logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બરવાળા તાલુકાના ચાચરિયા પ્રાથમિક શાળામાં ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ નિમિત્તે ‘મેઘાણી વંદના’ કાર્યક્રમ યોજી શ્રદ્ધા સુમન પાઠવ્યા. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ચાચરિયા પ્રાથમિક શાળામાં આજરોજ તારીખ 9 માર્ચ 2026ના રોજ દેશના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ નિમિત્તે ‘મેઘાણી વંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ભૂલકાઓ અને શિક્ષકોએ મેઘાણીજીના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી‌ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ મેઘાણીજીના પ્રખ્યાત ગીતો અને કાવ્યો રજૂ કરી સાહિત્યરસિક વાતાવરણ સર્જ્યું હતું. “અષાઢી સાંજનાં અંબર ગાજે”, “ખમ્મા વિરાને જાવું”, “મારે ઘેર આવજે બેની”, “ભેટે ઝુલે છે તલવાર”, “ચારણકન્યા”, “છેલ્લો કટોરો ઝેરનો”, “આભમાં ઉગેલ ચાંદલો”, “આભમાં જીણી ઝબુકે વિજળી”, “હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ”, “સુના સમંદરની પાળે”, “રક્ત ટપકતી સો સો ઝોળી” અને “હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ” જેવા જાજરમાન ગીતોથી શાળાનું પરિસર ગુંજી ઉઠ્યું હતું શાળાની દીકરીઓ દ્વારા “ઝાડ માથે જુમકડું” ગીત પર અભિનય પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યો હતો. આ પ્રસંગે શાળાના ઉત્સાહી સારસ્વત પ્રવીણભાઈ ખાચરે મેઘાણીજીના જીવન, સાહિત્ય અને તેમની રચનાઓ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. સાથે જ મેઘાણીજીના જીવનના પ્રેરક પ્રસંગો તથા સૌરાષ્ટ્રની રસધાર વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. શાળાના આચાર્ય તથા સમગ્ર શાળા પરિવારના સહિયારા પ્રયાસોથી સાહિત્યની દુનિયાના કોહિનૂર સમાન ઝવેરચંદ મેઘાણીજીને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા લોકસાહિત્યના મહાન સર્જકને સાચા અર્થમાં વંદના કરવામાં આવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮

7 hrs ago
user_Vagadiya chintan dilipbhai
Vagadiya chintan dilipbhai
બોટાદ, બોટાદ, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • રૂપિયા સુધીના ભાવ મળતા હોવાથી ખેડૂતોને ખર્ચ પણ કાઢવો મુશ્કેલ બની રહ્યો છે. ખેડૂતોએ સરકારને ઘઉંના ભાવ વધારવાની માંગ કરી છે..
    1
    રૂપિયા સુધીના ભાવ મળતા હોવાથી ખેડૂતોને ખર્ચ પણ કાઢવો મુશ્કેલ બની રહ્યો છે. ખેડૂતોએ સરકારને ઘઉંના ભાવ વધારવાની માંગ કરી છે..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    16 hrs ago
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    16 hrs ago
  • આંગણવાડી વર્કરોનો ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કર્યો, કીધું નવા મોબાઈલ અને સુવિધા વગર કામ નહીં થાય. ધંધુકા મામલતદાર અને CDPO ને આવેદનપત્ર સુપરત કર્યું. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ધંધુકા મામલતદાર અને CDPO ને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ. નવા મોબાઈલ અને જરૂરિયાત સુવિધાઓ આપવામાં આવે નહિતર કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. ઘણા વર્કરોના જુના મોબાઈલ બગડી ગયા છેં તો કેટલાક બહેનો પાસે સ્માર્ટ ફોન નથી. જરૂરિયાત સાધનોના અભાવે વર્કરો પર ભારે બોજ પડે છેં. સંગઠન દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છેં જે જ્યાં સુધી આ સુવિધાઓ પૂરી નહીં થાય ત્યાં સુધી કામગીરી નહીં કરવામાં આવે તેમજ ત્યાં સુધી આ નિર્ણય યથાવત રહેશે.
    1
    આંગણવાડી વર્કરોનો ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કર્યો, કીધું નવા મોબાઈલ અને સુવિધા વગર કામ નહીં થાય.
ધંધુકા મામલતદાર અને CDPO ને આવેદનપત્ર સુપરત કર્યું.
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ધંધુકા મામલતદાર અને CDPO ને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ.
નવા મોબાઈલ અને જરૂરિયાત સુવિધાઓ આપવામાં આવે નહિતર કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે.
ઘણા વર્કરોના જુના મોબાઈલ બગડી ગયા છેં તો કેટલાક બહેનો પાસે સ્માર્ટ ફોન નથી.
જરૂરિયાત સાધનોના અભાવે વર્કરો પર ભારે બોજ પડે છેં.
સંગઠન દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છેં જે જ્યાં સુધી આ સુવિધાઓ પૂરી નહીં થાય ત્યાં સુધી કામગીરી નહીં કરવામાં આવે તેમજ ત્યાં સુધી આ નિર્ણય યથાવત રહેશે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    8 hrs ago
  • અમરેલી ના કાર્ય સીલ ધારાસભ્ય દ્વારા અમરેલી ટાવર ને રેનોવેશન માટે કરાયું ખાત મુહર્ત
    1
    અમરેલી ના કાર્ય સીલ ધારાસભ્ય દ્વારા અમરેલી ટાવર ને રેનોવેશન માટે કરાયું ખાત મુહર્ત
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    10 hrs ago
  • युध्ध से विनास की और
    1
    युध्ध से विनास की और
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    11 hrs ago
  • ૩૫૦થી વધુ ઝુંપડાઓને દૂર કરવામાં આવ્યા, પાંચેક એકર જેટલી દબાણ યુક્ત જગ્યા ખુલ્લી કરાવાશે, ૨૦થી વધુ જેસીબી, ૫૦થી વધુ ટ્રેક્ટર અને ફાયર ફાયર સહિતનો કાફલો રેલવે પોલીસ, આરપીએફ, માલવીયાનગર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ સહિત ૪૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત
    1
    ૩૫૦થી વધુ ઝુંપડાઓને દૂર કરવામાં આવ્યા, પાંચેક એકર જેટલી દબાણ યુક્ત જગ્યા ખુલ્લી કરાવાશે,
૨૦થી વધુ જેસીબી, ૫૦થી વધુ ટ્રેક્ટર અને ફાયર ફાયર સહિતનો કાફલો
રેલવે પોલીસ, આરપીએફ, માલવીયાનગર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ સહિત ૪૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત
    user_CRIMR PADKAR NEWS
    CRIMR PADKAR NEWS
    પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    18 hrs ago
  • બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આજરોજ તારીખ 8 માર્ચ 2026ના રોજ જિલ્લા ભાજપની સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી જે બેઠકમાં બોટાદ જિલ્લા ભાજપના નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રભારી દશરથજી ઠાકોર વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા, નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રભારી નિયુક્તિ બાદ સૌ પ્રથમ વખત જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે જિલ્લા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો સાથે પરિચય બેઠકનું આયોજન કરાયું હતું આ બેઠકમાં આગામી કાર્યક્રમો તેમજ આયોજન અંગે પણ વિશેષ માર્ગદર્શન જિલ્લા પ્રભારી દ્વારા આપવામાં આવ્યું હતું, આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી વનરાજસિંહ ડાભી, દિપકભાઈ સાબવા, અને વિજયભાઈ ધલવાણીયા તેમજ જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખો, મંત્રી સહિતના તમામ હોદ્દેદારો તેમજ જિલ્લાના તમામ શહેર તાલુકા ભાજપ સંગઠનના મુખ્ય હોદ્દેદારો ચુંટાયેલા સભ્યો સહિતના અપેક્ષિત કાર્યકર્તા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા સંગઠના દ્વારા પ્રથમ મુલાકાતે પહોંચેલા નવનિયુક્ત પ્રભારી દશરથજી ઠાકોરનું વિશેષ સ્વાગત સન્માન કર્યું હતું રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આજરોજ તારીખ 8 માર્ચ 2026ના રોજ જિલ્લા ભાજપની સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી જે બેઠકમાં બોટાદ જિલ્લા ભાજપના નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રભારી દશરથજી ઠાકોર વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા, નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રભારી નિયુક્તિ બાદ સૌ પ્રથમ વખત જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે જિલ્લા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો સાથે પરિચય બેઠકનું આયોજન કરાયું હતું આ બેઠકમાં આગામી કાર્યક્રમો તેમજ આયોજન અંગે પણ વિશેષ માર્ગદર્શન જિલ્લા પ્રભારી દ્વારા આપવામાં આવ્યું હતું, આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી વનરાજસિંહ ડાભી, દિપકભાઈ સાબવા, અને વિજયભાઈ ધલવાણીયા તેમજ જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખો, મંત્રી સહિતના તમામ હોદ્દેદારો તેમજ જિલ્લાના તમામ શહેર તાલુકા ભાજપ સંગઠનના મુખ્ય હોદ્દેદારો ચુંટાયેલા સભ્યો સહિતના અપેક્ષિત કાર્યકર્તા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા સંગઠના દ્વારા પ્રથમ મુલાકાતે પહોંચેલા નવનિયુક્ત પ્રભારી દશરથજી ઠાકોરનું વિશેષ સ્વાગત સન્માન કર્યું હતું
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    7 hrs ago
  • ચણાના પ્રતિ ૨૦ કિલો ના ૯૭૦ થી ૧૦૩૦ નો છે ભાવ..
    1
    ચણાના પ્રતિ ૨૦ કિલો ના ૯૭૦ થી ૧૦૩૦ નો છે ભાવ..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    16 hrs ago
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    રાણપુર, બોટાદ, ગુજરાત•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.