થાનગઢ તાલુકામાં ગેરકાયદે ખનિજ પરિવહન સામે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી થાનગઢ તાલુકામાં ગેરકાયદે ખનિજ પરિવહન સામે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. થાનગઢ મામલતદારની ટીમે ખારાની ફાટક પાસે પાસ-પરમિટ વિના કાળી માટી ભરેલું એક ડમ્પર (GJ-13-AX-6722) ઝડપી પાડ્યું હતું. આ કાર્યવાહીમાં આશરે ₹25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મામલતદારની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે થાનગઢ હદમાં પસાર થઈ રહેલા આ ડમ્પરને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ડમ્પરમાં આશરે 35 ટન કાળી માટી ભરેલી હોવાનું જાણવા મળ્યું હતું. ડ્રાઈવર દ્વારા તેના પરિવહન માટે જરૂરી ટ્રાન્ઝિટ પાસ કે પરમિટ રજૂ કરી શકાયા નહોતા. પરમિટના અભાવે મામલતદારની ટીમે ડમ્પર સહિત આશરે ₹25 લાખના મુદ્દામાલને જપ્ત કરી કબજે લીધો હતો. જપ્ત કરાયેલા ડમ્પરને વધુ કાર્યવાહી માટે મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યું છે. સમગ્ર મામલે ખનિજ નિયમો હેઠળ ગુનો નોંધી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં ગેરકાયદે ખનિજ ખનન અને પરિવહન સામે આવી ચેકિંગ અને પેટ્રોલિંગની કામગીરી સતત ચાલુ રહેશે. નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મામલતદારની ટીમ દ્વારા આગામી દિવસોમાં પણ વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવશે.

- સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો માનવતાવાદી અભિગમ વિધવા મહિલાને છ વર્ષથી અટવાયેલા રૂ. ૨૮ લાખની કિંમતના ૨૦ તોલા સોનાના દાગીના પરત અપાવતી લીંબડી પોલીસ! સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો માનવતાવાદી અભિગમ વિધવા મહિલાને છ વર્ષથી અટવાયેલા રૂ. ૨૮ લાખની કિંમતના ૨૦ તોલા સોનાના દાગીના પરત અપાવતી લીંબડી પોલીસ! ઘટનાની વિગત: લીંબડીના રહેવાસી અરજદાર શ્રીમતી હસુબેન સોંડલા પાસેથી સામેવાળા ઇસમે હોટેલનો ધંધો પાર્ટનરશિપમાં કરવાના બહાને ૨૦ તોલા સોનાના ઘરેણાં મેળવીને ફાયનાન્સ બેંકમાં લોન પેટે ગીરો મુક્યા હતા. વિતેલા ૬ વર્ષથી વારંવાર રજૂઆતો કરવા છતાં સામેવાળો ઇસમ ઘરેણાં પરત આપતો ન હતો. આખરે લાચાર અરજદાર બેને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબનો સંપર્ક કરી પોતાની આપવીતી જણાવી હતી. પોલીસ કાર્યવાહી: પ્રકરણની ગંભીરતા અને અરજદાર મહિલાની સ્થિતિ જોઈને એસ.પી. શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ P.I. શ્રી જી.બી. પરમાર સાહેબ તથા લીંબડી પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે કુનેહપૂર્વક કામગીરી કરી સામેવાળા પક્ષ પાસેથી રૂ. ૨૮ લાખની કિંમતના ૨૦ તોલા સોનાના ઘરેણાં હેમખેમ પરત મેળવી અરજદાર હસુબેનને સોંપ્યા હતા. પોતાના હકના ઘરેણાં વર્ષો પછી પરત મળતાં ભાવુક બનેલા અરજદાર બેને એસ.પી. સાહેબ તથા સમગ્ર લીંબડી પોલીસ ટીમનો અંતરપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તમારું રક્ષણ અને ન્યાય — એ જ સુરેન્દ્રનગર પોલીસનો સંકલ્પ! 🚔🤝1
- પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ દિલ્હીઃ ખાતે જંતર મંતર વિશે શું કહ્યું સાંભળો વિડિઓ માં1
- લીંબડી બ્લોક હેલ્થ કચેરી ખાતે હવામાન વિભાગની આગાહીને લઈને PHC ડોક્ટર અને સુપરવાઇઝરની બેઠક યોજી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અતિ ભારે વાવાઝોડા સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી અનુસંધાને લીંબડી તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા તત્કાલ PHC ડોક્ટર અને સુપરવાઇઝરની બેઠક યોજી અને phc લેવલે ડોક્ટરો અને સુપરવાઇઝર ની ટીમ બનાવવામાં આવી તેમજ આ ટીમો દ્વારા શું કામગીરી કરવી તે બાબતની તમામ સૂચનાઓ તાલુકા હેલ્થ ઓફિસર ડો, હર્ષિલ સોલંકી, હેલ્થ સુપરવાઇઝર મનોજભાઈ ભટ્ટ દ્વારા સૂચના આપવામાં આવી તેમજ લીબડી બ્લોક લેવલથી જણાવવામાં આવ્યું હતું કે ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ દરેક પ્રકારનો આરોગ્યલક્ષી દવાનો જથ્થો પહોંચતો કરી દેવામાં આવ્યો છે તેમજ સહગર્ભા બહેનો માટે પણ અલગથી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે તેમજ સુપરવાઇઝર દ્વારા તેમજ THO દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગાહી સમય દરમિયાન તેમજ આગાહી પૂર્ણ થયા બાદ પણ ગ્રામ્ય કક્ષાએ લોકોને તમામ પ્રકારની આરોગ્ય સુવિધા મળી રહે અને લોકોને મુશ્કેલી ઉભી ના થાય તે બાબતની તમામ પ્રકારની કાળજી આ ટીમો બનાવી આવરી લેવામાં આવી છે.1
- ધંધુકા પોલીસ દ્વારા સંવેદન શીલ વિસ્તારોની મુલાકાત તકેદારી રાખવા અપીલ. *ધંધુકા પોલીસ દ્વારા સંવેદન શીલ વિસ્તારોની મુલાકાત તકેદારી રાખવા અપીલ.* આજ અમદાવાદ ગ્રામ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય અમદાવાદ ગ્રામ્યના ધંધુકા શહેર વિસ્તારમાં આવતા સંવેદનશીલ વિસ્તારો તેમજ ગામડાઓની મુલાકાત લેવામાં આવું. હવામાન વિભાગ દ્વારા તા. 31/07/2026 થી 02/08/2026 દરમિયાન અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ હોય. જે ધ્યાનમાં રાખી ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારના પાણી ભરાવાની શક્યતા ધરાવતા ગામો " મોટાત્રાડીયા " " બાજરડા "તથા સંવેદનશીલ સ્થળોની મુલાકાત કરી ગામના આગેવાનો સરપંચો સાથે તકેદારી અંગે કેવા કેવા પગલાં ભરવા શું તકેદારી રાખવી તે અંગે ચર્ચા કરવામાં આવી. પાણી ભરાયેલા રસ્તાઓ તથા નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવી. કોઈપણ ઇમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક 112 અથવા ધંધુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. અફવાઓથી દૂર રહી અધિકૃત સૂચનાઓનું પાલન કરવું.1
- ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં મોરબી મેયર નીકળી જતા વિવાદ, પત્રકારોના પ્રશ્નોથી ગરમાયો માહોલ મોરબીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મેયર અચાનક નીકળી જતા ચર્ચા અને વિવાદ સર્જાયો હતો. પત્રકારોના પ્રશ્નોને લઈને વાતાવરણ ગરમાયું હતું. બાદમાં જવાબદારોએ જણાવ્યું કે પત્રકારો સાથે જે ઘટના બની તેનું ધ્યાન રાખવામાં આવશે તેમજ આગામી તમામ સામાન્ય સભાઓમાં પત્રકારો માટે અલગથી બેસવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. કોર્પોરેટરના પતિ અંગે પૂછાયેલા પ્રશ્ન પર શું જવાબ આપવામાં આવ્યો, તે જાણવા માટે જુઓ આ વીડિયો.1
- હાઈવે પર બાઈક બેફામ ચલાવી સ્ટંટબાજી કરતા યુવકોનો વીડિયો વાયરલ હાઈવે પર બેફામ ઝડપે બાઈક ચલાવી જોખમી સ્ટંટ કરી પોતાના તેમજ નિર્દોષ વાહનચાલકોના જીવ જોખમમાં મૂકતા યુવકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આવા બેદરકાર કૃત્યો સામે પોલીસ તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે? રસ્તા પર સ્ટંટ નહીં, સુરક્ષા જરૂરી છે.1