સોમનાથની પાવન ભૂમિ પરથી આસ્થા અને સ્ત્રી સશક્તિકરણના સંગમથી એક નવો અધ્યાય લખાયો: વસ્ત્ર પ્રસાદની પહેલથી સોમનાથની અનેક સ્થાનિક મહિલાઓ બની લખપતિ દીદી સોમનાથ તા.૯. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જીવ માત્રનું કલ્યાણ થઈ રહ્યું છે. દાદાની દિવ્ય આશિષમાં સોમનાથની સ્થાનિક મહિલાઓ રોજગારી મેળવી સ્ત્રી સશક્તિકરણ તરફ આગળ વધી રહી છે. સોમનાથ મહાદેવ મંદિરમાં સમાનઘરથી લઈ આકાશે લહેરાતી ધજા સુધી અને બિલ્વવનથી લઈને વસ્તુ પ્રસાદ સુધી મંદિર ટ્રસ્ટ દ્વારા ફક્ત સ્થાનિક મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. ભગવાન સોમનાથની પાવન ભૂમિ પરથી આસ્થા, સ્ત્રીસશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતનો એક નવો અધ્યાય લખાયો છે. અહીં, મહાદેવને અર્પણ થતાં પીતાંબર હવે માત્ર આસ્થાનું પ્રતીક નથી, પરંતુ દાદાના વસ્ત્રો ગ્રામીણ મહિલાઓના આર્થિક સ્વાવલંબનનું માધ્યમ બન્યા છે. શ્રી સોમનાથ ટ્રસ્ટની એક અનોખી પહેલ અંતર્ગત, આ પવિત્ર વસ્ત્રોમાંથી કલાત્મક અને આકર્ષક કુર્તા તૈયાર કરવામાં આવે છે, જે દેશ-વિદેશ ના શિવભક્તો સુધી મહાદેવના પ્રસાદ બનીને પહોંચ્યા છે જેની સાથે સોમનાથની આસપાસના ગામોની મહિલાઓને 'લખપતિ દીદી' બનાવવાનો માર્ગ પણ મોકળો થયો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમનું 'નારી શક્તિ'ને 'રાષ્ટ્ર શક્તિ' બનાવવાનું ઓજસ્વી માર્ગદર્શન આ પહેલમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે. આ પહેલ સોમનાથની સામાજિક જવાબદારીની ઊંડી પરંપરાનો જ એક વિસ્તાર છે જેમાં આ પહેલાં પણ, સોમનાથ મહાવેદ અને માતા પાર્વતીના શૃંગારમાં ઉપયોગમાં લેવાયેલા પવિત્ર વસ્ત્રોને હજારો જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવ્યા છે. મહાદેવનો આ વસ્ત્ર પ્રસાદ જ્યારે કોઈ વ્યક્તિ સુધી પહોંચે છે, ત્યારે તેની સાથે એક અમૂલ્ય સંદેશ પણ જાય છે કે, તે ક્યારેય એકલો નથી, કારણ કે 'સૌના નાથ એવા સોમનાથ તેની સાથે છે'. આત્મા, પરમાત્મા અને આત્મીયતાની આ ભાવનાને આગળ વધારતા, ટ્રસ્ટે આસ્થાને આત્મનિર્ભરતા સાથે જોડી છે. પ્રધાનમંત્રીની 'લખપતિ દીદી'ની સંકલ્પના, જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓની વાર્ષિક આવકને એક લાખ રૂપિયાથી વધુ કરવાનો છે, તેને શ્રી સોમનાથ ટ્રસ્ટે ધાર્મિક અને આધુનિક બિંદુઓનો અદ્ભુત સંગમ કરીને સાકાર રૂપ આપ્યું છે. જેની સાથે આસ્થાના તાંતણે ગૂંથાઈ રહ્યું છે આત્મનિર્ભરતાનું વસ્ત્ર. સ્થાનિક મહિલાઓ મહાદેવને શ્રદ્ધાપૂર્વક અર્પણ કરાયેલા પીતાંબરને ખૂબ જ કલાત્મકતાથી ભવ્ય વસ્ત્ર પ્રસાદના રૂપમાં પરિવર્તિત કરી રહી છે. આ કુર્તાઓની વિશેષતા માત્ર તેમનું પવિત્ર મૂળ જ નથી, પરંતુ તેમની આધુનિક ડિઝાઇન પણ છે. રંગબેરંગી, ડિઝાઇનર કોલર અને ડમરૂ, ત્રિશુલ, શિખર સહિતની શિવ-તત્વ સાથે જોડાયેલી વિશેષ બેક પ્રિન્ટ સાથે તૈયાર કરાયેલા આ કુર્તા આજના સમયના ફેશન ટ્રેન્ડને પણ પૂરા કરે છે. સોમનાથની નજીકના ગામડાઓની મહિલાઓ, જે આ પહેલ સાથે જોડાયેલી છે, તેમના ચહેરા પર એક નવો આત્મવિશ્વાસ છે. તે કહે છે, ' દાદા સોમનાથના દિવ્ય આશિષથી આજે અમે ઘરના ઉંબરો ઓળંગી ખુદ પગભર બન્યા છીએ. પહેલા અમે ઘરના કામો સુધી જ સીમિત અમારી ઓળખ આજે અમારા હાથથી બનેલા કુર્તા સાથે ભગવાનના આશીર્વાદ બનીને દેશના ખૂણે-ખૂણે પહોંચી છે જેના વિચાર માત્રથી જ મન ગર્વથી ભરાઈ જાય છે. શ્રી સોમનાથ ટ્રસ્ટની આ વાત્સલ્ય રૂપી યોજના એ સુનિશ્ચિત કરી રહી છે કે અનેક મહિલાઓ દ્વારા નિર્મિત આ વસ્ત્ર પ્રસાદ માત્ર સ્થાનિક બજારો સુધી સીમિત ન રહે. ટ્રસ્ટની વેબસાઇટ દ્વારા સુદ્રઢ વિતરણ પ્રણાલીથી, આ આકર્ષક કુર્તા દિલ્હી, મુંબઈ, બેંગલુરુ જેવા મહાનગરો અને દેશ-વિદેશમાં બેઠેલા ભક્તો સુધી પહોંચ્યા છે. જેનાથી ન માત્ર આ મહિલાઓની આવકમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ છે, પરંતુ તેમની કળા અને મહેનતને એક રાષ્ટ્રીય મંચ પણ મળ્યું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગ્રામીણ મહિલાઓને કૌશલ્ય વિકાસ માટે વિશેષ પ્રશિક્ષણ કાર્યક્રમો પણ ચલાવવામાં આવે છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
સોમનાથની પાવન ભૂમિ પરથી આસ્થા અને સ્ત્રી સશક્તિકરણના સંગમથી એક નવો અધ્યાય લખાયો: વસ્ત્ર પ્રસાદની પહેલથી સોમનાથની અનેક સ્થાનિક મહિલાઓ બની લખપતિ દીદી સોમનાથ તા.૯. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જીવ માત્રનું કલ્યાણ થઈ રહ્યું છે. દાદાની દિવ્ય આશિષમાં સોમનાથની સ્થાનિક મહિલાઓ રોજગારી મેળવી સ્ત્રી સશક્તિકરણ તરફ આગળ વધી રહી છે. સોમનાથ મહાદેવ મંદિરમાં સમાનઘરથી લઈ આકાશે લહેરાતી ધજા સુધી અને બિલ્વવનથી લઈને વસ્તુ પ્રસાદ સુધી મંદિર ટ્રસ્ટ દ્વારા ફક્ત સ્થાનિક મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. ભગવાન સોમનાથની પાવન ભૂમિ પરથી આસ્થા, સ્ત્રીસશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતનો એક નવો અધ્યાય લખાયો છે. અહીં, મહાદેવને અર્પણ થતાં પીતાંબર હવે માત્ર આસ્થાનું પ્રતીક નથી, પરંતુ દાદાના વસ્ત્રો
ગ્રામીણ મહિલાઓના આર્થિક સ્વાવલંબનનું માધ્યમ બન્યા છે. શ્રી સોમનાથ ટ્રસ્ટની એક અનોખી પહેલ અંતર્ગત, આ પવિત્ર વસ્ત્રોમાંથી કલાત્મક અને આકર્ષક કુર્તા તૈયાર કરવામાં આવે છે, જે દેશ-વિદેશ ના શિવભક્તો સુધી મહાદેવના પ્રસાદ બનીને પહોંચ્યા છે જેની સાથે સોમનાથની આસપાસના ગામોની મહિલાઓને 'લખપતિ દીદી' બનાવવાનો માર્ગ પણ મોકળો થયો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમનું 'નારી શક્તિ'ને 'રાષ્ટ્ર શક્તિ' બનાવવાનું ઓજસ્વી માર્ગદર્શન આ પહેલમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે. આ પહેલ સોમનાથની સામાજિક જવાબદારીની ઊંડી પરંપરાનો જ એક વિસ્તાર છે જેમાં આ પહેલાં પણ, સોમનાથ મહાવેદ અને માતા પાર્વતીના શૃંગારમાં ઉપયોગમાં લેવાયેલા પવિત્ર વસ્ત્રોને હજારો જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવ્યા
છે. મહાદેવનો આ વસ્ત્ર પ્રસાદ જ્યારે કોઈ વ્યક્તિ સુધી પહોંચે છે, ત્યારે તેની સાથે એક અમૂલ્ય સંદેશ પણ જાય છે કે, તે ક્યારેય એકલો નથી, કારણ કે 'સૌના નાથ એવા સોમનાથ તેની સાથે છે'. આત્મા, પરમાત્મા અને આત્મીયતાની આ ભાવનાને આગળ વધારતા, ટ્રસ્ટે આસ્થાને આત્મનિર્ભરતા સાથે જોડી છે. પ્રધાનમંત્રીની 'લખપતિ દીદી'ની સંકલ્પના, જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓની વાર્ષિક આવકને એક લાખ રૂપિયાથી વધુ કરવાનો છે, તેને શ્રી સોમનાથ ટ્રસ્ટે ધાર્મિક અને આધુનિક બિંદુઓનો અદ્ભુત સંગમ કરીને સાકાર રૂપ આપ્યું છે. જેની સાથે આસ્થાના તાંતણે ગૂંથાઈ રહ્યું છે આત્મનિર્ભરતાનું વસ્ત્ર. સ્થાનિક મહિલાઓ મહાદેવને શ્રદ્ધાપૂર્વક અર્પણ કરાયેલા પીતાંબરને ખૂબ જ કલાત્મકતાથી ભવ્ય વસ્ત્ર પ્રસાદના રૂપમાં
પરિવર્તિત કરી રહી છે. આ કુર્તાઓની વિશેષતા માત્ર તેમનું પવિત્ર મૂળ જ નથી, પરંતુ તેમની આધુનિક ડિઝાઇન પણ છે. રંગબેરંગી, ડિઝાઇનર કોલર અને ડમરૂ, ત્રિશુલ, શિખર સહિતની શિવ-તત્વ સાથે જોડાયેલી વિશેષ બેક પ્રિન્ટ સાથે તૈયાર કરાયેલા આ કુર્તા આજના સમયના ફેશન ટ્રેન્ડને પણ પૂરા કરે છે. સોમનાથની નજીકના ગામડાઓની મહિલાઓ, જે આ પહેલ સાથે જોડાયેલી છે, તેમના ચહેરા પર એક નવો આત્મવિશ્વાસ છે. તે કહે છે, ' દાદા સોમનાથના દિવ્ય આશિષથી આજે અમે ઘરના ઉંબરો ઓળંગી ખુદ પગભર બન્યા છીએ. પહેલા અમે ઘરના કામો સુધી જ સીમિત અમારી ઓળખ આજે અમારા હાથથી બનેલા કુર્તા સાથે ભગવાનના આશીર્વાદ બનીને દેશના ખૂણે-ખૂણે પહોંચી છે જેના
વિચાર માત્રથી જ મન ગર્વથી ભરાઈ જાય છે. શ્રી સોમનાથ ટ્રસ્ટની આ વાત્સલ્ય રૂપી યોજના એ સુનિશ્ચિત કરી રહી છે કે અનેક મહિલાઓ દ્વારા નિર્મિત આ વસ્ત્ર પ્રસાદ માત્ર સ્થાનિક બજારો સુધી સીમિત ન રહે. ટ્રસ્ટની વેબસાઇટ દ્વારા સુદ્રઢ વિતરણ પ્રણાલીથી, આ આકર્ષક કુર્તા દિલ્હી, મુંબઈ, બેંગલુરુ જેવા મહાનગરો અને દેશ-વિદેશમાં બેઠેલા ભક્તો સુધી પહોંચ્યા છે. જેનાથી ન માત્ર આ મહિલાઓની આવકમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ છે, પરંતુ તેમની કળા અને મહેનતને એક રાષ્ટ્રીય મંચ પણ મળ્યું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગ્રામીણ મહિલાઓને કૌશલ્ય વિકાસ માટે વિશેષ પ્રશિક્ષણ કાર્યક્રમો પણ ચલાવવામાં આવે છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
- ગીર સોમનાથ ખાતે ના પ્રોગ્રામ માં નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમ ના મહા માંડલેશ્વર બજરંગદાસ બાપુ ની પ્રતિક્રિયા ગીર સોમનાથ જિલ્લામાં ભગવાન સોમનાથ દાદાના સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે પધારી રહેલા ભારતના યસ્વશી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની હાજરીમાં ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે તેમાં સ્થાનિક વેરાવળ ભાજપ દ્વારા સ્થાનિક સંતોને જ આમંત્રણ ન આપવા બાબત નું દુઃખ વ્યક્ત કરતા નિરાલી ખોડીયાર ઉદાસીસંપ્રદાયના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુ એ એક નિવેદનમાં આ કાર્યક્રમમાં સ્થાનિક સંતોની બાદબાકી કરેલ છે અને બહારથી જે જૂના અખાડાના સાધુને બોલાવી અને જે અમારી પરંપરા મુજબ કુંભમેળા અને શિવરાત્રી મેળા ભવનાથ તળેટીમાં જે નાગા સાધુઓની રવાડી નીકળે છે એવી જ રવાડી ત્યાં કાઢવાની વાત આવી છે જેનો અમે વિરોધ કરીએ છીએ જે વસ્તુ જ્યાં શોભતી હોય ત્યાં જ શોભે તો આ રીતના તરગાળા રમવા જતા હોય એવી રીતના નાગા સાધુઓને ત્યાં લઈ જવા અને આવી રવાડીઓ કાઢવી એ વ્યાજબી અને સનાતન વિરુદ્ધ છે જેનો પણ અમે વિરોધ કરીએ છીએ ભાજપે આ બાબતે વિચારવું રહ્યું હા સંતોને બોલાવાય સંતોના આશીર્વાદ લેવાય સંતોની હાજરીમાં કાર્યક્રમ કરાય પણ આવા નોટંકી તાયાફાન કરવા પૂજ્ય બાપુએ પોતાના એક નિવેદનમાં અનુરોધ કર્યો છે અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ2
- અમરેલી બ્રેકિંગ..... સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ કૃષિમંત્રીને પાઠવ્યો પત્ર....... રાજ્ય અને કેન્દ્ર સરકારની ખેડૂત લક્ષી નીતિ અને અભિગમ માટે રજૂઆત કરતા કસવાળા........ ગુજરાત રાજ્યમાં 200 કેન્દ્રો પર થઈ રહી છે ટેકાના ભાવની ખરીદી....... મગફળી ની MSP ની 17 જાન્યુઆરીની મુદતમાં વધારો કરવાની માંગ....... 2 નવેમ્બર સુધી કમોસમી વરસાદથી ખેડૂતોની મગફળી તૈયાર ન હતી - મહેશ કસવાળા..... રવિપાકની વાવણીને કારણે ખેડૂતો સમયસર આવી શક્યા ન હતા - મહેશ કસવાળા........ ખેડૂતોના કેટલાક કેન્દ્રો પર ધીમી પ્રક્રિયા, ગોડાઉન ફાળવણીની પ્રક્રિયામાં વિલંબને કારણે મુદતમાં વધારો કરો - મહેશ કસવાળા....... 17 જાન્યુઆરી સુધીમાં 100% થઈ શકવાની શક્યતાઓ નથી - મહેશ કસવાળા...... ખેડૂતોની ટેકાના ભાવની મગફળી ખરીદીની મુદતમાં વધારો કરવાની માંગ કરતા કસવાળા........ બાઈટ 1 મહેશ કસવાળા (ધારાસભ્ય સાવરકુંડલા)1
- चीन ने बिना पटरी चलने वाली ट्रेन तकनीक ART (Autonomous Rail Rapid Transit) विकसित की है। यह ट्रेन सामान्य सड़कों पर चलती है और सेंसर, कैमरा व GPS की मदद से सड़क पर बनी वर्चुअल लाइनों को फॉलो करती है। पारंपरिक ट्राम के मुकाबले यह सस्ती, तेज़ और आसान है। ART बस की लचीलापन और मेट्रो जैसी क्षमता को एक साथ जोड़ती है। #FutureTech #ChinaInnovation #SmartTransport #NextGenTransit #ViralNews #TechExplained #PublicTransport1
- રાજુલાની 10 વર્ષની હેતવી રાયચાએ સુરત રાજ્યકક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટમાં ટોપ-8માં સ્થાન મેળવી શહેરનું નામ રોશન કર્યું રાજુલા શહેરમાં રહેતા રાયચા પરિવાર માટે ગૌરવની વાત સામે આવી છે. રાજુલાના દિપકભાઈ રાયચાની પુત્રી હેતવી દિપકભાઈ રાયચા (ઉંમર 10 વર્ષ) એ સુરત ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટમાં ઊંચીકૂદ (High Jump) U-11 કેટેગરીમાં ટોપ-8માં સ્થાન મેળવી 8મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિથી હેતવી રાયચાએ સમગ્ર રાયચા પરિવાર, તેમજ સમગ્ર રઘુવંશી સમાજ તેમજ રાજુલા શહેરનું નામ ઉજાગર કર્યું છે. મળતી માહિતી મુજબ 9 જાન્યુઆરી 2026ના રોજ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા રાજ્ય કક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટનું આયોજન સુરત ખાતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં હેતવી રાયચાએ ઉત્તમ રમત પ્રદર્શન કરી ટોપ-8માં સ્થાન મેળવ્યું અને રાજ્ય કક્ષાએ મેડલ પોતાના નામે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હેતવી રાયચાએ અગાઉ પણ ખેલ મહાકુંભમાં શાનદાર પ્રદર્શન કરી અનેક મેડલ જીત્યા છે, તેમજ અમદાવાદમાં યોજાયેલા ખેલ મહાકુંભના ડિસ્ટ્રિક્ટ લેવલમાં પણ ટોપ-8માં સ્થાન મેળવ્યું હતું. હાલ હેતવી અમદાવાદ ખાતે ગ્લોબલ મિશન ઇન્ટર નેશનલ સ્કૂલ (સંસ્કાર ધામ) માં અભ્યાસ કરી રહી છે તેમજ ત્યાં તાલીમ પણ મેળવી રહી છે. હવે આગળ હેતવી રાયચા નેશનલ લેવલ પર પણ આવું જ ઉત્તમ પ્રદર્શન કરી વધુ સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ સાથે સમગ્ર પરિવાર તેમજ શાળા પરિવાર દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે હેતવી રાયચાના કોચ પ્રવીણ સોલંકી (રાહી સ્પોર્ટ્સ એકેડેમી) તેમજ જણાવ્યું કે આજના આ સમયમાં દીકરીઓ દીકરાથી કંઈ કમ નથી તે આ હેતવી રાયચા એ સાબિત કરી બતાવ્યું છે2
- સુરત રાજ્યકક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટમાં ટોપ-8માં સ્થાન મેળવી શહેરનું નામ રોશન કર્યું રાજુલા શહેર માટે ગૌરવની વાત સામે આવી છે. રાજુલામાં રહેતા દિપકભાઈ રાયચાની પુત્રી હેતવી દિપકભાઈ રાયચા (ઉંમર 10 વર્ષ) એ સુરત ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટમાં ઊંચીકૂદ (High Jump) U-11 કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ટોપ-8માં સ્થાન મેળવ્યું હતું અને 8મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સિદ્ધિથી હેતવી રાયચાએ રાયચા પરિવાર સાથે-સાથ સમગ્ર રઘુવંશી સમાજ તથા રાજુલા શહેરનું નામ રાજ્યસ્તરે ઉજાગર કર્યું છે. મળતી માહિતી મુજબ, 9 જાન્યુઆરી 2026ના રોજ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા સુરત ખાતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના મેદાન પર રાજ્યકક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં હેતવી રાયચાએ શાનદાર રમતકૌશલ્ય દાખવી ટોપ-8માં સ્થાન મેળવી રાજ્યકક્ષાનો મેડલ પોતાના નામે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હેતવી રાયચાએ અગાઉ પણ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અનેક મેડલ જીત્યા છે. તેમજ અમદાવાદ ખાતે યોજાયેલા ખેલ મહાકુંભના ડિસ્ટ્રિક્ટ લેવલમાં પણ ટોપ-8માં સ્થાન મેળવી પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો. હાલ હેતવી અમદાવાદ સ્થિત ગ્લોબલ મિશન ઇન્ટરનેશનલ સ્કૂલ (સંસ્કાર ધામ) માં અભ્યાસ સાથે રમતગમતની તાલીમ પણ મેળવી રહી છે. આગામી સમયમાં હેતવી રાયચા નેશનલ લેવલ પર પણ આવું જ ઉત્તમ પ્રદર્શન કરી વધુ સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ સાથે સમગ્ર પરિવાર, શાળા પરિવાર તેમજ રમતપ્રેમીઓ દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. હેતવીના કોચ પ્રવીણ સોલંકી (રાહી સ્પોર્ટ્સ એકેડેમી) તથા સ્પોર્ટ્સ ટીચર હેતલબેનએ જણાવ્યું હતું કે, “આજના સમયમાં દીકરીઓ દીકરાથી કોઈ રીતે ઓછી નથી, અને હેતવી રાયચાએ તે સાબિત કરી બતાવ્યું છે.”4
- જામનગર મનપાની અણઘડ વહીવટથી ત્રણ ગામના લોકો કંટાળ્યા , કમિશનરનું નિવેદન1
- મુખ્ય સમાચાર.1
- રાજુલા-મહુવા ડુંગર રોડ પર રેલવે ફાટક અચાનક બંધ, ગુડ્સ ટ્રેન વચ્ચે અટકતા 30 મિનિટથી ટ્રાફિક જામ રાજુલા-મહુવા ડુંગર રોડ ઉપર આવેલ રેલવે ફાટક આજે અચાનક બંધ થઈ જતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. માહિતી મુજબ, ગુડ્સ ટ્રેન પસાર થઈ રહી હતી તે સમયે નિયમ મુજબ રેલવે ફાટક બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ ટ્રેન ફાટકની વચ્ચે જ અચાનક ઉભી રહી જતા માર્ગ પર બંને તરફથી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, છેલ્લા સતત 30 મિનિટથી રાજુલા-મહુવા વાયા ડુંગરનો મુખ્ય રસ્તો સંપૂર્ણ બંધ હાલતમાં રહ્યો છે. પરિણામે ફાટકના બંને બાજુ વાહનો અટવાઈ ગયા હતા અને ટ્રાફિક સ્થિતિ વધુ ગંભીર બની હતી. રેલવે ફાટક મેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટ્રેનના એન્જિનમાં કરંટ જતો રહેતા ગુડ્સ ટ્રેન અચાનક બંધ થઈ ગઈ છે અને તેથી ટ્રેન આગળ વધી શકતી નથી. આ ઘટનાનો સમય શાળા છૂટવાના સમયે થતાં હજારો વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પણ ફાટક પાસે અટવાઈ ગયા હતા. વિદ્યાર્થીઓને સમયસર ઘરે પહોંચવામાં મુશ્કેલી પડતા ભારે હેરાનગતિ જોવા મળી હતી. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે રાજુલા રેલવે સ્ટેશનના અધિકારીઓ ઘટના સમયે યોગ્ય રીતે સક્રિય નથી અને પરિસ્થિતિનો તાત્કાલિક ઉકેલ લાવવા કોઈ સ્પષ્ટ પ્રયાસ દેખાતો નથી. સૌથી મોટી ચિંતા એ છે કે એન્જિન ક્યારે શરૂ થશે તે અંગે તંત્ર પાસે કોઈ જવાબ નથી, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. હાલ સ્થિતિ પર રેલવે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.1