Shuru
Apke Nagar Ki App…
મહિસાગરના સંતરામપુરના મચ્છી બજાર અને પટેલ ફળિયા સહિતના વિસ્તારોમાં વારંવાર વીજળી ગુલ થવાથી અને વોલ્ટેજની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. MGVCLને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન મળતા નગરજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. તેઓ હવે કાયમી નિરાકરણની તાત્કાલિક માંગ કરી રહ્યા છે.
Salman moravala
મહિસાગરના સંતરામપુરના મચ્છી બજાર અને પટેલ ફળિયા સહિતના વિસ્તારોમાં વારંવાર વીજળી ગુલ થવાથી અને વોલ્ટેજની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. MGVCLને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન મળતા નગરજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. તેઓ હવે કાયમી નિરાકરણની તાત્કાલિક માંગ કરી રહ્યા છે.
More news from Gujarat and nearby areas
- દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા પંચાયત કચેરીમાં મનરેગા યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચાલી રહેલા કામોની પ્રગતિ અને લાભાર્થીઓને સમયસર રોજગાર-સુવિધાઓ મળી રહે તે મુદ્દે ચર્ચા થઈ. અધિકારીઓએ સ્ટાફને કામગીરીમાં પારદર્શિતા જાળવી નિયમો મુજબ કામ પૂર્ણ કરવા સૂચના આપી હતી.1
- કાલોલ તાલુકાના બોરુ ટર્નિંગ પાસેથી ગેરકાયદેસર રીતે લાકડાનું વહન કરતો એક ટેમ્પો ઝડપાયો છે. મામલતદાર વિકાસ પટેલે તાત્કાલિક ટેમ્પો કબજે કરી કાર્યવાહી હાથ ધરી, જેનાથી ગેરકાયદેસર વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.2
- પંચમહાલના કલોલ શહેરના 150 ફૂટ રીંગ રોડ પાસે એક નબીરા કારચાલકે પાંચથી છ વાહનોને અડફેટે લીધા. આ ઘટનાને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો અને લોકોમાં ભય ફેલાયો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.1
- હાલોલના દ્વારકેશ નગરમાં MGVCLની બેદરકારીને કારણે હાઈ વોલ્ટેજ સર્જાતા અનેક ઘરોમાં ટીવી, ફ્રિજ અને એસી જેવા મોંઘા ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળી ગયા. અસહ્ય ગરમી વચ્ચે વીજ પુરવઠાની સમસ્યાથી પરેશાન નગરજનોએ MGVCL કચેરીએ રૂબરૂ પહોંચી ફરિયાદ નોંધાવી, છતાં સમસ્યા યથાવત છે. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.1
- હાલોલની પાકીઝા ફેશનમાં બુર્ખા પર વિશેષ ડિસ્કાઉન્ટ ઓફર શરૂ થઈ છે. ગ્રાહકોને દરેક પ્રકારના બુર્ખાની ખરીદી પર ₹1000નું ડિસ્કાઉન્ટ મળશે. આ ઓફર માત્ર 15, 16 અને 17 મેના રોજ જ ઉપલબ્ધ રહેશે.1
- ખેડાના કઠવાડામાં 'લક્ષ્મી ડાઇંગ' યુનિટ દ્વારા તળાવમાં પરવાનગી વગર કેમિકલયુક્ત ઝેરી પાણી છોડવાનું કૌભાંડ ઝડપાયું છે. આ જોખમી પાણી પશુ-પક્ષીઓ અને માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હતું. પોલીસે એક સુપરવાઇઝરની અટકાયત કરી માલિક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.4
- છોટાઉદેપુરના ચૂલી ગામે 'ઈકો યુનિટી' સંસ્થાએ આદિવાસી પરંપરાગત રીત-રિવાજ મુજબ દ્વિતીય સમૂહલગ્નનું આયોજન કર્યું. તેમાં ૬ આદિવાસી યુગલોએ ખર્ચાળ લગ્નપ્રથાને તિલાંજલિ આપી સાદગીપૂર્ણ રીતે નવી જિંદગીની શરૂઆત કરી. આ પહેલને રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ મોટી મેદનીએ વધાવી લીધી.1
- ગુજરાત સરકારે 72 IAS અધિકારીઓની મોટા પાયે બદલી કરી છે, જેમાં દાહોદ જિલ્લાને નવા કલેક્ટર મળ્યા છે. વડોદરાથી બદલી થઈને આવેલા મહિલા IAS સુરભી ગૌતમ હવે દાહોદ જિલ્લાના નવા કલેક્ટર તરીકે કાર્યભાર સંભાળશે. આ નિર્ણયથી દાહોદ જિલ્લાના વહીવટની સંપૂર્ણ કમાન એક મહિલા IAS અધિકારીના હાથમાં રહેશે.1