logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.નો સપાટો: જેતપુર ઉદ્યોગનગર પોલીસ વિસ્તારમાંથી ગેરકાયદેસર ખનીજ ખનન ઝડપાયું, ₹૪૦.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.નો સપાટો: જેતપુર ઉદ્યોગનગર પોલીસ વિસ્તારમાંથી ગેરકાયદેસર ખનીજ ખનન ઝડપાયું, ₹૪૦.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (S.O.G.) શાખાએ ખનીજ માફિયાઓ સામે લાલ આંખ કરીને એક મોટી સફળતા મેળવી છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ધારમાંથી તાસ (ખનીજ) નું ગેરકાયદેસર ખનન અને વહન કરતી ગેંગને પોલીસે રંગેહાથ ઝડપી પાડી છે. આ રેઇડ દરમિયાન પોલીસે અંદાજે રૂપિયા ૪૦.૫૦ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને ખાણ ખનીજ વિભાગને સોંપવાની તજવીજ હાથ ધરી છે. રાજકોટ જીલ્લામાં ગેરકાયદેસર રીતે રેતી અને કિંમતી ખનીજ ચોરીની વ્યાપક પ્રવૃત્તિઓ ડામી દેવા માટે ઉચ્ચ કક્ષાએથી કડક સૂચનાઓ આપવામાં આવી હતી. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલિપ્ત રાય (IPS) અને રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક શ્રી વિજય સિંહ ગુર્જર (IPS) એ જીલ્લામાં સઘન ચેકિંગ અને પરિણામલક્ષી કામગીરી કરવા માટે ખાસ માર્ગદર્શન આપ્યું હતું. આ સૂચના અન્વયે એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એફ.એ. પારગીના સીધા આદેશ અને સુપરવિઝન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.બી. મિશ્રા તથા તેમનો સ્ટાફ જેતપુર તાલુકાના ઉદ્યોગનગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન એસ.ઓ.જી. શાખાના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ નૈમિષભાઈ મહેતા અને પિયુષભાઈ અઘેરાને સંયુક્ત રીતે એક ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી. બાતમી એવી હતી કે ઉદ્યોગનગર પોલીસ વિસ્તારમાં આવેલા ફિલ્ટર પ્લાન્ટની બાજુમાં આવેલી ધારમાંથી કેટલાક ઇસમો ગેરકાયદેસર રીતે તાસનું ખનન કરી તેનું વહન કરી રહ્યા છે. આ સચોટ હકીકતના આધારે પોલીસે તાત્કાલિક સ્ટાફ સાથે ઉક્ત સ્થળે રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન ઘટનાસ્થળે ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ ચાલુ મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સ્થળ પરથી ગેરકાયદેસર ખનન અને હેરફેરમાં વપરાતા વાહનો તેમજ ચોરી કરેલ ખનીજ જેમાં ૧. એસ્કેવેટર મશીન રજીસ્ટ્રેશન નંબર GJ 03 PS 0205, અંદાજિત કિંમત ₹૩૦,૦૦,૦૦૦/- ૨. ડમ્પર વાહન રજીસ્ટ્રેશન નંબર GJ 14 AT 7040, અંદાજિત કિંમત ₹૧૦,૦૦,૦૦૦/-૩. ખનન કરેલ તાસ ખનીજ અંદાજે ૧૦૦ ટન, કિંમત ₹૫૦,૦૦૦/ સહિત કુલ ₹૪૦,૫૦,૦૦૦/- નો અંદાજિત મુદ્દામાલ કબ્જે કર્યો છે, પોલીસે કબ્જે કરેલા તમામ વાહનોને મોટર વ્હીકલ એક્ટ (M.V. Act) ની કલમ ૨૦૭ મુજબ ડિટેઇન કર્યા છે. આ સાથે જ ખનીજ ચોરી બદલ વધુ કમ્પાઉન્ડિંગ દંડની વસૂલાત અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે રાજકોટના ભૂસ્તર શાસ્ત્રી (ખાણ ખનીજ વિભાગ) ને વિગતવાર અહેવાલ સોંપીને તમામ મુદ્દામાલ સોંપવામાં આવ્યો છે.

17 hrs ago
user_અમુ સિંગલ
અમુ સિંગલ
જેતપુર, રાજકોટ, ગુજરાત•
17 hrs ago
7118278f-f7a2-40ca-9d23-60498ebddb9b

More news from ગુજરાત and nearby areas
  • જૂનાગઢ શહેરના ચોબારી રોડ પર આવેલ ભગવતી પાર્ક એરિયામાં મહિલા સંચાલિત જુગારના અખાડા પર રેન્જ પોલીસ ટીમની રેડ ઘરની અંદર જ જુગાર રમાડતી મુખ્ય સ્ત્રી સંચાલક સહિત કુલ ૯ પતાપ્રેમીઓ (૬ પુરૂષો અને ૩ મહિલાઓ) ઝડપાયા. પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપિયા, મોબાઇલ ફોન અને વાહનો સહિત કુલ ₹૪,૧૮,૩૦૦/- નો મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    1
    જૂનાગઢ શહેરના ચોબારી રોડ પર આવેલ ભગવતી પાર્ક એરિયામાં મહિલા સંચાલિત જુગારના અખાડા પર રેન્જ પોલીસ ટીમની રેડ ઘરની અંદર જ જુગાર રમાડતી મુખ્ય સ્ત્રી સંચાલક સહિત કુલ ૯ પતાપ્રેમીઓ (૬ પુરૂષો અને ૩ મહિલાઓ) ઝડપાયા. 
પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપિયા, મોબાઇલ ફોન અને વાહનો સહિત કુલ ₹૪,૧૮,૩૦૦/- નો મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    20 hrs ago
  • ખાંભા-રાજુલા હાઈવે પર આદસંગ ગામ નજીક અચાનક એક નહીં, બે નહીં એકસાથે ૭ સિંહોનું ટોળું રસ્તા પર આવી ચડ્યું! ખાંભા-રાજુલા હાઈવે પર આદસંગ ગામ નજીક અચાનક એક નહીં, બે નહીં એકસાથે ૭ સિંહોનું ટોળું રસ્તા પર આવી ચડ્યું!
    1
    ખાંભા-રાજુલા હાઈવે પર આદસંગ ગામ નજીક અચાનક એક નહીં, બે નહીં એકસાથે ૭ સિંહોનું ટોળું રસ્તા પર આવી ચડ્યું!
ખાંભા-રાજુલા હાઈવે પર આદસંગ ગામ નજીક અચાનક એક નહીં, બે નહીં એકસાથે ૭ સિંહોનું ટોળું રસ્તા પર આવી ચડ્યું!
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    2 hrs ago
  • _ભારત સરકારના યુવા કાર્યક્રમ મંત્રાલય અંતર્ગત: કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી અને સંઘવી કોલેજ રાજુલા ખાતે ખેલો ઈન્ડિયા સંવાદ યોજાશે_ ભારત સરકાર, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, અંતર્ગત માય ભારત અમરેલી ,રાકેશ બિસનોઈ, જિલ્લા યુવા અધિકારી, જે પ્રથમ પોસ્ટિંગ હાલમાં જ અમરેલી હાજર થયેલ છે હાલમાં તારીખ 27 /08 /2026 ના રોજ સવારે 10:30 કલાકે થી ભારતના યશસ્વી માનનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ખેલો ઇન્ડિયા યુવાઓ સાથે સંવાદ , ખેલ કી બાત પીએમ મોદી કે સાથ, એન એસ એસ ઓફિસર શ્રી તથા પ્રિન્સિપાલ શ્રી ના માર્ગદર્શન હેઠળ એનએસએસ વોલિએન્ટર રૂબરૂ સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થશે આ સંવાદ માં‌ મેન આશય યુવાઓને નશામુક્ત ભારત તથા શરીર તંદુરસ્ત બનાવી ભાગ લેવા માટે મોટીવેટ કરવાનો છે ,કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી તથા સંઘવી કોલેજ રાજુલા માં આચાર્યશ્રી તથા એન એસ એસ ઓફિસર તથા વોલિએન્ટર્સ રૂબરૂ માં વડાપ્રધાન શ્રી સાથે સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થાશે .
    1
    _ભારત સરકારના યુવા કાર્યક્રમ મંત્રાલય અંતર્ગત: કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી અને સંઘવી કોલેજ રાજુલા ખાતે ખેલો ઈન્ડિયા સંવાદ યોજાશે_
ભારત સરકાર, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, અંતર્ગત માય ભારત અમરેલી ,રાકેશ બિસનોઈ, જિલ્લા યુવા અધિકારી, જે પ્રથમ પોસ્ટિંગ હાલમાં જ અમરેલી હાજર થયેલ છે હાલમાં તારીખ 27 /08 /2026 ના રોજ સવારે 10:30 કલાકે થી ભારતના યશસ્વી માનનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ખેલો ઇન્ડિયા યુવાઓ સાથે સંવાદ ,  ખેલ કી બાત પીએમ મોદી કે સાથ, એન એસ એસ ઓફિસર શ્રી તથા પ્રિન્સિપાલ શ્રી ના માર્ગદર્શન હેઠળ એનએસએસ વોલિએન્ટર રૂબરૂ સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થશે આ સંવાદ માં‌ મેન આશય યુવાઓને નશામુક્ત ભારત તથા શરીર તંદુરસ્ત બનાવી ભાગ લેવા માટે મોટીવેટ કરવાનો છે ,કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી તથા સંઘવી કોલેજ રાજુલા માં આચાર્યશ્રી તથા એન એસ એસ ઓફિસર તથા વોલિએન્ટર્સ રૂબરૂ માં વડાપ્રધાન શ્રી સાથે સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થાશે .
    user_Gaurang sodha
    Gaurang sodha
    Local News Reporter અમરેલી, અમરેલી, ગુજરાત•
    7 hrs ago
  • જસદણ માં અજાણ્યા શખ્સોએ આખલા પર એસિડ નાંખતા સેવા ભાવી ઓ એ સારવાર કરાવી જસદણ માં અજાણ્યા શખ્સોએ આખલા પર એસિડ નાંખતા આખલા ને ઇજા પહોંચી હતી જેને જીવ દયા પ્રેમી દ્વારા તાત્કાલિક ધોરણે સારવાર કરવામાં આવી હતી
    1
    જસદણ માં અજાણ્યા શખ્સોએ આખલા પર એસિડ નાંખતા સેવા ભાવી ઓ એ સારવાર કરાવી 
જસદણ માં અજાણ્યા શખ્સોએ આખલા પર એસિડ નાંખતા આખલા ને ઇજા પહોંચી હતી જેને જીવ દયા પ્રેમી દ્વારા તાત્કાલિક ધોરણે સારવાર કરવામાં આવી હતી
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    23 hrs ago
  • છાછર ગામના વાડી વિસ્તારમાં સિંહ ના આંટા ફેરા છ🦁,Gir
    1
    છાછર ગામના વાડી વિસ્તારમાં સિંહ ના આંટા ફેરા

છ🦁,Gir
    user_Black Dada 001🦁
    Black Dada 001🦁
    Nurse કોડીનાર, ગીર સોમનાથ, ગુજરાત•
    18 hrs ago
  • બોટાદ ખાતે ઈદ એ મિલાદ ની શાનદાર ઉજવણી કરવામાં આવી ************* ઈદે મિલાદ એટલે હઝરત પેગંમ્બર મહોમ્મદ સાહેબ સ.વ.સ.નો જન્મદિવસ આ જન્મ દિવસ ની દેશ દુનિયામા મુસ્લિમ સમાજ દ્રારા ઉજવણી કરવામાં આવે છે ત્યારે બોટાદ છેલ્લા વીસ વર્ષ આસપાસ થી હઝરત મહોમ્મદ સાહેબ સ.અ.વ. ના જન્મ દિવસ નિમિતે એક જુલૂસ કાઢી ઉજવણી કરવામાં આવે છે આ જુલુસ બોટાદ ના ખોજાવાડી વિસ્તાર મા આવેલ અલકાદરિયા.મસ્જિદ થી શરુઆત થયને નવનાળા જ્યોતિગ્રામ સર્કલ થયને જુમ્મા મસ્જિદ માંકડચોક અંબાજી ચોક ઢાળબજાર અવેડાગેટ દિનદયાળ ચોક ટાવરોડ શાકમાર્કેટ વોરાવાડ સોસાયટી ત્યાંથી જ્યોતિગ્રામ સર્કલ ત્યાંથી સબિહા હોસ્પિટલમાં પાસે થયને હરણકુઈ વિસ્તાર થયને છેલ્લે ખોજાવાડી મા આવેલ અલકાદરીયા મસ્જિદ ખાતે પુર્ણ થયું હતું આ જુલુસ મા મોટીસંખ્યામાં મુસ્લિમ સમાજ ના વડિલ આગેવાન તેમજ બાળકો યંગ મિત્રો જોડાયા હતા તેમજ મુસ્લિમ સમાજ ના અલગ અલગ વિસ્તારોમા નિઝાજ (પ્રસાદી) ચોકલેટ આઈસ્ક્રીમ કોન ઠંડાપણી ચા પાણી મેન્ગો શરબત નાસ્તા જેવા સ્ટોન કરવામાં આવ્યા હતા જુલૂસ પુર્ણ થયબાદ પોલીસ પ્રસાસન ના અધિકારીઓ ને શાલ ઓઢાડી સન્માન કરી મુસ્લિમ સમાજ ના આગેવાનો દ્રારા આભાર વ્યક્ત કર્યો હતો જુલુસ મા કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે બોટાદ પોલીસ ના મોટા ભાગે અધિકારીઓ જુલૂસ પુર્ણ થયું ત્યાં સુધી ખડે પગે રહ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    4
    બોટાદ ખાતે ઈદ એ મિલાદ ની શાનદાર ઉજવણી કરવામાં આવી
*************

ઈદે મિલાદ એટલે હઝરત પેગંમ્બર મહોમ્મદ સાહેબ સ.વ.સ.નો જન્મદિવસ આ જન્મ દિવસ ની દેશ દુનિયામા મુસ્લિમ સમાજ દ્રારા ઉજવણી કરવામાં આવે છે ત્યારે બોટાદ છેલ્લા વીસ વર્ષ આસપાસ થી હઝરત મહોમ્મદ સાહેબ સ.અ.વ. ના જન્મ દિવસ નિમિતે એક જુલૂસ કાઢી ઉજવણી કરવામાં આવે છે આ જુલુસ બોટાદ ના ખોજાવાડી વિસ્તાર મા આવેલ અલકાદરિયા.મસ્જિદ થી શરુઆત થયને નવનાળા જ્યોતિગ્રામ સર્કલ થયને જુમ્મા મસ્જિદ માંકડચોક અંબાજી ચોક ઢાળબજાર અવેડાગેટ દિનદયાળ ચોક ટાવરોડ શાકમાર્કેટ વોરાવાડ સોસાયટી ત્યાંથી જ્યોતિગ્રામ સર્કલ ત્યાંથી સબિહા હોસ્પિટલમાં પાસે થયને હરણકુઈ વિસ્તાર થયને છેલ્લે ખોજાવાડી મા આવેલ અલકાદરીયા મસ્જિદ ખાતે પુર્ણ થયું હતું આ જુલુસ મા મોટીસંખ્યામાં મુસ્લિમ સમાજ ના વડિલ આગેવાન તેમજ બાળકો યંગ મિત્રો જોડાયા હતા તેમજ મુસ્લિમ સમાજ ના અલગ અલગ વિસ્તારોમા નિઝાજ (પ્રસાદી) ચોકલેટ આઈસ્ક્રીમ કોન ઠંડાપણી ચા પાણી મેન્ગો શરબત નાસ્તા જેવા સ્ટોન કરવામાં આવ્યા હતા જુલૂસ પુર્ણ થયબાદ પોલીસ પ્રસાસન ના અધિકારીઓ ને શાલ ઓઢાડી સન્માન કરી મુસ્લિમ સમાજ ના આગેવાનો દ્રારા આભાર વ્યક્ત કર્યો હતો જુલુસ મા કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે બોટાદ પોલીસ ના મોટા ભાગે અધિકારીઓ જુલૂસ પુર્ણ થયું ત્યાં સુધી ખડે પગે રહ્યા હતા. 
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    36 min ago
  • ઉના શહેરમાં ઈદે મિલાદ-ઉન-નબીની ઉજવણી: નાત શરીફના પઠન સાથે ઝુલુસ નીકળ્યું. ઉના સહિત સમગ્ર પંથકમાં ઈદે મિલાદ- ઉન- નબીના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. હઝરત પયગંબર મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. પર્વને લઈને વહેલી સવારથી જ વાતાવરણમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો. વાગરા નગરની મસ્જિદો અને વિવિધ વિસ્તારોને આકર્ષક રોશની તથા શણગારથી સજાવવામાં આવ્યા હતા. ઈદે મિલાદ નિમિત્તે સવારે નાત શરીફના પઠન સાથે એક ઝુલુસ નીકળ્યું હતું. આ ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ઝુલુસ દરમિયાન નાત શરીફના પઠન સાથે પયગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના શાંતિ, પ્રેમ, દયા અને માનવતાના સંદેશને યાદ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમાજ અને દેશ-દુનિયામાં અમન-શાંતિ જળવાઈ રહે તેવી ખાસ દુઆ પણ કરાઈ હતી.
    1
    ઉના શહેરમાં ઈદે મિલાદ-ઉન-નબીની ઉજવણી: નાત શરીફના પઠન સાથે ઝુલુસ નીકળ્યું.
ઉના સહિત સમગ્ર પંથકમાં ઈદે મિલાદ- ઉન- નબીના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. હઝરત પયગંબર મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક 
કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
પર્વને લઈને વહેલી સવારથી જ વાતાવરણમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો. વાગરા નગરની મસ્જિદો અને વિવિધ વિસ્તારોને આકર્ષક રોશની તથા શણગારથી સજાવવામાં આવ્યા હતા. ઈદે મિલાદ નિમિત્તે સવારે નાત શરીફના પઠન સાથે એક ઝુલુસ નીકળ્યું હતું. આ ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.
ઝુલુસ દરમિયાન નાત શરીફના પઠન સાથે પયગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના શાંતિ, પ્રેમ, દયા અને માનવતાના સંદેશને યાદ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમાજ અને દેશ-દુનિયામાં અમન-શાંતિ જળવાઈ રહે તેવી ખાસ દુઆ પણ કરાઈ હતી.
    user_Abdul Ghanchi
    Abdul Ghanchi
    પ્રેસ રિપોર્ટર ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    2 hrs ago
  • ધારી ખોડીયાર ડેમ પાસે જુના ડાંગાવદરના રસ્તા પાસે માનવ મૃતદે મળી આવ્યો... ધારી ખોડીયાર ડેમ પાસે જુના ડાંગાવદરના રસ્તા પાસે માનવ મૃતદે મળી આવ્યો.....
    1
    ધારી ખોડીયાર ડેમ પાસે જુના ડાંગાવદરના રસ્તા પાસે માનવ મૃતદે મળી આવ્યો...
ધારી ખોડીયાર ડેમ પાસે જુના ડાંગાવદરના રસ્તા પાસે માનવ મૃતદે મળી આવ્યો.....
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.