logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મહીસાગરના કડાણા તાલુકાના ખેડૂતની પ્રેરણાદાયી ગાથા: હોસ્પિટલમાં સેવાની સાથે ખેતરમાં પકવે છે ઝેરમુક્ત અમૃત મહીસાગરના કડાણા તાલુકાના ખેડૂતની પ્રેરણાદાયી ગાથા: હોસ્પિટલમાં સેવાની સાથે ખેતરમાં પકવે છે ઝેરમુક્ત અમૃત ** પ્રાકૃતિક ખેતી અપનાવી ડાંગરના પાકમાં બજારભાવ કરતા દોઢી આવક મેળવતા માલવણ ગામના દિલીપભાઈ ખાંટ ** ‘બેસ્ટ ફાર્મર એવોર્ડ’ વિજેતા પ્રગતિશીલ ખેડૂતે બાયો રિસોર્સ સેન્ટર થકી અન્ય ખેડૂતો માટે પણ પ્રાકૃતિક ખેતીનો માર્ગ મોકળો કર્યો ** મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના માલવણ ગામના ખેડૂત દિલીપભાઈ જુવાનભાઇ ખાંટ વ્યવસાયે સ્થાનિક હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવે છે. હોસ્પિટલની સેવા દરમિયાન તેમણે અનેક દર્દીઓને ગંભીર અને જીવલેણ બીમારીઓથી પીડાતા જોયા હતા. આ રોગોના મૂળમાં રાસાયણિક આહાર હોવાનું સમજાતા, તેમણે લોકોને ઝેરમુક્ત આહાર પૂરો પાડવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. માનવ સેવાની આ ભાવના સાથે તેઓ આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ સાથે જોડાયા હતા. છેલ્લા ચાર વર્ષથી તેઓ પોતાની ઓછી જમીન હોવા છતાં સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી અપનાવી અનાજ અને શાકભાજીની સફળ ખેતી કરી રહ્યા છે. દિલીપભાઈએ પ્રાકૃતિક ખેતી માટે આત્મા પ્રોજેક્ટ હેઠળ તબક્કાવાર તાલીમ મેળવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી અવનવા પ્રયોગોની માહિતી મેળવીને ખેતીમાં અમલ કર્યો હતો. સરકારશ્રીની ‘દેશી ગાય નિભાવ ખર્ચ યોજના’નો લાભ મેળવી તેઓ પશુપાલન સાથે કૃષિ કાર્ય કરી રહ્યા છે. વર્ષ ૨૦૨૨-૨૩ માં તેમની આ મહેનત અને સફળતાને બિરદાવતા સરકાર દ્વારા તેમને તાલુકા કક્ષાના ‘બેસ્ટ ફાર્મર એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેમણે બાયો રિસોર્સ સેન્ટર યોજનાનો લાભ લઈ જીવામૃત, ઘનજીવામૃત અને વિવિધ રોગપ્રતિકારક અસ્ત્રોનું ઉત્પાદન શરૂ કર્યું છે, જેનો ઉપયોગ તેઓ સ્વયં કરવા ઉપરાંત અન્ય ખેડૂતોને પણ કરાવી રહ્યા છે. ખેતીના અનુભવો વિશે વાત કરતા દિલીપભાઈ જણાવે છે કે તેઓ ડાંગરના પાકમાં કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર કે ઝેરી દવાઓનો ઉપયોગ કરતા નથી. પ્રાકૃતિક પદ્ધતિથી તેઓ વિઘા દીઠ અંદાજે ૭૦ મણ જેટલું મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે. આ ડાંગરનું મૂલ્યવર્ધન કરી તેઓ સીધા ચોખા બનાવી ગ્રાહકોને વેચે છે, જેનાથી તેમને બજાર ભાવ કરતા દોઢી કિંમત પ્રાપ્ત થાય છે. રવિ સીઝનમાં પણ તેઓ ઘઉં, ચણા અને વિવિધ શાકભાજીનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવીને સીધા વેચાણ દ્વારા રોજિંદી સારી આવક મેળવી રહ્યા છે. તેમના ઉત્પાદનો પર આસપાસના ગ્રામજનોને અતૂટ વિશ્વાસ હોવાથી ખેત પેદાશોની ભારે માંગ રહે છે. આમ, દિલીપભાઈ ધરતી અને સ્વાસ્થ્ય બંનેને બચાવવાનું ઉમદા કાર્ય કરી અન્ય ખેડૂતો માટે પથદર્શક બન્યા છે.

13 hrs ago
user_DILIPBHAI BARIA
DILIPBHAI BARIA
Photographer સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
13 hrs ago
e373cdce-f67f-40dc-8969-01c4862ff6f3

મહીસાગરના કડાણા તાલુકાના ખેડૂતની પ્રેરણાદાયી ગાથા: હોસ્પિટલમાં સેવાની સાથે ખેતરમાં પકવે છે ઝેરમુક્ત અમૃત મહીસાગરના કડાણા તાલુકાના ખેડૂતની પ્રેરણાદાયી ગાથા: હોસ્પિટલમાં સેવાની સાથે ખેતરમાં પકવે છે ઝેરમુક્ત અમૃત ** પ્રાકૃતિક ખેતી અપનાવી ડાંગરના પાકમાં બજારભાવ કરતા દોઢી આવક મેળવતા માલવણ ગામના દિલીપભાઈ ખાંટ ** ‘બેસ્ટ ફાર્મર એવોર્ડ’ વિજેતા પ્રગતિશીલ ખેડૂતે બાયો રિસોર્સ સેન્ટર થકી અન્ય ખેડૂતો માટે પણ પ્રાકૃતિક ખેતીનો માર્ગ મોકળો કર્યો ** મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના માલવણ ગામના ખેડૂત દિલીપભાઈ જુવાનભાઇ ખાંટ વ્યવસાયે સ્થાનિક હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવે છે. હોસ્પિટલની સેવા દરમિયાન તેમણે અનેક દર્દીઓને ગંભીર અને જીવલેણ બીમારીઓથી

d070b9ed-242d-421e-8de6-a3da37420a0b

પીડાતા જોયા હતા. આ રોગોના મૂળમાં રાસાયણિક આહાર હોવાનું સમજાતા, તેમણે લોકોને ઝેરમુક્ત આહાર પૂરો પાડવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. માનવ સેવાની આ ભાવના સાથે તેઓ આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ સાથે જોડાયા હતા. છેલ્લા ચાર વર્ષથી તેઓ પોતાની ઓછી જમીન હોવા છતાં સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી અપનાવી અનાજ અને શાકભાજીની સફળ ખેતી કરી રહ્યા છે. દિલીપભાઈએ પ્રાકૃતિક ખેતી માટે આત્મા પ્રોજેક્ટ હેઠળ તબક્કાવાર તાલીમ મેળવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી અવનવા પ્રયોગોની માહિતી મેળવીને ખેતીમાં અમલ કર્યો હતો. સરકારશ્રીની ‘દેશી ગાય નિભાવ ખર્ચ યોજના’નો

b2212d37-3750-4859-aef8-6ff728510894

લાભ મેળવી તેઓ પશુપાલન સાથે કૃષિ કાર્ય કરી રહ્યા છે. વર્ષ ૨૦૨૨-૨૩ માં તેમની આ મહેનત અને સફળતાને બિરદાવતા સરકાર દ્વારા તેમને તાલુકા કક્ષાના ‘બેસ્ટ ફાર્મર એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેમણે બાયો રિસોર્સ સેન્ટર યોજનાનો લાભ લઈ જીવામૃત, ઘનજીવામૃત અને વિવિધ રોગપ્રતિકારક અસ્ત્રોનું ઉત્પાદન શરૂ કર્યું છે, જેનો ઉપયોગ તેઓ સ્વયં કરવા ઉપરાંત અન્ય ખેડૂતોને પણ કરાવી રહ્યા છે. ખેતીના અનુભવો વિશે વાત કરતા દિલીપભાઈ જણાવે છે કે તેઓ ડાંગરના પાકમાં કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર કે ઝેરી દવાઓનો ઉપયોગ કરતા નથી. પ્રાકૃતિક

21344ffd-44b4-45b9-9ba3-a83d4940fe4e

પદ્ધતિથી તેઓ વિઘા દીઠ અંદાજે ૭૦ મણ જેટલું મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે. આ ડાંગરનું મૂલ્યવર્ધન કરી તેઓ સીધા ચોખા બનાવી ગ્રાહકોને વેચે છે, જેનાથી તેમને બજાર ભાવ કરતા દોઢી કિંમત પ્રાપ્ત થાય છે. રવિ સીઝનમાં પણ તેઓ ઘઉં, ચણા અને વિવિધ શાકભાજીનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવીને સીધા વેચાણ દ્વારા રોજિંદી સારી આવક મેળવી રહ્યા છે. તેમના ઉત્પાદનો પર આસપાસના ગ્રામજનોને અતૂટ વિશ્વાસ હોવાથી ખેત પેદાશોની ભારે માંગ રહે છે. આમ, દિલીપભાઈ ધરતી અને સ્વાસ્થ્ય બંનેને બચાવવાનું ઉમદા કાર્ય કરી અન્ય ખેડૂતો માટે પથદર્શક બન્યા છે.

  • user_Hasmukh Bhoi
    Hasmukh Bhoi
    લુણાવાડા, મહીસાગર, ગુજરાત
    આ સ્ટોરી મને મોકલો હું પેપર મા છાપુ
    10 hrs ago
More news from ગુજરાત and nearby areas
  • 10 દિવસથી પરિવારથી વિખૂટેલી મહિલા દાહોદના સખી વન સ્ટોપ સેન્ટરે કરાવ્યું સુખદ મિલન
    1
    10 દિવસથી પરિવારથી વિખૂટેલી મહિલા દાહોદના સખી વન સ્ટોપ સેન્ટરે કરાવ્યું સુખદ મિલન
    user_Dahod Live
    Dahod Live
    Classified ads newspaper publisher દાહોદ, દાહોદ, ગુજરાત•
    8 hrs ago
  • અરવલ્લી : વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દ્વારા ગૌરીવ્રત પૂર્ણાહુતિ પ્રસંગે 500થી વધુ કુમારીકાઓને ફળ વિતરણ દુર્ગાવાહિની સાથે જોડાવા કર્યું આહ્વાન અરવલ્લી જિલ્લાના મોડાસા નગરના ઓધારી મંદિર ખાતે જિલ્લા અધ્યક્ષ સંજયભાઈ ભાવસારની અધ્યક્ષતા હેઠળ જયાપાર્વતી વ્રત કરતી કુમારીકાઓને વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ અને દુગૉવહીની બહેનો દ્વારા 500 થી વધુ કુમારીકાઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું છે.માતૃશક્તિ અને દુગૉવાહીની તથા ઓધારી મંદિરના પૂજારી અતુલભાઈ જોષીદ્વારા ઉપસ્થિત કુમારીકાઓને દુગૉવાહીની અભ્યાસ વગૅમાં જોડાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે..ગૌરીવ્રતના પૂર્ણાહુતિ પ્રસંગે અરવલ્લી જિલ્લા અધ્યક્ષ અમિતા બેન માંડલિયા જિલ્લા માતૃશક્તિ સહ સંયોજિકા સીમાબેન સોની,જયાબેન શમૉ, કલ્પના બેન, તથા જિલ્લા દુગૉવાહીની સંયોજિકા ઝલક બેન ઉપાધ્યાય,સહ સંયોજીકા બંસરીબેન સોની, જ્યોતિબેન ભોઈ, નગરના માતૃશક્તિ કાર્યકર્તા હેતલબેન ત્રિવેદી,કલ્પનાબેન ઉપસ્થિત રહ્યા હતા.
    4
    અરવલ્લી : વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દ્વારા ગૌરીવ્રત પૂર્ણાહુતિ પ્રસંગે 500થી વધુ કુમારીકાઓને ફળ વિતરણ  દુર્ગાવાહિની સાથે જોડાવા કર્યું આહ્વાન
અરવલ્લી જિલ્લાના મોડાસા નગરના ઓધારી મંદિર ખાતે જિલ્લા અધ્યક્ષ સંજયભાઈ ભાવસારની અધ્યક્ષતા હેઠળ જયાપાર્વતી વ્રત કરતી કુમારીકાઓને વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ અને દુગૉવહીની બહેનો દ્વારા 500 થી વધુ કુમારીકાઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું છે.માતૃશક્તિ અને દુગૉવાહીની તથા ઓધારી મંદિરના પૂજારી અતુલભાઈ જોષીદ્વારા ઉપસ્થિત કુમારીકાઓને દુગૉવાહીની અભ્યાસ વગૅમાં જોડાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે..ગૌરીવ્રતના પૂર્ણાહુતિ પ્રસંગે અરવલ્લી જિલ્લા અધ્યક્ષ અમિતા બેન માંડલિયા જિલ્લા માતૃશક્તિ સહ સંયોજિકા સીમાબેન સોની,જયાબેન શમૉ, કલ્પના બેન, તથા જિલ્લા દુગૉવાહીની સંયોજિકા ઝલક બેન ઉપાધ્યાય,સહ સંયોજીકા બંસરીબેન સોની, જ્યોતિબેન ભોઈ, નગરના માતૃશક્તિ કાર્યકર્તા  હેતલબેન ત્રિવેદી,કલ્પનાબેન ઉપસ્થિત રહ્યા હતા.
    user_વૈભવકુમાર એસ. રાઠોડ
    વૈભવકુમાર એસ. રાઠોડ
    મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    5 hrs ago
  • મેઘરજમાં દિવસભરની ભારે ગરમી બાદ સમી સાંજે વરસાદી ઝાપટું, વાતાવરણમાં ઠંડક પ્રસરી મેઘરજ નગરમાં દિવસભરની ભારે ગરમી અને ઉકળાટ બાદ અચાનક વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. વરસાદી ઝાપટાને કારણે માર્ગો ભીના બન્યા હતા અને નગરમાં ખુશનુમા માહોલ સર્જાયો હતો.
    1
    મેઘરજમાં દિવસભરની ભારે ગરમી બાદ સમી સાંજે વરસાદી ઝાપટું, વાતાવરણમાં ઠંડક પ્રસરી

મેઘરજ નગરમાં દિવસભરની ભારે ગરમી અને ઉકળાટ બાદ અચાનક વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. વરસાદી ઝાપટાને કારણે માર્ગો ભીના બન્યા હતા અને નગરમાં ખુશનુમા માહોલ સર્જાયો હતો.
    user_Jaydip bhatiya
    Jaydip bhatiya
    Photographer મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    6 hrs ago
  • અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં માત્ર સવા ઈંચ જેટલા વરસાદે જ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી દીધી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પડેલા સવા ઈંચ જેટલા વરસાદ બાદ શહેરના ચાર રસ્તા, કેદારનાથ સોસાયટી આગળનો ડીપી રોડ તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. માત્ર એક કલાકના વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો અને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી. દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. અનેક રજૂઆતો છતાં હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી. ખાસ કરીને શહેરના ચાર રસ્તા, કલ્યાણ 2 સોસાયટી સહિતના વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.અહીં માત્ર સવા ઈંચ જેટલા વરસાદ બાદ પણ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી આ સમસ્યા યથાવત છે, છતાં તેનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. હવે આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે."સામાન્ય વરસાદમાં જ જો શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ જાય તો આગામી ભારે વરસાદ દરમિયાન સ્થિતિ કેવી રહેશે તે મોટો પ્રશ્ન છે. હવે શહેરવાસીઓની માંગ છે કે તંત્ર તાત્કાલિક અસરથી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી આ વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે.
    4
    અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં માત્ર સવા ઈંચ જેટલા વરસાદે જ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી દીધી છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પડેલા સવા ઈંચ જેટલા વરસાદ બાદ શહેરના ચાર રસ્તા, કેદારનાથ સોસાયટી આગળનો ડીપી રોડ તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. માત્ર એક કલાકના વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો અને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી. દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. અનેક રજૂઆતો છતાં હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી. ખાસ કરીને શહેરના ચાર રસ્તા, કલ્યાણ 2 સોસાયટી સહિતના વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.અહીં માત્ર સવા ઈંચ જેટલા વરસાદ બાદ પણ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી આ સમસ્યા યથાવત છે, છતાં તેનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. હવે આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે."સામાન્ય વરસાદમાં જ જો શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ જાય તો આગામી ભારે વરસાદ દરમિયાન સ્થિતિ કેવી રહેશે તે મોટો પ્રશ્ન છે. હવે શહેરવાસીઓની માંગ છે કે તંત્ર તાત્કાલિક અસરથી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી આ વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે.
    user_સમાચાર 31 ગુજરાત
    સમાચાર 31 ગુજરાત
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    7 hrs ago
  • અતિભારે વરસાદને લઈ અરવલ્લી એલર્ટ! NDRFની એક ટીમ જિલ્લામાં તૈનાત, બોટ-લાઇફ જેકેટ સહિતના સાધનો સાથે બચાવ કામગીરી માટે તૈયાર અતિભારે વરસાદને લઈ અરવલ્લી એલર્ટ! NDRFની એક ટીમ જિલ્લામાં તૈનાત, બોટ-લાઇફ જેકેટ સહિતના સાધનો સાથે બચાવ કામગીરી માટે તૈયાર
    1
    અતિભારે વરસાદને લઈ અરવલ્લી એલર્ટ! NDRFની એક ટીમ જિલ્લામાં તૈનાત, બોટ-લાઇફ જેકેટ સહિતના સાધનો સાથે બચાવ કામગીરી માટે તૈયાર
અતિભારે વરસાદને લઈ અરવલ્લી એલર્ટ! NDRFની એક ટીમ જિલ્લામાં તૈનાત, બોટ-લાઇફ જેકેટ સહિતના સાધનો સાથે બચાવ કામગીરી માટે તૈયાર
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    11 hrs ago
  • *અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે NDRFની એક ટીમ તૈનાત* *અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે NDRFની એક ટીમ તૈનાત* *વરસાદની કોઈપણ પરિસ્થિતિમાં પહોંચી વળવા અરવલ્લીમાં NDRF તૈયાર* ********************* માહિતી કચેરી અરવલ્લી 31-07-2026 અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો તાત્કાલિક સામનો કરવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની એક સંપૂર્ણ સજ્જ ટીમને જિલ્લામાં તૈનાત કરી છે. આ ટીમ વરસાદને કારણે ઉદ્ભવી શકે તેવી પૂર, પાણી ભરાવા, મકાનોના નુકસાન કે અન્ય આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક રાહત અને બચાવ કાર્યો હાથ ધરવા માટે તૈયાર છે. જિલ્લા કલેક્ટરની સૂચનાઓ અનુસાર આ ટીમને જરૂરી સાધનો, બોટ્સ, લાઇફ જેકેટ્સ અને આધુનિક સંચાર સુવિધાઓ સાથે તૈનાત કરવામાં આવી છે, જેથી કોઈપણ કટોકટીમાં તરત જ પહોંચી શકાય. NDRFની ટીમના ઇન્સ્પેક્ટર વિનીતસિંગે જણાવ્યું કે, “અમારી ટીમ સંપૂર્ણ તૈયારી સાથે જિલ્લામાં તૈનાત છે. અમે સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંકલન જાળવી રહ્યા છીએ. કોઈપણ આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધરવા માટે અમારી ટીમ સજ્જ છે.” NDRFની આ ટીમનું મુખ્ય કાર્ય જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં નિરીક્ષણ કરવું, સ્થાનિક એજન્સીઓ સાથે સંકલન જાળવવું તેમજ જરૂર પડ્યે તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધરવાનું છે. ટીમના કર્મચારીઓને પૂર પરિસ્થિતિમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા, પ્રાથમિક સારવાર આપવા અને રાહત સામગ્રી વહેંચવા માટે વિશેષ તાલીમ આપવામાં આવી છે. વધુમાં, ટીમ જિલ્લા કટોકટી કેન્દ્ર સાથે સતત સંપર્કમાં રહીને વાસ્તવિક સમયની માહિતી આપશે અને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડશે. જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સત્તાવાર આદેશોનું પાલન કરે અને કોઈપણ કટોકટીમાં ૧૦૭૭ પર સંપર્ક કરે. NDRFની આ તૈનાતી જિલ્લાના નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે મહત્ત્વપૂર્ણ પગલું છે. ***************** જવાનસિંહ ઠાકોર અરવલ્લી mo.!9638500650
    2
    *અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે NDRFની એક ટીમ તૈનાત*
*અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે NDRFની એક ટીમ તૈનાત*
*વરસાદની કોઈપણ પરિસ્થિતિમાં પહોંચી વળવા અરવલ્લીમાં NDRF તૈયાર*
*********************
માહિતી કચેરી અરવલ્લી 
31-07-2026
અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો તાત્કાલિક સામનો કરવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની એક સંપૂર્ણ સજ્જ ટીમને જિલ્લામાં તૈનાત કરી છે. આ ટીમ વરસાદને કારણે ઉદ્ભવી શકે તેવી પૂર, પાણી ભરાવા, મકાનોના નુકસાન કે અન્ય આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક રાહત અને બચાવ કાર્યો હાથ ધરવા માટે તૈયાર છે. જિલ્લા કલેક્ટરની સૂચનાઓ અનુસાર આ ટીમને જરૂરી સાધનો, બોટ્સ, લાઇફ જેકેટ્સ અને આધુનિક સંચાર સુવિધાઓ સાથે તૈનાત કરવામાં આવી છે, જેથી કોઈપણ કટોકટીમાં તરત જ પહોંચી શકાય.
NDRFની ટીમના ઇન્સ્પેક્ટર વિનીતસિંગે જણાવ્યું કે, “અમારી ટીમ સંપૂર્ણ તૈયારી સાથે જિલ્લામાં તૈનાત છે. અમે સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંકલન જાળવી રહ્યા છીએ. કોઈપણ આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધરવા માટે અમારી ટીમ સજ્જ છે.”
NDRFની આ ટીમનું મુખ્ય કાર્ય જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં નિરીક્ષણ કરવું, સ્થાનિક એજન્સીઓ સાથે સંકલન જાળવવું તેમજ જરૂર પડ્યે તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધરવાનું છે. ટીમના કર્મચારીઓને પૂર પરિસ્થિતિમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા, પ્રાથમિક સારવાર આપવા અને રાહત સામગ્રી વહેંચવા માટે વિશેષ તાલીમ આપવામાં આવી છે. વધુમાં, ટીમ જિલ્લા કટોકટી કેન્દ્ર સાથે સતત સંપર્કમાં રહીને વાસ્તવિક સમયની માહિતી આપશે અને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડશે.
જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સત્તાવાર આદેશોનું પાલન કરે અને કોઈપણ કટોકટીમાં ૧૦૭૭ પર સંપર્ક કરે. NDRFની આ તૈનાતી જિલ્લાના નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે મહત્ત્વપૂર્ણ પગલું છે.
*****************
જવાનસિંહ ઠાકોર અરવલ્લી 
mo.!9638500650
    user_Jawansingh thakor@108 ખબરદાર ન
    Jawansingh thakor@108 ખબરદાર ન
    Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    12 hrs ago
  • દેવગઢ બારીયા નગરપાલિકા પેટાચૂંટણી નુ પરિણામ જાહેર,ભાજપ-કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીને 2 2 સીટ દેવગઢ બારીયા નગરપાલિકા પેટાચૂંટણી નુ પરિણામ જાહેર #dahod #devgadhbaria #newstoday #newsupdate #news
    1
    દેવગઢ બારીયા નગરપાલિકા પેટાચૂંટણી નુ પરિણામ જાહેર,ભાજપ-કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીને 2 2 સીટ 

દેવગઢ બારીયા નગરપાલિકા પેટાચૂંટણી નુ પરિણામ જાહેર
#dahod #devgadhbaria #newstoday #newsupdate #news
    user_Nayan valand
    Nayan valand
    બાલાસિનોર, મહીસાગર, ગુજરાત•
    17 hrs ago
  • અરવલ્લી જિલ્લામાં ભિલોડામાં ધોધમાર વરસાદ ખાબક્યો....... અરવલ્લી ભિલોડામાં ધોધમાર વરસાદ ખાબક્યો. હવામાન વિભાગની આગાહી પગલે અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો..ભિલોડા સહિત આસપાસના ગામડાઓમાં વરસાદ પડ્યો.હવામાન વિભાગે આપી છે ભારે વરસાદની આગાહી..
    3
    અરવલ્લી જિલ્લામાં ભિલોડામાં ધોધમાર વરસાદ ખાબક્યો.......
અરવલ્લી ભિલોડામાં ધોધમાર વરસાદ ખાબક્યો.
હવામાન વિભાગની આગાહી પગલે અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો..ભિલોડા સહિત આસપાસના ગામડાઓમાં વરસાદ પડ્યો.હવામાન વિભાગે આપી છે ભારે વરસાદની આગાહી..
    user_સમાચાર 31 ગુજરાત
    સમાચાર 31 ગુજરાત
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.