રાજુલામાં ‘સ્વસ્થ ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર રાજુલા શહેરના જે.એ. સંવાળી હાઇસ્કૂલના પટાંગણમાં તારીખ 11 જાન્યુઆરી, 2026ના રોજ સવારે 6 થી 8 કલાક દરમિયાન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ શિબિરમાં રાજુલાના અંદાજે 100 જેટલા નાગરિકોએ યોગાભ્યાસનો લાભ લીધો હતો, જેમાં નાના બાળકો, મહિલાઓ તથા વડીલો સહિતના લોકોની ઉત્સાહભેર હાજરી જોવા મળી હતી. આ શિબિર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચલાવવામાં આવતી ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોજાઈ હતી. શિબિરનો મુખ્ય હેતુ લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો, યોગનો વ્યાપ વધારવાનો તેમજ નાગરિકોને સ્વસ્થ અને નિરોગી જીવનશૈલી તરફ પ્રોત્સાહિત કરવાનો રહ્યો હતો. યોગ ભારતની પ્રાચીન પરંપરાની અમૂલ્ય ભેટ છે. યોગ વિધાનને વિશ્વ ફલક પર લાવવા અને માનવજાતને આરોગ્ય તથા સુખાકારી તરફ દોરવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘ સમક્ષ 21 જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેને સંયુક્ત રાષ્ટ્ર સંઘે મંજૂરી આપી છે. આ યોગ શિબિરનું આયોજન યોગ કોચ દીપાબેન તેરૈયા અને અન્ય કોચ ટ્રેનરો દ્વારા કરવામાં આવ્યું હતું. હાલ અમરેલી જિલ્લામાં કુલ 50 જેટલા નિઃશુલ્ક યોગ વર્ગો ચાલી રહ્યા છે, જ્યારે રાજુલા શહેરમાં 8 યોગ વર્ગો કાર્યરત છે. શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોઓર્ડિનેટર શ્રી વાલજીભાઈ ડામી, અમરેલી જિલ્લા કોઓર્ડિનેટર સાગર મહેતા, રાજુલા યોગ કોચ દીપાબેન તેરૈયા, યોગ ટ્રેનર ચેતનાબેન મહેતા, શ્વેતાબેન ધડુક, ઉપલબેન જોશી તેમજ અન્ય ટ્રેનરો અને સાધકો ઉપસ્થિત રહ્યા હતા. યોગ શિબિરથી સ્થાનિક નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધતી જોવા મળી હતી અને આવા કાર્યક્રમો આગામી સમયમાં પણ યોજવાની માંગ ઉઠી હતી.
રાજુલામાં ‘સ્વસ્થ ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર રાજુલા શહેરના જે.એ. સંવાળી હાઇસ્કૂલના પટાંગણમાં તારીખ 11 જાન્યુઆરી, 2026ના રોજ સવારે 6 થી 8 કલાક દરમિયાન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ શિબિરમાં રાજુલાના અંદાજે 100 જેટલા નાગરિકોએ યોગાભ્યાસનો લાભ લીધો હતો, જેમાં નાના બાળકો, મહિલાઓ તથા વડીલો સહિતના લોકોની ઉત્સાહભેર હાજરી જોવા મળી હતી. આ શિબિર ગુજરાત રાજ્ય
યોગ બોર્ડ દ્વારા ચલાવવામાં આવતી ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોજાઈ હતી. શિબિરનો મુખ્ય હેતુ લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો, યોગનો વ્યાપ વધારવાનો તેમજ નાગરિકોને સ્વસ્થ અને નિરોગી જીવનશૈલી તરફ પ્રોત્સાહિત કરવાનો રહ્યો હતો. યોગ ભારતની પ્રાચીન પરંપરાની અમૂલ્ય ભેટ છે. યોગ વિધાનને વિશ્વ ફલક પર લાવવા અને માનવજાતને આરોગ્ય તથા સુખાકારી તરફ દોરવાના ઉદ્દેશ સાથે
વડાપ્રધાન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘ સમક્ષ 21 જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેને સંયુક્ત રાષ્ટ્ર સંઘે મંજૂરી આપી છે. આ યોગ શિબિરનું આયોજન યોગ કોચ દીપાબેન તેરૈયા અને અન્ય કોચ ટ્રેનરો દ્વારા કરવામાં આવ્યું હતું. હાલ અમરેલી જિલ્લામાં કુલ 50 જેટલા નિઃશુલ્ક યોગ વર્ગો ચાલી રહ્યા છે, જ્યારે રાજુલા શહેરમાં 8 યોગ વર્ગો
કાર્યરત છે. શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોઓર્ડિનેટર શ્રી વાલજીભાઈ ડામી, અમરેલી જિલ્લા કોઓર્ડિનેટર સાગર મહેતા, રાજુલા યોગ કોચ દીપાબેન તેરૈયા, યોગ ટ્રેનર ચેતનાબેન મહેતા, શ્વેતાબેન ધડુક, ઉપલબેન જોશી તેમજ અન્ય ટ્રેનરો અને સાધકો ઉપસ્થિત રહ્યા હતા. યોગ શિબિરથી સ્થાનિક નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધતી જોવા મળી હતી અને આવા કાર્યક્રમો આગામી સમયમાં પણ યોજવાની માંગ ઉઠી હતી.
- રાજુલાના ભેરાઈ રોડ ઉપર દબાણના આક્ષેપો સાથેનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે રાજુલાના ભેરાઈ રોડને પોળો કરવાની વાત ચાલી રહી છે એવામાં આ વિડીયો વાયરલ થતાં જ ચર્ચાઓ એ જોડ પકડ્યું છે1
- બેંકીંગ, અમરેલી...... જાફરાબાદ...... ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત...... જાફરાબાદના હેમાળ અને છેલણા ગામ વચ્ચે ફોર વ્હીલર કાર પલ્ટી મારી...... સુરત થી સોમનાથ જતી ફોર વ્હીલર કારને નડ્યો અકસ્માત......... નેશનલ હાઈવેની ઘોર બેદરકારી આવી સામે........ હાઇવે પર માટીનો પાળો હોવાથી ફોર વ્હીલર કાર મારી પલ્ટી... ૪ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી....... આ ધટના પગલે આસપાસના સ્થાનિકોએ કારમાંથી સવારોને બહાર કાઢયા....... ભાવનગર -સોમનાથ નેશનલ હાઇવે પર અવારનવાર અકસ્માતોની ધટના વધી....... બાઈટ ૧:- હર્ષદભાઇ પડસાલા, (સ્થાનિક) રિપોર્ટર..કરશન પરમાર નાગેશ્રી જાફરાબાદ2
- ગીર એટલેકે જંગલ ના રાજાઓ ઠંડીનો મૌસમ માણવા હાઇવે પર ચડી આવ્યા. અમરેલીજિલ્લાના જંગલોમાં વસવાટ કરતા સિહો રોડ પર લટાર મારતા નજરે ચડ્યા. દ્ર્શ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા વાહન ચાલકો સિંહોનું અનોખું રૂપ જોયું....1
- જય સોમનાથ1
- PM મોદી સાહેબનીસોમનાથ એન્ટ્રી1
- શાપુર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.. 598 લોકોએ કેમ્પનો લીધો લાભ.. 20 બોટલ રક્ત એકત્ર કરાયું.. વંથલી તાલુકાના શાપુર પટેલ સમાજ ખાતે સામાજિક વનીકરણ રેન્જ આયોજિત અને શાપુર ગ્રામ પંચાયતના સહકારથી વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ નિદાન કેમ્પમાં હૃદયરોગ, હાડકા,જનરલ સર્જન, કાન નાક ગળા, ડાયાબિટીસ,ફેફસા ,ચામડી,આંખ, દાંત, સ્ત્રી રોગ નિષ્ણાંત,બાળ રોગ નિષ્ણાંત જેવા નામાંકિત ડોક્ટરોએ સેવા આપી હતી આ કેમ્પમાં ૫૯૮ જેટલા લોકોએ આ નિદાન કેપ્મનો લાભ લીધો હતો જેમાં તપાસ દરમિયાન સ્થળ પર જ જરૂરિયાત મંદ લોકોને દવા આપવામાં આવી હતી આ તકે રક્તદાન કેમ્પમાં ૨૦ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું આ રક્ત થેલેસેમીયા પીડિત બાળકો માટે ઉપયોગ લેવામાં આવશે આ કેમ્પને સફળ બનાવવા આર.એફ. ઓ. સુત્રેજા, રાઉન્ડ ફોરેસ્ટર સી.એમ.ચૌહાણ વનખાતાના કર્મચારીઓ ,ગ્રામ પંચાયતના સરપંચ ટીનુભાઇ ફળદુ, મેડિકલ ઓફિસર ડો. નીલમ પોલરા, ડો. સતિષ પરમાર શાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેમજ આ આરોગ્ય કેમ્પમાં સેવા આપનાર તમામ ડોક્ટરો તેમજ કર્મચારીઓનો વનવિભાગના આર. એફ. ઓ.સુત્રેજા તેમજ સરપંચ ટીનુભાઈ ફળદુએ આભાર વ્યકત કર્યો હતો અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ4
- #ThemissionofSantRampalJiMaharaj अनमोल ज्ञान1
- motivational video1