આમોદ તાલુકાના કોબલા ગામે હડકવા ગ્રસ્ત ભેંસનું મૃત્યું થતાં સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી. હડકવા ગ્રસ્ત ભેંસનું દૂધ પીધેલા ગ્રાહકોએ આમોદ આરોગ્ય કેન્દ્રમાં જઈ વેક્સિન મુકાવી. આમોદ તાલુકાના કોબલા ગામે અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો હતો.જેમાં કોબલા ગામે રહેતા જયેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાજની ભેંસને કોઈ હડકવા ગ્રસ્ત કૂતરું કરડી જતાં લાંબા ગાળા પાછી ભેંસને હડકવા ઉપડ્યો હતો.જેથી ભેંસમાં હડકવાના લક્ષણો જણાતા ભેંસ માલિક સહિત ગામલોકોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી.આ ઉપરાંત ભેંસ વેતરમાં આવ્યા બાદ ભેંસે એક બચ્ચાને પણ જન્મ આપ્યો હતો.જેથી ગામલોકો ઉપરાંત અન્ય લોકોએ પણ ભેંસના કાચા દૂધની બરી બનાવીને ખાધી હતી.ત્યાર બાદ ભેંસનું ત્રણ દિવસ બાદ મોત થયું હતું.તેમજ પશુ ચિકિત્સકે ભેંસને હડકવા થયો હોવાનું જણાવતા ભેંસનું દૂધ પીધેલા સ્થાનિક ગ્રાહકોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી.આથી ભેંસના માલિકે જયેન્દ્રસિંહ રાજ તથા તેમના પરિવારે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી હડકવા વિરોધી વેક્સિન મુકાવી હતી.ત્યાર બાદ તેમના દૂધના ગ્રાહકોને તેમજ બરી ખાધેલા લોકોને પણ જાણ કરી હતી.જેથી તેમના ગ્રાહકોમાં અચંબિત બની ગયા હતા અને તબીબની સલાહ મુજબ આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગામલોકોએ વેક્સિન મુકાવવા ડોટ લગાવી હતી.ગત રોજ સાંજ સુધીમાં ગામના ૩૨ લોકોએ વેક્સિન મુકાવી હતી.તેમજ હજુ પણ વધુ લોકો વેક્સિન મુકાવવા આવનાર હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું હતું. આ બાબતે કોબલા ગામના ભેંસ માલિક જયેન્દ્રસિંહ રાજે જણાવ્યું હતું કે ભેંસને કૂતરું કરડી જતાં હડકવા થયો હતો.પરંતુ જે તે સમયે અમોને જાણ નહોતી.જ્યારે ભેંસને હડકવાના લક્ષણો જણાયા ત્યાર બાદ ત્રણ દિવસ પહેલા ભેંસ મૃત્યુ પામી હતી. આ બાબતે સામુહિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડૉ.માનસીએ જણાવ્યું હતું કે કોબલા ગામે ભેંસને હડકવા થયા બાદ ભેંસ મૃત્યું પામી હતી.જેથી કેબલા ગામના લોકો જેમણે ભેંસનું દૂધ પીધું હતું તે બધા ગ્રાહકોને અહીંયા વેક્સિન મુકવામાં આવી હતી.

- Rathva dineshbhaiSuskal🤝on 14 November
- User8895Nandod, Narmada😤on 11 November
- ૬ ગામોને મળી ઈ-ટેમ્પોની ભેટ, ધારાસભ્ય ડી.કે. સ્વામીએ કરાવ્યું પ્રસ્થાન આમોદ તાલુકામાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) હેઠળ એક નવતર પ્રયોગ હાથ ધરીને ગ્રામીણ જીવનશૈલીને વધુ આરોગ્યપ્રદ બનાવવાની દિશામાં મક્કમ ડગલું ભરવામાં આવ્યું છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નિર્મળ ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે તાલુકાના ૬ પસંદગીના ગામોમાં કચરાના નિકાલ માટે આધુનિક ઈ-ટેમ્પોની ફાળવણી કરવામાં આવી છે, જેનું ભવ્ય લોકાર્પણ ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. હવે ગામડાઓમાં કચરાના ઢગલા ભૂતકાળ બનશે. આ ઈ-ટેમ્પો દ્વારા ગામના પ્રત્યેક ઘરે જઈને ભીનો અને સૂકો કચરો અલગ-અલગ એકત્રિત કરવામાં આવશે. આ વૈજ્ઞાનિક પદ્ધતિથી કચરાનું યોગ્ય વ્યવસ્થાપન શક્ય બનશે, જેનાથી માત્ર ગંદકી જ નહીં, પરંતુ ચોમાસા દરમિયાન ફેલાતા સંભવિત રોગચાળા પર પણ કાબૂ મેળવી શકાશે. આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પ્રેરક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે સ્વચ્છતા એ માત્ર સરકારી અભિયાન નથી, પણ એક સામાજિક સંસ્કાર છે. જ્યાં સુધી દરેક નાગરિક પોતાની જવાબદારી સમજીને સહયોગ નહીં આપે, ત્યાં સુધી સંપૂર્ણ સ્વચ્છતાનું લક્ષ્ય અશક્ય છે. આ ઈ-ટેમ્પો સુવિધા ગ્રામીણ જનતાના સ્વાસ્થ્ય અને પર્યાવરણની જાળવણી માટે એક સુરક્ષા કવચ સાબિત થશે.આ પ્રસંગે આમોદ-જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીની સાથે તાલુકા પંચાયતના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્રની આ પહેલને ગ્રામજનોએ પણ ઉમળકાભેર વધાવી લીધી છે, જે ભવિષ્યમાં સ્વસ્થ અને સુંદર આમોદના નિર્માણમાં પાયાનો પથ્થર બનશે.1
- શિનોર તાલુકા ટીંગલોદ ગામમાં કરુણ ઘટના | તળાવમાં ડૂબી 55 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ ટીંગલોદ તળાવ દુર્ઘટના: એક કરુણ અંત અને બચાવ કામગીરી પર સવાલો શિનોર તાલુકાના ટીંગલોદ ગામમાં ગત રાત્રિએ એક હૃદયદ્રાવક ઘટના બની, જેમાં માછલી પકડવા ગયેલા એક આધેડ વયના પુરુષનું તળાવમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ થયું. આ ઘટનાએ ગામમાં શોકનો માહોલ સર્જ્યો છે, અને સાથે જ બચાવ કામગીરીની નિષ્ફળતા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટીંગલોદ ગામના ૫૫ વર્ષીય રાજેશભાઈ પરસોત્તમભાઈ વસાવા ગત રાત્રે આશરે ૭ વાગ્યાની આસપાસ ગામના તળાવમાં માછલી પકડવા ગયા હતા. તળાવ કિનારે કાદવ-કીચડ હોવાને કારણે અચાનક તેમનો પગ લપસ્યો અને તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. આસપાસના લોકોએ તેમની બૂમો સાંભળીને તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે પ્રયાસો કર્યા હતા. આ ઘટનાની જાણ લગભગ અડધા કલાકમાં કરજણ ફાયર સેફ્ટીને કરવામાં આવી હતી. કરજણ ફાયર સેફ્ટીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ખરી, પરંતુ ગામજનોના આક્ષેપ મુજબ, તેમણે બચાવ કામગીરી શરૂ કરી નહોતી. ગામલોકોનો દાવો છે કે જો ફાયર બ્રિગેડ દ્વારા સમયસર બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હોત, તો કદાચ રાજેશભાઈના પરિવારને તેમનો મૃતદેહ વહેલી તકે મળી શક્યો હોત. આ વિલંબને કારણે પરિવારજનોને ભારે માનસિક યાતના ભોગવવી પડી હતી. દુર્ભાગ્યવશ, રાજેશભાઈ વસાવાને જીવતા બચાવી શકાયા નહોતા. બીજા દિવસે સવારે કરજણ ફાયર સેફ્ટીની ટીમે ફરીથી ટીંગલોદ ગામે પહોંચીને શોધખોળ શરૂ કરી. લાંબા પ્રયાસો બાદ રાજેશભાઈ વસાવાનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો અને પરિવારજનોને સોંપવામાં આવ્યો. આ ઘટનાએ સ્થાનિક બચાવ દળોની કાર્યક્ષમતા અને તાત્કાલિક પ્રતિભાવ પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે. એક તરફ, એક નિર્દોષ જીવ કાદવ-કીચડના કારણે અકાળે કાળનો કોળિયો બની ગયો, અને બીજી તરફ, બચાવ કામગીરીમાં થયેલા કથિત વિલંબને કારણે પરિવારજનોની વેદનામાં વધારો થયો. આશા રાખીએ કે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને બચાવ દળો વધુ સજ્જ અને ત્વરિત પ્રતિભાવ આપવા સક્ષમ બને. આ દુર્ઘટના રાજેશભાઈના પરિવાર માટે એક કાયમી ઘા બની રહેશે, અને સમાજ માટે એક બોધપાઠ કે સુરક્ષા અને ત્વરિત પ્રતિભાવનું મહત્વ કેટલું અનિવાર્ય છે. બ્યુરો ચીફ . પિન્ટુ વસાવા વડોદરા1
- Post by ગુંડિયા લલિતભાઈ1
- Post by Nationgujarat.com1
- Post by THE BEALERT NEWS1
- Post by RK News1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by Nationgujarat.com1