર્ય ગણાવ્યું હતું. પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં શ્રી બાબુભાઈ પટેલે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાજકારણમાં ૩૩% અનામતની જોગવાઈ અને 'ડ્રોન દીદી' જેવી ક્રાંતિકારી યોજનાઓ માટે બજેટમાં કરવામાં આવેલો વધારો મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવી રહ્યો છે. પરિવારમાં માતા, પુત્રી અને બહેન તરીકેના યોગદાનને બિરદાવતા તેમણે ઉમેર્યું હતું કે, સ્ત્રી વિનાનું ઘર અંધકારમય છે અને આજે
મહિલાઓ પુરુષ સમોવડી બની એવા કાર્યો કરી રહી છે જે અશક્ય જણાતા હતા.આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર મહિલાઓ અને દીકરીઓનું મહાનુભાવોના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધાર્થ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર, પ્રાંત અધિકારીશ્રી ઉમેશ શાહ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મૈત્રીબેન, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, તેમજ મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી એમ વી રોઝ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
- આપણા સંતરામપુર વાકાનાલા રસ્તા પર લગન માં બાઈક પર સવાર થય નૅ જાન માં જતા યુવાનો ની બાઈક નું નિયત્રંણ ગુમવાથી બાઈક સામેથી આવતી બસ સાથે તકકર થવાથી અક્સમાત સર્જાયુ જેમાં બાઈક ચાળકો મૃત્યુ થયું.1
- Post by Riyaj Ghachi1
- દાહોદમાં રખડતા ગધેડાના કારણે કોંગ્રેસના પુર્વ પાલિકાના કાઉન્સિલરનું મોત નીપજવા પામતા તેમને ન્યાયની માંગ સાથે ધરણા યોજ્યા છે1
- દાહોદ કલેક્ટર દ્વારા સંજેલી તાલુકાના માંડલી ગામની મુલાકાત, તલાટી દફતર તપાસ સાથે લોકસંવાદ યોજાયો આજે તારીખ 10/03/2026 મંગળવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના કલેક્ટર દ્વારા સંજેલી તાલુકાના માંડલી ગામની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તલાટી સામાન્ય દફતરની તપાસણી કરી અને દફતર સંચાલન અંગે માહિતી મેળવી હતી. તપાસ દરમિયાન રોજિંદા રજીસ્ટરોના સંચાલન અંગે તલાટીને જરૂરી સૂચનાઓ આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત માંડલી ગામમાં લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામલોકો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ અને રજૂઆતો સાંભળવામાં આવી હતી. ગામલોકોના પ્રશ્નોના યોગ્ય અને ઝડપી નિકાલ માટે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.1
- દાહોદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી ડિસ્ટ્રીક્ટ જજ ના એડમિન વિભાગ ના મેઇલ ઉપર આવ્યો મેઈલ તાત્કાલિક કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવાયું.1
- *અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મોડાસામાં ભવ્ય મહિલા સંમેલનની ઉજવણી* *મહિલા સશક્તિકરણનો ઉજાસ: મોડાસામાં યોજાયું વિશેષ મહિલા સંમેલન* *આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: અરવલ્લીમાં ઉદ્યમી મહિલાઓનું ઉત્સાહભેર સન્માન* અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી તથા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી મોડાસા ખાતે એક વિશેષ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાની અનેક મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને મહિલા સશક્તિકરણ તથા સમાનતાના મહત્વને રેખાંકિત કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીશ્રી હસીના મન્સૂરીએ હાજર મહિલાઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું કે આ સંમેલન મહિલાઓની પ્રતિભા, સિદ્ધિઓ અને સમાજમાં તેમના યોગદાનને માન આપવા તથા તેમને વધુ સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીએ મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરતાં મહિલાઓની પ્રગતિ અને તેમના અધિકારોના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મહિલાઓનું સશક્તિકરણ એ જિલ્લા અને રાષ્ટ્રના વિકાસનું મુખ્ય આધારસ્તંભ છે. સરકાર વિવિધ યોજનાઓ દ્વારા મહિલાઓને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધારવા પ્રતિબદ્ધ છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી મોં. 96385006504
- Post by RAMESH ZALA8
- Post by Riyaj Ghachi1