Shuru
Apke Nagar Ki App…
સુરતના કામરેજ ખાતે યોજાયેલી એક બેઠક દરમિયાન મંત્રી પ્રફુલ પાનસેરિયાના ધ્યાને તાલુકા વિકાસ અધિકારીઓ (TDO) આવ્યા હતા. આ બેઠકમાં મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે જે અધિકારીઓ કામ ન કરે, તેમને સસ્પેન્ડ કરવામાં આવે.
કિરણ ઠાકોર ભાભર પત્રકાર
સુરતના કામરેજ ખાતે યોજાયેલી એક બેઠક દરમિયાન મંત્રી પ્રફુલ પાનસેરિયાના ધ્યાને તાલુકા વિકાસ અધિકારીઓ (TDO) આવ્યા હતા. આ બેઠકમાં મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે જે અધિકારીઓ કામ ન કરે, તેમને સસ્પેન્ડ કરવામાં આવે.
More news from ગુજરાત and nearby areas
- બનાસકાંઠા જિલ્લાના મોગરોળ ખાતે જય ગોગા મિત્ર મંડળ દ્વારા પદયાત્રીઓ માટે એક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પગપાળા જતા ભાવીભક્તો માટે પ્રસાદ રૂપે કેરીનો રસ અને ઠંડા પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી, જે 'જય શેણલ માં'ના ભાવ સાથે સંપન્ન થઈ હતી.1
- અધિક માસની પવિત્ર પૂનમના અવસરે, ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ખાતે શામળિયા ધરણીધર ભગવાનના દર્શન કરવા ભક્તોનું વિશાળ ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. થરાદ નજીક આવેલા આ આસ્થાના કેન્દ્રમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચ્યા હતા. અંદાજે 600 વર્ષ જૂના આ પૌરાણિક મંદિરનો મહિમા અપાર છે, અને તેના દર્શન તથા ભગવાનના આશીર્વાદ મેળવવા માટે દૂર-દૂરથી યાત્રાળુઓ આવે છે. સ્થાનિક લોકવાયકા મુજબ, યાત્રાધામ ઢીમાનું વિશેષ મહત્વ છે; ભક્તોમાં એવી પ્રબળ શ્રદ્ધા છે કે ચારધામની યાત્રા કર્યા પછી પણ જ્યાં સુધી શામળિયા ધરણીધર ભગવાનના ચરણોમાં શીશ નમાવવામાં ન આવે, ત્યાં સુધી એ યાત્રા અધૂરી ગણાય છે. આ અતૂટ શ્રદ્ધાને કારણે ઘણા ભક્તો હજારો કિલોમીટરનું અંતર પગપાળા કાપીને અથવા દંડવત પ્રણામ કરીને પણ દાદાના ચરણોમાં પહોંચે છે. ઢીમા યાત્રાધામની આસ્થા માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી, પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ અહીં આવે છે. દર પૂનમના દિવસે અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે, અને ખાસ કરીને વર્ષની ચાર મુખ્ય પૂનમો — જેઠ, શ્રાવણી, કારતકી અને માગશર પૂનમે ભક્તોની અત્યંત વિશાળ ભીડ જોવા મળે છે. મંદિરના મુખ્ય પ્રવેશદ્વારની સામે આવેલું પૌરાણિક મંદિર પણ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે. અધિક માસની આ વિશેષ પૂનમના દિવસે ભક્તોએ ભક્તિભાવપૂર્વક ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઢીમા યાત્રાધામ આજે પણ ભક્તિ અને શ્રદ્ધાનું અણમોલ કેન્દ્ર બનીને ભક્તોને સાચી રાહ ચીંધી રહ્યું છે.2
- થરાદ ખાતે સ્વર્ગસ્થ પ્રદીપ સુથારની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુલ 101 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું.1
- પાલનપુર પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. આ બદલાવના કારણે ભારે પવન ફૂંકાયો હતો અને આખો વિસ્તાર વરસાદી માહોલથી ઘેરાઈ ગયો હતો. વાતાવરણના આ પલટાથી લોકોને ગરમીથી ઘણી રાહત મળી હતી.1
- ગુજરાતના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ એક તલાટી સાહેબને જાહેરમાં કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો. મંત્રીએ ત્યાં હાજર સૌની વચ્ચે તલાટીને સ્પષ્ટ સૂચના આપતાં કહ્યું કે, “કોઈને ધક્કો ન થવો જોઈએ.” આ ઘટનામાં મંત્રીએ તલાટીની કામગીરીને લઈને નારાજગી વ્યક્ત કરી હતી અને લોકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેની ખાતરી કરવા જણાવ્યું હતું.1
- ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી શ્રીએ પંચાયત વિભાગના કામકાજ અંગે કડક વલણ અપનાવ્યું છે અને વિભાગને આદેશો પણ આપ્યા છે. આ પગલાંને કારણે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે જો રાજનેતાઓ આ જ રીતે સક્રિયપણે પ્રજાના હિતનું વિચારશે, તો કોઈને પણ ફરિયાદ કરવાની જરૂર નહીં પડે.1
- વાવ-થરાદ એલ.સી.બી.ની ટીમે સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારના સુઈગામ-સિધાડા કસ્ટમ રોડ પર કાર્યવાહી કરીને એક ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કારમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂની 504 બોટલો શોધી કાઢી હતી. આ સમગ્ર કાર્યવાહીમાં કુલ ₹7,04,752નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં દારૂ અને કારનો સમાવેશ થાય છે. પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.1
- બનાસકાંઠા રેન્જ, પાલનપુરના પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ અને વાવ-થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબ દ્વારા જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ થાય તે માટે કડક અમલવારીની સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાનમાં, LCB વાવ-થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.પી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન, સુઈગામથી સિધાડા તરફ જતા રોડ ઉપર સુઈગામ ગામની સીમમાં કસ્ટમ રોડ પરથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ ક્રેટા ગાડી (રજી. નંબર GJ12DG3785) ને રોકવામાં આવી હતી. ગાડીની તપાસ કરતા, તેમાં આગળના બોનેટ, પાછળની બ્રેક લાઈટ અને બમ્પર નીચેની ડેકીના ભાગે ચોરખાના બનાવવામાં આવ્યા હોવાનું જણાયું હતું. આ ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૫૦૪ બોટલો/બિયર ટીન મળી આવ્યા હતા, જેની કિંમત ₹94,752/- આંકવામાં આવી છે. દારૂના જથ્થા ઉપરાંત, ₹6,00,000/- ની કિંમતની ક્રેટા ગાડી અને ₹10,000/- ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો, આમ કુલ ₹7,04,752/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ગુનામાં ગાડી ચલાવનાર પ્રકાશભાઈ અજાભાઈ (જાતે. ગોયલ(રાજપુત), ઉંમર ૨૫, રહે. કીડીયાનગર, તા. રાપર, જી. કચ્છ) ને પકડી પાડવામાં આવ્યા છે. પકડાયેલા ચાલક અને દારૂનો જથ્થો મોકલનાર બંને ઇસમો વિરુદ્ધ ધી પ્રોહિબિશન એક્ટ મુજબ સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં શ્રી એ.પી. ચૌધરી (પોલીસ ઇન્સ્પેક્ટર, LCB વાવ-થરાદ), એ.એસ.આઈ. અશોકભાઈ સજાભાઈ, ડેડ. કોન્સ. હીરાભાઈ રામાભાઈ, ડેડ. કોન્સ. પ્રકાશભાઈ માવજીભાઈ, પો. કોન્સ. મહેશદાન દેવીદાન, પો. કોન્સ. ડરિસિંહ સાદુળજી, પો. કોન્સ. ભરતસિંહ વિડાજી અને પો. કોન્સ. વશરામભાઈ ગણેશભાઈ સહિતનો LCB વાવ-થરાદનો સ્ટાફ જોડાયો હતો.2