સાવરકુંડલામાં ‘ગણપતિ બાપા મોરિયા’ના નાદથી ગુંજી ઉઠ્યું શહેર, વિવિધ વિસ્તારોમાં ગણેશજીની ભવ્ય સ્થાપના સાવરકુંડલા: ભાદરવા સુદ ચોથના પાવન પર્વ નિમિત્તે સાવરકુંડલા શહેરમાં ગણેશોત્સવનો ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. શહેરના સદભાવના ગ્રુપ સહિત વિવિધ વિસ્તારોમાં ગણપતિ બાપાની ભવ્ય મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશજીની મૂર્તિને ઢોલ-નગારાના નાદ અને ‘ગણપતિ બાપા મોરિયા’ના જયઘોષ સાથે શોભાયાત્રા સ્વરૂપે પંડાલ સુધી લાવવામાં આવી હતી. ગણપતિ બાપાની મૂર્તિની વિધિવત પૂજા-અર્ચના અને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે આયોજકો તેમજ ભાવિક ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિવિધ પંડાલોને આકર્ષક રીતે શણગારવામાં આવ્યા હોવાથી સમગ્ર શહેરમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો. સ્થાપના પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ભક્તોએ ગણપતિ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આગામી દસ દિવસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આરતી, પૂજા, ધાર્મિક કાર્યક્રમો સહિતના વિવિધ આયોજન કરવામાં આવનાર હોવાથી ગણેશોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સાવરકુંડલામાં ‘ગણપતિ બાપા મોરિયા’ના નાદથી ગુંજી ઉઠ્યું શહેર, વિવિધ વિસ્તારોમાં ગણેશજીની ભવ્ય સ્થાપના સાવરકુંડલા: ભાદરવા સુદ ચોથના પાવન પર્વ નિમિત્તે સાવરકુંડલા શહેરમાં ગણેશોત્સવનો ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. શહેરના સદભાવના ગ્રુપ સહિત વિવિધ વિસ્તારોમાં ગણપતિ
બાપાની ભવ્ય મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશજીની મૂર્તિને ઢોલ-નગારાના નાદ અને ‘ગણપતિ બાપા મોરિયા’ના જયઘોષ સાથે શોભાયાત્રા સ્વરૂપે પંડાલ સુધી લાવવામાં આવી હતી. ગણપતિ બાપાની મૂર્તિની વિધિવત પૂજા-અર્ચના અને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
આ પ્રસંગે આયોજકો તેમજ ભાવિક ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિવિધ પંડાલોને આકર્ષક રીતે શણગારવામાં આવ્યા હોવાથી સમગ્ર શહેરમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો. સ્થાપના પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ભક્તોએ
ગણપતિ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આગામી દસ દિવસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આરતી, પૂજા, ધાર્મિક કાર્યક્રમો સહિતના વિવિધ આયોજન કરવામાં આવનાર હોવાથી ગણેશોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
- વડોદરાના આજવા રોડ પર ડર અને ભક્તિનો અનોખો સંગમ! શ્રીજી યુવક મંડળ દ્વારા 30 ફૂટ લાંબી હોરર ગુફા તૈયાર : ભૂતો અને ડરામણા દ્રશ્યો વચ્ચે લાઈવ હોરર શો, અંતે બાપ્પાના દર્શનથી મળશે શાંતિનો અનુભવ... વડોદરાના આજવા રોડ પર ડર અને ભક્તિનો અનોખો સંગમ! શ્રીજી યુવક મંડળ દ્વારા 30 ફૂટ લાંબી હોરર ગુફા તૈયાર : ભૂતો અને ડરામણા દ્રશ્યો વચ્ચે લાઈવ હોરર શો, અંતે બાપ્પાના દર્શનથી મળશે શાંતિનો અનુભવ...1
- વિસાવદરમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રભુદાસભાઈ સતાસિયા AAPમાં જોડાયા વિસાવદરમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રભુદાસભાઈ સતાસિયા AAPમાં જોડાયા AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ખેસ પહેરાવી પ્રભુદાસભાઈ સતાસિયાનું આમ આદમી પાર્ટીમાં કર્યું સ્વાગત વિસાવદરમાં ’આપ’ નું સંગઠન બન્યું વધુ મજબૂત, પ્રજાહિતના કાર્યોથી પ્રેરાઈને નેતાઓ જોડાયા AAP સાથે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની કામગીરીથી પ્રભાવિત થઈને કોંગ્રેસ છોડી AAPમાં જોડાયો : પ્રભુદાસભાઈ સતાસિયા1
- ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૫/૯/૨૦૨૬ હળવા ભારે વરસાદના જાપ્તા ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૫/૯/૨૦૨૬ હળવા ભારે વરસાદના જાપ્તા1
- ધારી હોસ્પિટલમાં બેડ ક્ષમતા 30થી વધીને 80 થશે: રૂ. 4.50 કરોડના ખર્ચે મળશે આધુનિક આરોગ્ય સેવાઓ ધારી હોસ્પિટલમાં બેડ ક્ષમતા 30થી વધીને 80 થશે: રૂ. 4.50 કરોડના ખર્ચે મળશે આધુનિક આરોગ્ય સેવાઓ1
- देश विदेश की ताजा रीपोटे।1
- મહુવામાં ગજાનંદ ગ્રુપ દ્વારા ગણપતિ બાપાના દર્શન સાથે જગન્નાથજીની અલૌકિક ઝાંખી ભક્તો માટે ખુલ્લી મુકાઈ1
- ઉનાના રેવદ ગામે ધામધૂમથી ગણેશ સ્થાપના કરાઈ: મહિલાઓએ ધૂન અને ગરબા સાથે બાપ્પાનું સ્વાગત કર્યુ. ઉના તાલુકાના રેવદ ગામે સમસ્ત ગામ દ્વારા ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વ નિમિત્તે ધામધૂમથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ગણેશજીના આગમન પ્રસંગે ગામમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ગામની મહિલાઓ એ ભક્તિભાવપૂર્વક ધૂન બોલાવી હતી. ત્યારબાદ મહિલાઓએ ગરબા રમીને ગણેશજીના આગમનને વધાવ્યું હતું. આખું વાતાવરણ 'ગણપતિ બાપ્પા મોરિયા'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ગણેશજીના આગમન પ્રસંગે અબીલ -ગુલાલ ઉડાડવામાં આવ્યા હતા. ઢોલ-નગારાના તાલે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગણેશ સ્થાપના પ્રસંગે ગામના યુવાનો, મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. આયોજકોએ જણાવ્યું કે, આગામી દિવસોમાં પણ ગણેશ મહોત્સવ દરમિયાન અલગ અલગ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.1
- ગોપાલગ્રામમાં મંગલેશ્વર શિક્ષણ કેન્દ્રનો પ્રારંભ, બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું... ગોપાલગ્રામમાં મંગલેશ્વર શિક્ષણ કેન્દ્રનો પ્રારંભ, બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું...1