અમરેલી જિલ્લા પંચાયત ખાતે બોગસ તબીબ અંતર્ગત નિમાયેલ કમિટીની બેઠક યોજાઈ બોગસ તબીબ વિરુદ્ધ મળેલ ફરિયાદોની સમીક્ષા કરતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા અમરેલી તા. ૧૭ ફ્રેબ્રુઆરી, ૨૦૨૬ (મંગળવાર) - આજરોજ જિલ્લા પંચાયત અમરેલી ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાના અધ્યક્ષ સ્થાને બોગસ તબીબ અંતર્ગત નિમાયેલ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં બોગસ તબીબો વિરુદ્ધ મળેલ ફરિયાદોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. જે ક્લિનિક વિરુદ્ધ ફરિયાદ કે એફ.આઈ.આર નોંધાયેલ હોય તે ક્લિનિકો ફરીથી ચાલુ થઈ ગઈ હોય તો તેની તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત હોમિયોપેથિક કે આયુર્વેદિક ડોક્ટરોની ડિગ્રીઓ વિરુદ્ધ ફરિયાદ હોય તો તેમની ડિગ્રી સંબંધિત તપાસ કરવા બાબતે પણ સૂચના આપવામાં આવી હતી. ૩ દિવસીય સ્પેશિયલ ડ્રાઈવના આયોજન બાબતે સૂચના આપતા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કહ્યું કે, યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે. ઉપરાંત ક્લિનિક એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ ૨૦૨૩ હેઠળ દરેક ક્લિનિક કે સંસ્થા અથવા ડોક્ટરે ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે. આ બેઠકમાં સંબંધિત સર્વ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

- અમરેલી જિલ્લામાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત આખરી સંકલિત મતદારયાદી જાહેર કરવામાં આવી છે. જિલ્લાના કુલ 11,47,200 મતદારોનો આ યાદીમાં સમાવેશ થયો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે આ માહિતી આપી હતી. ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની સૂચના અનુસાર, 01-01-2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં આ સુધારણા કાર્યક્રમ 28.10.2025 થી 17.02.2026 સુધી ચાલ્યો હતો. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ યોગ્ય અને લાયક મતદારોના નામ1
- માહિતી જાણવા યોગ્ય.1
- Post by Vaghela1
- અમરેલી ખંભા ના ઉમરીયા ગામે બે બાળદસાથે બાળદગાડું ખાપક્યું કુવામાં એક બળદ નું મોત1
- જય અખંડ ધણી1
- ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરના અનેક વિસ્તારોમાં રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે થોડા સમય પહેલા જ બનાવવામાં આવેલા રોડ ને લાઈન નાખવાની કામગીરીને લઈને તોડવામાં આવ્યો હતો, જે બાદ વ્યવસ્થિત રીતે પુરાણ કરવામાં નહિ આવતા એકસેલ કંપનીમાં માલ ઠાલવવા જઈ રહેલો ટ્રક ફસાઈ ગયો હતો, તંત્ર દ્વારા વ્યવસ્થિત રીતે કામગીરી નહિ કરવામાં આવતી હોવાને લઈને અનેક વિસ્તારોમાં આવી સમસ્યા સર્જાઈ રહી છે, ત્યારે સ્મારકામની કામગીરી યોગ્ય રીતે થાય એ ખુબ જરૂરી છે...1
- બ્રેકિંગ જસદણ.. જસદણ સીમ વિસ્તારમાં સિંહ બાદ હવે દીપડાના નાં ધામા જસદણ તાલુકાના ભડલી સનાળા રોડ પર દીપડાનો દેખાડો ભડલી વાડી વિસ્તારમાં દિપડો દેખાયો ખેડુતો માં ફફડાટ વ્યાપી ગયો હતો આંબરડી કાસલોલીયા વિસ્તારમાં સિંહ નાં ધામા ભડલી વિસ્તારમાં દીપડો દેખાતાં વાડીમાં રહેતાં ખેડુતો એ સાવધાની રાખવી રાત્રે એકબીજા ને ફોન કરી ખેડુતો એ સાવચેતી રાખવી ધટના સ્થળે વનવિભાગ ની ટીમ દોડી ગઈ હતી દીપડો જોવા લોકો નાં ટોળા ઉમટી પડ્યા હતા4
- જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામે આવેલ રાજ્ય અનામત પોલીસ દળ (જૂથ–૨૧)ના બાંધકામ કામને લઈને ગામમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનો અને ગામ પંચાયતના પ્રતિનિધિઓએ સ્થળ પર જઈ નિરીક્ષણ કરતાં કામમાં ગંભીર ગડબડ અને હલકી ગુણવત્તાનો સામાન વપરાતો હોવાનો આક્ષેપ કર્યો છે. સ્થાનિકોના કહેવા મુજબ, પ્લાન અને એસ્ટીમેટ પ્રમાણે કામ થતું નથી. કોલમના પુટીંગમાં યોગ્ય મટીરીયલની જગ્યાએ જીએસબીનો ઉપયોગ, બાઉન્ડ્રીવોલના આર.સી.સી. કામમાં શરૂઆતથી જ ક્રેક, નબળી રેતી અને ખારાશવાળું પાણી—આ બધું જોઈ લોકોમાં સવાલ ઊભા થયા છે કે ૩૫ કરોડના કામમાં આટલી બેદરકારી કેમ? આ કામ મહેસાણા સ્થિત બહુસ્મરણા કન્સ્ટ્રક્શન કંપની ને સોંપાયું હોવાનું જાણવા મળે છે. ગ્રામજનો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે કામમાં ગુણવત્તાનો અભાવ સ્પષ્ટ દેખાય છે અને જો સમયસર તપાસ ન થાય તો આવતી કાલે મોટી દુર્ઘટના પણ બની શકે.1