શાળાના વિકાસથી વિદાય સુધી આમોદ તાલુકાના સુઠોદરા ગામે પ્રાથમિક શાળાના આચાર્યા તથા ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી સન્માનિત રેખાબેન નાથાલાલ મકવાણાના સન્માનાર્થે ગ્રામજનો દ્વારા સ્નેહમિલન અને વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાની ફરજિયાત બદલીને કારણે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રણીઓ, શિક્ષક સંઘના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સુઠોદરા પ્રાથમિક શાળાના નવેસરથી નિર્મિત પ્રવેશદ્વારનું લોકાર્પણ ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજયસિંહ સિંઘા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનકુમાર શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રવેશદ્વાર રેખાબેન મકવાણાએ પોતાની કારકિર્દી દરમિયાન પ્રાપ્ત થયેલા દાનમાંથી શાળાના વિકાસ હેતુએ કરેલા યોગદાનની સ્મૃતિરૂપે નિર્માણ કરાવ્યું હોવાનું જણાયું હતું.રેખાબેન મકવાણાએ ભરૂચ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સતત ૨૬ વર્ષ સુધી સમર્પણભાવથી સેવા આપી છે. તેમની બદલીના પ્રસંગે જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારીઓની નોંધપાત્ર હાજરી તેમની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને શ્રેષ્ઠ કામગીરીને પ્રતિબિંબિત કરતી હતી.આ કાર્યક્રમમાં ભરૂચ શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજયસિંહ સિંઘા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનકુમાર શાહ, પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અંગત સચિવ એલ.કે. જોગલ, એસસી ભાજપા મોરચાના પ્રમુખ વસંતભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ ચંદ્રકાંત જંબુસરીયા, આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રધ્યુમનસિંહ રાઉલજી સહિત શિક્ષણ વિભાગના અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. સ્નેહમિલન દરમિયાન રેખાબેન મકવાણાએ ભરૂચ જિલ્લા શિક્ષણ ઘટક સંઘને રૂ. ૭,૦૦૦ તથા આમોદ તાલુકા શિક્ષણ ઘટક સંઘને રૂ. ૫,૦૦૦ની સહાય ચેક રૂપે અર્પણ કરી પોતાની સેવાભાવના વ્યક્ત કરી હતી. ભરૂચ અને આમોદ જિલ્લા શિક્ષણ સમિતિ, તાલુકા શિક્ષણ સંઘ, સુઠોદરા ગ્રામજનો તથા વીર મેઘમાયા સેવા સમિતિ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ, એસસી ભાજપા મોરચાના પ્રમુખ વસંતભાઈ પરમારે રૂ. ૫,૦૦૦ની રોકડ ભેટ આપી તેમની દીર્ઘ શિક્ષણ સેવાને સરાહના કરી હતી.સુઠોદરા ગામે યોજાયેલો આ સ્નેહમિલન અને વિદાય સમારંભ શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ બની સમગ્ર શિક્ષણ જગત માટે સ્મરણિય ક્ષણ બની રહ્યો હતો.

- Post by RK News1
- સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિરે નવનિર્મિત યજ્ઞશાળાનું લોકાર્પણ સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું ભક્તોમાં ઉત્સાહ1
- ગીતા સિલેક્શન આપની માટે લઈને આવ્યા છે તદ્દન નવા સ્ટોકમાં જેન્ટ્સ અને બાળકો માટેના તમામ પ્રકારના કપડામાં.. ઉતરાયણ ધમાકા ઓફર ઓફર શું છે તે જાણવા આ વિડિયો પૂરો જુવો અને ઓફરનો લાભ લેવા આજે જ પહોંચી જાઓ ગીતા સિલેક્શન કાન્હા સેન્ટ્રલ,ગ્રાઉન્ડ ફ્લોર તાલુકા પંચાયત સામે,વડોદરા રોડ,હાલોલ. મો. 74340 414861
- સુંવાલી બીચ ફેસ્ટિવલ નું આજે ભવ્ય ઉદ્ઘાટન સુંવાલીના દરિયાકિનારે આજાથી 11 જાન્યુઆરી દરમિયાન ત્રિ-દિવસીય ઉજવણી બીચ પર ગીત સંગીતથી લોકો ઝુમી ઉઠ્યા1
- સુરતના કતારગામ વિસ્તારની ઘટના1
- કઠલાલ સરકારી હોસ્પિટલ ના મેડીકલ વેસ્ટ નો યોગ્ય નિકાલ નહીં થવાથી જાનવરો દ્વારા ખેંચી ને બહાર જાહેર માં મેડિકલ વેસ્ટ રોડ રસ્તા માં ફેલાઈ રહ્યું છે જો લોકો ના આરોગ્ય સાથે ચેડા થવાની સંભાવના.1
- https://youtu.be/Cl8CRhJFms4 અમારી RK NEWS ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો, અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh RK NEWS 99792 786771
- Post by RK News1
- અમરોલી વિસ્તારમાં આવેલી J.Z. કોલેજના કેમ્પસમાં અસામાજિક તત્વોની દાદાગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં અસામાજિક તત્વ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ સાથે મારામારી કરવામાં આવી રહી હોવાના દૃશ્યો જોવા મળે છે. આ ઘટના બાદ કોલેજ કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. વિડિયો વાયરલ થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.1