logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કડોદરા GIDC પોલીસે તાતીથૈયા ગામની હદમાંથી ચોરાયેલી રોયલ એનફિલ્ડ મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડીને મિલકત સંબંધિત ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે કડોદરા ચાર રસ્તા નજીક આવેલા અખલામુખી હનુમાનજી મંદિર પાછળના માર્ગ પરથી કોર્ડન કરીને આરોપીને ઝડપી લીધો હતો. પકડાયેલા આરોપીની ઓળખ ૨૪ વર્ષીય આકાશ અમરનાથ ગોકુલપ્રસાદ તિવારી તરીકે થઈ છે, જે હાલમાં કડોદરાના મણીનગર વિસ્તારમાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના મિલ્કીપુરનો વતની છે. પોલીસે આરોપીના કબજામાંથી રજીસ્ટ્રેશન નંબર GJ-19-AK-7878 ધરાવતી આશરે ₹85,000ની રોયલ એનફિલ્ડ મોટરસાયકલ અને ₹5,000ની કિંમતનો ટેકનો કંપનીનો મોબાઈલ ફોન મળીને કુલ ₹90,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) હેઠળ કાયદેસરની ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. જેમાં કામરેજ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વી. એ. દેસાઈના નેતૃત્વમાં એએસઆઈ સુરેશભાઈ ચીમનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રૂડાભાઈ ભૂરાભાઈ, એએસઆઈ હરેશભાઈ ખુમાભાઈ અને અન્ય સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

1 hr ago
user_Hetalkumar manharbhai mis
Hetalkumar manharbhai mis
પલસાણા, સુરત, ગુજરાત•
1 hr ago
8a75d157-c21c-464d-9cd7-c474cb45e20e

કડોદરા GIDC પોલીસે તાતીથૈયા ગામની હદમાંથી ચોરાયેલી રોયલ એનફિલ્ડ મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડીને મિલકત સંબંધિત ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે કડોદરા ચાર રસ્તા નજીક આવેલા અખલામુખી હનુમાનજી મંદિર પાછળના માર્ગ પરથી કોર્ડન કરીને આરોપીને ઝડપી લીધો હતો. પકડાયેલા આરોપીની ઓળખ ૨૪ વર્ષીય આકાશ અમરનાથ ગોકુલપ્રસાદ તિવારી તરીકે થઈ છે, જે હાલમાં કડોદરાના મણીનગર વિસ્તારમાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના મિલ્કીપુરનો વતની છે. પોલીસે આરોપીના કબજામાંથી રજીસ્ટ્રેશન નંબર GJ-19-AK-7878 ધરાવતી આશરે ₹85,000ની રોયલ એનફિલ્ડ મોટરસાયકલ અને ₹5,000ની કિંમતનો ટેકનો કંપનીનો મોબાઈલ ફોન મળીને કુલ ₹90,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) હેઠળ કાયદેસરની ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. જેમાં કામરેજ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વી. એ. દેસાઈના નેતૃત્વમાં એએસઆઈ સુરેશભાઈ ચીમનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રૂડાભાઈ ભૂરાભાઈ, એએસઆઈ હરેશભાઈ ખુમાભાઈ અને અન્ય સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

More news from ગુજરાત and nearby areas
  • બનારસ પોતાની વિશ્વપ્રસિદ્ધ બનારસી સાડીઓ, ગુલાબી મીનાકારી અને લાકડાના રમકડાં માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. હવે અહીંના સ્થાનિક કારીગરોને એક નવી અને ભવ્ય ઓળખ મળવા જઈ રહી છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ, બનારસમાં એક અત્યંત શાનદાર 'યુનિટી મોલ' (Unity Mall) નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ કોઈ સામાન્ય મોલ નહીં હોય, પરંતુ અહીં દેશભરના 'વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ' (ODOP) અને બનારસની તમામ સ્થાનિક હસ્તકળાઓ માટે એક જ છત નીચે સૌથી મોટું બજાર સજશે. આ ભવ્ય પહેલના કારણે વિશ્વભરમાંથી આવતા પ્રવાસીઓ હવે કોઈપણ વચેટિયા વિના સીધા જ સ્થાનિક કારીગરો પાસેથી તેમની અદભુત કળા ખરીદી શકશે. આ આત્મનિર્ભર બની રહેલી કાશીની એક નવી ઉડાન છે. હર હર મહાદેવ!
    1
    બનારસ પોતાની વિશ્વપ્રસિદ્ધ બનારસી સાડીઓ, ગુલાબી મીનાકારી અને લાકડાના રમકડાં માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. હવે અહીંના સ્થાનિક કારીગરોને એક નવી અને ભવ્ય ઓળખ મળવા જઈ રહી છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ, બનારસમાં એક અત્યંત શાનદાર 'યુનિટી મોલ' (Unity Mall) નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

આ કોઈ સામાન્ય મોલ નહીં હોય, પરંતુ અહીં દેશભરના 'વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ' (ODOP) અને બનારસની તમામ સ્થાનિક હસ્તકળાઓ માટે એક જ છત નીચે સૌથી મોટું બજાર સજશે. આ ભવ્ય પહેલના કારણે વિશ્વભરમાંથી આવતા પ્રવાસીઓ હવે કોઈપણ વચેટિયા વિના સીધા જ સ્થાનિક કારીગરો પાસેથી તેમની અદભુત કળા ખરીદી શકશે. આ આત્મનિર્ભર બની રહેલી કાશીની એક નવી ઉડાન છે. હર હર મહાદેવ!
    user_प्रमोद सिंह परमार
    प्रमोद सिंह परमार
    ઉધના, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • સુરતના સચિન જીઆઈડીસીમાં આવેલી રાનીસતી ક્રિએશન કંપની દ્વારા જાહેર નાળામાં કેમિકલ યુક્ત ઝેરી પાણી વહાવવામાં આવતું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પર્યાવરણને નુકસાન પહોંચાડતી આ પ્રવૃત્તિ પર એક જાગૃત નાગરિકની નજર પડતા તેમણે તાત્કાલિક ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)માં લેખિત અને મૌખિક ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે જીપીસીબીની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને રાનીસતી ક્રિએશનના પ્લોટ પર તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ નાળામાં વહી રહેલા કેમિકલ યુક્ત પાણીની ગંભીરતાને જોઈને ઘટનાસ્થળેથી જ લાઈવ સેમ્પલ લીધા હતા અને તેને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા હતા. જોકે, આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ઘટનાસ્થળે હાજર જીપીસીબીના અધિકારીઓનું વલણ અત્યંત શંકાસ્પદ રહ્યું હતું. સ્થાનિક પત્રકારોએ જ્યારે અધિકારીઓને કંપની સામે શું કાર્યવાહી થશે અને પ્રાથમિક તપાસમાં શું જાણવા મળ્યું છે તે અંગે પ્રશ્નો પૂછ્યા, ત્યારે અધિકારીઓ મીડિયાના સવાલોના જવાબો આપવાનું ટાળીને કોઈ પણ સત્તાવાર પ્રતિક્રિયા આપ્યા વિના ત્યાંથી રવાના થઈ ગયા હતા. અધિકારીઓની આ રહસ્યમય ચૂપકીદીને કારણે હવે અનેક પ્રકારની ચર્ચાઓ વહેતી થઈ છે કે શું અધિકારીઓ કોઈ દબાણ હેઠળ કામ કરી રહ્યા છે અથવા તો કંઈક છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? પત્રકારોના સવાલોના જવાબ ન આપીને અધિકારીઓ કોને બચાવવા માંગે છે તેવા સવાલો પણ ઉભા થયા છે. જાગૃત નાગરિકની સતર્કતાથી આ પર્યાવરણીય કૌભાંડ તો ઉજાગર થઈ ગયું છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે જીપીસીબીના ઉચ્ચ અધિકારીઓ આ કેમિકલ માફિયાઓ સામે શું પગલાં ભરે છે.
    1
    સુરતના સચિન જીઆઈડીસીમાં આવેલી રાનીસતી ક્રિએશન કંપની દ્વારા જાહેર નાળામાં કેમિકલ યુક્ત ઝેરી પાણી વહાવવામાં આવતું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પર્યાવરણને નુકસાન પહોંચાડતી આ પ્રવૃત્તિ પર એક જાગૃત નાગરિકની નજર પડતા તેમણે તાત્કાલિક ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)માં લેખિત અને મૌખિક ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે જીપીસીબીની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને રાનીસતી ક્રિએશનના પ્લોટ પર તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ નાળામાં વહી રહેલા કેમિકલ યુક્ત પાણીની ગંભીરતાને જોઈને ઘટનાસ્થળેથી જ લાઈવ સેમ્પલ લીધા હતા અને તેને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા હતા.

જોકે, આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ઘટનાસ્થળે હાજર જીપીસીબીના અધિકારીઓનું વલણ અત્યંત શંકાસ્પદ રહ્યું હતું. સ્થાનિક પત્રકારોએ જ્યારે અધિકારીઓને કંપની સામે શું કાર્યવાહી થશે અને પ્રાથમિક તપાસમાં શું જાણવા મળ્યું છે તે અંગે પ્રશ્નો પૂછ્યા, ત્યારે અધિકારીઓ મીડિયાના સવાલોના જવાબો આપવાનું ટાળીને કોઈ પણ સત્તાવાર પ્રતિક્રિયા આપ્યા વિના ત્યાંથી રવાના થઈ ગયા હતા. અધિકારીઓની આ રહસ્યમય ચૂપકીદીને કારણે હવે અનેક પ્રકારની ચર્ચાઓ વહેતી થઈ છે કે શું અધિકારીઓ કોઈ દબાણ હેઠળ કામ કરી રહ્યા છે અથવા તો કંઈક છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? પત્રકારોના સવાલોના જવાબ ન આપીને અધિકારીઓ કોને બચાવવા માંગે છે તેવા સવાલો પણ ઉભા થયા છે. જાગૃત નાગરિકની સતર્કતાથી આ પર્યાવરણીય કૌભાંડ તો ઉજાગર થઈ ગયું છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે જીપીસીબીના ઉચ્ચ અધિકારીઓ આ કેમિકલ માફિયાઓ સામે શું પગલાં ભરે છે.
    user_SKT NEWS
    SKT NEWS
    Local News Reporter પલસાણા, સુરત, ગુજરાત•
    6 hrs ago
  • સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા રાજમહેલ મોલમાં થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પૈસાની લેતીદેતીની બાબતમાં મિત્રોએ જ આ મોતનું કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું છે. આ ગુનામાં સામેલ 3 આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
    1
    સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા રાજમહેલ મોલમાં થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પૈસાની લેતીદેતીની બાબતમાં મિત્રોએ જ આ મોતનું કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું છે. આ ગુનામાં સામેલ 3 આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
    user_NEWS 74 INDIA
    NEWS 74 INDIA
    News Anchor ઉધના, સુરત, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.