Shuru
Apke Nagar Ki App…
વિજયનગર તાલુકા ના વસાઈ ઘાટા બોર્ડર ઉપર કાયમી પોલીસ ચોકી ચાલુ કરવા માગ વિજયનગર તાલુકા ના વસાઈ ઘાટા બોર્ડર ઉપર કાયમી પોલીસ ચોકી ચાલુ કરવા નેલાઉં વસાઈ ડગલાં ખરોલ ગામના ગ્રામજનો ની માગણી
જીતેન્દ્રકુમાર વીરજીભાઈ સોલંકી
વિજયનગર તાલુકા ના વસાઈ ઘાટા બોર્ડર ઉપર કાયમી પોલીસ ચોકી ચાલુ કરવા માગ વિજયનગર તાલુકા ના વસાઈ ઘાટા બોર્ડર ઉપર કાયમી પોલીસ ચોકી ચાલુ કરવા નેલાઉં વસાઈ ડગલાં ખરોલ ગામના ગ્રામજનો ની માગણી
More news from ગુજરાત and nearby areas
- પટેલ છાપરા ગામે 11 KV લાઈનની ફરિયાદ દૂર કરવા ગયેલા વીજકર્મચારીને કરંટ લાગ્યો પટેલ છાપરા ગામે 11 KV લાઈનની ફરિયાદ દૂર કરવા ગયેલા વીજકર્મચારીને કરંટ લાગ્યો1
- રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનનો તહેવાર નહીં, સમાજની સુરક્ષા અને એકતાનો સંકલ્પ પણ છે : સામાજિક કાર્યકર તરુણ પટેલ વિજાપુર, તા. 28 : રક્ષાબંધન પ્રેમ અને રક્ષણ સાથે સામાજિક એકતા તથા નાગરિક જવાબદારીનો સંકલ્પ લેવાનો અવસર છે, તેમ સામાજિક કાર્યકર તરુણ પટેલે જણાવ્યું હતું. તરુણ પટેલે પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી તાલુકાની જનતાને અપીલ કરી હતી કે કાયદાનું પાલન કરે અને કોઈ ગેરકાયદેસર કે અસામાજિક પ્રવૃત્તિ જણાય તો કાયદો હાથમાં લીધા વિના સંબંધિત સત્તાધિકારીઓને જાણ કરે. તેમણે જણાવ્યું હતું કે નાગરિકોની જાગૃતિ, એકતા અને કાયદા પરનો વિશ્વાસ સમાજને સુરક્ષિત બનાવે છે. રક્ષાબંધન નિમિત્તે તેમણે સૌને સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વિજાપુરના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી.1
- લુણાવાડા ટાઉન પોલીસને મોટી સફળતા: વિદેશી દારૂના કેસમાં ગાડી સહિત રૂ. 32,895/- નો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર વિદેશી દારૂનો કેસ શોધી કાઢવામાં લુણાવાડા ટાઉન પોલીસને મળેલ સફળતા પંચમહાલ-ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિધિ ચૌધરી સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી સફીન હસન મહીસાગર જિલ્લાનાઓએ પ્રોહી/જુગાર અંગેની અસરકારક કામગીરી કરવા સુચન કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી કમલેશ વસાવા સાહેબ લુણાવાડા વિભાગ, લુણાવાડા નાઓના માર્ગદર્શન હેઠળ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. શ્રી બી.એમ.ચૌધરી સાહેબ નાઓની સુચના આધારે લુણાવાડા ટાઉન પોલીસના માણસો પ્રોહી મુદ્દામાલ અંગેની તપાસમાં રહેલ. જે દરમ્યાન અ.પો.કો. વિલેશકુમાર ફતેસિંહ નાઓને બાતમી મળેલ કે વાંસિયા તળાવ રોડ નજીક એક ઇસમ નામે મોહંમદ તૌકીર રફીક શેખ રહે- વાંસિયા દરવાજા પાસે એક ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જતા ગાડીનો ચાલક અમો પોલીસને જોઈને નાસી ગયેલ હોય અને પંચો રૂબરૂ ગાડીના આગળના ભાગે મુકેલ એક વિમલના થેલામાં જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવેલ જેથી પોલીસ સ્ટેશન લાવી ચેક કરતા ડીકીમાં તેમજ વિમલના થેલામાં ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા ટીન બીયર ફુલ બોટલ નંગ-૧૯, કિ.રૂ.૨૮૯૫/- તથા બીજો મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૩૨,૮૮૫/- નો મળી આવેલ જે અંગે લુણાવાડા ટાઉન પો.સ્ટે. ખાતે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. કબ્જે કરેલ મુદ્દામાલ: ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ટીન બીયર - ૧૯ નંગ કિં.રૂ. ૨૮,૯૫/- અને એક એક્ટિવા મળી કુલ રૂ. ૩૨,૮૮૫/-2
- gopal 🎂1
- સદગુરુ કબીર સાહેબ સત્સંગ કબીરપંથના **કબીર સાગરનાં “મુહમ્મદ બોધ”**માં આ પ્રસંગનું વર્ણન મળે છે. તેમાં ધર્મદાસ સાહેબ કબીર સાહેબને પૂછે છે કે મુહમ્મદ સાહેબ સાથે કેવી રીતે મુલાકાત થઈ. કબીર સાહેબ જવાબમાં કહે છે કે તેઓ મુહમ્મદ સાહેબ પાસે ગયા અને તેમને “સલામ વાલેકુમ” કહ્યું. મુહમ્મદ સાહેબે “વાલેકુમ સલામ” કહીને પૂછ્યું કે, “પીર, તમે ક્યાંથી આવ્યા છો? અહીં શા માટે આવ્યા છો અને કોના હુકમથી આવ્યા છો?” કબીરપંથના કબીર સાગરનાં “મુહમ્મદ બોધ”**માં આ પ્રસંગનું વર્ણન મળે છે. તેમાં ધર્મદાસ સાહેબ કબીર સાહેબને પૂછે છે કે મુહમ્મદ સાહેબ સાથે કેવી રીતે મુલાકાત થઈ. કબીર સાહેબ જવાબમાં કહે છે કે તેઓ મુહમ્મદ સાહેબ પાસે ગયા અને તેમને “સલામ વાલેકુમ” કહ્યું. મુહમ્મદ સાહેબે “વાલેકુમ સલામ” કહીને પૂછ્યું કે, “પીર, તમે ક્યાંથી આવ્યા છો? અહીં શા માટે આવ્યા છો અને કોના હુકમથી આવ્યા છો?”ત્યારબાદ કબીર સાહેબ પોતાનું આધ્યાત્મિક જ્ઞાન અને સૃષ્ટિના આદિ-અંતનું તત્ત્વ મુહમ્મદ સાહેબને સમજાવે છે. આ આખો પ્રસંગ “મુહમ્મદ બોધ” નામના પ્રકરણ સાથે જોડાયેલો છે.1
- સંજેલી તાલુકામાં રક્ષાબંધન પર્વને લઈ બજારમાં રાખડી અને મીઠાઈની ખરીદી કરવા માટે ભારે ભીડ જોવા મળી હતી.. સંજેલી તાલુકામાં રક્ષાબંધન પર્વને લઈને બજારમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. બહેનોએ ભાઈઓ માટે રાખડી તેમજ મીઠાઈની ખરીદી કરવા બજારમાં મોટી સંખ્યામાં ઉમટી પડતા સમગ્ર બજાર વિસ્તારમાં ચહલપહલ જોવા મળી હતી. રક્ષાબંધનની ખરીદીના કારણે બજારના મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર વધતા ચારેકોર ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા. વેપારીઓમાં પણ તહેવારને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો.1
- શામળાજીમાં શ્રાવણી પૂનમનો ભવ્ય ઉત્સવ: ભગવાન શામળિયાના દર્શને ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, ભક્તોમાં ભારે ઉત્સાહ! શામળાજીમાં શ્રાવણી પૂનમનો ભવ્ય ઉત્સવ: ભગવાન શામળિયાના દર્શને ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, ભક્તોમાં ભારે ઉત્સાહ!1
- વિજાપુરમાં ઈદે મિલાદુન્નબીની ધામધૂમથી ઉજવણી, ભવ્ય જુલૂસ સાથે શાંતિ અને ભાઈચારાનો સંદેશ ગુંજ્યો વિજાપુરમાં ઈદે મિલાદુન્નબીની ધામધૂમથી ઉજવણી, ભવ્ય જુલૂસ સાથે શાંતિ અને ભાઈચારાનો સંદેશ ગુંજ્યો વિજાપુર (મહેસાણા) : ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ નિમિત્તે પવિત્ર ઈદે મિલાદુન્નબીનો તહેવાર વિજાપુર શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ભારે શ્રદ્ધા, ઉત્સાહ અને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો અને મસ્જિદોમાં મિલાદ શરીફ તથા સલાતો-સલામના કાર્યક્રમો યોજાયા હતા. વહોરવાડની મોટી મસ્જિદ સહિત શહેરની અનેક મસ્જિદોમાં જિયારત તેમજ બાલ મુબારકના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર અવસર નિમિત્તે મસ્જિદો અને આસપાસના વિસ્તારોને રંગબેરંગી લાઈટિંગ તથા આકર્ષક સુશોભનથી સજાવવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં આનંદ, આસ્થા અને ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. ઈદે મિલાદુન્નબીના પવિત્ર દિવસે મુસ્લિમ વિસ્તારોમાંથી ભવ્ય જુલૂસ પણ નીકળ્યો હતો. મદની કમિટી, હુસૈની કમિટી અને આશિયાના યંગ કમિટી સહિતની સ્થાનિક સંસ્થાઓના નેજા હેઠળ યોજાયેલા જુલૂસમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને વડીલો ઉત્સાહભેર જોડાયા હતા. હાથમાં પરચમ લઈને શ્રદ્ધાળુઓએ નબી પાકની શાનમાં નારા લગાવ્યા હતા અને ઈશ્ક-એ-રસૂલના રંગમાં રંગાઈ સમગ્ર વાતાવરણને ધાર્મિક રંગે રંગી દીધું હતું. જુલૂસ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતાં ઠેર-ઠેર લોકો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જુલૂસના માર્ગ પર વિવિધ સ્થળોએ પાણી, સરબત અને ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાળકો માટે પણ અવનવી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિ અને વ્યવસ્થાનો માહોલ જળવાઈ રહે તે માટે વિજાપુર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ખાસ તકેદારી રાખી હતી. સ્થાનિક આગેવાનોએ આ પ્રસંગે જણાવ્યું હતું કે નબી પાક સમગ્ર માનવજાત માટે રહેમત અને માર્ગદર્શક છે. તેમના જીવનમાંથી શાંતિ, પ્રેમ, ભાઈચારો, માનવતા અને સદ્ભાવનાનો સંદેશ મળે છે. ઈદે મિલાદુન્નબીની ઉજવણી માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતી સીમિત ન રહેતાં સમાજમાં એકતા અને માનવતાનો સંદેશ વધુ મજબૂત બને તેવો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાંજના સમયે શહેરની વિવિધ કમિટીઓ અને સંસ્થાઓ દ્વારા ન્યાઝ તથા પ્રસાદીના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને સૌએ સાથે મળીને ભોજનનો લાભ લીધો હતો. આમ વિજાપુરના મુસ્લિમ બિરાદરોએ પયગમ્બર સાહેબની શીખને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કરી ઈદે મિલાદુન્નબીની ઉજવણી શાંતિ, એકતા અને ભાઈચારાના વાતાવરણમાં ભવ્ય રીતે પૂર્ણ કરી હતી.1
- હર્ષ સધવિસાહેબ આપને અમે વારં વાર દારૂ બંધી વિશે જાણકારી આપી રહ્યા છીએ છતાં તમને કોઈ પણ જાતની શરમ જેવું તમારા ના હોય તો ફાંકા ફોજદારી કરવાનું છોડી દો કારણકે તમે રીલ બનાવવામાં તમને સોશિયલ મીડિયામાં મોટા ફાંકા માંરો છો તમારી જાતને પુછો કે ભાવનગર લઠ્ઠા કાંડ થયા બાદ તમે સોશિયલ મીડિયામાં કેવા પોસ્ટરો મૂક્યા હતા તમે જે બોલ્યા હતા એમાંથી કશું જ નથી કર્યું નથી1