Shuru
Apke Nagar Ki App…
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં એક નશામાં ધૂત ટ્રક ચાલકે બેફામ રીતે ટ્રક ચલાવી એક ઓટો રિક્ષાને ટક્કર મારી હતી. ડીંડોલી ભેસ્તાન કેનાલ પાસેથી મંગલમૂર્તિ સોસાયટી પાસે બનેલી આ ઘટનામાં રિક્ષામાં સવાર લોકોને ઈજાઓ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ આસપાસના લોકોએ તેનો પીછો કરીને તેને પકડી પાડ્યો હતો. માહિતી મળતાં ડીંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોએ ટ્રક ચાલકને પોલીસના હવાલે કર્યો હતો. ડીંડોલી પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Bullet 26 Gujarat News
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં એક નશામાં ધૂત ટ્રક ચાલકે બેફામ રીતે ટ્રક ચલાવી એક ઓટો રિક્ષાને ટક્કર મારી હતી. ડીંડોલી ભેસ્તાન કેનાલ પાસેથી મંગલમૂર્તિ સોસાયટી પાસે બનેલી આ ઘટનામાં રિક્ષામાં સવાર લોકોને ઈજાઓ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ આસપાસના લોકોએ તેનો પીછો કરીને તેને પકડી પાડ્યો હતો. માહિતી મળતાં ડીંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોએ ટ્રક ચાલકને પોલીસના હવાલે કર્યો હતો. ડીંડોલી પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
More news from ગુજરાત and nearby areas
- સુરતના સચિન પાલીગામમાં બાળકો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ એક મોટા વિવાદનું સ્વરૂપ લીધું છે. આ ઘટનાની શરૂઆત ગાડી જોવા ગયેલા સ્થાનિક કિશોરો અને ભરવાડ સમાજના છોકરાઓ વચ્ચે નજીવી બાબતે થયેલી મગજમારીથી થઈ હતી. આ સામાન્ય ઝઘડાની અદાવતમાં ભરવાડ સમાજના યુવકોએ સ્થાનિકોના ઘરે જઈને તોડફોડ અને મારામારી કરી હતી. ઘરે આવીને કરાયેલા આ હુમલાને કારણે વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનામાં ભોગ બનેલા પરિવારે ન્યાય અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ભોગ બનેલાની માતા સુમન પાંડે અને પિતા અનિલ પાંડેએ આ અંગે પોતાની વાત રજૂ કરી હતી.1
- ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક ખાનગી કાર્યક્રમમાં વેપારીઓને સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ ઉદ્યોગપતિઓને ભરોસો અપાવતા જણાવ્યું હતું કે, જો તેઓ વેપાર વધારવા માટે એક કદમ આગળ વધારશે, તો રાજ્ય સરકાર તેમની સાથે 10 કદમ આગળ ચાલવા માટે તૈયાર છે.1
- સુરતનું સરથાણા અને મોટા વરાછા વિસ્તાર ડુપ્લિકેટિંગના હબ બન્યા છે. સુરતમાં નકલી શેમ્પુ અને વોશિંગ પાવડર પકડાયા બાદ હવે નકલી સાબુનું મોટું રેકેટ પણ ઝડપાયું છે. સરથાણામાં જાણીતી બ્રાન્ડના સાબુ બનાવતી એક બનાવટી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. યામી શોપ પ્રાઇવેટ લિમિટેડના ઓથોરાઈઝ્ડ પર્સન અને પોલીસે સંયુક્ત રીતે સૂર્યોદય રો હાઉસમાં છાપો માર્યો હતો, જ્યાંથી ડુપ્લિકેટ સાબુનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સાબુ બનાવવા માટે વપરાતી ડાઈ, બનાવટી સાબુ, સ્ટીકર અને કવર સહિત કુલ ₹6.67 લાખની મત્તા કબજે કરી છે. આ પ્રકરણમાં 10 વેબસાઇટ પરથી સાબુ મંગાવવામાં આવ્યા હતા અને તેના બદલે ડુપ્લિકેટ સાબુ મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે કારખાનેદારની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.1
- સુરતના યોગી ચોક વિસ્તારમાં સ્પા અને હેર સલૂનની આડમાં ચાલતા વેશ્યાવૃત્તિના રેકેટનો સારથાણા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા પાડીને ઘટનાસ્થળેથી મહિલાઓને બચાવી લીધી હતી અને આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.1
- સુરતના ઉધના સાઉથ ઝોન-બી વિસ્તારમાં આવેલા ઉન ભીંડી બજાર સ્થિત વસીમ નગરમાં પીવાના પાણીમાં દુર્ગંધ આવવાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી નળમાં આવતું પાણી દુર્ગંધયુક્ત હોવાથી પીવા અને અન્ય ઘરેલુ ઉપયોગ માટે ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોએ આ દુર્ગંધયુક્ત પાણીથી આરોગ્યને નુકસાન થવાની પણ ભીતિ વ્યક્ત કરી છે અને પાણીની ગુણવત્તાની તાત્કાલિક તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ મામલો મીડિયામાં આવતાં અને મીડિયાકર્મીઓ દ્વારા અવાજ ઉઠાવવામાં આવતાં, સંબંધિત અધિકારીઓ સક્રિય થયા અને તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. હવે વસીમ નગરના સ્થાનિકોની મુખ્ય માંગ છે કે પાણીની આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે અને તેમને સ્વચ્છ તેમજ શુદ્ધ પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે.1
- વડોદરાના સાવલીમાં નવી તાલુકા પંચાયત કચેરી નજીક આવેલા જર્જરિત ક્વાર્ટર્સમાં સરકારી સામગ્રીનો સંગ્રહ કરવામાં આવ્યો છે, જેની જાળવણી અને સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ખાસ કરીને વરસાદી મોસમમાં આ સામગ્રીને નુકસાન થવાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ ક્વાર્ટર્સમાં જૂના રેકોર્ડના પોટલાં સહિત વિવિધ સામગ્રી રાખવામાં આવી છે, જેમાં લાઈફ જૅકેટ અને લાઈફ સેફ્ટી રિંગ્સ હજુ પણ પેટીપેક હાલતમાં જોવા મળ્યા છે. જર્જરિત ક્વાર્ટર્સના કેટલાક ભાગોમાં છતના પતરા ન હોવાથી વરસાદી પાણી અંદર ઘૂસી શકે છે, જેના કારણે સરકારી ખર્ચે ખરીદાયેલી સામગ્રીને નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે. ચર્ચા મુજબ, આ જર્જરિત કર્મચારી ક્વાર્ટર્સનો ઉપયોગ સ્ટોરરૂમ તરીકે થઈ રહ્યો છે. આ સમગ્ર મામલે સુરક્ષિત સંગ્રહ અને યોગ્ય જાળવણી માટે સ્થાનિકોમાં માંગ ઉઠી છે. જોકે, તાલુકા પંચાયત તરફથી આ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.1
- સુરતમાં સિમ્પલ એનર્જી દ્વારા ગુજરાતનો પ્રથમ નેક્સ્ટ-જનરેશન સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે. આ સ્ટોરનું ઉદ્ઘાટન ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવીની હાજરીમાં થયું હતું. આ નવા સ્ટોરમાં 3S (સેલ્સ, સર્વિસ અને સ્પેર્સ) સુવિધા સાથે એક આધુનિક સર્વિસ સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યું છે. ગ્રાહકો માટે 400 કિલોમીટરની રેન્જ ધરાવતું નવું "સિમ્પલ અલ્ટ્રા" સ્કૂટર ઉપલબ્ધ કરાયું છે, જ્યારે સિમ્પલ વન Gen 2 અને સિમ્પલ વનS Gen 2 મોડલ્સનું વેચાણ પણ શરૂ કરવામાં આવ્યું છે. ગ્રાહકોને ટેસ્ટ રાઈડ, સર્વિસ અને એસેસરીઝ જેવી સુવિધાઓ એક જ સ્થળેથી મળી રહેશે. હાલમાં, સિમ્પલ એનર્જી દેશભરના 39 શહેરોમાં 73 આઉટલેટ્સ સાથે પોતાનું વિસ્તરણ અભિયાન પૂરજોશમાં ચલાવી રહી છે. કંપની આગામી સમયમાં રાંચી અને ભુવનેશ્વર સહિતના નવા શહેરોમાં પણ પ્રવેશ કરવાની યોજના ધરાવે છે. સુરતમાં શરૂ થયેલા આ સ્ટોર સાથે પશ્ચિમ ભારતમાં સિમ્પલ એનર્જીની રિટેલ ગ્રોથ વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા છે.1
- સુરત જિલ્લામાં મોરાથી સુરત જતા માર્ગ પર રિલાયન્સ નં. 1 નજીક મોડીરાત્રે એક કાર અને ભારે વાહન (ટ્રક) વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કારને મોટું નુકસાન થયું હોવાનું ઘટનાસ્થળેથી મળતી માહિતી મુજબ જાણવા મળે છે, જે ખરેખર ચિંતાજનક છે. આ ભયાવહ અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો તરત સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ અને તેમાં થયેલી જાનહાનિ અંગેની કોઈ સત્તાવાર માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી. આ સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.4