ભરૂચ–અંકલેશ્વર વચ્ચે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનો પોર્શન શરૂ ભરૂચ : વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ-વેનો ભરૂચથી અંકલેશ્વર સુધીનો પોર્શન હવે બિનસત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યો છે. અંકલેશ્વરના પુનગામ નજીક ખાસ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે, જેના મારફતે ભરૂચથી સુરત તરફ જતા વાહનોને સરળતા રહેશે. વાહનચાલકો પુનગામથી અંકલેશ્વર–હાંસોટ–ઓલપાડ રોડનો ઉપયોગ કરી સુરત તરફ જઈ શકે છે. સુરતથી ભરૂચ આવતા વાહનો પણ આ જ માર્ગનો ઉપયોગ કરી શકે છે. દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ-વે કુલ 1380 કિમી લાંબો છે, જેમાંથી 413 કિમીનો ભાગ ગુજરાતમાંથી પસાર થાય છે. ભરૂચ જિલ્લામાં પૅકેજ-4 હેઠળ 13 કિમીના હિસ્સામાં ખેડૂતોના પ્રશ્નોને કારણે લાંબા સમયથી કામ અટકી ગયું હતું. પરંતુ હવે આ કામગીરી પૂર્ણ થઈ જતા એક્સપ્રેસ-વેનો પોર્શન વાહનચાલકો માટે ખુલ્લો મુકાયો છે. અંકલેશ્વરથી સુરત સુધીનો એક્સપ્રેસ-વે ડિસેમ્બર મહિનાથી સત્તાવાર રીતે શરૂ થવાની સંભાવના છે. આ માર્ગ શરૂ થવાથી ભરૂચ શહેરમાં સતત ઉભી થતી ટ્રાફિકજામની સમસ્યામાં મહત્ત્વપૂર્ણ રાહત મળશે.
ભરૂચ–અંકલેશ્વર વચ્ચે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનો પોર્શન શરૂ ભરૂચ : વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ-વેનો ભરૂચથી અંકલેશ્વર સુધીનો પોર્શન હવે બિનસત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યો છે. અંકલેશ્વરના પુનગામ નજીક ખાસ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે,
જેના મારફતે ભરૂચથી સુરત તરફ જતા વાહનોને સરળતા રહેશે. વાહનચાલકો પુનગામથી અંકલેશ્વર–હાંસોટ–ઓલપાડ રોડનો ઉપયોગ કરી સુરત તરફ જઈ શકે છે. સુરતથી ભરૂચ આવતા વાહનો પણ આ જ માર્ગનો ઉપયોગ કરી શકે છે. દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ-વે કુલ
1380 કિમી લાંબો છે, જેમાંથી 413 કિમીનો ભાગ ગુજરાતમાંથી પસાર થાય છે. ભરૂચ જિલ્લામાં પૅકેજ-4 હેઠળ 13 કિમીના હિસ્સામાં ખેડૂતોના પ્રશ્નોને કારણે લાંબા સમયથી કામ અટકી ગયું હતું. પરંતુ હવે આ કામગીરી પૂર્ણ થઈ
જતા એક્સપ્રેસ-વેનો પોર્શન વાહનચાલકો માટે ખુલ્લો મુકાયો છે. અંકલેશ્વરથી સુરત સુધીનો એક્સપ્રેસ-વે ડિસેમ્બર મહિનાથી સત્તાવાર રીતે શરૂ થવાની સંભાવના છે. આ માર્ગ શરૂ થવાથી ભરૂચ શહેરમાં સતત ઉભી થતી ટ્રાફિકજામની સમસ્યામાં મહત્ત્વપૂર્ણ રાહત મળશે.
- મચ્છી માર્કેટ વિસ્તારમાં ઉભરાતી ગતરોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- આમોદ શહેરના મચ્છી માર્કેટ વિસ્તારમાં છેલ્લા અનેક દિવસોથી ગટરો ઉભરાવાની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે. ગટરના ગંદા પાણી જાહેર રસ્તાઓ પર ફરી વળતા હોવાથી સ્થાનિક નાગરિકો, વાહનચાલકો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે જો તાકીદે ગટરોની સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે.1
- अंतिम संस्कार की तैयारी, फिर श्मशान से वापस लौटी अर्थी! सूरत में कागज़ों के फेर में फंसा शव, परिजन दौड़े अस्पताल।1
- MAA JOGANIA EPISODE 12.1
- Post by Sun sine navsari News1
- બાઇક ચોરીનો ભેદ ઉકેલતી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ1