સોમનાથ સ્વાભિમાન પર્વ – ૨૦૨૬ , સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ અને પોરબંદરનું ગૌરવશાળી યોગદાન પોરબંદર.તા.૦૮ : ભારતીય સંસ્કૃતિના રાષ્ટ્રીય સ્વાભિમાન અને અજેય આસ્થાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજ તા.૦૮ જાન્યુઆરી થી ૧૧ જાન્યુઆરી સુધી "સોમનાથ સ્વાભિમાન પર્વ"ની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. આ ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ મોદી પણ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા સોમનાથના આંગણે પધારી રહ્યા છે, ત્યારે પોરબંદરના જાણીતા ઇતિહાસવિદ્દ નરોતમભાઈ પલાણે આ ગૌરવશાળી ઇતિહાસના પૃષ્ઠો ખોલીને પોરબંદરના અપ્રતિમ યોગદાનના સંસ્મરણો વાગોળ્યા છે. પ્રખ્યાત ઈતિહાસવિદ્દ નરોતમભાઈ પલાણે જણાવ્યું હતું કે, જાન્યુઆરી ૧૦૨૬માં મહેમુદ ગઝનવી દ્વારા સોમનાથ મંદિર પર આક્રમણ કરવામાં આવ્યું હતુ. આ ઘટનાને જાન્યુઆરી ૨૦૨૬માં બરાબર ૧૦૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ઇતિહાસકારો આ તારીખ ૬ જાન્યુઆરી હોવાનું જણાવે છે. તેમણે ઉમેર્યું કે સોમનાથનું પ્રથમ મંદિર લગભગ ૨૦૦૦ વર્ષ જૂનું છે. શરૂઆતના ૧૦૦૦ વર્ષ સુધી આ મંદિર અત્યંત સમૃદ્ધ અને અતૂટ રહ્યું હતું, જેની ખ્યાતિ સાંભળીને ગઝનવીએ તેના પર આક્રમણ કર્યું હતું. જોકે, સોમનાથ એ પ્રજાના સ્વાભિમાનનું પ્રતીક છે. દર વખતે મંદિર તોડવામાં આવ્યું ત્યારે પ્રજા અને રાજાઓએ મળીને તેને ફરીથી બેઠું કર્યું છે. વર્તમાન મંદિર એ આઠમી વખતનું પુનઃનિર્માણ છે. સૌરાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબરે ફાળો એકત્ર કરવાની અપીલ કરી હતી. નરોતમભાઈ પલાણે ગર્વ સાથે નોંધ્યું કે, સોમનાથ મંદિરના નવનિર્માણ માટે પ્રથમ ફાળો નોંધાવનાર પોરબંદર હતું. પોરબંદરના ખ્યાતનામ શેઠ નાનજી કાલિદાસ મહેતાએ તે જમાનામાં ૧ લાખ રૂપિયાનું પ્રથમ દાન મંદિર નિર્માણનો આપ્યું હતું. તેમજ તેમણે વધુ જરૂર પડે તો વધુ દાન આપવાની પણ ખાતરી આપી હતી. તેમણે અંતમાં જણાવ્યું કે, સોમનાથ સ્વાભિમાન પર્વ એ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ સનાતન ધર્મની દ્રઢતા અને વિજયનો જયઘોષ છે. પોરબંદર હંમેશા આ પવિત્ર કાર્યમાં અગ્રેસર રહ્યું છે,જે દરેક પોરબંદર વાસી માટે ગૌરવની બાબત છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
સોમનાથ સ્વાભિમાન પર્વ – ૨૦૨૬ , સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ અને પોરબંદરનું ગૌરવશાળી યોગદાન પોરબંદર.તા.૦૮ : ભારતીય સંસ્કૃતિના રાષ્ટ્રીય સ્વાભિમાન અને અજેય આસ્થાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજ તા.૦૮ જાન્યુઆરી થી ૧૧ જાન્યુઆરી સુધી "સોમનાથ સ્વાભિમાન પર્વ"ની ભવ્ય ઉજવણી થવા જઈ
રહી છે. આ ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ મોદી પણ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા સોમનાથના આંગણે પધારી રહ્યા છે, ત્યારે પોરબંદરના જાણીતા ઇતિહાસવિદ્દ નરોતમભાઈ પલાણે આ ગૌરવશાળી ઇતિહાસના પૃષ્ઠો ખોલીને પોરબંદરના અપ્રતિમ યોગદાનના સંસ્મરણો વાગોળ્યા છે. પ્રખ્યાત ઈતિહાસવિદ્દ નરોતમભાઈ પલાણે જણાવ્યું હતું કે, જાન્યુઆરી ૧૦૨૬માં મહેમુદ ગઝનવી દ્વારા સોમનાથ
મંદિર પર આક્રમણ કરવામાં આવ્યું હતુ. આ ઘટનાને જાન્યુઆરી ૨૦૨૬માં બરાબર ૧૦૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ઇતિહાસકારો આ તારીખ ૬ જાન્યુઆરી હોવાનું જણાવે છે. તેમણે ઉમેર્યું કે સોમનાથનું પ્રથમ મંદિર લગભગ ૨૦૦૦ વર્ષ જૂનું છે. શરૂઆતના ૧૦૦૦ વર્ષ સુધી આ મંદિર અત્યંત સમૃદ્ધ અને
અતૂટ રહ્યું હતું, જેની ખ્યાતિ સાંભળીને ગઝનવીએ તેના પર આક્રમણ કર્યું હતું. જોકે, સોમનાથ એ પ્રજાના સ્વાભિમાનનું પ્રતીક છે. દર વખતે મંદિર તોડવામાં આવ્યું ત્યારે પ્રજા અને રાજાઓએ મળીને તેને ફરીથી બેઠું કર્યું છે. વર્તમાન મંદિર એ આઠમી વખતનું પુનઃનિર્માણ છે. સૌરાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી
ઉછરંગરાય ઢેબરે ફાળો એકત્ર કરવાની અપીલ કરી હતી. નરોતમભાઈ પલાણે ગર્વ સાથે નોંધ્યું કે, સોમનાથ મંદિરના નવનિર્માણ માટે પ્રથમ ફાળો નોંધાવનાર પોરબંદર હતું. પોરબંદરના ખ્યાતનામ શેઠ નાનજી કાલિદાસ મહેતાએ તે જમાનામાં ૧ લાખ રૂપિયાનું પ્રથમ દાન મંદિર નિર્માણનો આપ્યું હતું. તેમજ તેમણે વધુ જરૂર પડે તો
વધુ દાન આપવાની પણ ખાતરી આપી હતી. તેમણે અંતમાં જણાવ્યું કે, સોમનાથ સ્વાભિમાન પર્વ એ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ સનાતન ધર્મની દ્રઢતા અને વિજયનો જયઘોષ છે. પોરબંદર હંમેશા આ પવિત્ર કાર્યમાં અગ્રેસર રહ્યું છે,જે દરેક પોરબંદર વાસી માટે ગૌરવની બાબત છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
- ગિર અને તેની આસપાસના વિસ્તારોમાં વસવાટ કરતા એશિયાટિક સિંહો આજકાલ જંગલની હદો પાર કરીને માનવીય વિસ્તારોમાં અવરજવર કરતા જોવા મળે છે. આવી સ્થિતિમાં ક્યારેક તેઓ રેલવે ટ્રેક સુધી પહોંચી જાય છે, જે સિંહો તેમજ માનવ જીવન માટે ગંભીર જોખમરૂપ બને છે. તાજેતરમાં આવી જ એક ઘટના સામે આવી, જેમાં વનવિભાગ અને રેલવે પાઇલોટની સતર્કતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ અને સિંહનું જીવન બચી ગયું. આ ઘટનામાં રેલવે ટ્રેક પર એક સિંહ અચાનક આવી ચડ્યો હતો. તે સમયે 해당 ટ્રેક પરથી ટ્રેન પસાર થવાની હતી. ટ્રેનના લોકોપાઇલોટે આગળ ટ્રેક પર સિંહને નજરે ચડતાં જ સમયસર સતર્કતા દાખવી અને તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેન અટકાવી દીધી. સાથે જ વનવિભાગને જાણ કરવામાં આવતા વનકર્મીઓ તરત ઘટનાસ્થળે પહોંચી ગયા. વનવિભાગની ટીમે શાંતિપૂર્વક અને સાવધાની સાથે કામગીરી કરી સિંહને ટ્રેક પરથી દૂર હાંકી જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે ખસેડ્યો. આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન કોઈ જાનહાની કે નુકસાન થયું નથી. સિંહ સંપૂર્ણ સ્વસ્થ હોવાનું વનવિભાગે જણાવ્યું છે. વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ગિર અને કોસ્ટલ પટ્ટી વિસ્તારમાંથી પસાર થતા રેલવે રૂટ પર સિંહોની અવરજવર વધતી જઈ રહી છે. આથી રેલવે અને વનવિભાગ વચ્ચે સંકલન વધારવામાં આવ્યું છે. લોકોપાઇલોટોને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે કે આવા સંવેદનશીલ વિસ્તારોમાં ટ્રેન ધીમી ગતિએ ચલાવવામાં આવે અને કોઈ પણ સંકેત મળતા તરત પગલાં લેવાય. આ ઘટનાએ એકવાર ફરી સાબિત કર્યું કે માનવ સતર્કતા, જવાબદારી અને વિભાગીય સહકારથી પ્રકૃતિ અને વન્યજીવનનું સંરક્ષણ શક્ય છે. જો લોકોપાઇલોટ અને વનવિભાગ સમયસર સક્રિય ન બન્યા હોત, તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. આ સફળ બચાવ કામગીરી વન્યજીવન સંરક્ષણ માટે એક ઉત્તમ ઉદાહરણ બની છે અને ભવિષ્યમાં પણ આવા સંકલિત પ્રયાસો દ્વારા સિંહો સહિત અન્ય વન્ય પ્રાણીઓના જીવ બચી રહે તે માટે માર્ગદર્શક સાબિત થશે.1
- શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાનો ગાંધીનગરથી સરપ્રાઈઝ લાઈવ કોલ: શાળાઓનું ઓચિંતું નિરીક્ષણ કરી મેળવી વિગતો1
- डेनमार्क के सैनिको को सरकार श्री का सीधा आदेश।1
- રિજન 1ના ડીસીપી મેડમ દ્વારા ઉતરાણ પર્વમાં જીવન સુરક્ષા નિમિત્તે સેફટી ગાડ વિતરણ કરવામાં આવ્યું હતું... ગોડાદરા ચાર રસ્તાપાસે સેફટી ગાર્ડ વિતરણ અને ટ્રાફિક અવૅનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો..1
- Post by SD sehak1
- સુરતના ભાઠેના વિસ્તારની ઘટના.. I'm on Instagram as @patrakaar_imran. Install the app to follow my photos and videos. https://www.instagram.com/invites/contact/?utm_source=ig_contact_invite&utm_medium=copy_link&utm_content=xrhzs4r1
- ट्रम्प का तेल भंडार पर कब्जा।1
- સુરતના ફુલવાડી વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારે પોલીસ કમિશનર પાસે પહોંચ્યો હતો, જેમાં તેમની સગીર વયની કિશોરીને લગ્નની લાલચ આપી હિન્દુ યુવક ભગાડી ગયાના આરોપ સાથે ન્યાયની માગણી કરી હતી. પીડિત પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે સુરઝ નામના એક યુવકે તેમની સગીર વયની પુત્રીને લગ્નની લાલચ આપી ભગાડી ગયાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. આ બાબતે તેમણે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસ તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા પરિવાર નિરાશ થયો હતો1
- Post by SD sehak1