મહીસાગર જિલ્લામાં વિરપુર તાલુકાના કોયડમ ગામમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સાત બહેનો અને એક ભાઈનું અનોખું ઉદાહરણ – વિધવા બહેનને નવી જિંદગી માટે આપ્યો સાથ.. ------------------------------------------ તારીખ: 09 માર્ચ 2026 મહીસાગર જિલ્લામાં વિરપુર તાલુકાના કોયડમ ગામમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિનું અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ જોવા મળ્યું. એક ભાઈ અને સાત બહેનોના પરિવારે સમાજ માટે પ્રેરણા રૂપ બની પોતાની વિધવા બનેલી બહેનને ફરીથી નવા જીવન તરફ આગળ વધવા હિંમત આપી. પરિવારની એક બહેનના પતિનું એક વર્ષ પહેલા અવસાન થયું હતું. ત્યારબાદ પરિવારની તમામ બહેનો અને ભાઈએ સાથે મળી બહેનના ભવિષ્ય વિશે વિચાર કર્યો અને બહેનની મરજી મુજબ ખુશી ખુશીથી તેના બીજા લગ્ન કરાવવાનો નિર્ણય લીધો. ભેમાની વાવો ખાતે આવેલ અર્બુદા માતાજીના મંદિરમાં ભગવાનને સાક્ષી રાખીને પરિવારની હાજરીમાં હેતલબેન રમણભાઈ પંચાલ નો ફૂલહાર વિધિ દ્વારા મહીસાગર જિલ્લાના કુબેરના મુવાડા ગામના પંકજકુમાર પ્રવિણચંદ્ર પંચાલ સાથે લગ્ન સંસ્કાર કરાવવામાં આવ્યા. પરિવારજનોના આશીર્વાદ સાથે હેતલબેનને નવા જીવન માટે પ્રેરણા આપવામાં આવી અને હસતા મોઢે વિદાય આપવામાં આવી. ખાસ ગર્વની વાત એ છે કે હેતલબેનને બે સંતાનો છે – 14 વર્ષની દીકરી અને 10 વર્ષનો દીકરો. બંને સંતાનો પણ માતાના બીજા લગ્નથી ખૂબ ખુશ છે અને માતા સાથે જ રહેશે જ્યાં સુધી તેઓ 18 વર્ષના ન થાય. આ પ્રસંગે પરિવારજનોનો સંદેશ સ્પષ્ટ હતો – “મા તે મા, બાકી બધું વગડાના વા.” સમાજમાં સ્ત્રીને સન્માન અને નવી શરૂઆત માટેનો અધિકાર છે, અને આ પરિવારે તે જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું. 8 માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે છ બહેનો અને એક ભાઈએ મળીને વિધવા બહેનને નવા જીવનની શરૂઆત કરાવી સમાજને એક સકારાત્મક અને પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે. આ ઘટના ખરેખર નારી શક્તિ, પરિવારના એકતા અને માનવતા નું જીવંત ઉદાહરણ બની છે. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર. મો,9427221409

- આપણા સંતરામપુર વાકાનાલા રસ્તા પર લગન માં બાઈક પર સવાર થય નૅ જાન માં જતા યુવાનો ની બાઈક નું નિયત્રંણ ગુમવાથી બાઈક સામેથી આવતી બસ સાથે તકકર થવાથી અક્સમાત સર્જાયુ જેમાં બાઈક ચાળકો મૃત્યુ થયું.1
- મોડાસાથી ગોધરા તરફ જતી કારમાંથી આશરે ૮૮૫ કીલો ગૌ માંસ સાથે એક આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. મહીસાગર પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબ તથા I/C પોલીસ અધિક્ષક શ્રી વિકાસ યાદવ સાહેબનાઓએ અત્રેના જિલ્લામાં ગેરકાયદેસર રીતે કતલખાને લઇ જવાતા પશુઓ તથા ગૌ માંસની વેચાણની પ્રવૃતીને સંદતર નેસ્તનાબુદ કરવા સારૂં સુચન કરતા મહીસાગર એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એમ.કે.ખોટ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી. દરમ્યાન અ.હે.કો. ધર્મેશભાઇ રમણભાઇનાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે એક હોંડા સી.આર.વી. ગાડી મોડાસાથી ગે.કા. રીતે ગૌમાંસ ભરી ગોધરા તરફ જનાર છે જે બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો લુણાવાડા ટાઉન પો.સ્ટે. વિસ્તારના ચાર કોશીયા નાકા પાસે સદર બાતમી મુજબની ગાડીની વોચમાં રહેલ દરમ્યાન બાતમીવાળી ગાડી આવતા સ્ટાફના માણસોએ વાહનોની આડાશ કરી ગાડીને રોકવા પ્રયત્ન કરતા ગાડી ચાલાકે ગાડી રોકેલ નહી અને ગોધરા તરફના હાઇવે રોડ ઉપર ભાગવા લાગેલ જેથી સદર ગાડીનો પીછો કરી લુણાવાડા એસ.ટી. વર્કશોપની સામે સદર ગાડીને રોકી એક ઇસમને ઝડપી લીધેલ બાદમાં ગાડીની સીટ તેમજ ડીકીમાં ચેક કરતા અલગ અલગ પ્લાસ્ટીકના મીણીયાના કોથળાઓમાં પશુનુ માંસ ભરેલ હોવાનું જણાઇ આવેલ જેથી માંસનુ FSL ખાતે પરીક્ષણ કરવાતા ગૌ માંસ હોવાનું પુરવાર થતા ગૌ માંસ આશરે ૮૮૫ કીલો કિ.રૂ. ૦૧,૭૭,૦૦૦/-તથા બીજો મુદ્દામાલ કી.રૂ. ૦૩,૮૨,૦૦/- સાથે આરોપીઓ વિરુધ્ધ લુણાવાડા ટાઉન પો.સ્ટે. ગુનો દાખલ કરવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.1
- Post by Riyaj Ghachi1
- દાહોદ જિલ્લાના લીમડી નગર માં શીતળા સાતમની ધામધૂમ થી ઉજવણી કરાઈ આજે તારીખ 10/03/2026 મંગળવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં મળતી માહિતી અનુસાર વહેલી સવારે 12 કલાકથી મંદિરમાં ભક્તોની ભીડ જામી.લીમડી નગરમાં શીતળા સાતમનો પર્વ આ વર્ષે ભક્તિભાવ અને પરંપરાગત રીતિ-રિવાજો સાથે ધામધૂમથી ઉજવાયો. સાતમના પાવન દિવસે માતાજીના આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી જ શીતળા માતાજીના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. ભક્તોએ માતાજીના દર્શન કરી પરિવારના સુખ-શાંતિ અને સંતાનોના આરોગ્ય માટે પ્રાર્થનાઓ કરી. શીતળા સાતમના પર્વ સાથે જોડાયેલી પરંપરાને અનુસરીને ગઈકાલે રાંધણ છઠના દિવસે ગૃહિણીઓએ વિવિધ વાનગીઓ તૈયાર કરી હતી, જ્યારે સાતમના દિવસે રસોડામાં ચૂલો સાવ બંધ રાખવાની પરંપરા નિભાવવામાં આવી. આજે ઘરોમાં ઠંડું જમવાનું કરવામાં આવે છે, જેને ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. લીમડી નગરમાં સ્ત્રીઓ વહેલી સવારથી જ માતાજીના મંદિરોમાં પહોંચી ઠંડા દહીં અને બાજરીની કુલેરનો પ્રસાદ અર્પણ કરી સંતાનોની રક્ષા અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરતી જોવા મળી. મંદિરોમાં ભક્તિભાવનું વાતાવરણ સર્જાયું હતું અને શ્રદ્ધાળુઓ દ્વારા માતાજીના જયઘોષ સાથે પર્વની ઉજવણી કરવામાં આવી. આ રીતે પરંપરા અને ભક્તિનો અનોખો સંગમ માનાતો શીતળા સાતમનો પર્વ લીમડી નગરમાં શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવાયો.1
- દાહોદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી ડિસ્ટ્રીક્ટ જજ ના એડમિન વિભાગ ના મેઇલ ઉપર આવ્યો મેઈલ તાત્કાલિક કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવાયું.1
- ગઢ જીત્યો કટારાના લડવૈયાએ! ગોળ ગધેડાના મેળામાં વિજેતા યુવકની વિજયગાથા. થાંભલે ચડ્યો ને પોટલી લાવ્યો: કટારા પરિવારના યુવકે કેવી રીતે મચાવી ધમાલ? ગોળ ગધેડાના મેળાનો 'રીયલ હીરો': કટારા પરિવારના વિજેતાની જુબાનીએ મેળાની મોજ. હિંમત, હોંશ અને હરખ: જુઓ કેવી રીતે કટારા પરિવારના વિજેતાએ પરંપરા નિભાવી.1
- Post by RAMESH ZALA8
- Post by Riyaj Ghachi1