logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓનલાઈન ફ્રોડનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક ૭૫ વર્ષીય નિવૃત્ત વૃદ્ધના બેંક ખાતામાંથી કોઈ પણ ઓટીપી (OTP) આપ્યા વગર અજાણ્યા ઇસમે યુ.પી.આઇ.ડી. (UPI ID) વડે અલગ-અલગ તારીખોમાં કુલ ₹૮૬,૦૦૦ ઓનલાઇન ટ્રાન્સફર કરી ઉપાડી લીધા છે. આ અંગે ભોગ બનનાર વૃદ્ધે કાલોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે આઇ.ટી. એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. મળતી વિગતો મુજબ, કાલોલની પુરુષોત્તમનગર સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા ૭૫ વર્ષીય જફરુલ્લાખાન મુસ્તુફાખાન પઠાણનું બેંક ઓફ બરોડાની કાલોલ શાખામાં પેન્શન ખાતું આવેલું છે. ગત ૨૫ એપ્રિલ ૨૦૨૬ના રોજ તેમની બેંક પાસબુક કાલોલ બજારમાં ખોવાઈ ગઈ હતી, જેના કારણે તેમણે મે મહિનામાં બેંકમાંથી નવી પાસબુક કઢાવી. જ્યારે તેઓ બેંકમાં જઈ નવી પાસબુકમાં એન્ટ્રી કરાવી ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા, કેમ કે બેંક એન્ટ્રી જોતા માલૂમ પડ્યું કે ગત ૦૧ માર્ચ ૨૦૨૬ થી ૧૦ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન અલગ-અલગ તારીખોમાં કોઈ અજાણ્યા ઇસમે તેમનો કોઈ ઓટીપી મેળવ્યા વિના, તેમના ખાતામાંથી કુલ ₹૮૬,૦૦૦ યુ.પી.આઇ.ડી. (UPI ID) દ્વારા ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા હતા. આ ઓનલાઇન ફ્રોડ અંગે જાણ થતાં જ વૃદ્ધે તુરંત જ સાયબર ક્રાઇમ લેન્ડલાઇન નંબર ૧૯૩૦ પર ફોન કરીને પોતાની ફરિયાદ નોંધાવી ઓનલાઇન અરજી કરી હતી. ત્યારબાદ તેમણે કાલોલ પોલીસ મથકે રૂબરૂ આવીને અજાણ્યા ઇસમ વિરુદ્ધ આઇ.ટી. એક્ટની કલમ ૬૬(સી) અને ૬૬(ડી) હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. કાલોલ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધીને આ કેસની કાયદેસરની આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડને સોંપવામાં આવી છે.

4 hrs ago
user_Virendra Mehta
Virendra Mehta
Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
4 hrs ago
b021c831-8cb4-4205-95ae-270e68589aa8

કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓનલાઈન ફ્રોડનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક ૭૫ વર્ષીય નિવૃત્ત વૃદ્ધના બેંક ખાતામાંથી કોઈ પણ ઓટીપી (OTP) આપ્યા વગર અજાણ્યા ઇસમે યુ.પી.આઇ.ડી. (UPI ID) વડે અલગ-અલગ તારીખોમાં કુલ ₹૮૬,૦૦૦ ઓનલાઇન ટ્રાન્સફર કરી ઉપાડી લીધા છે. આ અંગે ભોગ બનનાર વૃદ્ધે કાલોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે આઇ.ટી. એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. મળતી વિગતો મુજબ, કાલોલની પુરુષોત્તમનગર સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા ૭૫ વર્ષીય જફરુલ્લાખાન મુસ્તુફાખાન પઠાણનું બેંક ઓફ બરોડાની કાલોલ શાખામાં પેન્શન ખાતું આવેલું છે. ગત ૨૫ એપ્રિલ ૨૦૨૬ના રોજ તેમની બેંક પાસબુક કાલોલ બજારમાં ખોવાઈ ગઈ હતી, જેના કારણે તેમણે મે મહિનામાં બેંકમાંથી નવી પાસબુક કઢાવી. જ્યારે તેઓ બેંકમાં જઈ નવી પાસબુકમાં એન્ટ્રી કરાવી ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા, કેમ કે બેંક એન્ટ્રી જોતા માલૂમ પડ્યું કે ગત ૦૧ માર્ચ ૨૦૨૬ થી ૧૦ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન અલગ-અલગ તારીખોમાં કોઈ અજાણ્યા ઇસમે તેમનો કોઈ ઓટીપી મેળવ્યા વિના, તેમના ખાતામાંથી કુલ ₹૮૬,૦૦૦ યુ.પી.આઇ.ડી. (UPI ID) દ્વારા ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા હતા. આ ઓનલાઇન ફ્રોડ અંગે જાણ થતાં જ વૃદ્ધે તુરંત જ સાયબર ક્રાઇમ લેન્ડલાઇન નંબર ૧૯૩૦ પર ફોન કરીને પોતાની ફરિયાદ નોંધાવી ઓનલાઇન અરજી કરી હતી. ત્યારબાદ તેમણે કાલોલ પોલીસ મથકે રૂબરૂ આવીને અજાણ્યા ઇસમ વિરુદ્ધ આઇ.ટી. એક્ટની કલમ ૬૬(સી) અને ૬૬(ડી) હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. કાલોલ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધીને આ કેસની કાયદેસરની આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડને સોંપવામાં આવી છે.

More news from ગુજરાત and nearby areas
  • પૂજા પાર્ક ગાર્ડનમાં યોગનો એક ભવ્ય મહાકુંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમને ‘સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ’નો મહત્વપૂર્ણ સંદેશ પ્રાપ્ત થયો.
    1
    પૂજા પાર્ક ગાર્ડનમાં યોગનો એક ભવ્ય મહાકુંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમને ‘સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ’નો મહત્વપૂર્ણ સંદેશ પ્રાપ્ત થયો.
    user_Sambandhsetu24
    Sambandhsetu24
    Newspaper publisher વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    6 min ago
  • બામરોલી ખાતે સિકલ સેલ એનિમિયા નિદાન અને સારવાર કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવા કેન્દ્રના શુભારંભના પ્રથમ જ દિવસે 40 દર્દીઓને સારવાર પૂરી પાડવામાં આવી હતી.
    1
    બામરોલી ખાતે સિકલ સેલ એનિમિયા નિદાન અને સારવાર કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવા કેન્દ્રના શુભારંભના પ્રથમ જ દિવસે 40 દર્દીઓને સારવાર પૂરી પાડવામાં આવી હતી.
    user_Chhota udepur view
    Chhota udepur view
    બોડેલી, છોટાઉદેપુર, ગુજરાત•
    7 hrs ago
  • છોટાઉદેપુર જિલ્લાનો વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ બોડેલી ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં યોજાઈ હતી.
    1
    છોટાઉદેપુર જિલ્લાનો વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ બોડેલી ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં યોજાઈ હતી.
    user_TEAM JAGRUT
    TEAM JAGRUT
    Local News Reporter Bodeli, Chhotaudepur•
    8 hrs ago
  • આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 ની ઉજવણી કરતા, આ સંદેશ યોગને સ્વસ્થ શરીર, શાંત મન અને સુખી જીવનનો આધાર ગણાવે છે. તે "દરરોજ યોગ, જીવનભર નિરોગ" ના સૂત્ર સાથે નિયમિત યોગાભ્યાસ માટે પ્રોત્સાહન આપે છે. આ પ્રસંગે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
    1
    આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 ની ઉજવણી કરતા, આ સંદેશ યોગને સ્વસ્થ શરીર, શાંત મન અને સુખી જીવનનો આધાર ગણાવે છે. તે "દરરોજ યોગ, જીવનભર નિરોગ" ના સૂત્ર સાથે નિયમિત યોગાભ્યાસ માટે પ્રોત્સાહન આપે છે. આ પ્રસંગે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
    user_Times of sanndesh
    Times of sanndesh
    Local News Reporter વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    8 hrs ago
  • વડોદરાથી વલસાડ સુધીના હાઇવેને 'ઝીરો ફેટિલિટી કોરિડોર' તરીકે વિકસાવવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતોમાં થતી જાનહાનિ અટકાવી લોકોના જીવ બચાવવાનો છે.
    1
    વડોદરાથી વલસાડ સુધીના હાઇવેને 'ઝીરો ફેટિલિટી કોરિડોર' તરીકે વિકસાવવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતોમાં થતી જાનહાનિ અટકાવી લોકોના જીવ બચાવવાનો છે.
    user_Najre gujrat ki
    Najre gujrat ki
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    9 hrs ago
  • જંબુસર તાલુકાના અણખી, જાફરપુરા અને વાવલી ગામના ખેડૂતો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. આ ખેડૂતો હાઈટેન્શન લાઈન માટે યોગ્ય વળતર આપવાની માંગ કરી રહ્યા છે.
    1
    જંબુસર તાલુકાના અણખી, જાફરપુરા અને વાવલી ગામના ખેડૂતો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. આ ખેડૂતો હાઈટેન્શન લાઈન માટે યોગ્ય વળતર આપવાની માંગ કરી રહ્યા છે.
    user_CRIME ATTACK NEWS
    CRIME ATTACK NEWS
    Local News Reporter વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    11 hrs ago
  • વડોદરા ગ્રામ્ય પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ₹1.23 કરોડથી વધુના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે.
    1
    વડોદરા ગ્રામ્ય પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ₹1.23 કરોડથી વધુના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે.
    user_Sambandhsetu24
    Sambandhsetu24
    Newspaper publisher વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    6 min ago
  • છોટાઉદેપુર ખાતે નગરપાલિકાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ વિકાસ કાર્યોનો પ્રારંભ સાંસદના હસ્તે કરવામાં આવ્યો હતો.
    1
    છોટાઉદેપુર ખાતે નગરપાલિકાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ વિકાસ કાર્યોનો પ્રારંભ સાંસદના હસ્તે કરવામાં આવ્યો હતો.
    user_TEAM JAGRUT
    TEAM JAGRUT
    Local News Reporter Bodeli, Chhotaudepur•
    8 hrs ago
  • વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી દુર્ગેશ્વરી સ્પાર્ક સોસાયટીના રહિશો જોખમી હાલતમાં આવેલા એક વીજ થાંભલાને લઈને ભારે રોષમાં છે. સ્થાનિકોના કહેવા મુજબ, સોસાયટીના ઘર નંબર-37 પાસેનો વીજ થાંભલો નમી ગયો છે, જેના કારણે ગંભીર અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે. આ સમસ્યા અંગે તા. ૦૯ જૂન, ૨૦૨૬ના રોજ GEBને લેખિત અરજી કરવામાં આવી હોવા છતાં, આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. વારંવારની રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા, રહિશોમાં તંત્ર પ્રત્યે ભારે અસંતોષ ફેલાયો છે. સ્થાનિકોએ તાત્કાલિક કાર્યવાહી કરીને સંભવિત દુર્ઘટનાને અટકાવવા માટે માંગણી કરી છે.
    1
    વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી દુર્ગેશ્વરી સ્પાર્ક સોસાયટીના રહિશો જોખમી હાલતમાં આવેલા એક વીજ થાંભલાને લઈને ભારે રોષમાં છે. સ્થાનિકોના કહેવા મુજબ, સોસાયટીના ઘર નંબર-37 પાસેનો વીજ થાંભલો નમી ગયો છે, જેના કારણે ગંભીર અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે.

આ સમસ્યા અંગે તા. ૦૯ જૂન, ૨૦૨૬ના રોજ GEBને લેખિત અરજી કરવામાં આવી હોવા છતાં, આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. વારંવારની રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા, રહિશોમાં તંત્ર પ્રત્યે ભારે અસંતોષ ફેલાયો છે. સ્થાનિકોએ તાત્કાલિક કાર્યવાહી કરીને સંભવિત દુર્ઘટનાને અટકાવવા માટે માંગણી કરી છે.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.