કાલોલ ખાતે સંસ્કૃત સપ્તાહ નિમિત્તે દબદબાભેર 'સંસ્કૃત ગૌરવ યાત્રા' યોજાઈ: વિદ્યાર્થીઓ પૌરાણિક પાત્રોની વેશભૂષામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કાલોલ ખાતે તાલુકા સ્તરીય 'સંસ્કૃત ગૌરવ યાત્રા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવ યાત્રાનો પ્રારંભ કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત ધી એમ. જી. એસ. હાઇસ્કૂલ ખાતેથી થયો હતો. જેમાં ધી એમ. જી. એસ. હાઇસ્કૂલ તેમજ સી. બી. ગર્લ્સ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં જોડાઈને સમગ્ર નગરમાં આકર્ષક રેલી કાઢી હતી. રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ ઋષિ-મુનિઓ તેમજ રામાયણના વિવિધ પૌરાણિક પાત્રોની વેશભૂષા ધારણ કરી હતી, જે નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર, વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે રુચિ વધે અને ભારતીય સંસ્કૃતિનું જતન થાય તેવા ઉમદા હેતુથી આ યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, મંડળ પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયભાઈ રાઠોડ, દુનીયા સરકારી હાઈસ્કૂલના કન્વીનર હાર્દિકભાઈ પટેલ, રાષ્ટ્રીય સંઘના આચાર્ય સંઘના વડા ડી. એચ. ચૌહાણ, ધી એમ. જી. એસ. હાઈસ્કૂલના ઈ. આચાર્ય વી. એ. ચૌહાણ, સી. બી. ગર્લ્સ હાઈસ્કૂલના ઈનચાર્જ આચાર્ય એન. પી. પટેલ સહિત વિવિધ શાળાઓના આચાર્યો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર નગરમાં પરિભ્રમણ કરી સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિનો સંદેશ આપનારી આ રેલીના સફળ આયોજનને સ્થાનિકોએ બિરદાવ્યું હતું.
કાલોલ ખાતે સંસ્કૃત સપ્તાહ નિમિત્તે દબદબાભેર 'સંસ્કૃત ગૌરવ યાત્રા' યોજાઈ: વિદ્યાર્થીઓ પૌરાણિક પાત્રોની વેશભૂષામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કાલોલ ખાતે તાલુકા સ્તરીય 'સંસ્કૃત ગૌરવ યાત્રા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવ યાત્રાનો પ્રારંભ કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત ધી એમ. જી. એસ. હાઇસ્કૂલ ખાતેથી થયો હતો. જેમાં ધી એમ. જી. એસ. હાઇસ્કૂલ તેમજ સી. બી. ગર્લ્સ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં જોડાઈને સમગ્ર નગરમાં આકર્ષક રેલી કાઢી હતી. રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ ઋષિ-મુનિઓ તેમજ રામાયણના વિવિધ પૌરાણિક પાત્રોની વેશભૂષા ધારણ કરી હતી, જે નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર
બની રહી હતી. સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર, વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે રુચિ વધે અને ભારતીય સંસ્કૃતિનું જતન થાય તેવા ઉમદા હેતુથી આ યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, મંડળ પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયભાઈ રાઠોડ, દુનીયા સરકારી હાઈસ્કૂલના કન્વીનર હાર્દિકભાઈ પટેલ, રાષ્ટ્રીય સંઘના આચાર્ય સંઘના વડા ડી. એચ. ચૌહાણ, ધી એમ. જી. એસ. હાઈસ્કૂલના ઈ. આચાર્ય વી. એ. ચૌહાણ, સી. બી. ગર્લ્સ હાઈસ્કૂલના ઈનચાર્જ આચાર્ય એન. પી. પટેલ સહિત વિવિધ શાળાઓના આચાર્યો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર નગરમાં પરિભ્રમણ કરી સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિનો સંદેશ આપનારી આ રેલીના સફળ આયોજનને સ્થાનિકોએ બિરદાવ્યું હતું.
- જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનનું ઈન્સ્પેકશન કરાયુ. તેમજ લોકદરબાર યોજાયો લોકો સાથે સીધો સંવાદ. જિલ્લા પોલીસ અધિક્ષક ડો હરીશ દુધાત દ્વારા આજ રોજ કાલોલ પોલીસ સ્ટેશન નું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાલોલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નવીન આહિર તેમજ પીઆઈ આર ડી ભરવાડ અને પીએસઆઈ એમ આર મોહનીયા તથા પીએસઆઇ એસ આર મકવાણા હાજર રહ્યા હતા .જિલ્લા પોલીસ અધિક્ષકને પી આઈ આર ડી ભરવાડ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતુ ત્યાર બાદ પોલીસ સ્ટાફ દ્વારા પરેડ કરવામા આવી હતી જેનુ પોલીસ અધિક્ષક દ્વારા નિરીક્ષણ કરવામા આવ્યુ હતું ત્યારબાદ પોલીસ સ્ટેશન નું વાર્ષિક ઈન્સપેકસન કરવામા આવ્યુ હતુ. જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તમામ પોલીસ કર્મચારીઓનું સ્વાસ્થ્ય અને ગણવેશ નું નિરીક્ષણ કરવામા આવ્યુ હતુ અને તમામ રેકર્ડ ની ચકાસણી કરી જરૂરી સૂચનાઓ આપી હતી.ત્યારબાદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કાલોલ નાયબ પોલીસ અધિક્ષક નવિન આહિર, એલસીબી પીઆઈ, કાલોલ પીઆઈ આર.ડી. ભરવાડ અને પીએસઆઇ આર એમ મોહનીયા, પીએસઆઇ એસ.આર.મકવાણા સહિત પોલીસ કર્મચારીઓ તેમજ કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ,કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા અને કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ સહિત આજુબાજુ ગામના સરપંચ અને તાલુકા તેમજ કાલોલ શહેરના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઇ દુધાતે જણાવ્યું કે કાલોલ સાયબર ક્રાઈમથી સાવધ રહેવા, ડી.જે.ના ઉપયોગમાં સરકારી ગાઈડલાઈન અનુસરવા અને ગેરકાયદેસર નાણાં ધિરાણ કરતા ઈસમો વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ નોંધાવવા, બહાર ગામ જતા સમયે કિંમતી ઘરેણાં ઘરમાં ના રાખવા તેમજ પ્રધાનમંત્રી વીમા યોજના, અટલ પેન્શન યોજના નો લાભ લેવા નાગરિકોને અનુરોધ કરાયો હતો જ્યાં આ લોક સંવાદ સેતુમાં કાલોલ વિસ્તારના બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં નાગરિકોએ કાલોલ ભાથીજી મંદિર પાસેના દબાણો, પોલીસ મહેકમ વધારવા, પકડાયેલા ભંગાર વાહનો,આઉટ પોસ્ટ ની સંખ્યા વધારવા જેવા પ્રશ્નો પૂછ્યા હતા પોલીસ-પ્રજા વચ્ચે સીધો સંવાદ સ્થપાયો હતો.4
- હાલોલ નગરમાં ઈદે મિલાદુન્નબીની આણંદ ઉત્સાહના વાતાવરણમા ઉજવણી કરાઇ,નગરમા ભવ્ય જુલૂસ નીકળ્યું હાલોલ નગરમાં ઈદે મિલાદુન્નબીની આણંદ ઉત્સાહના વાતાવરણમા ઉજવણી કરાઇ,નગરમા ભવ્ય જુલૂસ નીકળ્યું ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પયગંબર હજરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબના જન્મ દીન એટલે ઈદે મિલાદુન્નબીની ઉજવણી આજે બુધવારના રોજ હાલોલ નગર ખાતે ભારે ધાર્મિક વાતાવરણમા આનંદ ઉત્સાહથી કરવામા આવી હતી.હાલોલ નગરમાં છેલ્લા કેટલાક દિવસોથી નગરના વિવિધ વિસ્તારોને રંગારંગ રોશની કરી ઝગમગતું કર્યું હતું.અને નગરની વિવિધ મસ્જિદોમાં ૧૧ દિવસ સુધી મહેફિલે મિલાદનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.જ્યારે આજે બુધવાર ના રોજ ઈદે મિલાદુન્નબીની ઉજવણીને લઈ હાલોલ નગરના મુસ્લીમોમાં ભારે ઉત્સાહ સાથે બિરાદરો અને બાળકોએ અવનવા પોશાક પેહરી ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરી હતી.જ્યારે આ ઉજવણી ને લઇ હાલોલ નગરના લીમડી ફળિયા અમીરે મિલ્લત ચોક ખાતેથી ભવ્ય જુલૂસ નીકળ્યું હતું.જે નગરના કસ્બા હુસેની ચોક,રહીમ કોલોની,ખોખર ફળીયા, કરીમ કોલોની,૧૦૧ કોલોની,૫૧ કોલોની,કોથીફલિયા,બાદશાહ બાબાની દરગાહ,પાવાગઢ રોડ,મહમદ સ્ટ્રીટ,કુંભાર વાળા,મોઘાવાલા,ઘોડાપીરની દરગાહ,બોમ્બે હાઉસ થઇ પરત લીમડી ફળિયા ખાતે પહોચ્યું હતું અને સલાતો સલામ બાદ નિયાઝ લંગર તકસીમ કરવામાં આવ્યું હતું.જ્યારે ઈદે મિલાદુન્નબીની ઉજવણીને લઈ નગરમાં ઠેર ઠેર પાણી તેમજ દૂધ કોલ્ડ્રિંક તેમજ વિવિધ ખાણીપીણી ની છબિલો લાગી હતી અને આવનારા તમામ લોકોને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે નગરના વિવિધ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને શાંતિપૂર્વક માહોલમાં મુસ્લિમ સમાજના લોકોએ ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરી હતી.1
- વડોદરા શહેર કોંગ્રેસ જિલ્લા સમિતિ દ્વારા ઈદે મિલાદુન નબી તહેવારમાં જોડાયા4
- સરકારી વિનયન કૉલેજ શહેરા ખાતે સંસ્કૃત વિભાગ દ્વારા રક્ષાબંધનની ભાવસભર ઉજવણી: સ્નેહ અને સંસ્કૃતિનો અનોખો સંગમ સરકારી વિનયન કૉલેજ, શહેરાના સંસ્કૃત વિભાગ દ્વારા તા. ૨૭ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ પવિત્ર રક્ષાબંધન પર્વની ભાવપૂર્ણ અને ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. સ્નેહ, સુરક્ષા અને ભારતીય સંસ્કૃતિના પવિત્ર સંબંધોના પ્રતીક સમાન આ પર્વની ઉજવણીનો પ્રારંભ વૈદિક મંત્ર "યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલઃ। તેન ત્વામપિ બધ્નામિ રક્ષે મા ચલ મા ચલ॥" ના મંગલોચ્ચારણ સાથે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સંસ્કૃત વિભાગના અધ્યાપક ડૉ. શૈલેષ રાઉલજીએ વિદ્યાર્થીઓને રક્ષાબંધન પર્વનો ઐતિહાસિક અને પૌરાણિક સંદર્ભ, આ પર્વ શા માટે ઉજવવામાં આવે છે તેમજ વૈદિક સંસ્કૃતિમાં રક્ષાસૂત્રનું સાચું મહત્વ વિવિધ પ્રેરણાદાયી દ્રષ્ટાંતો દ્વારા ખૂબ જ સચોટ રીતે સમજાવ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ એકબીજાને સ્નેહપૂર્વક રાખડી બાંધીને આદર, સૌહાર્દ અને પરસ્પર સુરક્ષાનો પવિત્ર સંકલ્પ લીધો હતો. સંસ્કાર, સંસ્કૃતિ અને પવિત્ર સંબંધોની ગરિમા ઉજાગર કરતી આ અવિસ્મરણીય క్షણોથી સમગ્ર કૉલેજ પરિસર ભક્તિ અને સ્નેહના રંગે રંગાયું હતું.2
- राहुल गांधी कभी तो प्रियंका से राखी बंधवाते...? उनकी रक्षा का वचन देकर दिखाएं... स्वामी अविमुक्तेश्वरानंद सरस्वती1
- શ્રાવણ માસ નિમિત્તે અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરે એફીલ ટાવર ની ભવ્ય પ્રતિકૃતિ નીચે હિંડોળા પર્વની ભવ્ય ઉજવણી1
- કાલોલની એમ. એમ. ગાંધી કોલેજની એન.એસ.એસ.ની વિદ્યાર્થીનીઓએ પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી કાલોલની એમ. એમ. ગાંધી કોલેજની એન.એસ.એસ.ની વિદ્યાર્થીનીઓએ પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી કાલોલ સ્થિત એમ. એમ. ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એન.એસ.એસ. (NSS) વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા આજે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓએ કાલોલ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ ત્યાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે રાત-દિવસ ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને રાખડી બાંધીને રક્ષાબંધનની ભાવસભર ઉજવણી કરી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીનીઓએ કાલોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એમ. આર. મોહનીયા તથા પી.એસ.આઈ. એસ. આર. મકવાણા સહિત ઉપસ્થિત તમામ પોલીસ જવાનોને તિલક કરી રાખડી બાંધી હતી અને તેમના દીર્ઘાયુ તથા સુરક્ષાની પ્રાર્થના કરી હતી. સમાજની સુરક્ષા કાજે સતત તૈનાત રહેતા પોલીસ જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સરાહનીય કાર્યક્રમમાં એન.એસ.એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડૉ. હરેશ સુથાર તેમજ ડૉ. અર્જુનસિંહ ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીનીઓનું માર્ગદર્શન કર્યું હતું. પોલીસ પરિવારે પણ વિદ્યાર્થીનીઓના આ સ્નેહપૂર્ણ પ્રતિક બદલ આભાર વ્યક્ત કર્યો હતો.2
- નેપાળ-તિબેટ બોર્ડર પર બુધવારે સવારે અચાનક આવેલા પૂરથી નેપાળના રસૂવા જિલ્લામાં ભારે તબાહી મચી ગઈ. સવારે 9 વાગ્યે ભોટેકોશી નદીમાં અચાનક પાણીનો તેજ પ્રવાહ આવ્યો જેમાં ઘણા વિસ્તારો તેની ઝપેટમાં આવી ગયા. નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 95 લોકોના મોત થયાના સમાચાર છે. નેપાળના પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર 500થી વધુ લોકો ગુમ છે. તેમાં 133 ભારતીયો સહિત 300થી વધુ વિદેશી પર્યટકોનો સમાવેશ થાય છે1