logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના જમીયતપુરા વિસ્તારમાં ચોમાસું શરૂ થતાં જ વિકાસના મોટા મોટા દાવાઓ પોકળ સાબિત થયા છે. ડિજિટલ યુગ અને સ્માર્ટ વિકાસની વાતો વચ્ચે, જમીયતપુરા અને ધાવડીયા વિસ્તારના આશરે ૩૦૦ પરિવારો આજે પણ મૂળભૂત સુવિધાઓના અભાવે ચોમાસાના ત્રણ મહિના સુધી જાણે ‘ટાપુવાસી’ બની રહેવા મજબૂર બને છે. વિરપુર સીએચસીથી જમીયતપુરા જતો એકમાત્ર એક કિલોમીટરનો માર્ગ લાવેરી નદી પર આવેલા કોઝવે પરથી પસાર થાય છે. વરસાદ શરૂ થતાં જ આ કોઝવે પર પાણી ફરી વળે છે અને આખો વિસ્તાર બહારની દુનિયા સાથેનો સંપર્ક ગુમાવી બેસે છે. કોઝવે પર કેડ સમા પાણી ભરાઈ જતા લોકોની અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ જાય છે, જેના કારણે પશુપાલકો દૂધ ભરાવવા જઈ શકતા નથી, ખેડૂતો ખેતીકામ માટે ખેતરો સુધી પહોંચી શકતા નથી અને બાળકોના અભ્યાસ પર સીધી અસર થાય છે. આ ઉપરાંત, જો કોઈ દર્દી કે ગર્ભવતી મહિલાને તાત્કાલિક સારવારની જરૂર પડે તો પરિવારજનો માટે ગંભીર ચિંતા અને ભયની સ્થિતિ સર્જાય છે. સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે કે વર્ષોથી આ સમસ્યા યથાવત છે, તેમ છતાં કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક કામગીરી થઈ નથી. એક તરફ સરકાર વિકાસના દાવાઓ કરે છે, તો બીજી તરફ માત્ર એક કોઝવેના અભાવે ૩૦૦ પરિવારોનું જીવન વરસાદી મોસમમાં ઠપ થઈ જવું એ ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. હવે સવાલ એ છે કે ડિજિટલ યુગમાં પણ ૩૦૦ પરિવારોને ત્રણ મહિના સુધી ઘરમાં કેદ રહેવું પડે, એ જ વિકાસનું ચિત્ર છે? તંત્ર આ ગંભીર સમસ્યાને ક્યારે પ્રાથમિકતા આપશે અને જમીયતપુરાને આ ‘ટાપુવાસી’ જેવી હાલતમાંથી ક્યારે મુક્તિ અપાવશે, તે જોવું રહ્યું.

1 hr ago
user_રીપોર્ટર- વિપુલ જોષી
રીપોર્ટર- વિપુલ જોષી
Photographer વીરપુર, મહીસાગર, ગુજરાત•
1 hr ago

મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના જમીયતપુરા વિસ્તારમાં ચોમાસું શરૂ થતાં જ વિકાસના મોટા મોટા દાવાઓ પોકળ સાબિત થયા છે. ડિજિટલ યુગ અને સ્માર્ટ વિકાસની વાતો વચ્ચે, જમીયતપુરા અને ધાવડીયા વિસ્તારના આશરે ૩૦૦ પરિવારો આજે પણ મૂળભૂત સુવિધાઓના અભાવે ચોમાસાના ત્રણ મહિના સુધી જાણે ‘ટાપુવાસી’ બની રહેવા મજબૂર બને છે. વિરપુર સીએચસીથી જમીયતપુરા જતો એકમાત્ર એક કિલોમીટરનો માર્ગ લાવેરી નદી પર આવેલા

કોઝવે પરથી પસાર થાય છે. વરસાદ શરૂ થતાં જ આ કોઝવે પર પાણી ફરી વળે છે અને આખો વિસ્તાર બહારની દુનિયા સાથેનો સંપર્ક ગુમાવી બેસે છે. કોઝવે પર કેડ સમા પાણી ભરાઈ જતા લોકોની અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ જાય છે, જેના કારણે પશુપાલકો દૂધ ભરાવવા જઈ શકતા નથી, ખેડૂતો ખેતીકામ માટે ખેતરો સુધી પહોંચી શકતા નથી અને બાળકોના અભ્યાસ

4e341004-4a15-4ab6-98df-2e1e044faab2

પર સીધી અસર થાય છે. આ ઉપરાંત, જો કોઈ દર્દી કે ગર્ભવતી મહિલાને તાત્કાલિક સારવારની જરૂર પડે તો પરિવારજનો માટે ગંભીર ચિંતા અને ભયની સ્થિતિ સર્જાય છે. સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે કે વર્ષોથી આ સમસ્યા યથાવત છે, તેમ છતાં કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક કામગીરી થઈ નથી. એક તરફ સરકાર વિકાસના દાવાઓ કરે છે, તો બીજી તરફ માત્ર

એક કોઝવેના અભાવે ૩૦૦ પરિવારોનું જીવન વરસાદી મોસમમાં ઠપ થઈ જવું એ ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. હવે સવાલ એ છે કે ડિજિટલ યુગમાં પણ ૩૦૦ પરિવારોને ત્રણ મહિના સુધી ઘરમાં કેદ રહેવું પડે, એ જ વિકાસનું ચિત્ર છે? તંત્ર આ ગંભીર સમસ્યાને ક્યારે પ્રાથમિકતા આપશે અને જમીયતપુરાને આ ‘ટાપુવાસી’ જેવી હાલતમાંથી ક્યારે મુક્તિ અપાવશે, તે જોવું રહ્યું.

More news from ગુજરાત and nearby areas
  • અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ગોવિંદપુર ગામે જમીન વિવાદના કારણે મારામારી અને ધમકીનો બનાવ બન્યો છે. ગોવિંદભાઈ નાનાભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની માલિકીની સર્વે નં. ૨૧૨ (ક) ની જમીનમાં આરોપીઓએ ટ્રેક્ટર લઈને ગેરકાયદેસર પ્રવેશ કરી જમીન ખેડી નાખી નુકસાન પહોંચાડ્યું હતું. આ વિવાદ રેવન્યુ રેકોર્ડની ભૂલને કારણે સર્વે નં. ૧૪૨ અને ૨૧૨ (ક) વચ્ચેના ઓવરલેપને લઈને ચાલી રહ્યો હતો, જેના કારણે આરોપીઓ અગાઉથી તકરાર કરતા હતા. ૨૧ જૂનના રોજ બપોરે ગોવિંદભાઈ ખેતરે પહોંચ્યા ત્યારે વિક્રમભાઈ નાનાભાઈ મકવાણા ટ્રેક્ટરથી જમીન ખેડી રહ્યા હતા. તે સમયે ચેતનકુમાર નાનાભાઈ મકવાણા, કિરણભાઈ બાબુભાઈ મકવાણા અને નવીનભાઈ બાબુભાઈ મકવાણા પણ ત્યાં હાજર હતા. ફરિયાદમાં આક્ષેપ છે કે ગોવિંદભાઈએ વિરોધ કરતાં ચારેય આરોપીઓએ અશ્લીલ ગાળો બોલી ધક્કામુક્કી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાસ્થળે હાજર અશોકભાઈ શિવાભાઈ પટેલ અને વિષ્ણુભાઈ નાનાભાઈ પટેલે વચ્ચે પડતાં તેમને પણ ધમકીઓ આપવામાં આવી હતી. ત્યારબાદ ૧૧૨ કંટ્રોલ રૂમમાં જાણ કરાતા આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ મામલે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવેશ, નુકસાન પહોંચાડવું, ગાળાગાળી, ધમકી અને મદદગારી સહિતની કલમો હેઠળ માલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    3
    અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ગોવિંદપુર ગામે જમીન વિવાદના કારણે મારામારી અને ધમકીનો બનાવ બન્યો છે. ગોવિંદભાઈ નાનાભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની માલિકીની સર્વે નં. ૨૧૨ (ક) ની જમીનમાં આરોપીઓએ ટ્રેક્ટર લઈને ગેરકાયદેસર પ્રવેશ કરી જમીન ખેડી નાખી નુકસાન પહોંચાડ્યું હતું.

આ વિવાદ રેવન્યુ રેકોર્ડની ભૂલને કારણે સર્વે નં. ૧૪૨ અને ૨૧૨ (ક) વચ્ચેના ઓવરલેપને લઈને ચાલી રહ્યો હતો, જેના કારણે આરોપીઓ અગાઉથી તકરાર કરતા હતા. ૨૧ જૂનના રોજ બપોરે ગોવિંદભાઈ ખેતરે પહોંચ્યા ત્યારે વિક્રમભાઈ નાનાભાઈ મકવાણા ટ્રેક્ટરથી જમીન ખેડી રહ્યા હતા. તે સમયે ચેતનકુમાર નાનાભાઈ મકવાણા, કિરણભાઈ બાબુભાઈ મકવાણા અને નવીનભાઈ બાબુભાઈ મકવાણા પણ ત્યાં હાજર હતા.

ફરિયાદમાં આક્ષેપ છે કે ગોવિંદભાઈએ વિરોધ કરતાં ચારેય આરોપીઓએ અશ્લીલ ગાળો બોલી ધક્કામુક્કી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાસ્થળે હાજર અશોકભાઈ શિવાભાઈ પટેલ અને વિષ્ણુભાઈ નાનાભાઈ પટેલે વચ્ચે પડતાં તેમને પણ ધમકીઓ આપવામાં આવી હતી. ત્યારબાદ ૧૧૨ કંટ્રોલ રૂમમાં જાણ કરાતા આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ મામલે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવેશ, નુકસાન પહોંચાડવું, ગાળાગાળી, ધમકી અને મદદગારી સહિતની કલમો હેઠળ માલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    user_Patel Hitendra M
    Patel Hitendra M
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    4 hrs ago
  • દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલા પુષ્પ સાગર તળાવની પાળ પર ચારેય તરફ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. આ પરિસ્થિતિ આવતા-જતા લોકો માટે મુશ્કેલી ઊભી કરી રહી છે. આ જ જાહેર રસ્તા પરથી નજીકમાં આવેલા મુસ્લિમ સમાજના કબ્રસ્તાન અને ગોવિંદતલાઈ તરફ જવાનો માર્ગ પણ પ્રભાવિત થઈ રહ્યો છે. તળાવના ઘાટની સ્થિતિ પણ અત્યંત ખરાબ થઈ ગઈ છે, જેને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દીપ્તેશ દેસાઈ દ્વારા સંજેલી ખાતેથી જણાવાયું છે કે, આ ગંભીર સમસ્યાને લઈને સંજેલી તાલુકાના જવાબદાર અધિકારીઓ યોગ્ય ધ્યાન આપે તેવી પ્રબળ માંગ ઉઠી છે.
    4
    દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલા પુષ્પ સાગર તળાવની પાળ પર ચારેય તરફ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. આ પરિસ્થિતિ આવતા-જતા લોકો માટે મુશ્કેલી ઊભી કરી રહી છે. આ જ જાહેર રસ્તા પરથી નજીકમાં આવેલા મુસ્લિમ સમાજના કબ્રસ્તાન અને ગોવિંદતલાઈ તરફ જવાનો માર્ગ પણ પ્રભાવિત થઈ રહ્યો છે. તળાવના ઘાટની સ્થિતિ પણ અત્યંત ખરાબ થઈ ગઈ છે, જેને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દીપ્તેશ દેસાઈ દ્વારા સંજેલી ખાતેથી જણાવાયું છે કે, આ ગંભીર સમસ્યાને લઈને સંજેલી તાલુકાના જવાબદાર અધિકારીઓ યોગ્ય ધ્યાન આપે તેવી પ્રબળ માંગ ઉઠી છે.
    user_Diptesh Desai
    Diptesh Desai
    Photographer સંજેલી, દાહોદ, ગુજરાત•
    5 hrs ago
  • બોરસદ ટાઉન પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ઈંગ્લીશ દારૂ ભરેલી એક પિકઅપ ગાડી સાથે મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.
    1
    બોરસદ ટાઉન પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ઈંગ્લીશ દારૂ ભરેલી એક પિકઅપ ગાડી સાથે મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.
    user_Rathod Sandip sinh
    Rathod Sandip sinh
    Local News Reporter કલોલ, પંચમહાલ, ગુજરાત•
    1 hr ago
  • હાલોલ નગરમાં મોહરમ પર્વને લઈ છેલ્લા ઘણા દિવસોથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જ્યાં મુસ્લિમ બિરાદરો દ્વારા કલાત્મક તાજીયા શણગારવામાં આવી રહ્યા છે. આગામી શુક્રવાર, ૨૬ જૂનના રોજ મોહરમ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. હિજરી સંવત મુજબ, મોહરમ ઇસ્લામનો પ્રથમ માસ છે, અને આ પર્વ ઇસ્લામ ધર્મના સ્થાપક પેગંબર હજરત મોહમદ સાહેબના દોહિત્ર પુત્ર ઇમામ હુસેનની શહાદતની યાદમાં ઉજવવામાં આવે છે. ઇમામ હુસેનની યાદમાં નગરની મસ્જિદોમાં જીક્ર શરીફ અને મિલાદ શરીફના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે, જેને લઈ નગરમાં ઠેર ઠેર તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઉજવણીના ભાગરૂપે, આગામી શુક્રવાર, ૨૬ જૂનના રોજ બપોરે નગરના હુસેની ચોક કસ્બા ખાતેથી હાલોલ નગરના તમામ તાજીયા એકત્રિત થઈ એક ભવ્ય ઝુલુસ નીકળશે. આ ઝુલુસનું સમાપન કાદરી મોહલ્લા ખોખર ફળિયા ખાતે કરવામાં આવશે. ત્યારબાદ, કાદરી મોહલ્લા દ્વારા નિયાઝનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટશે. છેલ્લા બે દિવસથી નગરના વિવિધ તાજીયાનું આગમન થતાં મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને નગરના મુસ્લિમ વિસ્તારોમાં રોશનીનો શણગાર પણ કરવામાં આવ્યો છે.
    1
    હાલોલ નગરમાં મોહરમ પર્વને લઈ છેલ્લા ઘણા દિવસોથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જ્યાં મુસ્લિમ બિરાદરો દ્વારા કલાત્મક તાજીયા શણગારવામાં આવી રહ્યા છે. આગામી શુક્રવાર, ૨૬ જૂનના રોજ મોહરમ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. હિજરી સંવત મુજબ, મોહરમ ઇસ્લામનો પ્રથમ માસ છે, અને આ પર્વ ઇસ્લામ ધર્મના સ્થાપક પેગંબર હજરત મોહમદ સાહેબના દોહિત્ર પુત્ર ઇમામ હુસેનની શહાદતની યાદમાં ઉજવવામાં આવે છે.

ઇમામ હુસેનની યાદમાં નગરની મસ્જિદોમાં જીક્ર શરીફ અને મિલાદ શરીફના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે, જેને લઈ નગરમાં ઠેર ઠેર તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઉજવણીના ભાગરૂપે, આગામી શુક્રવાર, ૨૬ જૂનના રોજ બપોરે નગરના હુસેની ચોક કસ્બા ખાતેથી હાલોલ નગરના તમામ તાજીયા એકત્રિત થઈ એક ભવ્ય ઝુલુસ નીકળશે. આ ઝુલુસનું સમાપન કાદરી મોહલ્લા ખોખર ફળિયા ખાતે કરવામાં આવશે. ત્યારબાદ, કાદરી મોહલ્લા દ્વારા નિયાઝનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટશે. છેલ્લા બે દિવસથી નગરના વિવિધ તાજીયાનું આગમન થતાં મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને નગરના મુસ્લિમ વિસ્તારોમાં રોશનીનો શણગાર પણ કરવામાં આવ્યો છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    13 hrs ago
  • આણંદ જિલ્લાના એક નાના ગામમાં ભણતા વિદ્યાર્થી રાહુલના શાળાના પ્રવેશ ઉત્સવ પ્રસંગે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ અંજના રાઠોડ મેડમે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, જો વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચાર સાથે પોતાનો લક્ષ્ય નક્કી કરે, તો સફળતા નિશ્ચિત છે. રાહુલ આ વાત ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. તે ભણવામાં સારો હોવા છતાં તેને હંમેશા લાગતું હતું કે તે જીવનમાં કઈ મોટું કરી શકશે નહીં. તે દિવસે તેણે નક્કી કર્યું કે તે પોતાની ભણતરની સાથે પોતાના સપનાઓ પર પણ ધ્યાન આપશે. તેણે મોબાઈલનો ઉપયોગ ઓછો કર્યો અને દરરોજ મહેનત કરવા લાગ્યો. ધીમે ધીમે તેનો આત્મવિશ્વાસ વધવા લાગ્યો. કેટલાક વર્ષો પછી, રાહુલે પોતાની મહેનત અને સકારાત્મક વિચારના બળ પર મોટી સફળતા પ્રાપ્ત કરી. એક દિવસ જ્યારે તે પોતાની જૂની શાળાએ પહોંચ્યો, ત્યારે તેણે બાળકોને કહ્યું કે "સપના એ જ પૂરા થાય છે, જેની સાથે આત્મવિશ્વાસ અને મહેનત જોડાયેલી હોય." બધા બાળકોએ તાળીઓ પાડીને તેનું સ્વાગત કર્યું અને તેનાથી પ્રેરણા લીધી.
    4
    આણંદ જિલ્લાના એક નાના ગામમાં ભણતા વિદ્યાર્થી રાહુલના શાળાના પ્રવેશ ઉત્સવ પ્રસંગે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ અંજના રાઠોડ મેડમે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, જો વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચાર સાથે પોતાનો લક્ષ્ય નક્કી કરે, તો સફળતા નિશ્ચિત છે.

રાહુલ આ વાત ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. તે ભણવામાં સારો હોવા છતાં તેને હંમેશા લાગતું હતું કે તે જીવનમાં કઈ મોટું કરી શકશે નહીં. તે દિવસે તેણે નક્કી કર્યું કે તે પોતાની ભણતરની સાથે પોતાના સપનાઓ પર પણ ધ્યાન આપશે. તેણે મોબાઈલનો ઉપયોગ ઓછો કર્યો અને દરરોજ મહેનત કરવા લાગ્યો. ધીમે ધીમે તેનો આત્મવિશ્વાસ વધવા લાગ્યો.

કેટલાક વર્ષો પછી, રાહુલે પોતાની મહેનત અને સકારાત્મક વિચારના બળ પર મોટી સફળતા પ્રાપ્ત કરી. એક દિવસ જ્યારે તે પોતાની જૂની શાળાએ પહોંચ્યો, ત્યારે તેણે બાળકોને કહ્યું કે "સપના એ જ પૂરા થાય છે, જેની સાથે આત્મવિશ્વાસ અને મહેનત જોડાયેલી હોય." બધા બાળકોએ તાળીઓ પાડીને તેનું સ્વાગત કર્યું અને તેનાથી પ્રેરણા લીધી.
    user_Bhumika pandya Anand
    Bhumika pandya Anand
    Local News Reporter આણંદ ગ્રામ્ય, આણંદ, ગુજરાત•
    5 hrs ago
  • અરવલ્લી જિલ્લામાં આરોગ્ય સેવાનો પાયો ગણાતી આશા બહેનોને છેલ્લા છ મહિનાથી બાકી રહેલા ઇન્સેન્ટિવ અને માનદ વેતનની ચુકવણી ન થતા પોતાના હક માંગવા રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે. જિલ્લા વિકાસ અધિકારી કચેરી આગળ આક્રોશિત આશા બહેનોએ ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું. આશા વર્કરોએ જણાવ્યું કે તેઓ HBYC, HBNC, PMMVY, PMJAY, ABHA સહિત આરોગ્ય વિભાગની અનેક મહત્વપૂર્ણ યોજનાઓમાં સતત મેદાનમાં રહીને કામગીરી કરે છે. તેઓ ગર્ભવતી મહિલાઓથી લઈને નવજાત બાળકોની સંભાળ, રસીકરણ અને વિવિધ આરોગ્ય અભિયાનોમાં ખડેપગે સેવા આપે છે, છતાં તેમના મહેનતના નાણાં મહિનાઓથી અટવાયેલા છે. આશા બહેનોનો આક્ષેપ છે કે ઇન્સેન્ટિવના 50 ટકા, ટોપ અપ, વર્ષ 2023થી PMMVYનું ચૂકવણું તેમજ ઓક્ટોબર 2025થી સી-બેક યોજના હેઠળની રકમ હજુ સુધી ચૂકવાઈ નથી. આ ઉપરાંત, માર્ચ મહિનાથી માનદ વેતન પણ મળ્યું નથી, જેના કારણે અનેક પરિવારો ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. આક્રોશિત આશા બહેનોએ સરકાર અને આરોગ્ય વિભાગને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તાત્કાલિક બાકી ચૂકવણાં નહીં કરવામાં આવે તો આગામી પોલિયો અભિયાન સહિતની તમામ આરોગ્ય યોજનાઓમાં તેઓ કામગીરીથી દૂર રહેશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને આરોગ્ય તંત્રની રહેશે. તેમણે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી અને સંબંધિત અધિકારીઓને લેખિત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક તમામ બાકી રકમ ચૂકવવા અને સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરીને હડતાળની જાહેરાત કરી હતી. હવે સવાલ એ છે કે જેઓ સરકારની આરોગ્ય યોજનાઓને ઘર-ઘર સુધી પહોંચાડે છે, શું તેમની પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચશે? શું જવાબદાર અધિકારીઓ આ આશા બહેનોની પીડા સાંભળશે કે પછી ફરી એકવાર માત્ર આશ્વાસનો જ મળશે? સૌની નજર સરકાર અને આરોગ્ય વિભાગના આગામી નિર્ણય પર ટકેલી છે.
    3
    અરવલ્લી જિલ્લામાં આરોગ્ય સેવાનો પાયો ગણાતી આશા બહેનોને છેલ્લા છ મહિનાથી બાકી રહેલા ઇન્સેન્ટિવ અને માનદ વેતનની ચુકવણી ન થતા પોતાના હક માંગવા રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે. જિલ્લા વિકાસ અધિકારી કચેરી આગળ આક્રોશિત આશા બહેનોએ ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું.

આશા વર્કરોએ જણાવ્યું કે તેઓ HBYC, HBNC, PMMVY, PMJAY, ABHA સહિત આરોગ્ય વિભાગની અનેક મહત્વપૂર્ણ યોજનાઓમાં સતત મેદાનમાં રહીને કામગીરી કરે છે. તેઓ ગર્ભવતી મહિલાઓથી લઈને નવજાત બાળકોની સંભાળ, રસીકરણ અને વિવિધ આરોગ્ય અભિયાનોમાં ખડેપગે સેવા આપે છે, છતાં તેમના મહેનતના નાણાં મહિનાઓથી અટવાયેલા છે. આશા બહેનોનો આક્ષેપ છે કે ઇન્સેન્ટિવના 50 ટકા, ટોપ અપ, વર્ષ 2023થી PMMVYનું ચૂકવણું તેમજ ઓક્ટોબર 2025થી સી-બેક યોજના હેઠળની રકમ હજુ સુધી ચૂકવાઈ નથી. આ ઉપરાંત, માર્ચ મહિનાથી માનદ વેતન પણ મળ્યું નથી, જેના કારણે અનેક પરિવારો ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.

આક્રોશિત આશા બહેનોએ સરકાર અને આરોગ્ય વિભાગને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તાત્કાલિક બાકી ચૂકવણાં નહીં કરવામાં આવે તો આગામી પોલિયો અભિયાન સહિતની તમામ આરોગ્ય યોજનાઓમાં તેઓ કામગીરીથી દૂર રહેશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને આરોગ્ય તંત્રની રહેશે. તેમણે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી અને સંબંધિત અધિકારીઓને લેખિત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક તમામ બાકી રકમ ચૂકવવા અને સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરીને હડતાળની જાહેરાત કરી હતી.

હવે સવાલ એ છે કે જેઓ સરકારની આરોગ્ય યોજનાઓને ઘર-ઘર સુધી પહોંચાડે છે, શું તેમની પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચશે? શું જવાબદાર અધિકારીઓ આ આશા બહેનોની પીડા સાંભળશે કે પછી ફરી એકવાર માત્ર આશ્વાસનો જ મળશે? સૌની નજર સરકાર અને આરોગ્ય વિભાગના આગામી નિર્ણય પર ટકેલી છે.
    user_Patel Hitendra M
    Patel Hitendra M
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    7 hrs ago
  • અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જાયલા ગામ નજીક આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી વિજયનગર જતી એસટી બસ અને એક બાઈક વચ્ચે થયેલી ટક્કરમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, એસટી બસે ઓવરટેક કરતી વખતે બાઈક ચાલકને અડફેટે લીધો હતો, જેના કારણે બાઈક ચાલક બસના પૈડા નીચે આવી જતાં આ દુર્ઘટના બની હતી. આ અકસ્માત બાદ ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.
    3
    અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જાયલા ગામ નજીક આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી વિજયનગર જતી એસટી બસ અને એક બાઈક વચ્ચે થયેલી ટક્કરમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, એસટી બસે ઓવરટેક કરતી વખતે બાઈક ચાલકને અડફેટે લીધો હતો, જેના કારણે બાઈક ચાલક બસના પૈડા નીચે આવી જતાં આ દુર્ઘટના બની હતી.

આ અકસ્માત બાદ ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.
    user_Jaydip bhatiya
    Jaydip bhatiya
    મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.