logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

આજ રોજ સંતરામપુર ખાતે આવેલી શ્રી જે.એચ.મહેતા હાઈસ્કૂલ ખાતે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબ સામૂહિક યોગાભ્યાસમાં સહભાગી બન્યા. આ ઉજવણીમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, આગેવાનો અને નાગરિકો પણ જોડાયા હતા. માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિશ્વમાં યોગનું મહત્વ વધુ ઉજાગર બન્યું છે, જેને કારણે યોગ આજે વૈશ્વિક સ્વાસ્થ્ય અને સુખાકારીનું શક્તિશાળી માધ્યમ બન્યો છે. આ ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રીશ્રીના 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ'ના સંદેશને આત્મસાત્ કરીને યોગાભ્યાસ કરવામાં આવ્યો. આ યોગાભ્યાસ દ્વારા સ્વસ્થ, તંદુરસ્ત અને સશક્ત ભારતના નિર્માણનો સંકલ્પ વ્યક્ત કરાયો. યોગને ભારતની પ્રાચીન ઋષિ પરંપરાની અમૂલ્ય ભેટ ગણાવતા, જે શરીર, મન અને આત્માના સમન્વય દ્વારા જીવનમાં સકારાત્મક ઊર્જા અને સંતુલન પ્રદાન કરે છે. 'કરો યોગ, રહો નિરોગ'ના મંત્ર સાથે સૌને નિયમિત યોગને જીવનશૈલીનો અભિન્ન ભાગ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો.

9 hrs ago
user_DILIPBHAI BARIA
DILIPBHAI BARIA
Photographer Santrampur, Mahisagar•
9 hrs ago
9c5c4f44-aadc-4cdf-8620-9574e4461ae3

આજ રોજ સંતરામપુર ખાતે આવેલી શ્રી જે.એચ.મહેતા હાઈસ્કૂલ ખાતે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબ સામૂહિક યોગાભ્યાસમાં સહભાગી બન્યા. આ ઉજવણીમાં વિદ્યાર્થીઓ,

f9a3fe05-314d-462c-94b5-6520ae7a027a

શિક્ષકો, આગેવાનો અને નાગરિકો પણ જોડાયા હતા. માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિશ્વમાં યોગનું મહત્વ વધુ ઉજાગર બન્યું છે, જેને કારણે યોગ આજે વૈશ્વિક સ્વાસ્થ્ય અને સુખાકારીનું શક્તિશાળી માધ્યમ બન્યો છે.

2ba21f7f-8f81-4fd6-939c-0a74148c2b34

આ ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રીશ્રીના 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ'ના સંદેશને આત્મસાત્ કરીને યોગાભ્યાસ કરવામાં આવ્યો. આ યોગાભ્યાસ દ્વારા સ્વસ્થ, તંદુરસ્ત અને સશક્ત ભારતના નિર્માણનો સંકલ્પ વ્યક્ત કરાયો. યોગને ભારતની પ્રાચીન ઋષિ પરંપરાની અમૂલ્ય

aa8b5b56-7647-49e8-9c01-92c48dedd23c

ભેટ ગણાવતા, જે શરીર, મન અને આત્માના સમન્વય દ્વારા જીવનમાં સકારાત્મક ઊર્જા અને સંતુલન પ્રદાન કરે છે. 'કરો યોગ, રહો નિરોગ'ના મંત્ર સાથે સૌને નિયમિત યોગને જીવનશૈલીનો અભિન્ન ભાગ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો.

More news from Mahisagar and nearby areas
  • મહીસાગર જિલ્લામાં ચકચાર મચાવનારા 'નળ સે જળ' કૌભાંડમાં વધુ એક કૌભાંડી કોન્ટ્રાક્ટર કૌશિક શંકરલાલ જોષીની ધરપકડ કરવામાં આવી છે, જેના પગલે આ કૌભાંડમાં કુલ ધરપકડનો આંકડો 41 પર પહોંચી ગયો છે. કૌભાંડી કૌશિક જોષી પાસેથી સરકારને રૂપિયા 5,17,65,219.17 ની રિકવરી કરવાની બાકી છે. કૌશિક જોષીએ જિલ્લાના કુલ 44 ગામોમાં ગેરરીતિઓ આચરી હતી, જેમાં ખાનપુર તાલુકાના 31, કડાણા તાલુકાના 8, લુણાવાડા તાલુકાના 4 અને સંતરામપુર તાલુકાના 1 ગામનો સમાવેશ થાય છે. આ 'કોંગ્રેસી કૌભાંડી કોન્ટ્રાક્ટરે' વડાપ્રધાનના મહત્વાકાંક્ષી 'ડ્રીમ પ્રોજેક્ટ' પર પાણી ફેરવી દીધું હતું. અત્યાર સુધી આ કૌભાંડમાં ભાજપના કનેક્શન સામે આવ્યા હતા, ત્યારે પ્રથમવાર એક કોંગ્રેસી નેતાનું કૌભાંડ બહાર આવ્યું છે. કૌશિક જોષી કોંગ્રેસના સક્રિય કાર્યકર અને પૂર્વ જિલ્લા પંચાયત કોંગ્રેસ સદસ્યના પતિ છે. તેઓ પોતે 2017, 2019ની પેટાચૂંટણી અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં લુણાવાડા સીટ પરથી કોંગ્રેસના દાવેદાર ઉમેદવાર તરીકે ચર્ચામાં રહ્યા હતા. આ કૌભાંડના ખુલાસા વચ્ચે, જેની કૌભાંડ બહાર પાડવાની જવાબદારી હોય તેવા એક પત્રકારની પણ કૌભાંડ કરવાના મામલે ધરપકડ થતાં મીડિયા જગતમાં હડકંપ મચી ગયો છે.
    1
    મહીસાગર જિલ્લામાં ચકચાર મચાવનારા 'નળ સે જળ' કૌભાંડમાં વધુ એક કૌભાંડી કોન્ટ્રાક્ટર કૌશિક શંકરલાલ જોષીની ધરપકડ કરવામાં આવી છે, જેના પગલે આ કૌભાંડમાં કુલ ધરપકડનો આંકડો 41 પર પહોંચી ગયો છે. કૌભાંડી કૌશિક જોષી પાસેથી સરકારને રૂપિયા 5,17,65,219.17 ની રિકવરી કરવાની બાકી છે.

કૌશિક જોષીએ જિલ્લાના કુલ 44 ગામોમાં ગેરરીતિઓ આચરી હતી, જેમાં ખાનપુર તાલુકાના 31, કડાણા તાલુકાના 8, લુણાવાડા તાલુકાના 4 અને સંતરામપુર તાલુકાના 1 ગામનો સમાવેશ થાય છે. આ 'કોંગ્રેસી કૌભાંડી કોન્ટ્રાક્ટરે' વડાપ્રધાનના મહત્વાકાંક્ષી 'ડ્રીમ પ્રોજેક્ટ' પર પાણી ફેરવી દીધું હતું. અત્યાર સુધી આ કૌભાંડમાં ભાજપના કનેક્શન સામે આવ્યા હતા, ત્યારે પ્રથમવાર એક કોંગ્રેસી નેતાનું કૌભાંડ બહાર આવ્યું છે. કૌશિક જોષી કોંગ્રેસના સક્રિય કાર્યકર અને પૂર્વ જિલ્લા પંચાયત કોંગ્રેસ સદસ્યના પતિ છે. તેઓ પોતે 2017, 2019ની પેટાચૂંટણી અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં લુણાવાડા સીટ પરથી કોંગ્રેસના દાવેદાર ઉમેદવાર તરીકે ચર્ચામાં રહ્યા હતા.

આ કૌભાંડના ખુલાસા વચ્ચે, જેની કૌભાંડ બહાર પાડવાની જવાબદારી હોય તેવા એક પત્રકારની પણ કૌભાંડ કરવાના મામલે ધરપકડ થતાં મીડિયા જગતમાં હડકંપ મચી ગયો છે.
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    Photographer Santrampur, Mahisagar•
    10 hrs ago
  • મહિસાગર જિલ્લાના વિરપુર પંથકના જમીયતપુરા વિસ્તારમાં રસ્તાઓની અત્યંત દયનીય હાલતને કારણે એક પરિવારને દુઃખની ઘડીએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગામના રસ્તાઓ પર ખાડા, કાદવ અને કીચડનું સામ્રાજ્ય હોવાને કારણે સ્વ. ટીનાબહેન પટેલીયા (ઉંમર ૫૫)ની અંતિમયાત્રા પરંપરાગત રીતે કાઢવી અશક્ય બની ગઈ હતી. જમીયતપુરામાં વર્ષોથી એવી પ્રથા છે કે મૃતકની અર્થી ઘરઆંગણેથી ગામના માર્ગ પર થોડે અંતર સુધી ખભા પર કાંધ આપીને લઈ જવામાં આવે છે, પરંતુ રસ્તાની બિસ્માર હાલતને કારણે આ પરંપરા નિભાવી શકાઈ નહોતી. રસ્તા પર એટલો કાદવ-કીચડ અને ઊંડા ખાડા હતા કે પરિવારજનો અને સગાસંબંધીઓ માટે અર્થીને ખભા પર લઈ જવું શક્ય જ નહોતું. આથી, પરિવારજનોને મજબૂરીવશ સ્વ. ટીનાબહેનની અર્થી ઘરઆંગણેથી જ છોટાહાથી વાહનમાં મૂકીને સ્મશાન સુધી લઈ જવી પડી હતી. આ ઘટનાએ ગામમાં તંત્રની બેદરકારી સામે તીવ્ર રોષ જગાવ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રસ્તાની ખરાબ હાલત અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોનું કહેવું છે કે જો સમયસર રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હોત તો દુઃખની આ ઘડીએ પરિવારને આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડ્યો હોત. તેથી, ગ્રામજનો તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરવાની માંગ ઉઠાવી રહ્યા છે.
    4
    મહિસાગર જિલ્લાના વિરપુર પંથકના જમીયતપુરા વિસ્તારમાં રસ્તાઓની અત્યંત દયનીય હાલતને કારણે એક પરિવારને દુઃખની ઘડીએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગામના રસ્તાઓ પર ખાડા, કાદવ અને કીચડનું સામ્રાજ્ય હોવાને કારણે સ્વ. ટીનાબહેન પટેલીયા (ઉંમર ૫૫)ની અંતિમયાત્રા પરંપરાગત રીતે કાઢવી અશક્ય બની ગઈ હતી. જમીયતપુરામાં વર્ષોથી એવી પ્રથા છે કે મૃતકની અર્થી ઘરઆંગણેથી ગામના માર્ગ પર થોડે અંતર સુધી ખભા પર કાંધ આપીને લઈ જવામાં આવે છે, પરંતુ રસ્તાની બિસ્માર હાલતને કારણે આ પરંપરા નિભાવી શકાઈ નહોતી. રસ્તા પર એટલો કાદવ-કીચડ અને ઊંડા ખાડા હતા કે પરિવારજનો અને સગાસંબંધીઓ માટે અર્થીને ખભા પર લઈ જવું શક્ય જ નહોતું. આથી, પરિવારજનોને મજબૂરીવશ સ્વ. ટીનાબહેનની અર્થી ઘરઆંગણેથી જ છોટાહાથી વાહનમાં મૂકીને સ્મશાન સુધી લઈ જવી પડી હતી.

આ ઘટનાએ ગામમાં તંત્રની બેદરકારી સામે તીવ્ર રોષ જગાવ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રસ્તાની ખરાબ હાલત અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોનું કહેવું છે કે જો સમયસર રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હોત તો દુઃખની આ ઘડીએ પરિવારને આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડ્યો હોત. તેથી, ગ્રામજનો તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરવાની માંગ ઉઠાવી રહ્યા છે.
    user_વિપુલ જોષી
    વિપુલ જોષી
    Photographer વીરપુર, મહીસાગર, ગુજરાત•
    22 hrs ago
  • દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના દિલ્હી-મુંબઈ કોરિડોરથી અસરગ્રસ્ત ગામોના આગેવાનો અને ગ્રામજનો દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં છેલ્લા ચાર વર્ષથી કોરિડોરના કારણે ઊભી થયેલી વિવિધ સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ગ્રામજનોએ જણાવ્યું હતું કે કોરિડોરના નિર્માણને કારણે વરસાદી પાણીના નિકાલમાં ગંભીર અવરોધો ઊભા થયા છે, જેના પરિણામે અનેક ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે. આ પરિસ્થિતિને કારણે ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ મામલે, આવતીકાલે સંકલનના અધિકારીઓ અને કોરિડોર હાઇવે ઓથોરિટી દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવશે. આ સર્વે દરમિયાન, 14 ગામોના ગ્રામજનો હાજર રહીને પોતાની સમસ્યાઓ અને રજૂઆતો અધિકારીઓ સમક્ષ રજૂ કરશે. ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે, સર્વે પૂર્ણ થયા બાદ જો લેખિતમાં બાંહેધરી આપવામાં નહીં આવે અને સમસ્યાઓના નિરાકરણ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. એટલું જ નહીં, કોરિડોરની કામગીરી બંધ કરાવવા માટે આગળની રણનીતિ પણ ઘડવામાં આવશે તેમ પણ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અસરગ્રસ્ત ગામોના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
    1
    દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના દિલ્હી-મુંબઈ કોરિડોરથી અસરગ્રસ્ત ગામોના આગેવાનો અને ગ્રામજનો દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં છેલ્લા ચાર વર્ષથી કોરિડોરના કારણે ઊભી થયેલી વિવિધ સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન ગ્રામજનોએ જણાવ્યું હતું કે કોરિડોરના નિર્માણને કારણે વરસાદી પાણીના નિકાલમાં ગંભીર અવરોધો ઊભા થયા છે, જેના પરિણામે અનેક ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે. આ પરિસ્થિતિને કારણે ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ મામલે, આવતીકાલે સંકલનના અધિકારીઓ અને કોરિડોર હાઇવે ઓથોરિટી દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવશે. આ સર્વે દરમિયાન, 14 ગામોના ગ્રામજનો હાજર રહીને પોતાની સમસ્યાઓ અને રજૂઆતો અધિકારીઓ સમક્ષ રજૂ કરશે.

ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે, સર્વે પૂર્ણ થયા બાદ જો લેખિતમાં બાંહેધરી આપવામાં નહીં આવે અને સમસ્યાઓના નિરાકરણ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. એટલું જ નહીં, કોરિડોરની કામગીરી બંધ કરાવવા માટે આગળની રણનીતિ પણ ઘડવામાં આવશે તેમ પણ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અસરગ્રસ્ત ગામોના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    5 hrs ago
  • મોડાસામાં નગરપાલિકાની નવી ટીમને ભવ્ય સન્માનિત કરવામાં આવી છે. આ પ્રસંગે વેપારીઓ અને વિવિધ સંસ્થાઓની હાજરીમાં જયશ્રીબેન પટેલનું ઉષ્માભેર અભિવાદન કરવામાં આવ્યું. આ સન્માન સમારોહ દરમિયાન, નવી ટીમ પાસેથી વિકાસ માટે ઊંચી અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
    1
    મોડાસામાં નગરપાલિકાની નવી ટીમને ભવ્ય સન્માનિત કરવામાં આવી છે. આ પ્રસંગે વેપારીઓ અને વિવિધ સંસ્થાઓની હાજરીમાં જયશ્રીબેન પટેલનું ઉષ્માભેર અભિવાદન કરવામાં આવ્યું.

આ સન્માન સમારોહ દરમિયાન, નવી ટીમ પાસેથી વિકાસ માટે ઊંચી અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    44 min ago
  • પાવાગઢ ખાતે બનેલી કરુણ દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારો માટે હાલોલ વહીવટી તંત્રએ સંવેદનશીલતા દાખવી છે. આજે હાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે મૃતકોના પરિવારોને સરકારના નિયમ મુજબ મળવાપાત્ર આર્થિક સહાય વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત હાલોલ વહીવટી તંત્ર દ્વારા પ્રત્યેક મૃતકના આશ્રિત પરિવારને ₹4 લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો. આ સહાય વિતરણ કાર્યક્રમમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે શોકાતુર પરિવારોને સાંત્વના પાઠવી હતી. ધારાસભ્ય ઉપરાંત હાલોલના પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી (TDO), તાલુકા પંચાયત પ્રમુખ અને પાર્ટી પ્રમુખ સહિતના આગેવાનો અને અધિકારીઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. આ તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં પીડિત પરિવારોને ચેક સુપરત કરીને વહીવટી તંત્રએ દુઃખની આ ઘડીમાં તેમની પડખે ઊભા રહેવાનો પ્રયાસ કર્યો.
    1
    પાવાગઢ ખાતે બનેલી કરુણ દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારો માટે હાલોલ વહીવટી તંત્રએ સંવેદનશીલતા દાખવી છે. આજે હાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે મૃતકોના પરિવારોને સરકારના નિયમ મુજબ મળવાપાત્ર આર્થિક સહાય વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત હાલોલ વહીવટી તંત્ર દ્વારા પ્રત્યેક મૃતકના આશ્રિત પરિવારને ₹4 લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો.

આ સહાય વિતરણ કાર્યક્રમમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે શોકાતુર પરિવારોને સાંત્વના પાઠવી હતી. ધારાસભ્ય ઉપરાંત હાલોલના પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી (TDO), તાલુકા પંચાયત પ્રમુખ અને પાર્ટી પ્રમુખ સહિતના આગેવાનો અને અધિકારીઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. આ તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં પીડિત પરિવારોને ચેક સુપરત કરીને વહીવટી તંત્રએ દુઃખની આ ઘડીમાં તેમની પડખે ઊભા રહેવાનો પ્રયાસ કર્યો.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    4 hrs ago
  • આજે રવિવાર, 21 જૂન, 2026 ના રોજ સવારે 10 વાગ્યા સુધીમાં દાહોદ જિલ્લાના લીમડી નગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મુખ્ય કાર્યક્રમ લીમડી સ્થિત બી.પી. અગ્રવાલ હાઈસ્કૂલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પોલીસ અધિકારીઓ, ગ્રામ પંચાયતના સરપંચ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, અન્ય અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ સૌએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને યોગના શારીરિક અને માનસિક લાભો વિશે વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન, નિયમિત યોગાભ્યાસ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને યોગને દૈનિક જીવનનો અભિન્ન અંગ બનાવવા માટે સૌને અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈને યોગ દિવસને સફળ બનાવ્યો હતો.
    1
    આજે રવિવાર, 21 જૂન, 2026 ના રોજ સવારે 10 વાગ્યા સુધીમાં દાહોદ જિલ્લાના લીમડી નગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મુખ્ય કાર્યક્રમ લીમડી સ્થિત બી.પી. અગ્રવાલ હાઈસ્કૂલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.

આ ઉજવણીમાં તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પોલીસ અધિકારીઓ, ગ્રામ પંચાયતના સરપંચ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, અન્ય અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ સૌએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને યોગના શારીરિક અને માનસિક લાભો વિશે વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન, નિયમિત યોગાભ્યાસ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને યોગને દૈનિક જીવનનો અભિન્ન અંગ બનાવવા માટે સૌને અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈને યોગ દિવસને સફળ બનાવ્યો હતો.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    6 hrs ago
  • અરવલ્લી જિલ્લાના ભિલોડામાં મણીબા પેટ્રોલ પંપ સામે એક ગંભીર અને ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે યુવકોના કરુણ મોત નીપજ્યા છે. આ હિટ એન્ડ રન અકસ્માતમાં એક સફેદ ફોરવ્હીલ વાહને પલ્સર બાઈકને ટક્કર મારી હતી, જેના કારણે બાઈક રિક્ષા સાથે અથડાઈ હતી. મૃતકોમાં 18 વર્ષીય બાદલભાઈ અસારી અને 20 વર્ષીય રાજકુમાર બાગાનો સમાવેશ થાય છે. અકસ્માતની આ સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં કેદ થઈ ગઈ છે. અકસ્માત સર્જીને કારચાલક પોતાના વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ભિલોડા પોલીસે આ અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    1
    અરવલ્લી જિલ્લાના ભિલોડામાં મણીબા પેટ્રોલ પંપ સામે એક ગંભીર અને ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે યુવકોના કરુણ મોત નીપજ્યા છે. આ હિટ એન્ડ રન અકસ્માતમાં એક સફેદ ફોરવ્હીલ વાહને પલ્સર બાઈકને ટક્કર મારી હતી, જેના કારણે બાઈક રિક્ષા સાથે અથડાઈ હતી. મૃતકોમાં 18 વર્ષીય બાદલભાઈ અસારી અને 20 વર્ષીય રાજકુમાર બાગાનો સમાવેશ થાય છે.

અકસ્માતની આ સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં કેદ થઈ ગઈ છે. અકસ્માત સર્જીને કારચાલક પોતાના વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ભિલોડા પોલીસે આ અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    user_Jaydip bhatiya
    Jaydip bhatiya
    મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.