સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન જીવલેણ સાબિત થઈ રહ્યું છે. શહેરના કતારગામ વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં રોંગ સાઈડમાં આવતા એક અજાણ્યા બાઈક ચાલકના કારણે 29 વર્ષીય નિકુંજભાઈ સુભાષભાઈ સવાણી નામના હીરાના કારખાનેદારે પોતાનો જીવ ગુમાવ્યો છે. ફૂલપાડાથી રત્નમાલા રોડ પર સર્જાયેલા આ અકસ્માતમાં સિટી બસના ટાયર નીચે કચડાતા યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. અચાનક સામેથી એક બાઈક ચાલક પૂરઝડપે રોંગ સાઈડમાં આવ્યો સુરતના ઉત્રાણ વીઆઈપી રોડ પર આવેલા સિલ્વર લક્ઝરિયામાં રહેતા 29 વર્ષીય નિકુંજભાઈ સુભાષભાઈ સવાણી વ્યવસાયે હીરાનું કારખાનું ધરાવતા હતા. શુક્રવાર(9 જાન્યુઆરી)ની સવારે તેઓ પોતાના પરિચિત કેતનભાઈ સાથે બાઈક પર સવાર થઈને શરીન મશીન રીપેરીંગના કામ અર્થે નીકળ્યા હતા. જ્યારે તેઓ ફૂલપાડાથી રત્નમાલા વચ્ચે આવેલા 'ખાટુંશ્યામ ડિઝાઇનર'ની દુકાન પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક સામેથી એક બાઈક ચાલક પૂરઝડપે રોંગ સાઈડમાં આવી ચઢ્યો હતો...સામેથી આવતા આ વાહન સાથેની ટક્કર બચાવવા જતાં નિકુંજભાઈએ પોતાના બાઈક પરનું સંતુલન ગુમાવ્યું હતું. રસ્તો ભીનો હોવાને કારણે અથવા ગભરાટમાં બ્રેક મારવાને લીધે તેમની બાઈક સ્લીપ થઈ ગઈ હતી અને બંને મિત્રો રોડ પર પટકાયા હતા...દુર્ભાગ્યવશ, નિકુંજભાઈ જે ક્ષણે રોડ પર પડ્યા, તે જ સમયે બાજુમાં પૂરઝડપે એક સિટી બસ આવી રહી હતી. બસના ચાલકને બ્રેક મારવાનો સમય મળે તે પહેલા જ બસનું ટાયર નિકુંજભાઈ પર ફરી વળ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે નિકુંજભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તુરંત જ

- સુંવાલી બીચ ફેસ્ટિવલ નું આજે ભવ્ય ઉદ્ઘાટન સુંવાલીના દરિયાકિનારે આજાથી 11 જાન્યુઆરી દરમિયાન ત્રિ-દિવસીય ઉજવણી બીચ પર ગીત સંગીતથી લોકો ઝુમી ઉઠ્યા1
- અમરોલી વિસ્તારમાં આવેલી J.Z. કોલેજના કેમ્પસમાં અસામાજિક તત્વોની દાદાગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં અસામાજિક તત્વ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ સાથે મારામારી કરવામાં આવી રહી હોવાના દૃશ્યો જોવા મળે છે. આ ઘટના બાદ કોલેજ કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. વિડિયો વાયરલ થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.1
- સુરતના કતારગામ વિસ્તારની ઘટના1
- *બિગ બીને ધક્કા મુક્કીથી માંડ માંડ બચાવ્યા, સુરતી ફેન્સ બેકાબૂ:ISPL માટે અમિતાભ, સૂર્યા અને સચિન તેંડુલકરનું એરપોર્ટ પર ગ્રાન્ડ વેલકમ, ફેન્સની તસવીર લેવા પડાપડી1
- https://youtu.be/JhK_dB6_Bt4 GUJARAT MANTRA ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh GUJARAT MANTRA 99792 786771
- Post by RK News1
- વલસાડ એલસીબીએ પારડીના તરમાલીયા ગ્રામ પંચાયત ઓફિસ નજીક પારડી રોહીણા રોડ ઉપરથી એક કારમાં લઈ જવા તો 50,016 રૂપિયાનો દારૂ સાથે ચાલક ઝડપાયો1
- [1/9, 3:05 PM] bharatbrahmbhatt32: સુરત શહેરમાં વર્ષ ૨૦૧૨થી રાત્રી દરમ્યાન ઘરફોડ ચોરી કરતો એક શાતિર આરોપી ઝડપાયો છે. સચિન પોલીસે આરોપીને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી શહેરના અલગ–અલગ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં અત્યાર સુધીમાં ૩૦થી વધુ ઘરફોડ ચોરીઓ કરી ચૂક્યો છે. આરોપી પકડાતા સચિન પોલીસ મથકમાં નોંધાયેલા બે જૂના ગુનાઓના ભેદ પણ ઉકેલાયા છે. ચોરી કરતી વખતે આરોપી પોતાની ઓળખ છુપાવવા માટે અલગ–અલગ પ્રકારના માસ્ક પહેરતો અને કમરના ભાગે રૂમાલ બાંધીને ચોરી કરતો હતો. ઉલ્લેખનીય છે કે આ આરોપીને અગાઉ વર્ષ ૨૦૨૧માં સુરત ક્રાઈમ બ્રાંચે પણ ઝડપી પાડ્યો હતો, છતાં ફરી એકવાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયો હતો. સચિન પોલીસ દ્વારા આરોપી પાસેથી વધુ ગુનાઓ અંગે પૂછપરછ ચાલુ છે. [1/9, 3:11 PM] bharatbrahmbhatt32: સચિન વિસ્તાર માં માસ્ક પહેરી ઘરફોડ ચોરી ને અંજામ આપનાર આરોપી ને સચિન પોલીસે જડપી પારી વધું તપાસ શરૂ કરી છે.1