આઝાદીના ઇતિહાસને જીવંત કરતી દાંડી યાત્રા આમોદ આવી પહોંચી આમોદ ખાતે આજે સાંજના સમયે સાબરમતી આશ્રમથી નીકળેલી ઐતિહાસિક દાંડી યાત્રા આમોદ આવી પહોંચતા સમગ્ર શહેરમાં દેશભક્તિ, ગૌરવ અને ગાંધીવાદી મૂલ્યોની અનોખી ઝલક જોવા મળી હતી. આમોદ ગાંધી આશ્રમ ખાતે પ્રાથમિક શાળા નંબર–૧ ના નનકડા વિદ્યાર્થીઓ દ્વારા દાંડી યાત્રામાં જોડાયેલા નિવૃત્ત આર્મી જવાનોનું ભવ્ય અને ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીજીએ વર્ષ ૧૯૩૦માં અંગ્રેજી શાસન સામે અહિંસા અને સત્યના માર્ગે કરેલી ઐતિહાસિક દાંડી યાત્રાના માર્ગને નજીકથી સમજવા, અનુભવો મેળવવા તેમજ નવી પેઢી સુધી તેનો સંદેશ પહોંચાડવાના ઉમદા હેતુ સાથે ૨ જાન્યુઆરીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી આ દાંડી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી, જે આજે આમોદ ખાતે આવી પહોંચી હતી. યાત્રાના સ્વાગત પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરાયેલા સ્વાગત ગીતે સમગ્ર વાતાવરણને ભાવવિભોર બનાવી દીધું હતું. આ દાંડી યાત્રાની વિશેષતા એ છે કે તેમાં દેશની સરહદોની રક્ષા કરી ચૂકેલા ૬૨ વર્ષથી ઉપરના કુલ ૧૬ નિવૃત્ત ભારતીય આર્મી જવાનો જોડાયા છે. આ તમામ જવાનો ભારતના વિવિધ રાજ્યોમાંથી આવ્યા છે અને નિવૃત્તિ બાદ પણ આજે સરકારના વિવિધ વિભાગોમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. દેશસેવાની ભાવના અને ગાંધીજીના આદર્શોને આત્મસાત કરવાના સંકલ્પ સાથે તેઓ આ ઐતિહાસિક યાત્રાનો ભાગ બન્યા છે. આમોદ ગાંધી આશ્રમ ખાતે નિવૃત્ત આર્મી જવાનોએ સરકારી શાળાના બાળકો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. આ દરમિયાન ગાંધીજીના જીવનમૂલ્યો, અહિંસા, સત્ય, શિસ્ત અને દેશપ્રેમ વિષયક વિચારોને સરળ અને રસપ્રદ અંદાજમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે બાળકોમાં નાનપણથી જ સંસ્કાર, શિસ્ત અને દેશપ્રેમની ભાવના વિકસે તેવી પ્રેરણા મળી હતી. આ પ્રસંગે દાંડી યાત્રામાં જોડાયેલા નિવૃત્ત આર્મી જવાનોનું બી.આર.સી. આસિફ પટેલ, પરિમલ મોદી, શિક્ષિકાઓ તેમજ શાળા સંચાલક ભરત વાઘેલા અને ઈબ્રાહીમ પઠાણ દ્વારા પુષ્પગુચ્છ આપી ભાવભીનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આમોદ શહેરમાં ગાંધીવાદી વિચારધારા અને દેશપ્રેમનો સંદેશ વ્યાપક રીતે પ્રસરી ગયો હતો. દાંડી યાત્રા માત્ર એક પદયાત્રા નથી, પરંતુ તે દેશના ઇતિહાસ, બલિદાન અને મૂલ્યોને યાદ કરાવતી જીવંત પ્રેરણા છે. નિવૃત્ત આર્મી જવાનો અને નનકડા વિદ્યાર્થીઓ વચ્ચે થયેલો આ સંવાદ આવનારી પેઢી માટે દેશપ્રેમ, શિસ્ત અને સેવા ભાવનાનું મજબૂત બીજ વાવતો યાદગાર ક્ષણ બની રહ્યો હતો.

- Post by RK News1
- સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિરે નવનિર્મિત યજ્ઞશાળાનું લોકાર્પણ સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું ભક્તોમાં ઉત્સાહ1
- ગીતા સિલેક્શન આપની માટે લઈને આવ્યા છે તદ્દન નવા સ્ટોકમાં જેન્ટ્સ અને બાળકો માટેના તમામ પ્રકારના કપડામાં.. ઉતરાયણ ધમાકા ઓફર ઓફર શું છે તે જાણવા આ વિડિયો પૂરો જુવો અને ઓફરનો લાભ લેવા આજે જ પહોંચી જાઓ ગીતા સિલેક્શન કાન્હા સેન્ટ્રલ,ગ્રાઉન્ડ ફ્લોર તાલુકા પંચાયત સામે,વડોદરા રોડ,હાલોલ. મો. 74340 414861
- સુંવાલી બીચ ફેસ્ટિવલ નું આજે ભવ્ય ઉદ્ઘાટન સુંવાલીના દરિયાકિનારે આજાથી 11 જાન્યુઆરી દરમિયાન ત્રિ-દિવસીય ઉજવણી બીચ પર ગીત સંગીતથી લોકો ઝુમી ઉઠ્યા1
- સુરતના કતારગામ વિસ્તારની ઘટના1
- કઠલાલ સરકારી હોસ્પિટલ ના મેડીકલ વેસ્ટ નો યોગ્ય નિકાલ નહીં થવાથી જાનવરો દ્વારા ખેંચી ને બહાર જાહેર માં મેડિકલ વેસ્ટ રોડ રસ્તા માં ફેલાઈ રહ્યું છે જો લોકો ના આરોગ્ય સાથે ચેડા થવાની સંભાવના.1
- https://youtu.be/Cl8CRhJFms4 અમારી RK NEWS ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો, અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh RK NEWS 99792 786771
- Post by RK News1
- અમરોલી વિસ્તારમાં આવેલી J.Z. કોલેજના કેમ્પસમાં અસામાજિક તત્વોની દાદાગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં અસામાજિક તત્વ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ સાથે મારામારી કરવામાં આવી રહી હોવાના દૃશ્યો જોવા મળે છે. આ ઘટના બાદ કોલેજ કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. વિડિયો વાયરલ થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.1