Shuru
Apke Nagar Ki App…
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજી સરોવર (આજવા) ખાતે શ્રી સત્યનારાયણ ભગવાનની પાવન કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ભક્તિમય મહોત્સવમાં મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા યજમાન પદે રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર આદિત્યભાઈ પટેલ, શાસક પક્ષના નેતા શ્વેતાબેન માછી, સ્થાયી સમિતિના અધ્યક્ષા વર્ષાબેન વ્યાસ તથા શાસક પક્ષના દંડક વિજયભાઈ ચૌહાણ જેવા મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પાવન કથાના શ્રવણ સાથે શહેરના સુખ, સમૃદ્ધિ અને વિકાસ માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી. ભક્તિમય વાતાવરણ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો હતો. કથા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ અનેક ભક્તોએ લીધો હતો.
Seva Samaj News

More news from ગુજરાત and nearby areas
- વડોદરા શહેરના દાંડિયા બઝાર વિસ્તારમાં આવેલી રેવા હોસ્પિટલ વિવાદોમાં ઘેરાઈ છે. અહીં સારવાર લઈ રહેલા એક દર્દીના પરિવારજનોએ ડૉક્ટર પર ગંભીર બેદરકારીનો આક્ષેપ કરીને ભારે હોબાળો મચાવ્યો હતો. પરિવારનો આરોપ છે કે સમયસર અને યોગ્ય સારવાર ન મળવાને કારણે દર્દીની તબિયત વધુ લથડી હતી અને તેની સ્થિતિ અત્યંત નાજુક બની ગઈ છે. હોસ્પિટલ તંત્રની આ કથિત બેદરકારી સામે રોષે ભરાયેલા સગાંઓએ જવાબદાર ડૉક્ટર વિરુદ્ધ તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સાથે સમગ્ર મામલે આરોગ્ય વિભાગ તટસ્થ તપાસ કરે તેવી લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં હોસ્પિટલના વહીવટ સામે ભારે આક્રોશ અને ચર્ચા જોવા મળી રહી છે.1
- વડોદરાના ગોલ્ડન બ્રિજ-હાલોલ રોડ પર એક ખાનગી વાહન નંબર GJ 19 BJ 2391 પર ભારતના રાજચિહ્ન અશોક સ્તંભનું સ્ટીકર જોવા મળતાં ચર્ચા જાગી છે. આ ઘટના કાયદાકીય કાર્યવાહીને પાત્ર બની શકે છે. ભારતના રાજચિહ્ન (અયોગ્ય ઉપયોગ નિષેધ) અધિનિયમ, 2005ની કલમ-3 સ્પષ્ટપણે રાજચિહ્નના અનધિકૃત ઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે, જ્યારે કલમ-7 હેઠળ આવા ઉલ્લંઘન માટે દંડનીય કાર્યવાહીની જોગવાઈ છે. જો તપાસમાં આ ઉલ્લંઘન સાબિત થાય, તો સત્તાવાળાઓ દ્વારા સ્ટીકર દૂર કરાવવા, દંડ ફટકારવા, અને જરૂરી જણાય તો પોલીસ ફરિયાદ નોંધવા સુધીની કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ સમગ્ર મામલે તંત્ર દ્વારા શું પગલાં ભરવામાં આવે છે, તે અંગે લોકોમાં ઉત્સુકતા પ્રવર્તી રહી છે.1
- વડોદરા ઝોન ૩ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂનો એક મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કરેલી આ કાર્યવાહીને ખૂબ જ સરાહનીય કામગીરી તરીકે બિરદાવવામાં આવી રહી છે.1
- કોંગ્રેસે હવે ખેડૂતોના નામે પોતાના સ્વાર્થ માટે રાજકીય રોટલા શેકવાનું બંધ કરી દેવું જોઈએ. કોંગ્રેસ માત્ર ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું અને ભ્રમિત કરવાનું કામ કરી રહી છે, જેનો એકમાત્ર હેતુ પોતાની ગુમાવેલી રાજકીય જમીન પાછી મેળવવાનો છે. સરકાર ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે અને હંમેશા તેમની પડખે ઊભી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કોઈપણ સમસ્યાનું યોગ્ય અને સકારાત્મક સમાધાન લાવે છે, અને ભૂતકાળમાં જ્યારે પણ જરૂર પડી ત્યારે શ્રી ભૂપેન્દ્રભાઈની સરકારે ખેડૂતોને માંગણી કરતાં પણ વધારે સહાય આપી છે.1
- બાકોર પોલીસે એક એવી "લૂંટેરી દુલ્હન" ગેંગને ઝડપી પાડી છે જે લોકોને લગ્નની લાલચ આપીને નકલી લગ્ન કરાવતી હતી. આ ગેંગ નકલી લગ્નો કરાવીને લાખો રૂપિયા અને દાગીના લૂંટી લેતી હતી.1
- વડોદરામાં આવેલા આજવા બ્રિજને નવી પેઇન્ટિંગ સાથે એક નવો અને આકર્ષક લુક આપવામાં આવ્યો છે. આ પહેલ હેઠળ, વડોદરાની મુલાકાત લેવા બદલ મુલાકાતીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે, જે 'સ્વચ્છ વડોદરા'ના સંદેશને પણ ઉજાગર કરે છે.1