logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં તહેવારોને લઈ રજાની જાહેરાત કરવામાં આવી સાવરકુંડલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા જાહેરનોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. તહેવારોને ધ્યાનમાં રાખીને માર્કેટ યાર્ડના હરાજી સહિતના તમામ કામકાજમાં રજા જાહેર કરવામાં આવી છે. જાહેરનોટિસ મુજબ તા. 27/08/2025, બુધવારના રોજ ઈદે મિલાદ તથા તા. 29/08/2025, શુક્રવારના રોજ રક્ષાબંધન હોવાથી માર્કેટ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે. જ્યારે તા. 28/08/2025, ગુરુવારના રોજ માર્કેટ યાર્ડ રાબેતા મુજબ ચાલુ રહેશે. આ ઉપરાંત તા. 30/08/2025, શનિવારથી તા. 04/09/2025, ગુરુવાર સુધી શીતળા સાતમ-આઠમ સહિતના તહેવારોને કારણે માર્કેટ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે. ત્યારબાદ તા. 05/09/2025, શુક્રવારના રોજ માર્કેટ યાર્ડનું કામકાજ રાબેતા મુજબ ફરી શરૂ થશે. ખેડૂતો અને વેપારીઓએ રજાના દિવસોને ધ્યાનમાં રાખીને પોતાની આવક-જાવક તથા હરાજીનું આયોજન કરવા અપીલ કરવામાં આવી છે.

4 hrs ago
user_Jitu gengadiya
Jitu gengadiya
Farmer સાવરકુંડલા, અમરેલી, ગુજરાત•
4 hrs ago
e6a84482-2bfb-4015-96e4-05961cff3c30

સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં તહેવારોને લઈ રજાની જાહેરાત કરવામાં આવી સાવરકુંડલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા જાહેરનોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. તહેવારોને ધ્યાનમાં રાખીને માર્કેટ યાર્ડના હરાજી સહિતના તમામ કામકાજમાં રજા જાહેર કરવામાં આવી છે. જાહેરનોટિસ મુજબ તા. 27/08/2025, બુધવારના રોજ ઈદે મિલાદ તથા તા. 29/08/2025, શુક્રવારના રોજ રક્ષાબંધન હોવાથી માર્કેટ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે. જ્યારે તા. 28/08/2025, ગુરુવારના રોજ માર્કેટ યાર્ડ રાબેતા મુજબ ચાલુ રહેશે. આ ઉપરાંત તા. 30/08/2025, શનિવારથી તા. 04/09/2025, ગુરુવાર સુધી શીતળા સાતમ-આઠમ સહિતના તહેવારોને કારણે માર્કેટ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે. ત્યારબાદ તા. 05/09/2025, શુક્રવારના રોજ માર્કેટ યાર્ડનું કામકાજ રાબેતા મુજબ ફરી શરૂ થશે. ખેડૂતો અને વેપારીઓએ રજાના દિવસોને ધ્યાનમાં રાખીને પોતાની આવક-જાવક તથા હરાજીનું આયોજન કરવા અપીલ કરવામાં આવી છે.

More news from ગુજરાત and nearby areas
  • हिलाते ए पाकीस्तान वहा सभी हुक्मरानो ने देश को भष्टाचार से खतम करदीया है।
    1
    हिलाते ए पाकीस्तान वहा सभी हुक्मरानो ने देश को भष्टाचार से खतम करदीया है।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    5 hrs ago
  • બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બરાનીયા ગામમાં પ્રાથમિક શાળાના શિક્ષક સામે ગંભીર આક્ષેપો થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો રાણપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા ગ્રામજનોએ શિક્ષક હર્ષદભાઈ ઝાલા વિરુદ્ધ રજૂઆત કરી વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરી ત્રાસ આપતા હોવાના આક્ષેપો સાથે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ, બરાનીયા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક હર્ષદભાઈ ઝાલા દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરવામાં આવતા હોવાના આક્ષેપો છે. આ મામલે ગામલોકોએ અગાઉ શિક્ષક સમક્ષ રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, શિક્ષક દ્વારા ખોટી ફરિયાદ કરવાની ધમકી આપવામાં આવતી હોવાના પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા.આ મામલે મોટી સંખ્યામાં ગ્રામજનો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. શિક્ષક વિરુદ્ધ ફરિયાદ ન થાય ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં બેસી રહેવાનો નિર્ણય પણ ગ્રામજનોએ કર્યો હતો. બીજી તરફ બરાનીયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક હર્ષદભાઈ ઝાલા પણ ગ્રામજનો વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.શિક્ષક હર્ષદ ઝાલાએ ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા વિદ્યાર્થીનીઓ સાથે અડપલાના આક્ષેપોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગામના માજી સરપંચનું ખનીજ ભરેલું ડમ્પર શાળાની પાસેથી પસાર થતું હોવાથી તેમણે તેને રોકવાની ના પાડી હતી. આ બાબતને લઈને પોતાની વિરુદ્ધ ખોટી રજૂઆત કરવામાં આવી રહી હોવાનો શિક્ષકનો દાવો છે... રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    4
    બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બરાનીયા ગામમાં પ્રાથમિક શાળાના શિક્ષક સામે ગંભીર આક્ષેપો થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો રાણપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા

ગ્રામજનોએ શિક્ષક હર્ષદભાઈ ઝાલા વિરુદ્ધ રજૂઆત કરી વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરી ત્રાસ આપતા હોવાના આક્ષેપો સાથે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, બરાનીયા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક હર્ષદભાઈ ઝાલા દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરવામાં આવતા હોવાના આક્ષેપો છે. આ મામલે ગામલોકોએ અગાઉ શિક્ષક સમક્ષ રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, શિક્ષક દ્વારા ખોટી ફરિયાદ કરવાની ધમકી આપવામાં આવતી હોવાના પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા.આ મામલે મોટી સંખ્યામાં ગ્રામજનો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. શિક્ષક વિરુદ્ધ ફરિયાદ ન થાય ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં બેસી રહેવાનો નિર્ણય પણ ગ્રામજનોએ કર્યો હતો.
બીજી તરફ બરાનીયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક હર્ષદભાઈ ઝાલા પણ ગ્રામજનો વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.શિક્ષક હર્ષદ ઝાલાએ ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા વિદ્યાર્થીનીઓ સાથે અડપલાના આક્ષેપોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગામના માજી સરપંચનું ખનીજ ભરેલું ડમ્પર શાળાની પાસેથી પસાર થતું હોવાથી તેમણે તેને રોકવાની ના પાડી હતી. આ બાબતને લઈને પોતાની વિરુદ્ધ ખોટી રજૂઆત કરવામાં આવી રહી હોવાનો શિક્ષકનો દાવો છે...
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    17 hrs ago
  • જૂનાગઢ શહેરના ચોબારી રોડ પર આવેલ ભગવતી પાર્ક એરિયામાં મહિલા સંચાલિત જુગારના અખાડા પર રેન્જ પોલીસ ટીમની રેડ ઘરની અંદર જ જુગાર રમાડતી મુખ્ય સ્ત્રી સંચાલક સહિત કુલ ૯ પતાપ્રેમીઓ (૬ પુરૂષો અને ૩ મહિલાઓ) ઝડપાયા. પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપિયા, મોબાઇલ ફોન અને વાહનો સહિત કુલ ₹૪,૧૮,૩૦૦/- નો મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    1
    જૂનાગઢ શહેરના ચોબારી રોડ પર આવેલ ભગવતી પાર્ક એરિયામાં મહિલા સંચાલિત જુગારના અખાડા પર રેન્જ પોલીસ ટીમની રેડ ઘરની અંદર જ જુગાર રમાડતી મુખ્ય સ્ત્રી સંચાલક સહિત કુલ ૯ પતાપ્રેમીઓ (૬ પુરૂષો અને ૩ મહિલાઓ) ઝડપાયા. 
પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપિયા, મોબાઇલ ફોન અને વાહનો સહિત કુલ ₹૪,૧૮,૩૦૦/- નો મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    17 hrs ago
  • લકુલીશ યોગાશ્રમ, જાખણ દ્વારા શાળાના બાળકો માટે "યોગ શિબિર " નું આયોજન કરવામાં આવ્યું. લકુલીશ યોગાશ્રમ, જાખણ દ્વારા શાળાના બાળકો માટે "યોગ શિબિર " નું આયોજન કરવામાં આવ્યું. જેમાં યોગેન્દ્રસિંહ ઝાલા સાહેબના સહયોગ અને જાખણ યોગ વિધાલયના પ્રોફેસર બહેન શ્રી વનીતાબહેનના માર્ગદર્શન હેઠળ યોગીની બહેનો દ્વારા બાળકોને યોગ વિશે પ્રાથમિક માહિતી આપવામાં આવી તેમજ શાળાના આચાર્યશ્રી બળદેવભાઈ સાહેબ તથા ભાવિનભાઈ સાહેબ દ્વારા યોગના ફાયદા અને તેના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા પ્રારંભિક યોગ નિદર્શન અને યોગિક ક્રિયાઓ તથા વિવિધ આસનો કરાવી યૌગિક અનુભવ કરાવવામાં આવ્યો.
    1
    લકુલીશ યોગાશ્રમ, જાખણ દ્વારા શાળાના બાળકો માટે "યોગ શિબિર " નું આયોજન કરવામાં આવ્યું.
લકુલીશ યોગાશ્રમ, જાખણ દ્વારા શાળાના બાળકો માટે "યોગ શિબિર " નું આયોજન કરવામાં આવ્યું. જેમાં યોગેન્દ્રસિંહ ઝાલા સાહેબના સહયોગ અને જાખણ યોગ વિધાલયના પ્રોફેસર બહેન શ્રી વનીતાબહેનના માર્ગદર્શન હેઠળ યોગીની બહેનો દ્વારા બાળકોને યોગ વિશે પ્રાથમિક માહિતી આપવામાં આવી તેમજ શાળાના આચાર્યશ્રી બળદેવભાઈ સાહેબ તથા ભાવિનભાઈ સાહેબ દ્વારા  યોગના ફાયદા અને તેના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા પ્રારંભિક યોગ નિદર્શન અને યોગિક ક્રિયાઓ તથા વિવિધ આસનો કરાવી યૌગિક અનુભવ કરાવવામાં આવ્યો.
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    17 min ago
  • सूरत में इन्वेस्टमेंट फ्रॉड का एक गुनाह दाखिल हुआ था जिसको लेकर सूरत साइबर टीम को बड़ी सफलता मिली , 9 लाख 58 हजार का मामला
    1
    सूरत में इन्वेस्टमेंट फ्रॉड का एक गुनाह दाखिल हुआ था जिसको लेकर सूरत साइबर टीम को बड़ी सफलता मिली ,
9 लाख 58 हजार का मामला
    user_PREM KUMAR
    PREM KUMAR
    મજુરા, સુરત, ગુજરાત•
    26 min ago
  • ખાંડના ભાવ વધારા સામે AAPનો ‘મીઠો’ વિરોધ, વેપારીઓને વહેંચી ખાંડની પ્રસાદી!... ખાંડના ભાવ વધારા સામે AAPનો ‘મીઠો’ વિરોધ, વેપારીઓને વહેંચી ખાંડની પ્રસાદી!
    1
    ખાંડના ભાવ વધારા સામે AAPનો ‘મીઠો’ વિરોધ, વેપારીઓને વહેંચી ખાંડની પ્રસાદી!...
ખાંડના ભાવ વધારા સામે AAPનો ‘મીઠો’ વિરોધ, વેપારીઓને વહેંચી ખાંડની પ્રસાદી!
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    14 hrs ago
  • ભષ્ટાચાર આ‌ દેશ નુ મોટામામોટુ દુષ્ણ બની ગયેલ‌ છે. રીપોટ .
    1
    ભષ્ટાચાર આ‌ દેશ નુ મોટામામોટુ દુષ્ણ બની ગયેલ‌ છે. રીપોટ .
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    6 hrs ago
  • ભાવનગર લઠ્ઠા કાંડ બાદ મીંગલપુર સરપંચનો મહત્વનો નિર્ણય. *ભાવનગર લઠ્ઠા કાંડ બાદ મીંગલપુર સરપંચનો મહત્વનો નિર્ણય.* ભાવનગર લઠ્ઠાકાંડ દરમિયાન ધોલેરા હદ વિસ્તારના મીંગલપુર ગામમાંથી 24 બોટલો મ
    1
    ભાવનગર લઠ્ઠા કાંડ બાદ મીંગલપુર સરપંચનો મહત્વનો નિર્ણય.
*ભાવનગર લઠ્ઠા કાંડ બાદ મીંગલપુર સરપંચનો મહત્વનો નિર્ણય.*
ભાવનગર લઠ્ઠાકાંડ દરમિયાન ધોલેરા હદ વિસ્તારના મીંગલપુર ગામમાંથી 24 બોટલો મ
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    19 hrs ago
  • બોટાદ બ્રેકિંગ બોટાદમાં હવેલી ચોક પાસે વાહન ચેકિંગ દરમિયાન ટ્રાફિક પોલીસે મોટરસાયકલ ચોર ઈસમને ચોરીના મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો પાળીયાદ રોડ તરફથી એક નંબર પ્લેટ વગરનું એકટીવા લઈને એક ઈસમ આવતા તેને અટકાવી મોટર સાયકલના રજીસ્ટેશનના કાગળો, ડ્રાઇવિંગ લાઇસન્સ માંગતા નહીં હોવાનું જણાવ્યુ.. પોલીસે મોટરસાયકલ ના એન્જિન નંબર તથા ચેચીસ નંબર મારફતે એક્ટીવા મોટરસાયકલ ના માલિકની તપાસ કરી.. એકટીવાના માલિક હરેન્દ્રભાઈ મનસુખલાલ કામદાર રહે. રાજકોટ સાથે ટેલીફોનિક સંપર્ક કરતા તેઓએ આ મોટરસાયકલ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પોતાના કારખાના પાસેથી ચોરી થયેલ હોવાનું જણાવ્યુ... એક્ટીવા મોટરસાયકલ રૂ.35,000 નો મુદ્દામાલ કબ્જે કરી અજયભાઈ અશોકભાઈ સાંથળીયા નામના ઇસમ વિરૂધ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે... રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    4
    બોટાદ બ્રેકિંગ 

બોટાદમાં હવેલી ચોક પાસે વાહન ચેકિંગ દરમિયાન ટ્રાફિક પોલીસે મોટરસાયકલ ચોર ઈસમને ચોરીના મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો

પાળીયાદ રોડ તરફથી એક નંબર પ્લેટ વગરનું એકટીવા લઈને એક ઈસમ આવતા તેને અટકાવી મોટર સાયકલના રજીસ્ટેશનના કાગળો, ડ્રાઇવિંગ લાઇસન્સ માંગતા નહીં હોવાનું જણાવ્યુ..
પોલીસે મોટરસાયકલ ના એન્જિન નંબર તથા ચેચીસ નંબર મારફતે એક્ટીવા મોટરસાયકલ ના માલિકની તપાસ કરી..
એકટીવાના માલિક હરેન્દ્રભાઈ મનસુખલાલ કામદાર રહે. રાજકોટ સાથે ટેલીફોનિક સંપર્ક કરતા તેઓએ આ મોટરસાયકલ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પોતાના કારખાના પાસેથી ચોરી થયેલ હોવાનું જણાવ્યુ...
એક્ટીવા મોટરસાયકલ રૂ.35,000 નો મુદ્દામાલ કબ્જે કરી અજયભાઈ અશોકભાઈ સાંથળીયા નામના ઇસમ વિરૂધ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે...
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.