છોટા કાશી હળવદમાં ખાંભીઓને રાખડી બાંધી રક્ષાબંધનની અનોખી ઐતિહાસિક પરંપરાનું દશમું વર્ષ દીકરીઓએ ૫૫૧ શક્તિસૂત રાખડીઓ અર્પણ કરી, શિક્ષણ સાથે સંસ્કાર અને ઐતિહાસિક વારસાના જતનનો સંદેશ આપ્યો હળવદ : છોટા કાશી તરીકે પ્રખ્યાત અને ભૂદેવોની નગરી તરીકે ઓળખાતા હળવદની ધરતી પર વર્ષોથી જીવંત રહેલી ઐતિહાસિક ખાંભીઓ સાથેની રક્ષાબંધનની અનોખી પરંપરાએ આ વર્ષે દશક પૂર્ણ કર્યું છે. રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે શ્રી પ્રાથમિક શાળા નંબર-૧૦, હળવદ તથા શ્રી એલ.એમ. મહેતા ગર્લ્સ સ્કૂલની દીકરીઓ દ્વારા ખાંભીઓને ૫૫૧ શક્તિસૂત રાખડીઓ બાંધી આ ઐતિહાસિક પરંપરાને વધુ એક વર્ષ જીવંત રાખવામાં આવી હતી. હળવદની ચારે દિશામાં આવેલી ઐતિહાસિક ખાંભીઓ માત્ર પથ્થરની રચનાઓ નથી, પરંતુ શહેરના ભવ્ય ભૂતકાળ, સંસ્કૃતિ અને ઐતિહાસિક સ્મૃતિના મૂક સાક્ષી સમાન છે. આ વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાના ઉદ્દેશથી છેલ્લા દસ વર્ષથી ખાંભીઓને રક્ષાબંધનની રાખડી બાંધવાનો અનોખો કાર્યક્રમ યોજાય છે. આ વર્ષે બંને શાળાની દીકરીઓએ સાથે મળીને ૫૫૧ શક્તિસૂત રાખડીઓ તૈયાર કરી હતી. શ્રી પ્રાથમિક શાળા નંબર-૧૦ની ૫૦ તથા શ્રી એલ.એમ. મહેતા ગર્લ્સ સ્કૂલની ૫૦ સહિત કુલ ૧૦૦ દીકરીઓ ખાંભીઓ સુધી પહોંચી હતી અને પરંપરાગત રીતે ખાંભીઓને શક્તિસૂત રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. શ્રી પ્રાથમિક શાળા નંબર-૧૦ના સામાજિક વિજ્ઞાનના શિક્ષક દીપકભાઈ એમ. ચૌહાણ છેલ્લા દસ વર્ષથી આ અનોખી પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ દીકરીઓને શક્તિસૂત રાખડીના મહત્ત્વ સાથે હળવદની ઐતિહાસિક ખાંભીઓ સાથે જોડાયેલી પરંપરા, સંસ્કૃતિ અને વારસાની જાણકારી આપવામાં આવી હતી. ભવાની માતાજીના સાનિધ્યમાં પૂજન બાદ ખાંભીઓને રાખડી કાર્યક્રમની શરૂઆત ભવાની માતાજીના મંદિરે કરવામાં આવી હતી. દીકરીઓ દ્વારા ૫૫૧ શક્તિસૂત રાખડીઓનું માતાજીના સાનિધ્યમાં પૂજન કરવામાં આવ્યું હતું. પ્રસાદી ધરાવ્યા બાદ દીકરીઓએ ખાંભીઓ પર રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે શ્રી એલ.એમ. મહેતા ગર્લ્સ સ્કૂલના આચાર્યાશ્રી સ્મિતાબેન રાવલ તથા બે શિક્ષિકા બહેનોએ પણ ઉપસ્થિત રહી દીકરીઓનો ઉત્સાહ વધાર્યો હતો. શ્રી પ્રાથમિક શાળા નંબર-૧૦ના આચાર્ય મેહુલભાઈ ગઢવી દ્વારા દીકરીઓ માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે જીતેન્દ્રભાઈ જોશી દ્વારા પીવાના પાણી તથા ઠંડા પીણાંની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્રણ રંગના દોરામાં સંસ્કાર અને સંકલ્પ આ કાર્યક્રમ માટે તૈયાર કરવામાં આવેલી શક્તિસૂત રાખડીઓ લાલ, પીળા અને લીલા ત્રણ રંગના દોરાથી બનાવવામાં આવી હતી. આ અનોખી પરંપરાને આગળ વધારવાની પ્રેરણા ઇષ્ટદેવ ઝાલાવાડ સંશોધન મંડળ તરફથી મળી હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું. રક્ષાબંધનના આ કાર્યક્રમનો ભાવનાત્મક અને ઐતિહાસિક સંદેશ “એક રાખડી એમને પણ બાંધજો, એ પણ રાજી થશે આ કાર્યક્રમ માત્ર રક્ષાબંધનની ઉજવણી પૂરતો સીમિત ન રહેતા હળવદના ઐતિહાસિક વારસાને નવી પેઢી સાથે જોડવાનો જીવંત પ્રયાસ બની રહ્યો છે. શિક્ષણની સાથે સંસ્કાર, સંસ્કૃતિ અને ઇતિહાસ પ્રત્યેની જવાબદારીનું સિંચન કરતી આ પરંપરાએ દસ વર્ષ પૂર્ણ કરીને હળવદના ઐતિહાસિક વારસાને સાચવવાની એક અનોખી દિશા દર્શાવી છે. દીકરીઓના હાથે ખાંભીઓને બંધાયેલી ૫૫૧ રાખડીઓ જાણે હળવદના ભૂતકાળ અને વર્તમાન વચ્ચેના અતૂટ સાંસ્કૃતિક બંધનની સાક્ષી બની રહી હતી. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
છોટા કાશી હળવદમાં ખાંભીઓને રાખડી બાંધી રક્ષાબંધનની અનોખી ઐતિહાસિક પરંપરાનું દશમું વર્ષ દીકરીઓએ ૫૫૧ શક્તિસૂત રાખડીઓ અર્પણ કરી, શિક્ષણ સાથે સંસ્કાર અને ઐતિહાસિક વારસાના જતનનો સંદેશ આપ્યો હળવદ : છોટા કાશી તરીકે પ્રખ્યાત અને ભૂદેવોની નગરી તરીકે ઓળખાતા હળવદની ધરતી પર વર્ષોથી જીવંત રહેલી ઐતિહાસિક ખાંભીઓ સાથેની રક્ષાબંધનની અનોખી પરંપરાએ આ વર્ષે દશક પૂર્ણ કર્યું છે. રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે શ્રી પ્રાથમિક શાળા નંબર-૧૦, હળવદ તથા શ્રી એલ.એમ. મહેતા ગર્લ્સ સ્કૂલની દીકરીઓ દ્વારા ખાંભીઓને ૫૫૧ શક્તિસૂત રાખડીઓ બાંધી આ ઐતિહાસિક પરંપરાને વધુ એક વર્ષ જીવંત રાખવામાં આવી હતી. હળવદની ચારે દિશામાં આવેલી ઐતિહાસિક ખાંભીઓ માત્ર પથ્થરની રચનાઓ નથી, પરંતુ શહેરના ભવ્ય ભૂતકાળ, સંસ્કૃતિ અને ઐતિહાસિક સ્મૃતિના મૂક સાક્ષી સમાન છે. આ વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાના ઉદ્દેશથી છેલ્લા દસ વર્ષથી ખાંભીઓને રક્ષાબંધનની રાખડી બાંધવાનો અનોખો કાર્યક્રમ યોજાય છે. આ વર્ષે બંને શાળાની દીકરીઓએ સાથે મળીને ૫૫૧ શક્તિસૂત રાખડીઓ તૈયાર કરી હતી. શ્રી
પ્રાથમિક શાળા નંબર-૧૦ની ૫૦ તથા શ્રી એલ.એમ. મહેતા ગર્લ્સ સ્કૂલની ૫૦ સહિત કુલ ૧૦૦ દીકરીઓ ખાંભીઓ સુધી પહોંચી હતી અને પરંપરાગત રીતે ખાંભીઓને શક્તિસૂત રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. શ્રી પ્રાથમિક શાળા નંબર-૧૦ના સામાજિક વિજ્ઞાનના શિક્ષક દીપકભાઈ એમ. ચૌહાણ છેલ્લા દસ વર્ષથી આ અનોખી પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ દીકરીઓને શક્તિસૂત રાખડીના મહત્ત્વ સાથે હળવદની ઐતિહાસિક ખાંભીઓ સાથે જોડાયેલી પરંપરા, સંસ્કૃતિ અને વારસાની જાણકારી આપવામાં આવી હતી. ભવાની માતાજીના સાનિધ્યમાં પૂજન બાદ ખાંભીઓને રાખડી કાર્યક્રમની શરૂઆત ભવાની માતાજીના મંદિરે કરવામાં આવી હતી. દીકરીઓ દ્વારા ૫૫૧ શક્તિસૂત રાખડીઓનું માતાજીના સાનિધ્યમાં પૂજન કરવામાં આવ્યું હતું. પ્રસાદી ધરાવ્યા બાદ દીકરીઓએ ખાંભીઓ પર રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે શ્રી એલ.એમ. મહેતા ગર્લ્સ સ્કૂલના આચાર્યાશ્રી સ્મિતાબેન રાવલ તથા બે શિક્ષિકા બહેનોએ પણ ઉપસ્થિત રહી દીકરીઓનો ઉત્સાહ વધાર્યો હતો. શ્રી પ્રાથમિક શાળા નંબર-૧૦ના આચાર્ય મેહુલભાઈ ગઢવી દ્વારા દીકરીઓ માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં
આવી હતી, જ્યારે જીતેન્દ્રભાઈ જોશી દ્વારા પીવાના પાણી તથા ઠંડા પીણાંની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્રણ રંગના દોરામાં સંસ્કાર અને સંકલ્પ આ કાર્યક્રમ માટે તૈયાર કરવામાં આવેલી શક્તિસૂત રાખડીઓ લાલ, પીળા અને લીલા ત્રણ રંગના દોરાથી બનાવવામાં આવી હતી. આ અનોખી પરંપરાને આગળ વધારવાની પ્રેરણા ઇષ્ટદેવ ઝાલાવાડ સંશોધન મંડળ તરફથી મળી હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું. રક્ષાબંધનના આ કાર્યક્રમનો ભાવનાત્મક અને ઐતિહાસિક સંદેશ “એક રાખડી એમને પણ બાંધજો, એ પણ રાજી થશે આ કાર્યક્રમ માત્ર રક્ષાબંધનની ઉજવણી પૂરતો સીમિત ન રહેતા હળવદના ઐતિહાસિક વારસાને નવી પેઢી સાથે જોડવાનો જીવંત પ્રયાસ બની રહ્યો છે. શિક્ષણની સાથે સંસ્કાર, સંસ્કૃતિ અને ઇતિહાસ પ્રત્યેની જવાબદારીનું સિંચન કરતી આ પરંપરાએ દસ વર્ષ પૂર્ણ કરીને હળવદના ઐતિહાસિક વારસાને સાચવવાની એક અનોખી દિશા દર્શાવી છે. દીકરીઓના હાથે ખાંભીઓને બંધાયેલી ૫૫૧ રાખડીઓ જાણે હળવદના ભૂતકાળ અને વર્તમાન વચ્ચેના અતૂટ સાંસ્કૃતિક બંધનની સાક્ષી બની રહી હતી. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
- ધ્રાંગધ્રામા મંદીર મા થયેલ ચાંદીના છત્તર ની ચોરીનો ભેદ ઉકેલાયો1
- લીંબડી શહેરમાં છેલ્લા ઘણાં સમયથી પાણી નહીં આવતા યુવાને રોષ ઠાલવ્યો1
- બોટાદમાં મંદિરની સુરક્ષા સામે સવાલ, ચોરીના CCTV ફૂટેજ સામે આવ્યા બોટાદમાં મંદિરની સુરક્ષા સામે સવાલ, ચોરીના CCTV ફૂટેજ સામે આવ્યા1
- બોટાદ: પાળીયાડ પોલીસ સ્ટેશન ખાતે વ્હાલના પર્વ રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરાઈ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે પાળીયાડ પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધનના પવિત્ર તહેવારની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન સ્થાનિક હાઈસ્કૂલની બાળાઓએ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ રક્ષણના પ્રતિક સમી રાખડીઓ પોલીસ અધિકારીઓ અને સ્ટાફને બાંધી હતી. બાળાઓએ પાળીયાડ પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી એન. પી. રાઠોડ સાહેબ, પી.એસ.આઈ. શ્રી જી જે ગોહિલ સાહેબ, પી.એસ.આઈ. શ્રી એસ. કે. ડાંગર સાહેબ તેમજ ઉપસ્થિત તમામ પોલીસ કર્મચારીઓને રાખડી બાંધીને તેમના દીર્ઘાયુ અને સુરક્ષા માટે પ્રાર્થ્યા હતા. પોલીસ અધિકારીઓ અને સમગ્ર સ્ટાફે પણ આ નાની બાળાઓનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને તેમની સુરક્ષા અને સહાય માટે સદૈવ તત્પર રહેવાની ખાતરી આપી હતી. સમાજ અને પોલીસ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને તેવા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમથી પાળીયાડ પોલીસ સ્ટેશન પરિસરમાં લાગણીસભર માહોલ સર્જાયો હતો. રિપોર્ટર જયદેવ વી મંડીર પાળીયાદ1
- ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે 'શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’નું ઉદ્ઘાટન કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા* *આ આયોજન થકી ગ્રામ્ય કલા-કારીગરી, હસ્તકલા અને સ્વસહાય જૂથોના ઉત્પાદનોને વિશાળ બજાર મળશે - મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા* *સખી મંડળની ૨૦૦ જેટલી બહેનોએ મંત્રીશ્રી તથા મહાનુભાવોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની કરી ઉજવણી* ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા, ગ્રામ્ય કારીગરો તથા સ્વસહાય જૂથોના મહિલાઓ દ્વારા ઉત્પાદિત પરંપરાગત હસ્તકલા અને સ્થાનિક ઉત્પાદનોને વિશાળ બજાર ઉપલબ્ધ કરાવવા તેમજ ગુજરાતની લોકકલા અને સાંસ્કૃતિક વિરાસતને પ્રોત્સાહન આપવાના હેતુથી ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજકોટના વિંછીયા સ્થિત ઘેલા સોમનાથ મંદિર નજીક 'શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’નું આયોજન કરાયું છે. ત્યારે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે આ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો, આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ પવિત્ર પ્રસંગને ગ્રામ્ય વિકાસ અને આજીવિકા સાથે સાંકળીને ‘શ્રાવણ ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. એક તરફ શ્રાવણ માસની પરંપરા અને આસ્થાની ઉજવણી થશે, તો બીજી તરફ ગ્રામ્ય કારીગરો અને સ્વસહાય જૂથોને તેમના ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે મંચ મળશે. આ પ્રકારના આયોજનો દ્વારા ગ્રામ્ય મહિલાઓમાં આત્મનિર્ભરતા, ઉદ્યોગસાહસિકતા અને આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન મળે છે. સાથે સાથે શહેરના નાગરિકોને પણ સીધા ગ્રામ્ય ઉત્પાદકો પાસેથી ગુણવત્તાયુક્ત અને પરંપરાગત ઉત્પાદનો ખરીદવાની તક પ્રાપ્ત થાય છે. ‘સ્થાનિકમાંથી વૈશ્વિક’ની દિશામાં આગળ વધવાની તકો ઊભી થાય તે માટે આ પ્રકારના ઉત્સવો મહત્વપૂર્ણ બની રહ્યા છે. રાજકોટ તથા આસપાસના વિસ્તારના નાગરિકોને આ ‘શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’ની મુલાકાત લઈ ગ્રામ્ય કારીગરો, મહિલા સ્વસહાય જૂથો અને સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. આ તકે મહાનુભાવોના હસ્તે દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત કમળાપુરના દેવી પર્યાવરણ મહિલા વિકાસ મંડળને પાંચ લાખની કેશ ક્રેડિટ તથા પારેવાળા એન.આર.એલ.એમ પ્રોડ્યુસર ગૃપને રૂ. બે લાખની સહાય ચુકવવામાં આવી હતી, તેમજ સખી મંડળની ૨૦૦ જેટલી બહેનોએ મંત્રીશ્રી તથા મહાનુભાવોને રાખડી બાંધી હતી. આ પ્રસંગે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજર શ્રી વી.બી.બસીયાએ જણાવ્યું હતું કે, શ્રાવણ ઉત્સવ- ૨૦૨૬ અંતર્ગત રાજકોટ, ઘેલા સોમનાથ, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, નીલકંઠધામ પોઈચા સહિતના મેળાઓમાં ૨૦૦ સ્ટોલની વ્યવસ્થા કરીને ગ્રામીણ મહિલાઓને સ્વરોજગારીની તક પુરી પાડવામાં આવી છે. જેના પરિણામે સખી મંડળોની બહેનોની આવકમાં વધારો થશે તેમજ "વોકલ ફોર લોકલ" અને "લખપતિ દીદી" અભિયાનને વધુ વેગ મળશે. આ મેળામાં સખી મંડળો દ્વારા ઉત્પાદિત વિવિધ ખાદ્ય ઉત્પાદનો, હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, પરંપરાગત વસ્ત્રો, પૂજન સામગ્રી, ઘર સજાવટની વસ્તુઓ, પરંપરાગત હસ્તકલા, આભૂષણો, રંગબેરંગી કાપડ, મુખવાસ, સરબતનો મસાલો, લિપણ આર્ટ, ક્રિસ્ટલ આર્ટ, રેઝીન આર્ટ, ચાકડા-ટોડલીયા તથા વિવિધ કલાત્મક ઉત્પાદનો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી રાહુલ ખાંભરા , ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીનના અધિકારીઓ કર્મચારીઓ અને સખીમંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા1
- લીંબડી શહેરમાં દસ દિવસથી અનેકો વિસ્તારમાં પાણી નહીં મળતા લોકો પરેશાન લીંબડી શહેરમાં દસ દિવસથી પાણી નહીં મળતા લોકો પરેશાન લીંબડી શહેરના અનેક વોર્ડમાં છેલ્લા દસ દિવસથી પાણીનો પુરવઠો ખોરવાતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પીવા તેમજ રોજિંદા વપરાશ માટેનું પાણી મેળવવા લોકોને વલખા મારવાની ફરજ પડી રહી છે. મળતી માહિતી મુજબ, લીંબડી નગરપાલિકાની પાણી સપ્લાયની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા પાણી વિતરણ વ્યવસ્થા પ્રભાવિત થઈ છે. હાલ પાલિકા દ્વારા પાણીની લાઈનનું રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ, લાંબા સમયથી પાણી ન મળતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો દ્વારા નગરપાલિકાની કામગીરી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. પાણી ક્યારે આવશે તે અંગે પૂછવામાં આવતા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આવતીકાલ સાંજ સુધીમાં પાણીની લાઈનનું રીપેરીંગ કામ પૂર્ણ થયા બાદ પાણીનો પુરવઠો શરૂ કરવામાં આવશે. હવે રીપેરીંગ કામ સમયસર પૂર્ણ થાય અને લીંબડી શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીનો પુરવઠો ક્યારે નિયમિત થાય છે તે જોવું રહ્યું.1
- રાધનપુરમાં લઠ્ઠાકાંડને લઈને જાગૃત નાગરિકોની જનતા રેડ રાધનપુર: રાધનપુર વિસ્તારમાં લઠ્ઠાકાંડની ઘટનાને પગલે દારૂના ગેરકાયદેસર વેચાણ સામે જાગૃત નાગરિકો દ્વારા જનતા રેડનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના જયાબેન ઠાકોરે સાહસપૂર્વક આગળ આવી પોલીસને સાથે રાખીને દારૂના વેચાણ અંગેની ફરિયાદો ધરાવતા વિવિધ સ્થળોએ તપાસ માટે પહોંચ્યા હતા. જયાબેન ઠાકોર તથા જાગૃત નાગરિકોએ પોલીસની હાજરીમાં જ્યાં દારૂનું વેચાણ થતું હોવાની માહિતી મળી હતી તેવા સ્થળોએ જઈને કાર્યવાહી માટે પોલીસનું ધ્યાન દોર્યું હતું. આ પ્રયાસનો મુખ્ય હેતુ ગેરકાયદેસર દારૂના વેચાણ સામે અવાજ ઉઠાવવાનો અને યુવાનોને નશાથી દૂર રાખવાનો હોવાનું જણાવાયું હતું. આ ઘટનાને લઈને જયાબેન ઠાકોરે જણાવ્યું હતું કે, “યુવાનોનું ભવિષ્ય બરબાદ ન થાય અને કોઈ પરિવાર લઠ્ઠાકાંડ જેવી દુર્ઘટનાનો ભોગ ન બને તે માટે સમાજે જાગૃત થવાની જરૂર છે.” જાગૃત નાગરિકોનું કહેવું છે કે દારૂના ગેરકાયદેસર વેચાણ સામે માત્ર પોલીસ જ નહીં પરંતુ સમાજના દરેક જવાબદાર નાગરિકે કાયદેસરની રીતે અવાજ ઉઠાવવો જરૂરી છે. રાધનપુરમાં નારી શક્તિ દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસની ચર્ચા જોવા મળી રહી છે. ખાસ કરીને યુવાનોને નશાથી દૂર રહેવા અને અન્યાય સામે સત્યની સાથે ઊભા રહેવાની પ્રેરણા મળે તેવો સંદેશ આ અભિયાનથી આપવામાં આવ્યો છે. નોંધ: દારૂના વેચાણ અંગેના આક્ષેપો/માહિતીની કાયદેસર ચકાસણી અને કાર્યવાહી સંબંધિત અંતિમ નિર્ણય પોલીસ તથા સંબંધિત સત્તાવાળાઓનો રહેશે.4
- બોટાદ અપડેટ ગઢડા તાલુકાના ઉગામેડી ગામે ભીમડાદ ગામના યુવકની હત્યાનો મામલો. ઘટનાને લઈ બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા એ આપી માહિતી. પરિણીત સ્ત્રી સાથે કથીત આડાસંબંઘના કારણે નિપજાવાઈ હત્યા. હત્યારાની પત્ની સાથે મૃતકના કથીત આડાસંબંઘ હોવાની માહિતી મળતા પીછો કરી ઉગામેડી ગામની બજારમાં પહોંચતા હુમલો કર્યો હતો. મૃતકની થઈ ઓળખ મૃતકનું નામ વિ.એલ.સાગઠીયા. પોલીસની તપાસમાં મૃતકના એક મહિલા સાથેના કથિત આડા સંબંધની આશંકા હોવાનું એસપી એ જણાવ્યું. મહિલાના પતિ છનાભાઈ પરમારને આ સંબંધની જાણ થતાં મૃતકનો પીછો કર્યો હોવાની પોલીસને માહિતી મૃતક ઉગામડી ગામે પહોંચતા આરોપીએ પીછો કરી બજારમાં જ ચપ્પુના ઘા મારી હત્યા કરી હોવાનો ખુલાસો આરોપીએ પોતાની પત્ની મહિલાને પણ ચપ્પુનો ઘા માર્યો હોવાની માહિતી. ઘટનાની જાણ થતાં એસપી, DySP, ગઢડા પોલીસ, LCBની ટીમો ઘટનાસ્થળે પહોંચી હત્યાના મુખ્ય આરોપી છનાભાઈ પરમારને પોલીસે ગણતરીની કલાકોમાં કર્યો રાઉન્ડઅપ. પોલીસે આસપાસના લોકોની પૂછપરછ તેમજ ટેકનિકલ ઈન્ટેલિજન્સ અને CDRના આધારે તપાસ હાથ ધરી. ગઢડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. પોલીસની વિવિધ ટીમોની કામગીરીથી મુખ્ય આરોપી છનાભાઈ પરમારને રાઉન્ડઅપ કરી વધુ તપાસ હાથ ધરાઈ. બાઈટ - ધર્મેન્દ્ર શર્મા - એસપી બોટાદ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1