Shuru
Apke Nagar Ki App…
મોડાસા નગરના મધ્યસ્થ માર્ગ પરના ખાડાઓ અંગે કોર્પોરેટરે તંત્રનું ધ્યાન દોર્યું, વહેલી તકે સમારકામની ખાતરી મોડાસા નગરના મધ્યસ્થ માર્ગ પરના ખાડાઓ અંગે કોર્પોરેટરે તંત્રનું ધ્યાન દોર્યું, વહેલી તકે સમારકામની ખાતરી
Arvalli city news
મોડાસા નગરના મધ્યસ્થ માર્ગ પરના ખાડાઓ અંગે કોર્પોરેટરે તંત્રનું ધ્યાન દોર્યું, વહેલી તકે સમારકામની ખાતરી મોડાસા નગરના મધ્યસ્થ માર્ગ પરના ખાડાઓ અંગે કોર્પોરેટરે તંત્રનું ધ્યાન દોર્યું, વહેલી તકે સમારકામની ખાતરી
More news from ગુજરાત and nearby areas
- માલપુરમાં LCBનો મોટો દરોડો: ₹7.90 લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો માલપુરમાં LCBનો મોટો દરોડો: ₹7.90 લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો1
- અરવલ્લીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ, જિલ્લામાં રેડ એલર્ટ; શાળા-કોલેજ, આંગણવાડી અને ITIમાં રજા જાહેર અરવલ્લીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ, જિલ્લામાં રેડ એલર્ટ; શાળા-કોલેજ, આંગણવાડી અને ITIમાં રજા જાહેર મોડાસા: અરવલ્લી જિલ્લામાં શુક્રવાર મોડી રાત્રિથી શનિવાર વહેલી સવારે ધોધમાર વરસાદ વરસતા સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે જનજીવન પર અસર જોવા મળી રહી છે, જ્યારે હવામાન વિભાગની આગાહીના આધારે જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધનસુરા તાલુકામાં અંદાજે 4 ઇંચ નોંધાયો છે. સાઠંબામાં 2.5 ઇંચ, મેઘરજમાં 2 ઇંચ, મોડાસામાં 2 ઇંચ અને બાયડમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત ભિલોડામાં 20 મીમી અને માલપુરમાં 9 મીમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ અને આગામી કલાકોમાં વધુ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા કલેક્ટરે જિલ્લાના તમામ સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળા, કોલેજ, આંગણવાડી કેન્દ્રો અને ITIમાં આજે રજા જાહેર કરી છે. સાથે જ નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા, નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી સ્થળોએ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.4
- અરવલ્લી : વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દ્વારા ગૌરીવ્રત પૂર્ણાહુતિ પ્રસંગે 500થી વધુ કુમારીકાઓને ફળ વિતરણ દુર્ગાવાહિની સાથે જોડાવા કર્યું આહ્વાન અરવલ્લી જિલ્લાના મોડાસા નગરના ઓધારી મંદિર ખાતે જિલ્લા અધ્યક્ષ સંજયભાઈ ભાવસારની અધ્યક્ષતા હેઠળ જયાપાર્વતી વ્રત કરતી કુમારીકાઓને વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ અને દુગૉવહીની બહેનો દ્વારા 500 થી વધુ કુમારીકાઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું છે.માતૃશક્તિ અને દુગૉવાહીની તથા ઓધારી મંદિરના પૂજારી અતુલભાઈ જોષીદ્વારા ઉપસ્થિત કુમારીકાઓને દુગૉવાહીની અભ્યાસ વગૅમાં જોડાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે..ગૌરીવ્રતના પૂર્ણાહુતિ પ્રસંગે અરવલ્લી જિલ્લા અધ્યક્ષ અમિતા બેન માંડલિયા જિલ્લા માતૃશક્તિ સહ સંયોજિકા સીમાબેન સોની,જયાબેન શમૉ, કલ્પના બેન, તથા જિલ્લા દુગૉવાહીની સંયોજિકા ઝલક બેન ઉપાધ્યાય,સહ સંયોજીકા બંસરીબેન સોની, જ્યોતિબેન ભોઈ, નગરના માતૃશક્તિ કાર્યકર્તા હેતલબેન ત્રિવેદી,કલ્પનાબેન ઉપસ્થિત રહ્યા હતા.4
- મેઘરજમાં દિવસભરની ભારે ગરમી બાદ સમી સાંજે વરસાદી ઝાપટું, વાતાવરણમાં ઠંડક પ્રસરી મેઘરજ નગરમાં દિવસભરની ભારે ગરમી અને ઉકળાટ બાદ અચાનક વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. વરસાદી ઝાપટાને કારણે માર્ગો ભીના બન્યા હતા અને નગરમાં ખુશનુમા માહોલ સર્જાયો હતો.1
- અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં માત્ર સવા ઈંચ જેટલા વરસાદે જ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી દીધી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પડેલા સવા ઈંચ જેટલા વરસાદ બાદ શહેરના ચાર રસ્તા, કેદારનાથ સોસાયટી આગળનો ડીપી રોડ તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. માત્ર એક કલાકના વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો અને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી. દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. અનેક રજૂઆતો છતાં હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી. ખાસ કરીને શહેરના ચાર રસ્તા, કલ્યાણ 2 સોસાયટી સહિતના વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.અહીં માત્ર સવા ઈંચ જેટલા વરસાદ બાદ પણ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી આ સમસ્યા યથાવત છે, છતાં તેનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. હવે આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે."સામાન્ય વરસાદમાં જ જો શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ જાય તો આગામી ભારે વરસાદ દરમિયાન સ્થિતિ કેવી રહેશે તે મોટો પ્રશ્ન છે. હવે શહેરવાસીઓની માંગ છે કે તંત્ર તાત્કાલિક અસરથી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી આ વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે.4
- *અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે NDRFની એક ટીમ તૈનાત* *અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે NDRFની એક ટીમ તૈનાત* *વરસાદની કોઈપણ પરિસ્થિતિમાં પહોંચી વળવા અરવલ્લીમાં NDRF તૈયાર* ********************* માહિતી કચેરી અરવલ્લી 31-07-2026 અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો તાત્કાલિક સામનો કરવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની એક સંપૂર્ણ સજ્જ ટીમને જિલ્લામાં તૈનાત કરી છે. આ ટીમ વરસાદને કારણે ઉદ્ભવી શકે તેવી પૂર, પાણી ભરાવા, મકાનોના નુકસાન કે અન્ય આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક રાહત અને બચાવ કાર્યો હાથ ધરવા માટે તૈયાર છે. જિલ્લા કલેક્ટરની સૂચનાઓ અનુસાર આ ટીમને જરૂરી સાધનો, બોટ્સ, લાઇફ જેકેટ્સ અને આધુનિક સંચાર સુવિધાઓ સાથે તૈનાત કરવામાં આવી છે, જેથી કોઈપણ કટોકટીમાં તરત જ પહોંચી શકાય. NDRFની ટીમના ઇન્સ્પેક્ટર વિનીતસિંગે જણાવ્યું કે, “અમારી ટીમ સંપૂર્ણ તૈયારી સાથે જિલ્લામાં તૈનાત છે. અમે સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંકલન જાળવી રહ્યા છીએ. કોઈપણ આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધરવા માટે અમારી ટીમ સજ્જ છે.” NDRFની આ ટીમનું મુખ્ય કાર્ય જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં નિરીક્ષણ કરવું, સ્થાનિક એજન્સીઓ સાથે સંકલન જાળવવું તેમજ જરૂર પડ્યે તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધરવાનું છે. ટીમના કર્મચારીઓને પૂર પરિસ્થિતિમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા, પ્રાથમિક સારવાર આપવા અને રાહત સામગ્રી વહેંચવા માટે વિશેષ તાલીમ આપવામાં આવી છે. વધુમાં, ટીમ જિલ્લા કટોકટી કેન્દ્ર સાથે સતત સંપર્કમાં રહીને વાસ્તવિક સમયની માહિતી આપશે અને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડશે. જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સત્તાવાર આદેશોનું પાલન કરે અને કોઈપણ કટોકટીમાં ૧૦૭૭ પર સંપર્ક કરે. NDRFની આ તૈનાતી જિલ્લાના નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે મહત્ત્વપૂર્ણ પગલું છે. ***************** જવાનસિંહ ઠાકોર અરવલ્લી mo.!96385006502
- વિરપુર-બારોડા કેનાલ પાસે ભારે પવનમાં કન્ટેનર હાઉસ ઉડી ખાડામાં ખાબક્યું, એક મજૂરનું મોત, પાંચ ઈજાગ્રસ્ત વિરપુર તાલુકામાં શુક્રવારે મોડી રાત્રે ભારે પવન, વીજળીના કડાકા-ભડાકા અને ધોધમાર વરસાદ વચ્ચે એક કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. વિરપુર-બારોડા કેનાલ પાસે આવેલ સીમ વિસ્તારમાં કામ કરી રહેલા મજૂરો માટે રાખવામાં આવેલા કન્ટેનર હાઉસમાં કુલ છ મજૂરો હાજર હતા. અચાનક ભારે પવનના ઝાપટાથી કન્ટેનર હાઉસ ઉખડીને બાજુમાં આવેલા પાણી ભરેલા ખાડામાં ખાબક્યું હતું.આ દુર્ઘટનામાં એક મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય પાંચ મજૂરોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સૌપ્રથમ વિરપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમની સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે તમામને લુણાવાડા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.પ્રાથમિક માહિતી મુજબ, કન્ટેનર હાઉસમાં રહેલા તમામ છ મજૂરો મૂળ જુનાગઢ જિલ્લાના રહેવાસી હતા અને મજૂરી કામ માટે વિરપુર તાલુકામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ભારે વરસાદ અને પવનને કારણે સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો... રીપોર્ટર- વિપુલ જોષી વિરપુર1