Shuru
Apke Nagar Ki App…
ગુમ થયેલ વ્યકિત કુપા કરીને મદદ કરો, મહત્વપૂર્ણ માહિતી તેમની કાર હિંમતનગર નજીક કાંકરોલ ગામ પાસેથી મળી આવી છે , પરંતુ મૌલીકભાઈ કારમાં મળ્યા નથી ગુમ થયેલ વ્યકિત કુપા કરીને મદદ કરો મહત્વપૂર્ણ માહિતી તેમની કાર હિંમતનગર નજીક કાંકરોલ ગામ પાસેથી મળી આવી છે , પરંતુ મૌલીકભાઈ કારમાં મળ્યા નથી . નામ : પંચાલ મૌલીકભાઈ રમણભાઈ ગામઃ શણગાલ , તા . મેઘરજ , જી . અરવલ્લી તા. 31/07/2026 ના રોજ બપોરે લગમગ 3:00 વાગ્યે તેઓ મોડાસાથી હિંમતનગર બેંકના કામકાજ માટે વાદળી રંગની ટાટા અલ્ટ્રોઝ કાર લઈને નીકળ્યા હતા . ત્યારથી તેમનો કોઈ સંપર્ક થયો નથી અને સાંજે લગમગ 5:00 વાગ્યાથી તેમનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ આવો છે . ક્યાંય જોવા મળે , તો કૃપા કરીને તરત જ સંપર્ક કરોઃ નરેશ પંચાલ 9879878426 કોઈ પણ જગ્યાએ ઉપરોક્ત ફોટા વાળા ભાઈ દેખાય તો જણાવેલ નંબર પર જાણ કરવા વિનંતી છે
Arvalli city news

More news from ગુજરાત and nearby areas
- અરવલ્લીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ, જિલ્લામાં રેડ એલર્ટ; શાળા-કોલેજ, આંગણવાડી અને ITIમાં રજા જાહેર અરવલ્લીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ, જિલ્લામાં રેડ એલર્ટ; શાળા-કોલેજ, આંગણવાડી અને ITIમાં રજા જાહેર મોડાસા: અરવલ્લી જિલ્લામાં શુક્રવાર મોડી રાત્રિથી શનિવાર વહેલી સવારે ધોધમાર વરસાદ વરસતા સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે જનજીવન પર અસર જોવા મળી રહી છે, જ્યારે હવામાન વિભાગની આગાહીના આધારે જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધનસુરા તાલુકામાં અંદાજે 4 ઇંચ નોંધાયો છે. સાઠંબામાં 2.5 ઇંચ, મેઘરજમાં 2 ઇંચ, મોડાસામાં 2 ઇંચ અને બાયડમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત ભિલોડામાં 20 મીમી અને માલપુરમાં 9 મીમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ અને આગામી કલાકોમાં વધુ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા કલેક્ટરે જિલ્લાના તમામ સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળા, કોલેજ, આંગણવાડી કેન્દ્રો અને ITIમાં આજે રજા જાહેર કરી છે. સાથે જ નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા, નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી સ્થળોએ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.4
- ચાટકા બેલી બારીયા ફળિયું તાલુકો લુણાવાડા જીલ્લો મહીસાગર ગામ ચાટ કાપેલી તાલુકો લુણાવાડા જીલ્લો મહીસાગર સરકારને એટલી વિનંતી છે કે ચાટકામાં રસ્તા નો કોઈ આયોજન નહીં તો સરકાર શું કરે છે ઉગે છે કે જાગે છે ડેરીમાં જવા માટે રસ્તો નહીં ઇમર્જન છે માટે કોઈ ગાડી આવી શકતી નથી1
- જયા પાર્વતી વ્રતની ભાવભેર પૂર્ણાહુતિ: તળાવો પર જવારા વિસર્જન માટે ઉમટી મહિલાઓ મહીસાગર લુણાવાડા સહિત સમગ્ર ગુજરાતમાં જયા પાર્વતી વ્રતની આજે ભાવભેર પૂર્ણાહુતિ કરવામાં આવી. અષાઢ સુદ તેરસથી શરૂ થયેલા પાંચ દિવસના આ કઠોર અલૂણા વ્રતનું આજે પાંચમા દિવસે વિસર્જન સાથે સમાપન થયું. વહેલી સવારથી જ શહેરના વિવિધ તળાવો અને નદી કિનારે સૌભાગ્યવતી મહિલાઓ અને કુંવારી કન્યાઓની ભીડ જોવા મળી હતી. પાંચ દિવસ સુધી ઘરમાં ઉગાડેલા ઘઉંના જવારાની પૂજા કરી, મહિલાઓએ તેને પવિત્ર જળમાં પધરાવ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે પણ શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ અકબંધ રહ્યો હતો. માન્યતા મુજબ, માતા પાર્વતીએ ભગવાન શિવને પામવા આ વ્રત કર્યું હતું. આજે પણ કુંવારિકાઓ સારા વર માટે અને પરિણીતાઓ પતિની લાંબી ઉંમર તથા અખંડ સૌભાગ્ય અને સંતાન સુખ માટે આ વ્રત કરે છે. વ્રતધારીઓએ પાંચ દિવસ મીઠા વગર ભોજન કરી, રાત્રિ જાગરણ અને શિવ-પાર્વતીની કથા સાંભળી હતી. અંતે સૌભાગ્યની વસ્તુઓનું દાન કરી વ્રત પૂર્ણ કરાયું. સ્થાનિક કોર્પોરેટર અને સામાજિક સંસ્થાઓ દ્વારા તળાવ કિનારે સ્વચ્છતા અને સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. મહિલાઓએ એકબીજાને અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપી, પ્રસાદ વહેંચ્યો હતો. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. જયા પાર્વતી વ્રત માત્ર ધાર્મિક પરંપરા નથી, પણ નારી શક્તિ, શ્રદ્ધા અને પરિવાર કલ્યાણની ભાવનાનું પ્રતીક છે. દર વર્ષે હજારો મહિલાઓ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે અને સમાજમાં એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.2
- અરવલ્લીમાં દિવ્યાંગ પર જીવલેણ હુમલાનો કરુણ અંત, અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત અરવલ્લીમાં દિવ્યાંગ પર જીવલેણ હુમલાનો કરુણ અંત, અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત1