logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રાજુલા પોલીસે અપહરણના ગુનામાં ૧૯ વર્ષથી નાસતા ફરતા આરોપીની બેંગ્લોર ખાતેથી ધરપકડ કરી રાજુલા પોલીસે અપહરણના ગુનામાં ૧૯ વર્ષથી નાસતા ફરતા આરોપીની બેંગ્લોર ખાતેથી ધરપકડ કરી રાજુલા પોલીસ દ્વારા અપહરણના ગુન્હામાં છેલ્લા ૧૯ વર્ષથી નાસતા ફરતા લિસ્ટેડ આરોપીની બેંગ્લોર ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મળી છે. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સુચના મુજબ ૧૦ વર્ષથી વધુ સમયથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવા ખાસ ઝુંબેશનું અયોજન કરેલ આવેલ. આ ઝૂંબેશ અંતર્ગત રાજુલા પોલીસને સફળતા મળી છે. મળતી માહિતી અનુસાર રાજુલા પોલીસ સ્ટેશનમાં ૧૦ વર્ષથી વધુ સમયથી નાસતા ફરતા આરોપી શોધી કાઢવા અલગ અલગ દિશામાં તપાસ કરેલ જેમાં રાજુલા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.કલમ ૩૬૩,૩૬૬ મુજબના ગુન્હો નોંધાયો હતો. અને ભોગ બનનારનું અપરહણ કરી અને આરોપી બાલાભાઈ મથુરભાઈ કાતરીયાએ છેલ્લા ૧૯ વર્ષથી નાસતો ફરતો લીસ્ટેડ અને નામદાર કોર્ટમાંથી ૨૦૨૧ મા ઉપરોકત આરોપીનું નાસતા ફરતાનુ પકડ વોરંટ હોય જે અપહરણના આરોપીને પકડી પાડવા માટે રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એમ.કોલાદરાની રાહબરી હેઠળ રાજુલા પોલીસની સર્વેલન્સ ટીમને ખાસ સૂચના આપેલ હોય જે અંતર્ગત ઉપરોકત આરોપીનું ખાનગી સોર્સીસ આધારે એક શંકાસ્પદ ફેસબુક આઇ.ડી. મળેલ જેમા તે પોતાનું નામ બદલી Raju Ahier રાખેલ હોય અને જે ૨૦૧૭ થી ૨૦૧૯ ની વચ્ચે ઉપયોગ કરેલ હોય જેથી ફેસબુક આઇ.ડી.મારફતે ટેકનીકલ તપાસ કરતા અલગ અલગ આઇ.ડી. તથા મોબાઇલ નંબરોની તપાસ કરવામા આવેલ. આરોપીનો હાલનો મોબાઇલ નંબર શોધી કાઢેલ અને આરોપી બાબતે તપાસ કરતા સોપ્રથમ ગુન્હો આચરી અને આરોપી ભોગ બનનાર સાથે ભાવનગર રહેતો હોય બાદમાં અમદાવાદ મુકામે રહેવા ગયેલ અને ત્યાંથી મેડીકલ લાઇન સાથે જોડાયેલ અને કર્ણાટક રાજયના બેંગ્લોર ખાતે જતો રહેલ અને ત્યાં મેડીકલ લાઈનના IVF વિભાગ જોડાયેલ ગયેલ અને આરોપી પોતાની ધરપફડ ટાળવા અલગ અલગ સીમ ઉપયોગ કરતો હોય અને પોતાની ઓળખ નામ બદલી અને બીજુ નામ નો ઉપયોગ કરતો હોય જેથી પોલીસે આરોપીના નંબર મેળવી ચોકસ લોકેશન તથા સરનામાં આધારે રાજુલા પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા કર્ણાટક રાજયના બેંગ્લોર ખાતેથી આરોપી બાબુભાઇ મથુરભાઇ કાતરીયા હાલ. રહે.બેગ્લોર રાજય.કર્ણાટક મુળ.કોટડી ગામને ઝડપી પાડી અને ભોગ બનનારને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરીમાં રાજુલાના પીઆઇ વી.એમ.કોલાદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એફ. ચૌહાણ, મધુભાઈ પોપટ, હરપાલસિંહ ગોહિલ, કોન્સ હરેશભાઇ વાળા, મનુભાઈ માંગાણી, સુરેશભાઇ મેર દ્વારા કરવામાં આવેલ

1 day ago
user_Virji shiyal
Virji shiyal
Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
1 day ago
b7cf634e-7015-46f8-b54e-b557315f6ca9

More news from ગુજરાત and nearby areas
  • Post by Dharmik Parmar
    1
    Post by Dharmik Parmar
    user_Dharmik Parmar
    Dharmik Parmar
    Farmer રાજુલા, અમરેલી, ગુજરાત•
    3 hrs ago
  • અમરેલી જિલ્લા ભાજપ સંગઠન ના નવનિયુક્ત પ્રભારી અભયસિંહ ચૌહાણજી ની અધ્યક્ષતામાં જાફરાબાદ તાલુકા અને શહેર ભાજપની સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપ સંગઠનના નવનિયુક્ત પ્રભારી અભયસિહ ચૌહાણ નું સાલ તથા પુષ્પગુચ્છ તેમજ કોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું. જેમાં આગામી સંગઠનાત્મક માર્ગદર્શન જિલ્લા ભાજપના મહામંત્રી ચેતનભાઇ શિયાળ અને નવું નિયુક્ત સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણ આપ્યું હતું. તેમજ જવાબદાર કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ની તૈયારીઓ માં લાગી જવાની હાંકલ કરેલ. આ બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપ ટીમના હોદ્દેદારોઓ, તાલુકા/ શહેર ભાજપ ટીમ, જીલ્લા પંચાયતના સભ્યો, મહિલા ટીમ , તેમજ જાફરાબાદ તાલુકાના સરપંચશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર..કરશન પરમાર જાફરાબાદ
    3
    અમરેલી જિલ્લા ભાજપ સંગઠન ના નવનિયુક્ત પ્રભારી અભયસિંહ ચૌહાણજી ની અધ્યક્ષતામાં જાફરાબાદ તાલુકા અને શહેર ભાજપની સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
આ બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપ સંગઠનના નવનિયુક્ત પ્રભારી અભયસિહ ચૌહાણ નું સાલ તથા પુષ્પગુચ્છ તેમજ કોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું.
જેમાં આગામી સંગઠનાત્મક માર્ગદર્શન જિલ્લા ભાજપના મહામંત્રી ચેતનભાઇ શિયાળ અને નવું નિયુક્ત સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણ આપ્યું હતું. તેમજ જવાબદાર કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ની તૈયારીઓ માં લાગી જવાની હાંકલ કરેલ.
આ બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપ ટીમના હોદ્દેદારોઓ, તાલુકા/ શહેર ભાજપ ટીમ, જીલ્લા પંચાયતના સભ્યો, મહિલા ટીમ , તેમજ જાફરાબાદ તાલુકાના સરપંચશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 
રિપોર્ટર..કરશન પરમાર જાફરાબાદ
    user_Parmar karshan
    Parmar karshan
    જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    4 hrs ago
  • U G C -एक जैन मुनीश्री‌का आक्रोस।
    1
    U G C -एक जैन मुनीश्री‌का आक्रोस।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • અમરેલી કોર્ટ ને બૉમ્બ થી ઉડાવી દેવાની મળી હતી ધમકી
    1
    અમરેલી કોર્ટ ને બૉમ્બ થી ઉડાવી દેવાની મળી હતી ધમકી
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    15 hrs ago
  • ૩૫૦થી વધુ ઝુંપડાઓને દૂર કરવામાં આવ્યા, પાંચેક એકર જેટલી દબાણ યુક્ત જગ્યા ખુલ્લી કરાવાશે, ૨૦થી વધુ જેસીબી, ૫૦થી વધુ ટ્રેક્ટર અને ફાયર ફાયર સહિતનો કાફલો રેલવે પોલીસ, આરપીએફ, માલવીયાનગર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ સહિત ૪૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત
    1
    ૩૫૦થી વધુ ઝુંપડાઓને દૂર કરવામાં આવ્યા, પાંચેક એકર જેટલી દબાણ યુક્ત જગ્યા ખુલ્લી કરાવાશે,
૨૦થી વધુ જેસીબી, ૫૦થી વધુ ટ્રેક્ટર અને ફાયર ફાયર સહિતનો કાફલો
રેલવે પોલીસ, આરપીએફ, માલવીયાનગર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ સહિત ૪૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત
    user_CRIMR PADKAR NEWS
    CRIMR PADKAR NEWS
    પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    23 hrs ago
  • ભાવનગર તાલુકાના સોડવદરા ગામેથી ડોક્ટરની ડિગ્રી વગર ક્લિનિક દવાખાનુ ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડતી ભાવનગર ગ્રામ્ય ડિવિઝન સ્ક્વોડ ભાવનગર જિલ્લામાં ડિગ્રી વગરનું દવાખાનુ આરોગ્ય સાથે છેડા કરતાં બોગસ ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ચોક્કસ બાતમીના આધારે સોડવદરા ગામ તાલુકો જીલ્લો ભાવનગર રામજી મંદિર પાસે મેહુલભાઈ ધીરુભાઈ પરમાર પાસે થી દવાઓ તથા મેડિકલ સાધનો સહિત ₹55,768 ના મુદ્દા માલ સાથે મળી આવતા મેડિકલ પ્રેક્ટિસન એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી
    1
    ભાવનગર તાલુકાના સોડવદરા ગામેથી ડોક્ટરની ડિગ્રી વગર ક્લિનિક દવાખાનુ ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડતી ભાવનગર ગ્રામ્ય ડિવિઝન સ્ક્વોડ
ભાવનગર જિલ્લામાં ડિગ્રી વગરનું દવાખાનુ આરોગ્ય સાથે છેડા કરતાં બોગસ ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ચોક્કસ બાતમીના આધારે સોડવદરા ગામ તાલુકો જીલ્લો ભાવનગર રામજી મંદિર પાસે મેહુલભાઈ ધીરુભાઈ પરમાર પાસે થી દવાઓ તથા મેડિકલ સાધનો સહિત ₹55,768 ના મુદ્દા માલ સાથે મળી આવતા મેડિકલ  પ્રેક્ટિસન એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી
    user_Rakesh sagathiya
    Rakesh sagathiya
    પત્રકાર ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    14 hrs ago
  • ચિતલિયામાં માનવતા અને ગૌસેવાની મિસાલ કાયમ થઈ 30 ફૂટ ઊંડા કૂવામાં ગાય ખાબકી, જીવ બચી જતાં લૌકોની મહેનત રંગ લાવી આટકોટ ચિતલીયા ગામે માનવતા અને ગૌસેવાની એક અદભૂત મિસાલ કાયમ થઈ હતી. ગામની સીમમાં આવેલ અંદાજે 30 ફૂટ ઊંડા કુવામાં એક ગાય અચાનક પડી જતાં સમગ્ર પંથકમાં ચિંતાની લાગણી ફેલાઈ હતી. જોકે, ગ્રામજનોની સમયસૂચકતા અને વહીવટી તંત્રના હકારાત્મક અભિગમને કારણે ગાયને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી. ગાય કૂવામાં પડી હોવાની જાણ થતા જ ચિતલીયા ગામના સરપંચ અશોકભાઈ બથવાર, ગૌપ્રેમી નરેશભાઈ દરેડ સહિત ગામના અગ્રણીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. કૂવો ઊંડો હોવાથી અને તેમાં પાણી પણ વધુ હોવાથી ગાયને બહાર કાઢવી પડકારજનક હતી, જેના માટે તાત્કાલિક ભારે મશીનરીની જરૂરિયાત જણાઈ હતી. તંત્ર અને ગ્રામજનોનું સંકલન આ કપરી પરિસ્થિતિમાં જસદણ મામલતદાર તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વહીવટી અધિકારીઓએ વિલંબ કર્યા વગર તાત્કાલિક મશીનરીની વ્યવસ્થા કરી આપી, જેને પગલે રેસ્ક્યુ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. ગ્રામજનો અને મશીનરીને સંયુક્ત પ્રયાસોથી કલાકોની મહેનત બાદ ગાયને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. ગૌમાતાનો જીવ બચી જતાં હાજર લોકો એ નગરપાલિકા અને મામલદાર નો આભાર માન્યો હતો  તસવીરો કરશન બામટા આટકોટ
    4
    ચિતલિયામાં માનવતા અને ગૌસેવાની મિસાલ કાયમ થઈ 30 ફૂટ ઊંડા કૂવામાં ગાય ખાબકી, જીવ બચી જતાં લૌકોની મહેનત રંગ લાવી
આટકોટ ચિતલીયા ગામે માનવતા અને ગૌસેવાની એક અદભૂત મિસાલ કાયમ થઈ હતી. ગામની સીમમાં આવેલ અંદાજે 30 ફૂટ ઊંડા કુવામાં એક ગાય અચાનક પડી જતાં સમગ્ર પંથકમાં ચિંતાની લાગણી ફેલાઈ હતી. જોકે, ગ્રામજનોની સમયસૂચકતા અને વહીવટી તંત્રના હકારાત્મક અભિગમને કારણે ગાયને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી.
ગાય કૂવામાં પડી હોવાની જાણ થતા જ ચિતલીયા ગામના સરપંચ અશોકભાઈ બથવાર, ગૌપ્રેમી નરેશભાઈ દરેડ સહિત ગામના અગ્રણીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. કૂવો ઊંડો હોવાથી અને તેમાં પાણી પણ વધુ હોવાથી ગાયને બહાર કાઢવી પડકારજનક હતી, જેના માટે તાત્કાલિક ભારે મશીનરીની જરૂરિયાત જણાઈ હતી.
તંત્ર અને ગ્રામજનોનું સંકલન
આ કપરી પરિસ્થિતિમાં જસદણ મામલતદાર તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વહીવટી અધિકારીઓએ વિલંબ કર્યા વગર તાત્કાલિક મશીનરીની વ્યવસ્થા કરી આપી, જેને પગલે રેસ્ક્યુ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. ગ્રામજનો અને મશીનરીને સંયુક્ત પ્રયાસોથી કલાકોની મહેનત બાદ ગાયને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. ગૌમાતાનો જીવ બચી જતાં હાજર લોકો એ નગરપાલિકા અને મામલદાર નો આભાર માન્યો હતો 
તસવીરો કરશન બામટા આટકોટ
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    20 hrs ago
  • motivational story
    1
    motivational story
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.