જોળવામાં ગરમ પાણીથી ગંભીર રીતે દાઝેલા 19 વર્ષીય શ્રમજીવીનું 9 દિવસની સારવાર બાદ મોત પલસાણા તાલુકાના જોળવા ગામની સીમમાં આવેલી ધનુધર કંપનીના ડાઇંગ વિભાગમાં કામ દરમિયાન સ્ટીમ પ્રેશરના કારણે મશીનનો મેઇન ડોર ખુલતાં ગરમ પાણી શરીર પર પડવાથી ગંભીર રીતે દાઝેલા 19 વર્ષીય પરપ્રાંતીય શ્રમજીવીનું નવ દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે. સમગ્ર બનાવ અંગે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, તા. 7 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે આશરે 12:30 વાગ્યાના અરસામાં જોળવા ગામની સીમમાં આવેલી ધનુધર કંપનીના ડાઇંગ વિભાગમાં આ બનાવ બન્યો હતો. મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના વતની અને હાલ પલસાણા તાલુકાના જોળવા ગામે રહેતા રવિકુમાર બરખુભાઈ યાદવ (ઉંમર 19 વર્ષ) કંપનીમાં કામ કરી રહ્યા હતા. દરમિયાન તેઓ યુઝેટ મશીન પાસે કામ કરી રહ્યા હતા ત્યારે સ્ટીમ પ્રેશરના કારણે કોઈ કારણસર મશીનનો મેઇન ડોર ખુલી ગયો હતો. મેઇન ડોર ખુલતાં મશીનમાંથી અત્યંત ગરમ પાણી બહાર નીકળ્યું હતું, જે રવિકુમારના શરીર પર પડતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. બનાવને પગલે કંપનીમાં અફરાતફરી મચી ગઈ હતી. ગંભીર રીતે દાઝેલા રવિકુમારને તાત્કાલિક સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી હતી. જોકે, નવ દિવસની સારવાર બાદ તા. 16 સપ્ટેમ્બર 2026ના રોજ તેમનું મોત નીપજ્યું હતું. મૃતક રવિકુમાર યાદવ મૂળ પુરી ગુલઝાર ગામ, પોસ્ટ અહિયાર, થાણા રૂડોલી, જિલ્લો અયોધ્યા, ઉત્તર પ્રદેશના વતની હતા અને હાલ જોળવા પંચાયત વિસ્તારમાં આવેલી સુદર્શન સોસાયટીના મકાન નં. 505માં રહેતા હતા. આ અંગે બનાવની જાણ કંપની સાથે સંકળાયેલા પ્રદીપભાઈ જયરામ ચૌબે (ઉંમર 44 વર્ષ) દ્વારા પલસાણા પોલીસને કરવામાં આવી હતી. પલસાણા પોલીસે જાણવા જોગ નં. 25/2026 મુજબ નોંધ કરી સમગ્ર બનાવની તપાસ શરૂ કરી છે. હાલ આ બનાવની તપાસ પલસાણા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. મનોજભાઈ ગોવિંદભાઈ (બકલ નં. 563) દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા મશીનમાં સ્ટીમ પ્રેશરના કારણે મેઇન ડોર કયા કારણોસર ખુલ્યો અને બનાવ કેવી રીતે બન્યો તે સહિતના મુદ્દાઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે.
જોળવામાં ગરમ પાણીથી ગંભીર રીતે દાઝેલા 19 વર્ષીય શ્રમજીવીનું 9 દિવસની સારવાર બાદ મોત પલસાણા તાલુકાના જોળવા ગામની સીમમાં આવેલી ધનુધર કંપનીના ડાઇંગ વિભાગમાં કામ દરમિયાન સ્ટીમ પ્રેશરના કારણે મશીનનો મેઇન ડોર ખુલતાં ગરમ પાણી શરીર પર પડવાથી ગંભીર રીતે દાઝેલા 19 વર્ષીય પરપ્રાંતીય શ્રમજીવીનું નવ દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે. સમગ્ર બનાવ અંગે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, તા. 7 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે આશરે 12:30 વાગ્યાના અરસામાં જોળવા ગામની સીમમાં આવેલી ધનુધર કંપનીના ડાઇંગ વિભાગમાં આ બનાવ બન્યો હતો. મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના વતની અને હાલ પલસાણા તાલુકાના જોળવા ગામે રહેતા રવિકુમાર બરખુભાઈ યાદવ (ઉંમર 19 વર્ષ) કંપનીમાં કામ કરી રહ્યા હતા. દરમિયાન તેઓ યુઝેટ મશીન પાસે કામ કરી રહ્યા હતા ત્યારે સ્ટીમ પ્રેશરના કારણે કોઈ કારણસર મશીનનો મેઇન ડોર ખુલી ગયો હતો. મેઇન ડોર ખુલતાં મશીનમાંથી અત્યંત ગરમ પાણી બહાર નીકળ્યું હતું, જે રવિકુમારના શરીર પર પડતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. બનાવને પગલે કંપનીમાં અફરાતફરી મચી ગઈ હતી. ગંભીર રીતે દાઝેલા રવિકુમારને તાત્કાલિક સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી હતી. જોકે, નવ દિવસની સારવાર બાદ તા. 16 સપ્ટેમ્બર 2026ના રોજ તેમનું મોત નીપજ્યું હતું. મૃતક રવિકુમાર યાદવ મૂળ પુરી ગુલઝાર ગામ, પોસ્ટ અહિયાર, થાણા રૂડોલી, જિલ્લો અયોધ્યા, ઉત્તર પ્રદેશના વતની હતા અને હાલ જોળવા પંચાયત વિસ્તારમાં આવેલી સુદર્શન સોસાયટીના મકાન નં. 505માં રહેતા હતા. આ અંગે બનાવની જાણ કંપની સાથે સંકળાયેલા પ્રદીપભાઈ જયરામ ચૌબે (ઉંમર 44 વર્ષ) દ્વારા પલસાણા પોલીસને કરવામાં આવી હતી. પલસાણા પોલીસે જાણવા જોગ નં. 25/2026 મુજબ નોંધ કરી સમગ્ર બનાવની તપાસ શરૂ કરી છે. હાલ આ બનાવની તપાસ પલસાણા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. મનોજભાઈ ગોવિંદભાઈ (બકલ નં. 563) દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા મશીનમાં સ્ટીમ પ્રેશરના કારણે મેઇન ડોર કયા કારણોસર ખુલ્યો અને બનાવ કેવી રીતે બન્યો તે સહિતના મુદ્દાઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે.
- मकरड़ा में जुए के अड्डे पर LCB की रेड, 1.01 लाख नकद के साथ 6 आरोपी गिरफ्तार#LCB #WestKutch #KutchPolice #Mandvi #GamblingRaid #GamblingCase मकरड़ा में जुए के अड्डे पर LCB की रेड, 1.01 लाख नकद के साथ 6 आरोपी गिरफ्तार#LCB #WestKutch #KutchPolice #Mandvi #GamblingRaid #GamblingCase1
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે સુરતમાં મહાઆરતીનું આયોજન 👉 ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી તથા સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા 17 સપ્ટેમ્બરે 8921 સ્થળોએ મહાઆરતીનું આયોજન 🪔 વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુ માટે વિશેષ મહાઆરતી 📍 રામનગર સ્થિત ટેઉરામ આશ્રમ ખાતે 1008 વ્યક્તિઓ દ્વારા આશિર્વાદના દીવડાની મહાઆરતી 🛍️ સુરત શહેરની વિવિધ 2152 સહિત અનેક સંસ્થાઓ દ્વારા 5%થી 76% સુધીના સ્પેશિયલ ડિસ્કાઉન્ટનો લાભ લેવા અપીલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે સુરતમાં મહાઆરતીનું આયોજન 👉 ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી તથા સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા 17 સપ્ટેમ્બરે 8921 સ્થળોએ મહાઆરતીનું આયોજન 🪔 વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુ માટે વિશેષ મહાઆરતી 📍 રામનગર સ્થિત ટેઉરામ આશ્રમ ખાતે 1008 વ્યક્તિઓ દ્વારા આશિર્વાદના દીવડાની મહાઆરતી 🛍️ સુરત શહેરની વિવિધ 2152 સહિત અનેક સંસ્થાઓ દ્વારા 5%થી 76% સુધીના સ્પેશિયલ ડિસ્કાઉન્ટનો લાભ લેવા અપીલ1
- સુરત શહેર ઝોન-૭ ડીસીપી શ્રીમતી શેફાલી બારવાલ સાહેબે વૃદ્ધાશ્રમ ખાતે વડીલો સાથે જન્મદિવસની ઉજવણી કરી, તેમના આશીર્વાદ મેળવી ખુશીઓ વહેંચી1
- વરાછામાં આસ્થા સાથે તંત્રની બેદરકારી ? સુરત વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું પાણી ભરાયુ સ્થાનિક કોર્પોરેટર અને એસએમસીના અધિકારીઓને રજૂઆત કર્યા બાદ પણ તંત્રના કાને ન પડ્યો અવાજ ગટર ઓવરફ્લોથી જગદીશ્વર મહાદેવ મંદિર પ્રભાવિત થયો ભક્તોમાં ભારે આક્રોશ રજૂઆત છતા નિરાકરણ નહીં વરાછામાં આસ્થા સાથે તંત્રની બેદરકારી ? સુરત વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું પાણી ભરાયુ સ્થાનિક કોર્પોરેટર અને એસએમસીના અધિકારીઓને રજૂઆત કર્યા બાદ પણ તંત્રના કાને ન પડ્યો અવાજ ગટર ઓવરફ્લોથી જગદીશ્વર મહાદેવ મંદિર પ્રભાવિત થયો ભક્તોમાં ભારે આક્રોશ રજૂઆત છતા નિરાકરણ નહીં1
- કડોદરા GIDC પોલીસે બાઈક ચોરીના રીઢા આરોપીને બે ચોરીની એક્ટિવા સાથે ઝડપી પાડ્યો કડોદરા GIDC પોલીસ દ્વારા વણશોધાયેલા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવાની કામગીરી દરમિયાન બાઈક ચોરીના રીઢા આરોપીને બે ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ રૂ.1.05 લાખનો મુદ્દામાલ કબજે કરી બાઈક ચોરીનો ગુનો ડિટેક્ટ કર્યો છે. ઉપલા પોલીસ અધિકારીઓ દ્વારા સુરત ગ્રામ્ય જિલ્લામાં વણશોધાયેલા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે અનુસંધાને કામરેજ વિભાગના પોલીસ અધિક્ષકના દિશાનિર્દેશ મુજબ કડોદરા GIDC પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. દેસાઈના નેતૃત્વ હેઠળ પોલીસની અલગ-અલગ ટીમો બનાવી ચોરીના ગુનાઓ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન કડોદરા GIDC પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. તે સમયે અ.હે.કો. શૈલેષભાઈ ચંદુભાઈ અને અ.પો.કો. અલ્તાફભાઈ ગફુરભાઈને તેમના બાતમીદાર મારફતે માહિતી મળી હતી કે, સુરત શહેરથી કડોદરા તરફ આવતા રોડ પર અંત્રોલી ગામના ગેટ નં.2 પાસે એક ઈસમ ચોરીની ભૂરા રંગની એક્ટિવા મોપેડ લઈને આવવાનો છે. મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે અંત્રોલી ગામના ગેટ નં.2 પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીમાં જણાવેલા વર્ણન મુજબનો એક ઈસમ નંબર પ્લેટ વગરની એક્ટિવા લઈને ત્યાંથી પસાર થતાં પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આ એક્ટિવા કડોદરા GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરેલી પાટિયા પાસેથી ચોરી થયેલી GJ-19-BP-6936 નંબરની એક્ટિવા હોવાનું બહાર આવ્યું હતું. જેની કિંમત આશરે રૂ.80 હજાર હોવાનું જણાવાયું છે. પોલીસે ઈસમની વધુ પૂછપરછ કરતાં તેણે બીજી એક એક્ટિવા પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીએ આ બીજી એક્ટિવા સુરત શહેરના APMC માર્કેટ, સરદાર માર્કેટ વિસ્તારમાંથી આશરે આઠ મહિના અગાઉ ચોરી કરી હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. પોલીસે બંને ચોરીની એક્ટિવા કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીથી કડોદરા GIDC પોલીસ સ્ટેશનનો એક વણશોધાયેલ મોટરસાયકલ ચોરીનો ગુનો ડિટેક્ટ થયો છે. પકડાયેલ આરોપી ફૈઝલખાન શેરખાન પઠાણ, ઉંમર 29 વર્ષ, વ્યવસાયે ડ્રાઇવિંગ, હાલ રહે. જોલવા રેસિડેન્સી, જોલવા ગામ, તા. પલસાણા, જી. સુરત. મૂળ રહે. મકદુમનગર, સાંઈબાબા મંદિર પાસે, વ્યારા, તા. વ્યારા, જી. તાપી. કબજે કરાયેલ મુદ્દામાલ 1. હોન્ડા એક્ટિવા DLX, રજી. નં. GJ-19-BP-6936, કિંમત આશરે રૂ.80,000. 2. હોન્ડા એક્ટિવા 4G, રજી. નં. GJ-05-PK-1786, કિંમત આશરે રૂ.25,000. આમ પોલીસે કુલ રૂ.1,05,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. ડિટેક્ટ થયેલો ગુનો કડોદરા GIDC પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11214023262374/2026, BNS કલમ 305(બી) મુજબનો મોટરસાયકલ ચોરીનો ગુનો શોધી કાઢવામાં આવ્યો છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ પોલીસના જણાવ્યા મુજબ આરોપી અગાઉ પણ ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. તેના વિરુદ્ધ નીચે મુજબના ગુનાઓ નોંધાયેલા છે: ઉધના પોલીસ સ્ટેશન, સુરત શહેર: ગુ.ર.નં. 11210047250809/2025, BNS કલમ 303(2), 54. વ્યારા પોલીસ સ્ટેશન: ગુ.ર.નં. 11824001261768/2026, BNS કલમ 303(2). વ્યારા પોલીસ સ્ટેશન: ગુ.ર.નં. 11824001251613/2025, BNS કલમ 281. કડોદરા GIDC પોલીસની આ કાર્યવાહીથી ચોરીની બે એક્ટિવા કબજે કરી કુલ રૂ.1.05 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને વણશોધાયેલ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે.1
- सांसद के नाम-फोटो से फर्जी सोशल मीडिया अकाउंट, पुराने सिक्कों के नाम पर करोड़ों की ठगी का खुलासा#Surat #CyberCrime #CyberFraud #Haryana #MewatGang #OldCoinFraud सांसद के नाम-फोटो से फर्जी सोशल मीडिया अकाउंट, पुराने सिक्कों के नाम पर करोड़ों की ठगी का खुलासा#Surat #CyberCrime #CyberFraud #Haryana #MewatGang #OldCoinFraud1
- સુરત બ્રેકિંગ... સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી છેતરપિંડીનો પર્દાફાશ સુરત સાયબર ક્રાઇમ પોલીસે હરિયાણાથી મેવાતી ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના ફોટા અને વીડિયોનો દુરૂપયોગ કરી બનાવટી Facebook, Instagram અને WhatsApp એકાઉન્ટ બનાવ્યા હતા આરોપીઓએ સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે બનાવટી આધારકાર્ડ અને PAN કાર્ડ પણ તૈયાર કર્યા હતા જૂના સિક્કા અને ચલણી નોટોના બંડલમાં લાખો રૂપિયા મળશે તેવી લાલચ આપતી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી AI/ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરી સાંસદના નામે બનાવટી વીડિયો અને પ્રચારાત્મક પોસ્ટ તૈયાર કરી સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પ્રસારિત કરવામાં આવી હતી પોસ્ટ જોઈને કોઈ વ્યક્તિ સંપર્ક કરે ત્યારે બનાવટી WhatsApp એકાઉન્ટ મારફતે વાતચીત કરતા હતા પોતે સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા હોવાનું કહી લોકોને વિશ્વાસમાં લેતા હતા જૂના સિક્કા-ચલણી નોટોની મોટી કિંમત હોવાનું જણાવી લોકોને મોટી રકમ મેળવવાની લાલચ આપવામાં આવતી હતી ત્યારબાદ રજીસ્ટ્રેશન ફી, વેરિફિકેશન ફી, RBI ચાર્જ, ડિલિવરી ચાર્જ સહિતના અલગ-અલગ બહાના હેઠળ રૂપિયા પડાવતા હતા UPI ID અને QR કોડ મારફતે અલગ-અલગ બેંક એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરાવી લોકો સાથે સાયબર છેતરપિંડી આચરવામાં આવતી હતી ફરિયાદ મળ્યા બાદ સુરત સાયબર ક્રાઇમ પોલીસે ટેક્નિકલ તપાસ હાથ ધરી હતી તપાસના આધારે હરિયાણા ખાતેથી મેવાતી ગેંગના બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી આ ગેંગ દ્વારા અન્ય કેટલા લોકોને નિશાન બનાવવામાં આવ્યા અને કેટલી રકમની છેતરપિંડી કરવામાં આવી તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે બાઈટ. બીશાખા જૈન. ડીસીપી સાયબર ક્રાઈમ પોલીસ સુરત બ્રેકિંગ... સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી છેતરપિંડીનો પર્દાફાશ સુરત સાયબર ક્રાઇમ પોલીસે હરિયાણાથી મેવાતી ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના ફોટા અને વીડિયોનો દુરૂપયોગ કરી બનાવટી Facebook, Instagram અને WhatsApp એકાઉન્ટ બનાવ્યા હતા આરોપીઓએ સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે બનાવટી આધારકાર્ડ અને PAN કાર્ડ પણ તૈયાર કર્યા હતા જૂના સિક્કા અને ચલણી નોટોના બંડલમાં લાખો રૂપિયા મળશે તેવી લાલચ આપતી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી AI/ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરી સાંસદના નામે બનાવટી વીડિયો અને પ્રચારાત્મક પોસ્ટ તૈયાર કરી સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પ્રસારિત કરવામાં આવી હતી પોસ્ટ જોઈને કોઈ વ્યક્તિ સંપર્ક કરે ત્યારે બનાવટી WhatsApp એકાઉન્ટ મારફતે વાતચીત કરતા હતા પોતે સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા હોવાનું કહી લોકોને વિશ્વાસમાં લેતા હતા જૂના સિક્કા-ચલણી નોટોની મોટી કિંમત હોવાનું જણાવી લોકોને મોટી રકમ મેળવવાની લાલચ આપવામાં આવતી હતી ત્યારબાદ રજીસ્ટ્રેશન ફી, વેરિફિકેશન ફી, RBI ચાર્જ, ડિલિવરી ચાર્જ સહિતના અલગ-અલગ બહાના હેઠળ રૂપિયા પડાવતા હતા UPI ID અને QR કોડ મારફતે અલગ-અલગ બેંક એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરાવી લોકો સાથે સાયબર છેતરપિંડી આચરવામાં આવતી હતી ફરિયાદ મળ્યા બાદ સુરત સાયબર ક્રાઇમ પોલીસે ટેક્નિકલ તપાસ હાથ ધરી હતી તપાસના આધારે હરિયાણા ખાતેથી મેવાતી ગેંગના બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી આ ગેંગ દ્વારા અન્ય કેટલા લોકોને નિશાન બનાવવામાં આવ્યા અને કેટલી રકમની છેતરપિંડી કરવામાં આવી તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે બાઈટ. બીશાખા જૈન. ડીસીપી સાયબર ક્રાઈમ પોલીસ2
- સચિન GIDCના પાલીગામમાં કથિત દારૂના વેચાણની ચર્ચા, સ્થાનિકોમાં રોષ અધેડના મોતે ઉઠાવ્યા સવાલો, પાલીગામમાં કથિત ઝેરી દારૂની ચર્ચા તેજ સુરતના સચિન GIDCના પાલીગામ વિસ્તારમાં કથિત ઝેરી દારૂના વેચાણને લઈને ચકચાર મચી છે. એક અધેડ વ્યક્તિના મોત બાદ વિસ્તારમાં ઝેરી દારૂની ચર્ચાએ જોર પકડ્યું છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે મોત પાછળ દારૂનું સેવન કારણભૂત છે કે કેમ? આ ઘટનાને લઈને સ્થાનિકો દ્વારા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. જોકે, અધેડનું મોત ખરેખર ઝેરી દારૂના કારણે થયું છે કે અન્ય કોઈ કારણસર—તે તપાસ અને પોસ્ટમોર્ટમ બાદ જ સ્પષ્ટ થશે. હાલ સમગ્ર મામલે તપાસ બાદ જ હકીકત સામે આવશે.1
- મછાસરા માસૂમ મોત 2 વર્ષીય માસૂમ વિહાન ખુલ્લી ગટરમાં ખાબક્યો.કલાકોની શોધખોળ બાદ ગટરમાંથી માસૂમનો મૃતદેહ મળ્યો1