logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Bhavanagar

on 29 August
user_Rahul chudasama
Rahul chudasama
Vagra, Bharuch•
on 29 August

Bhavanagar

More news from ગુજરાત and nearby areas
  • આમોદ: એસટીની સલામત સવારી કે મોતની મુસાફરી?, ઘેટાં-બકરાની જેમ ભરાતા મુસાફરો, બસના દરવાજે લટકતું ગુજરાત મોડલ! એસટી અમારી સલામત સવારીનો નારો આમોદ તાલુકાની જનતા માટે આજે માત્ર એક ક્રૂર મજાક બની ગયો હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. એકતરફ દેશને નંબર વન બનાવવાની અને વિકાસની મોટી મોટી વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ આમોદથી ભરૂચ જતી બસોમાં વિદ્યાર્થીઓ અને મુસાફરોએ દરરોજ પોતાના જીવનું જોખમ ખેડીને મુસાફરી કરવી પડે છે. જંબુસરથી ખીચોખીચ ભરાઈને આવતી બસોમાં આમોદના વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને વૃદ્ધોને બસના દરવાજે લટકીને ૪૦ કિલોમીટર સુધી મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. આ દ્રશ્યો જોઈને પ્રશ્ન થાય છે કે, શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના અને માસૂમ વિદ્યાર્થીના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિક રહીશોમાં ભારે રોષ છે કે આમોદ તાલુકાએ પંચાયતથી લઈને ધારાસભા સુધીની તમામ સત્તા ભાજપને સોંપી છે. પરંતુ બદલામાં જનતાને મળ્યા છે માત્ર તૂટેલા રસ્તા અને મોતને આમંત્રણ આપતી ભરચક બસો. લેડીઝ કંડક્ટરની હાજરીમાં પણ મહિલાઓએ ધક્કામુક્કી સહન કરવી પડે છે અને વિદ્યાર્થીઓ જીવના જોખમે દરવાજે લટકીને પરીક્ષા આપવા કે કોલેજ જવા મજબૂર બન્યા છે. તંત્રનો આવો નિર્દય અભિગમ સાબિત કરે છે કે આમોદની જનતા માટે વ્યવસ્થા કરવાને બદલે સત્તાધીશો માત્ર વોટબેંકના રાજકારણમાં જ મશગૂલ છે. તંત્રને આખરી ચેતવણી છે કે હવે જાગો, નહીંતર માઠા પરિણામો ભોગવવા તૈયાર રહો. શું કોઈનો જીવ જશે ત્યારે જ એસટી નિગમ વધારાની બસો ફાળવશે? વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાની જિંદગીની કોઈ કિંમત નથી? આ સળગતા સવાલો આજે દરેક આમોદવાસી પૂછી રહ્યા છે. જો તાત્કાલિક ધોરણે આમોદ-ભરૂચ રૂટ પર વધારાની એસટી બસો દોડાવવામાં નહીં આવે અને સમયપત્રકમાં સુધારો કરવામાં નહીં આવે, તો આ આક્રોશ ગમે ત્યારે ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે. તંત્રએ હવે આ જોખમી જુગાડ બંધ કરી જનતાને સલામત મુસાફરીની ખાતરી આપવી જ પડશે.
    1
    આમોદ: એસટીની સલામત સવારી કે મોતની મુસાફરી?, ઘેટાં-બકરાની જેમ ભરાતા મુસાફરો, બસના દરવાજે લટકતું ગુજરાત મોડલ!
એસટી અમારી સલામત સવારીનો નારો આમોદ તાલુકાની જનતા માટે આજે માત્ર એક ક્રૂર મજાક બની ગયો હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. એકતરફ દેશને નંબર વન બનાવવાની અને વિકાસની મોટી મોટી વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ આમોદથી ભરૂચ જતી બસોમાં વિદ્યાર્થીઓ અને મુસાફરોએ દરરોજ પોતાના જીવનું જોખમ ખેડીને મુસાફરી કરવી પડે છે. જંબુસરથી ખીચોખીચ ભરાઈને આવતી બસોમાં આમોદના વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને વૃદ્ધોને બસના દરવાજે લટકીને ૪૦ કિલોમીટર સુધી મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. આ દ્રશ્યો જોઈને પ્રશ્ન થાય છે કે, શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના અને માસૂમ વિદ્યાર્થીના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિક રહીશોમાં ભારે રોષ છે કે આમોદ તાલુકાએ પંચાયતથી લઈને ધારાસભા સુધીની તમામ સત્તા ભાજપને સોંપી છે. પરંતુ બદલામાં જનતાને મળ્યા છે માત્ર તૂટેલા રસ્તા અને મોતને આમંત્રણ આપતી ભરચક બસો. લેડીઝ કંડક્ટરની હાજરીમાં પણ મહિલાઓએ ધક્કામુક્કી સહન કરવી પડે છે અને વિદ્યાર્થીઓ જીવના જોખમે દરવાજે લટકીને પરીક્ષા આપવા કે કોલેજ જવા મજબૂર બન્યા છે. 
તંત્રનો આવો નિર્દય અભિગમ સાબિત કરે છે કે આમોદની જનતા માટે વ્યવસ્થા કરવાને બદલે સત્તાધીશો માત્ર વોટબેંકના રાજકારણમાં જ મશગૂલ છે. તંત્રને આખરી ચેતવણી છે કે હવે જાગો, નહીંતર માઠા પરિણામો ભોગવવા તૈયાર રહો. શું કોઈનો જીવ જશે ત્યારે જ એસટી નિગમ વધારાની બસો ફાળવશે? વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાની જિંદગીની કોઈ કિંમત નથી? આ સળગતા સવાલો આજે દરેક આમોદવાસી પૂછી રહ્યા છે. જો તાત્કાલિક ધોરણે આમોદ-ભરૂચ રૂટ પર વધારાની એસટી બસો દોડાવવામાં નહીં આવે અને સમયપત્રકમાં સુધારો કરવામાં નહીં આવે, તો આ આક્રોશ ગમે ત્યારે ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે. તંત્રએ હવે આ જોખમી જુગાડ બંધ કરી જનતાને સલામત મુસાફરીની ખાતરી આપવી જ પડશે.
    user_Daily amod news
    Daily amod news
    Journalist આમોદ, ભરૂચ, ગુજરાત•
    10 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    7 hrs ago
  • GUJARAT MANTRA ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh GUJARAT MANTRA 99792 78677
    1
    GUJARAT MANTRA  ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ.
Kaiyum Shaikh
GUJARAT MANTRA
99792 78677
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist Mangrol, Surat•
    7 hrs ago
  • મગદલ્લાના દરિયા કિનારે 5 સેકન્ડમાં બોટની જળસમાધિ:સુરત મગદલ્લાના મધદરિયે મોટા વેસેલ જહાજમાંથી કોલસો ભરીને જેટી તરફ આવી રહેલી એક નાની બોટ અચાનક પલટી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ મગદલ્લા દરિયામાં બોટ પલ્ટી 6 લોકો બોટ માં સવાર હતા ની માહિતી મળી તમામ લોકોએ કૂદી ને જીવ બચાવ્યો , નજીક માં બોટ દ્વારા તમામ ને બોટ માં બેસાડી રેસ્ક્યુ કર્યા ઘટનામાં કોઈ જાનહાની ના સમાચાર નહીં
    1
    મગદલ્લાના દરિયા કિનારે 5 સેકન્ડમાં બોટની જળસમાધિ:સુરત મગદલ્લાના મધદરિયે મોટા વેસેલ જહાજમાંથી કોલસો ભરીને જેટી તરફ આવી રહેલી એક નાની બોટ અચાનક પલટી
વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
મગદલ્લા દરિયામાં બોટ પલ્ટી 
6 લોકો બોટ માં સવાર હતા ની માહિતી મળી
તમામ લોકોએ કૂદી ને જીવ બચાવ્યો ,
નજીક માં બોટ દ્વારા તમામ ને બોટ માં બેસાડી રેસ્ક્યુ કર્યા 
ઘટનામાં કોઈ જાનહાની ના સમાચાર નહીં
    user_Surat Braking news
    Surat Braking news
    Reporter Udhna, Surat•
    15 hrs ago
  • સુરતના અમરેલી કોલેજની ઘટના...
    1
    સુરતના અમરેલી કોલેજની ઘટના...
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Udhna, Surat•
    17 hrs ago
  • भारत ने अंतरिक्ष महाशक्ति बनने की दिशा में बढ़ाया कदम
    1
    भारत ने अंतरिक्ष महाशक्ति बनने की दिशा में बढ़ाया कदम
    user_Viral Gujarat news
    Viral Gujarat news
    Journalist Udhna, Surat, Gujarat•
    21 hrs ago
  • कडोदरा पुलिस की मानवता: रिक्शा में छूटा गहनों और नकदी से भरा पर्स महिला को लौटाया, दंपत्ति के छलके खुशी के आंसू। #viralrbharatexpressnews
    1
    कडोदरा पुलिस की मानवता: रिक्शा में छूटा गहनों और नकदी से भरा पर्स महिला को लौटाया, दंपत्ति के छलके खुशी के आंसू। #viralrbharatexpressnews
    user_R bharat express news
    R bharat express news
    Local News Reporter Palsana, Surat•
    13 hrs ago
  • આમોદ નગરપાલિકાની અજબ કામગીરી, ભુવો પૂરવાને બદલે શૌચાલયનું ઢાંકણું મૂકી જોખમી જુગાડ કર્યો આમોદ શહેરમાંથી નગરપાલિકાની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જાહેર માર્ગ પર વર્ષોથી પડેલા જોખમી ભુવા અંગે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ તંત્રએ ભુવો પૂરવાની તસ્દી લેવાને બદલે તેના પર માત્ર શૌચાલયનું ઢાંકણું મૂકી દઈને સંતોષ માન્યો છે. પાલિકાની આ પ્રકારની કામગીરીથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની સતત અવરજવર ધરાવતા મુખ્ય માર્ગ પર આ રીતે માત્ર ઢાંકણું મૂકી દેવું એ કોઈ સુધારો નહીં પરંતુ અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપવા સમાન છે. સ્થાનિકો વ્યંગમાં ચર્ચા કરી રહ્યા છે કે શું આમોદ નગરપાલિકા પાસે ભુવા પૂરવા માટે કોઈ નવી 'સ્પેસ ટેકનોલોજી' આવી ગઈ છે? સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે જો કોઈ બાળક કે વાહનચાલક આ કામચલાઉ ઢાંકણાને કારણે અકસ્માતનો ભોગ બને, તો તેની જવાબદારી કોણ લેશે? નગરજનોનો સીધો આક્ષેપ છે કે ચીફ ઓફિસર પંકજ નાયકના કાર્યકાળમાં શહેરની ગટરો ઉભરાવી, રસ્તા તૂટવા અને ભુવા પડવા જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. જનતાના કામો કરવામાં આળસ દાખવતું તંત્ર કોન્ટ્રાક્ટરોના બિલો પાસ કરવામાં ખૂબ જ ઝડપ બતાવી રહ્યું હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ ગંભીર મુદ્દે જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ તંત્રને આડે હાથ લેતા ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ભુવા ઉપર માત્ર ઢાંકણાં મૂકવાથી કામ ચાલશે નહીં, લોકોને કાયમી અને સુરક્ષિત ઉકેલ જોઈએ છે. જો આગામી દિવસોમાં જાહેર માર્ગો પરના ભુવા અને ખાડાઓ કાયમી ધોરણે પૂરવામાં નહીં આવે, તો નગરપાલિકાનો ઘેરાવ કરી ઉગ્ર હલ્લાબોલ કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.
    1
    આમોદ નગરપાલિકાની અજબ કામગીરી, ભુવો પૂરવાને બદલે શૌચાલયનું ઢાંકણું મૂકી જોખમી જુગાડ કર્યો
આમોદ શહેરમાંથી નગરપાલિકાની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જાહેર માર્ગ પર વર્ષોથી પડેલા જોખમી ભુવા અંગે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ તંત્રએ ભુવો પૂરવાની તસ્દી લેવાને બદલે તેના પર માત્ર શૌચાલયનું ઢાંકણું મૂકી દઈને સંતોષ માન્યો છે. પાલિકાની આ પ્રકારની કામગીરીથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની સતત અવરજવર ધરાવતા મુખ્ય માર્ગ પર આ રીતે માત્ર ઢાંકણું મૂકી દેવું એ કોઈ સુધારો નહીં પરંતુ અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપવા સમાન છે. સ્થાનિકો વ્યંગમાં ચર્ચા કરી રહ્યા છે કે શું આમોદ નગરપાલિકા પાસે ભુવા પૂરવા માટે કોઈ નવી 'સ્પેસ ટેકનોલોજી' આવી ગઈ છે? સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે જો કોઈ બાળક કે વાહનચાલક આ કામચલાઉ ઢાંકણાને કારણે અકસ્માતનો ભોગ બને, તો તેની જવાબદારી કોણ લેશે?
નગરજનોનો સીધો આક્ષેપ છે કે ચીફ ઓફિસર પંકજ નાયકના કાર્યકાળમાં શહેરની ગટરો ઉભરાવી, રસ્તા તૂટવા અને ભુવા પડવા જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. જનતાના કામો કરવામાં આળસ દાખવતું તંત્ર કોન્ટ્રાક્ટરોના બિલો પાસ કરવામાં ખૂબ જ ઝડપ બતાવી રહ્યું હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ ગંભીર મુદ્દે જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ તંત્રને આડે હાથ લેતા ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ભુવા ઉપર માત્ર ઢાંકણાં મૂકવાથી કામ ચાલશે નહીં, લોકોને કાયમી અને સુરક્ષિત ઉકેલ જોઈએ છે. જો આગામી દિવસોમાં જાહેર માર્ગો પરના ભુવા અને ખાડાઓ કાયમી ધોરણે પૂરવામાં નહીં આવે, તો નગરપાલિકાનો ઘેરાવ કરી ઉગ્ર હલ્લાબોલ કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.
    user_Daily amod news
    Daily amod news
    Journalist આમોદ, ભરૂચ, ગુજરાત•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.