વીંછિયાના ઓરી ગામે પૈસાની ઉઘરાણી માટે ધારિયા સાથે ધસી આવી ઘરમાં તોડફોડ કરી જેન્તી પાસે એક લાખ લેવાના છે જો નહીં આપે તો મકાન સળગાવી નાખીશ તેવી ધમકી આપી: બે સામે ગુનો નોંધાયો આજકાલ પ્રતિનિધિ રાજકોટ વીંછિયા તાલુકાના ઓરી ગામે પૈસાની લેતીદેતી મામલે યુવાનના ઘરે રાત્રીના ગામમાં જ રહેતા બે શખસો ધારીયા સાથે ઘરે ધસી આવ્યા હતાં.બાદમાં ઘરમાં તોડફોડ કરી ધમૈકી આપી જતા રહ્યા હતાં.આ અંગે યુવાનના પિતાની ફરિયાદ પરથી વીંછિયા પોલીસે બે શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવની જાણવા મળતી વિગતો મુજબ, હાલ બોટાદમાં રહેતા મૂળ ઓરી ગામના વતની જીવાભાઈ ઉર્ફે જીવણભાઈ આંબાભાઈ જમોડ(ઉ.વ ૫૮) દ્વારા વીંછિયા પોલીસ મથકમાં નોંધાવવમાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઓરી ગામમાં રહેતા ગોપાલ ઉર્ફે ગોપી ધરમશીભાઈ શિયાળ અને મિલન બાવળીયાના નામ આપ્યા છે. પ્રૌઢે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે હાલ બોટદમાં રહી માર્કેટિંગ યાર્ડમાં મજુરીકામ કરે છે.તેમને ત્રણ સંતાન છે જેમાં મોટો પુત્ર જેન્તી જે આરોગ્ય વિભાગ ઢાંકમાં નોકરી કરે છે અને ત્યાં જ રહે છે.તેની પત્ની અને બાળકો હાલ ઓરી ગામે રહે છે.સોમવાર રાત્રીના પ્રૌઢને તેના નાના ભાઈ મુકેશનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, સવારે તમારા પુત્રવધુ સંતાનો સાથે બોટાદ ખરીદી કરવા ગયા હતાં. મકાન બંધ હતું દરમિયાન રાત્રીના આઠ વાગ્યા આસપાસ ગોપાલ અહીં ધારીયું લઈને આવ્યો હતો.અને મોટેથી બોલતો હતો કે હું મિલનને સાથે લઈને જેન્તીને મારવા આવ્યો છે. તેમ કહી ઘરમાં પ્રવેશી અહીં મકાનમાં તોડફોડ કરી બંને જતા રહ્યા હતાં. જતા જતા જોરથી બોલતો હતો કે જેન્તી પાસે એક લાખ લેવાના છે જો રૂપિયા નહીં આપે તો જેન્તીનું મકાન સળગાવી નાખીશ. બાદમાં પ્રૌઢે અહીં ઓરી ગામે આવેલા પોતાના ઘરે જોઈ જોતા મકાનમા બારી તથા કુલ છોડના કુંડા અને મારબલના પથ્થરમાં તોડફોડ કરી અંદાજિત રૂ.૩૫૦૦૦ હજારનું નુકશાન કર્યું હોવાનું માલુમ પડયું હતું. જેથી બાદમાં તેમણે આ બંને શખસો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા વીંછિયા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.